-
ત્રીજા ભવે મોક્ષ.
જંબૂદ્વીપના આ ભરતક્ષેત્રના ઉત્તરકોશલ (શૂન્ય) દેશમાં રત્નપુર નામનું નગર હતું. તે નગરમાં ભાનું નામક રાજા અને તેમની સુવ્રતા નામક પટ્ટરાણી હતાં.
પ્રભુનું ચ્યવનઃ
વૈશાખ સુદ – ૭ના, પુષ્ય નક્ષત્રમાં, દૃઢરથ મુનિનો જીવ દેવલોકથી ચ્યવી, સુવ્રતારાણીની કુક્ષિમાં અવતર્યો.
પ્રભુનો જન્મઃ
૮ માસ અને ૨૬ દિવસનો ગર્ભકાળ પૂર્ણ થયો ત્યારે મહાસુદ-૩ના, પુષ્ય નક્ષત્રમાં વજ્રના લાંછનવાળા, સુવર્ણવર્ણી પુત્રને જન્મ આપ્યો.
પ્રભુ પોતે ધર્મના સ્વભાવવાળા હોવાથી અથવા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતા અતિધાર્મિકવૃત્તિવાળા થયા તેથી બાળકનું નામ ‘ધર્મનાથ’ એવું સ્થાપન કર્યું.
યૌવનને પ્રાપ્ત પ્રભુ ૪૫ ધનુષ્ય ઊંચી કાયાવાળા થયા. અનેક રાજકન્યાઓ સાથે ધર્મકુમારનું પાણિગ્રહણ થયું.
ધર્મકુમાર ૨,૫૦,૦૦૦ વર્ષના થયા ત્યારે તેમનો રાજ્યાભિષેક થયો. ૫,૦૦,૦૦૦ વર્ષ પર્યંત ધર્મનાથ રાજાએ રાજ્યકારભાર ચલાવ્યો.
સંયમ સ્વીકાર :
દીક્ષા સમય સમીપ આવતા ‘નાગદત્તા’ નામની શિબિકા દ્વારા ધર્મરાજ વપ્રકાંચન નામના ઉદ્યાનમાં પધાર્યા.
મહાસુદ-૧૩ના, પુષ્યનક્ષત્રમાં, અપરાહ્નકાળે ૧૦૦૦ રાજાઓ સાથે, છઠ્ઠતપ યુક્ત ધર્મરાજાએ દીક્ષા અંગીકાર કરી.
બીજા દિવસે સોમનસપુરમાં, ધર્મસિંહ રાજાના ગૃહે પરમાન્ન (ખીર)થી પ્રભુનું પ્રથમ પારણું થયું.
કૈવલ્યની પ્રાપ્તિઃ
પ્રભુ ૨ વર્ષ પર્યંત છદ્મસ્થપણે આર્યક્ષેત્રમાં વિચરી, દીક્ષાવન વપ્રકાંચનવનમાં પધાર્યા. દધિપર્ણ નામના વૃક્ષ નીચે પ્રભુ ધ્યાનસ્થ બન્યા. પોષ સુદ – ૧૫ના, પુષ્ય નક્ષત્રમાં, પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
દેવનિર્મિત સમવસરણમાં ૫૪૦ ધનુષ્ય ઊંચા અશોકવૃક્ષ નીચે સિંહાસનારૂઢ પ્રભુએ ‘મોક્ષનો ઉપાય અને કષાયનાં સ્વરૂપ’ને વર્ણવતી પ્રથમ દેશના આપી.
પ્રભુને અરિષ્ઢ પ્રમુખ ૪૩ (૪૨) ગણધરો થયા. પ્રભુની પ્રથમ શિષ્ય અંજુકા (શિવા) સાધ્વી પ્રવર્તિની બની.
પ્રભુના શાસનનાં રક્તવર્ણી, કાચબાના વાહનવાળો ‘કિન્નર’નામે યક્ષ શાસનદેવ બન્યો અને ગૌરવર્ણી, મત્સ્યના વાહનવાળી ‘કંદર્પા’ મતાંતરે ‘પન્નગા’ નામે યક્ષિણી શાસનદેવી બની.
