-
ત્રીજા ભવે મોક્ષ.
આ ભરતક્ષેત્રમાં અંગદેશની રાજધાની ચંપાનામે નગરી હતી. તે નગરમાં ઈક્ષ્વાકૃવંશીય વસુપૂજ્ય નામે રાજા હતા. તેમની જયાદેવી નામે પટ્ટરાણી હતી.
પ્રભુનું ચ્યવન :
પદ્મોત્તર રાજાનો જીવ દેવલોકથી ચ્યવી જેઠ સુદ – ૯ ના, શતભિક્ષા (શતતારિકા) નક્ષત્રમાં જયાદેવીની કુક્ષિમાં અવતર્યો.
પ્રભુનો જન્મઃ
૮ માસ ૨૦ દિવસનો ગર્ભકાળ વ્યતીત થતાં, ફાગણ વદ – ૧૪ના (ગુજરાતી તિથિ મહાવદ – ૧૪ના) શતભિષા નક્ષત્રમાં, લાલવર્ણવાળા, મહિષ (પાડા) ના લાંછનવાળા પુત્રને જયાદેવીએ જન્મ આપ્યો.
વસુપૂજ્ય રાજાનું સંતાન હોવાથી તથા ઈન્દ્રે વસુવડે પ્રભુને પૂજેલા હોવાથી વાસુપૂજ્ય નામ સ્થાપન કર્યું.
યૌવનવયને પ્રાપ્ત, ૭૦ ધનુષ્ય ઊંચી કાયાવાળા પ્રભુનો વિવાહોત્સવ ઊજવવા માતા-પિતા તત્પર બન્યા, પરંતુ ભવભ્રમણથી ખેદ પામેલા વાસુપૂજ્યકુમાર વિવાહ તથા રાજ્યભાર ગ્રહણ કરવા તૈયાર ન હતા.
કુમારની વિવાહ માટેની અનિચ્છા જાણી, કુલપરંપરાને સમજાવતાં પિતાએ કહ્યું, “ઈક્ષ્વાકુ કુળની પરંપરા છે કે પ્રથમ ભોગ ભોગવી પશ્ચાત્ દીક્ષા લેવી. વળી પૂર્વે ઋષભદેવથી શરૂ કરી શ્રેયાંસનાથ સુધીના સર્વ તીર્થંકરો ઈક્ષ્વાકુવંશમાં જ થયા છે. તે બધા તીર્થંકરો પૂર્વવયમાં ભોગ-ભોગવી, રાજ્યભાર વહન કરી સમય આવ્યે દીક્ષા લઈ નિર્વાણ પામ્યા છે. આ કુળ પરંપરાને તમે પણ અનુસરો.”
પિતાના આવાં વચનો સાંભળી કુમારે નમ્રતાથી જણાવ્યું કે તીર્થંકરોએ વિવાહ કરવાજ જોઈએ તેવો કોઈ નિયમ નથી. પૂર્વે જેઓએ વિવાહ કર્યા છે. તેઓને ભોગાવલી કર્મ બાકી હતાં. ત્રણ જ્ઞાનના ધારક તીર્થંકરો પોતાનું ભોગકર્મ હજુ ભોગવવાનું બાકી છે તેમ જાણતા હોવાથી તેઓએ વિવાહ કર્યા હતા. મારે ભોગકર્મ અવશેષ નથી કે જે મોક્ષમાટે વિઘ્નરૂપ થાય.
દરેક તીર્થંકર પોત-પોતાનાં કર્માનુસાર આચરણ કરે. આ બાબતમાં દરેક તીર્થંકરોમાં સમાનતા ન હોય. ભવિષ્યમાં મલ્લિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ આ ત્રણ તીર્થંકરો વિવાહ કર્યા વિના દીક્ષા અંગીકાર કરશે. (અન્યગ્રંથોમાં વાસુપૂજ્યસ્વામી અને પાર્શ્વનાથ ભગવાનનો પરણ્યાનો અધિકાર છે.) આ પ્રમાણે માતા-પિતાને સમજાવી પ્રભુ ૧૮ લાખ વર્ષના થયા ત્યારે દીક્ષાલેવા તત્પર બન્યા.
સંયમ સ્વીકાર :
દીક્ષા સમયે ‘પૃથ્વી’નામક શિબિકા દ્વારા વિહારગ્રહ નામના વનમાં પધાર્યા. ફાગણ વદ – ૧૫ના, શતભિક્ષા નક્ષત્રમાં, અપરાહ્ન સમયે ૬૦૦ રાજાઓ સાથે પ્રભુએ દીક્ષા અંગીકાર કરી.
બીજા દિવસે મહાપુર નગરમાં, સુનંદ રાજાનાં ઘરે પરમાન્ન (ખીર)થી પ્રભુનું પ્રથમ પારણું થયું.
કૈવલ્ય પ્રાપ્તિ :
એક માસનો છદ્મસ્થાનકાળ ધ્યાન-સાધનામાં લીન બની વ્યતીત કર્યો. પ્રભુ દીક્ષાવન વિહારગૃહમાં પુનઃ પધાર્યા અને પાટલ (ગુલાબા) વૃક્ષ નીચે ધ્યાનસ્થ બન્યા. મહાસુદ -૨ના, શતભિષા નષત્રમાં, એક ઉપવાસ યુક્ત પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું.
