-
ત્રીજા ભવે મોક્ષ
આપણા આ ભરતક્ષેતના કોશલ દેશમાં, અયોધ્યા નગરમાં, ઈક્ષ્વાંકુવંશીય સિંહસેન નામે રાજા રહેતા હતા. તેમને સુયશા નામે પટ્ટરાણી હતી.
પ્રભુનું ચ્યવન :
પદ્મરથમુનિનો જીવ દેવલોકથી ચ્યવી, શ્રાવણ વદ – ૭ના રેવતી નક્ષત્રમાં સુયશારાણીની કુક્ષિમાં અવતર્યો.
પ્રભુનો જન્મઃ
૯ માઈ અને ૬ દિવસની ગર્ભસ્થિતિ પૂર્ણ થયા, વૈશાખ વદ – ૧૩ના, રેવતી નક્ષત્રમાં, સુયશાદેવીએ સીંચાણા (બાજ) પક્ષીના લાંછનવાળા, સુવર્ણવર્ણી પુત્રને જન્મ આપ્યો.
પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં મોતીની માળાઓ જોયેલ હોવાથી અથવા પ્રભુમાં જ્ઞાનાદિ અનંત ગુણો હોવાથી અથવા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે પિતા સિંહસેને શત્રુઓના અનંતબળને જીત્યું હોવાથી પ્રભુનું નામ ‘અનંતનાથ’નામ રાખ્યું.
યૌવનવયને પ્રાપ્ત પ્રભુ ૫૦ ધનુષ્યની ઊંચી કાયાવાળા થયા. અનેક રાજકન્યાઓ સાથે પ્રભુનું પાણિગ્રહણ થયું. અનંતકુમાર ૭,૫૦,૦૦૦ વર્ષના થયા ત્યારે તેમનો રાજ્યાભિષેક થયા. પંદર લાખ વર્ષ પર્યંત અનંતરાજા પ્રજાનું રક્ષણ કરતા રહ્યા.
સંયમ સ્વીકાર :
ભોગાવલી કર્મ ક્ષય થતાં ‘સાગરદત્તા’ નામની શિબિકામાં આરૂઢ થઈ અનંતરાજા સહસ્રામ્રવનમાં પધાર્યા. વૈશાખ વદ – ૧૪ના, રેવતી નક્ષત્રમાં ૧૦૦૦ રાજાઓ સાથે, છઠ્ઠ તપ કરી અપરાહ્ન કાળે પ્રભુએ દીક્ષા અંગીકાર કરી.
બીજા દિવસે વર્ધમાન નગરમાં, વિજયરાજાનાં મંદિરે પરમાન્ન (ખીર)થી પ્રભુનું પ્રથમ પારણું થયું.
મૌન ભાવે સાધના કરતા, ૩ વર્ષ પર્યંત છદ્મસ્થપણે આર્યક્ષેત્રમાં વિચરી પ્રભુ દીક્ષાવન-સહસ્રાવ્રનમાં પુનઃપધાર્યા.
કૈવલ્યની પ્રાપ્તિ :
અશોકવૃક્ષ નીચે મતાંતરે પીપળાના વૃક્ષ નીચે પ્રભુ શુકલધ્યાનસ્થ બન્યા. વૈશાખ વદ – ૧૪ ના રેવતી નક્ષત્રમાં, છઠ્ઠના તપયુક્ત પ્રભુએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
દિવ્ય સમવસરણમાં ૬૦૦ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ નીચે સિંહાસનરૂઢ પ્રભુએ લોકભાવના તથા નવતત્વના સ્વરૂપને વર્ણવતી દેશના આપી.
પ્રભુને યશ પ્રમુખ ૫૦ (સમાવાયાંગ સૂત્ર પ્રમાણે ૫૪) ગણધરો થયા. પદ્મા પ્રમુખ સાધ્વીઓ થઈ.