કેવળજ્ઞાન સહિત પ્રભુ વિચરતા-વિચરતા અશ્વપુરના ઉદ્યાનમાં સમવસર્યા. પ્રભુના સમવસરણમાં સુદર્શન નામક પાંચમા બળદેવ અને પુરૂષસિંહ નામક પાંચમા વાસુદેવ, પ્રભુની દેશના સાંભળી સમ્યક્ત્વને પામ્યા. બળદેવે શ્રાવકનાં વ્રત અંગીકાર કર્યા.
પ્રભુને ૪૩ ગણધરો, ૬૪,૦૦૦ સાધુઓ, ૬૨,૪૦૦ સાધ્વીઓ, ૨,૦૪,૦૦૦ (૨,૪૦,૦૦૦) શ્રાવકો ૪,૧૩,૦૦૦ શ્રાવિકાઓ, ૪,૫૦૦ કેવળજ્ઞાની, ૪,૫૦૦ મનઃપર્યવજ્ઞાની , ૩,૬૦૦ અવધિજ્ઞાની, ૭,૦૦૦ વૈક્રિયલબ્ધિધારી ૯૦૦ ચૌદપૂર્વી, ૨,૮૦૦ વાદી થયા.
નિર્વાણ પદની પ્રાપ્તિ :
પ્રભુ કેવળજ્ઞાનપણે ૨ વર્ષ ન્યૂન, ૨,૫૦,૦૦૦ વર્ષ પર્યત વિચર્યા. નિર્વાણ સમય સમીપ જાણી પ્રભુ સમ્મેતશિખર પર્વત ઉપર પધાર્યા. ૧૦૮ મુનિઓ સાથે એક માસનું અનશન કરી, જેઠ સુદ – ૫ના પુષ્યનક્ષત્રમાં નિર્વાણ પામ્યા.
૨,૫૦,૦૦૦ વર્ષ કુમારાવસ્થામાં, ૫,૦૦,૦૦૦ વર્ષ રાજ્યાવસ્થામાં, ૨,૫૦,૦૦૦ વર્ષ દીક્ષાવસ્થામાં, સર્વ મળી ૧૦ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું.
શ્રી અનંતનાથ સ્વામીના નિર્વાણબાદ ૪ સાગરોપમ વ્યતીત થયા ત્યારે ધર્મનાથ સ્વામી નિર્વાણ પામ્યા.
ધર્મનાથ સ્વામીનું શાસન અંતિમ પલ્યોપમમાં પા પલ્ય જેટલો કાળ વિચ્છેદ પામ્યું. આ અવસર્પિણીકાળમાં આ સાતમીવાર ધર્મવિચ્છેદ થયો. -
-
The being that was to become Bhagavan Dharmnath was king Dridhrath of Bhaddilpur in Mahavideh area, in its earlier incarnation. Although he had enormous wealth and a large kingdom, he had a detached and pious life like a lotus in a pond. Even great saints praised him as the embodiment of religion. During the later part of his life kind Dridhrath became an ascetic and as a result Tirthankar-nam-and-gotra-karma. Completing his age he reincarnated as a god in the Vaijayant dimension.
This being then descended into the womb of queen Suvrata, wife of kings Bhanuraja of Ratnapur. During the pregnancy the queen devoted all her time in religious activities. Even the king and all other members of the family were inclined to devote maximum time to various religious activities like charity, righteousness, penances, studies etc. On the third day of the bright half of the month of Magh a son was born to the queen. Due to the religious influence during the pregnancy period, the king gave him the name Dharmnath. In due course he became young, was married and then ascended the throne. He ruled successfully for a long period.
One day he terminated all worldly attachments and became an ascetic. After two years of spiritual practices he became omniscient. The fifth Vasudev Purush Simha and Sudarshan Baldev attended his first religious discourse.
In this first discourse he mainly dealt with the subject of form and ill effects of passions. A large audience was benefited by this eloquent discourse. At last he went to Sammetshikhar and got Nirvana.