દેવનિર્મિત સમવસરણમાં ૮૪૦ ઊંચા અશોકવૃક્ષ નીચે બેસી પ્રભુએ દુર્લભભાવનાને સમજાવતી દેશના આપી.
પ્રભુને સૂક્ષ્મ (સુભૂમ) પ્રમુખ ૬૬ ગણધરો થયા. ધરણી નામની સાધ્વી પ્રવર્તિની બની.
પ્રભુના શાસનમાં શ્વેતવર્ણી, હંસના વાહનવાળો ‘કુમાર’, નામક યક્ષ શાસન દેવ બન્યો. શ્વેતવર્ણી અશ્વના વાહનવાળી ‘ચંદ્રા’ (પ્રવરા) નામની શાસનદેવી બની.
કેવળજ્ઞાન સહિત વિચરતા પ્રભુ એકદા દ્વારકા નગરમાં ઉદ્યાનમાં પધાર્યા. દેવોએ સમવસરણની રચના કરી. વિજય નામે બીજા બળદેવ અને દ્વિપૃષ્ટ નામે બીજા વાસુદેવ પ્રભુની દેશના સાંભળવા આવ્યા. દેશનાના અંતે દ્વિપૃષ્ટે સમકિત ધારણ કર્યું અને બળદેવે શ્રાવક વ્રત સ્વીકાર્યા.
વાસુપૂજ્ય સ્વામીને ૬૬ ગણધરો, ૭૨,૦૦૦ સાધુઓ, ૧,૦૦,૦૦૦ સાધ્વીઓ, ૨,૧૫,૦૦૦ શ્રાવકો, ૪,૩૬,૦૦૦ શ્રાવિકાઓ, ૬,૦૦૦ કેવળજ્ઞાની, ૬,૦૦૦ મનઃપર્યવજ્ઞાની, ૫,૪૦૦ અવધિજ્ઞાની, ૧,૨૦૦ ચૌદપૂર્વી, ૧૦,૦૦૦ વૈક્રિયલબ્ધિધારી, ૪,૭૦૦ મતાંતરે ૪,૨૦૦ વાદી થયા.
નિર્વાણપદની પ્રાપ્તિઃ
એક માસ ન્યૂન ૫૪ લાખ વર્ષો સુધી કેવળપણે વિચરી પ્રભુ ચંપા નગરીમાં પધાર્યા. ૬૦૦ મુનિઓ સાથે એક માસનું અનશન કરી, અષાડ સુદ – ૧૪ના ઉત્તરભાદ્રપદ નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા.
કુમારવયમાં ૧૮ લાખ વર્ષ વ્યતીત થયાં. ૫૪ લાખ વર્ષ દીક્ષામાં વ્યતીત થયા. સર્વ ભળી ૭૨ લાખ વર્ષનું આયુષ્ય પ્રભુએ ભોગવ્યું.
શ્રેયાંસનાથ ભગવાનના નિર્વાણબાદ ૫૪ સાગરોપમ પશ્ચાત્ વાસુપૂજ્ય સ્વામી નિર્વાણ પામ્યા.
વાસુપૂજ્ય સ્વામીનું શાસન અંતિમ પા પલ્ય પર્યંત વિચ્છિન્ન રહ્યું. પશ્ચાત્ વિમળનાથ ભગવાને ધર્મધુરા શરૂ કરી. ચોથીવાર શાસનનો વિચ્છેદ થયો. -
-
King Padmottar ruled over Mangalavati town of Ardhapushkar Island. He was a person devoted to spiritual pursuits. In later of his life he took Diksha from Acharya Vajranabh. Reducing the garnishment of Karma by penance and spiritual practices he earned the Tirthankar-nam-and-gotra-karma and incarnated as a god in the Pranat dimension.
Vasupujya was the king of Champa town in the Bharat sub-continent. His queen was Jaya Devi. Besides being a great warrior King Vasupujya was a compassionate and charitable person. The queen too was benevolent and she inspired the king in his charitable activities.
The being that was Padmottar was born to queen Jaya Devi. It is said that when the queen was pregnant, the king of gods came to convey his veneration to the future Tirthankar and his mother. As Indra is also known as Vasu, the newborn was named Vasupujya (venerated by Vasu).
As Vasupujya grew, so grew his inherent detachment and apathy for mundane affairs. He had not attraction for the regal splendor and grandeur. When he became a young his parents wanted him to marry but he declined. He even conveyed that he had no intention of ascending the worldly life and became a Shraman on the fifteenth day of the dark half of the month of Phalgun alongwith six hundred other persons.
The intensity of his spiritual practices was so deep that he became an omniscient within one month. At that moment he was practicing under a patal tree in a garden outside Champa town. He established the four pronged religious ford and preached for a long period.
The second Vasudev, Dwiprishtha, was his devotee. He and his brother Baldev Shrivijay conquered Prativasudev Tarak and brought his oppressive rule to an end. Shrivijay later joined the ascetic order of Bhagavan Vasupujya.
Bhagavan Vasupujya got Nirvana in Champa town on the fourteenth day of the bright half of the month of Ashadh.