પ્રભુના તીર્થમાં રક્ત વર્ણવાળો, મગરના વાહનવાળો પાતાળ નામક યક્ષ શાસનદેવ બન્યો અને ગૌરવર્ણવાળી, પદ્માસીન અંકુશા નામે દેવી શાસનદેવી બની.
કેવળજ્ઞાન સહિત અનંત પ્રભુ વિચરતા-વિચરતા દ્વારિકા નગરીમાં પધાર્યા. સુપ્રભ નામના ચોથા બળદેવ અને પુરુષોત્તમ નામના ચોથા વાસુદેવ પ્રભુના સમવસરણમાં દેશના સાંભળવા આવ્યા. પ્રભુની દેશનાથી પ્રતિબોધ પામી પુરુષોત્તમ વાસુદેવ સમકિતને પામ્યા અને સુપ્રભ બળદેવે શ્રાવક વ્રત અંગીકાર કર્યા.
શ્રી અનંતનાથ સ્વામીને ૬૬,૦૦૦ સાધુઓ, ૬૨,૦૦૦ સાધ્વીઓ, ૨,૦૬,૦૦૦ શ્રાવકો, ૪,૧૪,૦૦૦ શ્રાવિકાઓ, ૪,૫૦૦ / ૫,૫૦૦ કેવળજ્ઞાની ૪,૫૦૦ / ૫,૦૦૦ મનઃપર્યવજ્ઞાની, ૪,૩૦૦ અવધિજ્ઞાની, ૧,૦૦૦ ચૌદપૂર્વી, ૮૦૦૦ વૈક્રિયલબ્ધિધારી અને ૩,૨૦૦ વાદી થયા.
નિર્વાણ પદની પ્રાપ્તિઃ
નિર્વાણકાળ સમીપ જાણી પ્રભુ સમ્મેતશિખર પર્વત ઉપર પધાર્યા ૭૦૦૦ સાધુઓ સાથે, એક માસનું અનશન કરી, ચૈત્ર સુદ-૫ ના, રેવતી નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા.
સાડા સાત લાખ વર્ષ કુમારાવસ્થાના, ૧૫ લાખ વર્ષ રાજ્યાવસ્થાના, સાડા સાત લાખ વર્ષ દીક્ષાવસ્થાના, સર્વ મળી ૩૦ લાખ વર્ષનું આયુષ્ય અનંતનાથ ભગવાને પૂર્ણ કર્યું.
શ્રી વિમળનાથ સ્વામીના નિર્વાણ બાદ, ૯ સાગરોપમ પશ્ચાત્ શ્રી અનંતનાથ સ્વામી નિર્વાણ પામ્યા.
અનંતનાથ ભગવાનનું શાસન પા પલ્ય ન્યૂન ૪ સાગરોપમ પર્યંત ચાલ્યું. અંતિમ પલ્યમાં પા પલ્ય પર્યંત ધર્મ વિચ્છેદિત રહ્યો. તત્પશ્ચાત્ ધર્મધુરા શ્રી ધર્મનાથ ભગવાને શરૂ કરી. -
-
Queen Suyasha Devi, wife of king Simhasen of Ayodhya, gave birth to an illustrious son on the thirteenth day of the dark half of the month of Vaishakh. During her pregnancy the queen dreamt of a very long strand of beeds whose ends were not visible. The power and the glory of the king also increased manifold during this period. Accordingly the newborn was named Anant (endless) Kumar.
After leading a normal life, first as a prince and then as the king he became an ascetic alongwith one thousand other persons. He became an omniscient on the fourteenth day of the dark half of the month of Vaishakh under an Ashok tree. In his first discourse he elaborated the subject of the fundamentals-matter and lie. He had fifty chief disciples including the senior most named Yash. Purushottam Vasudev and Suprabh Baldev reigned during his period of influence.
Bhagavan Anantnath got Nirvana at Sammetshikhar on the fifth day of the bright half of the month of Chaitra.