-
બારમાં ભવે મોક્ષ
પ્રભુનું ચ્યવન :
આપણા આ ભરતક્ષેત્રના, કુરુદેશમાં, હસ્તિનાપુરનામે નગર હતું. તેમાં વિશ્વસેન રાજા અને અચિરાનામક તેમની પટ્ટરાણી હતા. ભારદવા વદ – ૭ના ભરણી નક્ષત્રમાં, મેઘરથ રાજાનો જીવ દેવલોકથી ચ્યવી, અચિરા દેવીની કુક્ષિમાં અવતર્યો, તે સમયે કુરુદેશમાં ઉદ્વેગ, મહામારી વગેરે અનેક અશિવ ઉત્પાતો હતા. વિવિધ ઉપાય કરવા છતાં તે શાંત થતા ન હતા. પ્રભુ ગર્ભમાં અવાતાં જ તે સર્વ અશિવકારી ઉત્પાતો શમી ગયા.
પ્રભુનો જન્મઃ
૯ માસ અને ૬ દિવસનો ગર્ભકાળ પૂર્ણ થતાં જેઠ વદ – ૧૩ના, ભરણી નક્ષત્રમાં, અચિરાદેવી એ સુવર્ણવર્ણી મૃગના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો.
પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે આખા દેશમાં મહામારી વગેરે ઉપદ્રવો હતા તે શાંત થયા તેથી અથવા શાંતિ એટલે ક્રોધ વિજય, શાંતિ એટલે ઉપદ્રવોનો નાશ તથા શાંતિ એટલે શાંતરસ, તે સર્વ પ્રભુમાં મુખ્યપણે હોવાથી તેમનું નામ શાંતિનાથ રાખ્યું.
૪૦ ધનુષ્યની ઊંચાઈ ધરાવતા શાંતિકુમાર યૌવનને પ્રાપ્ત થયા ત્યારે અનેક રાજકન્યાઓ સાથે વિવાહ થયા. ૨૫,૦૦૦ વર્ષના શાંતિકુમાર રાજ્યસિંહાસન ઉપર આવ્યા. તેમની યશોમતી નામે પટ્ટરાણીની કુક્ષિમાં દૃઢરથનો જીવ દેવલોકથી ચ્યવી, અવતર્યો. તેનું નામ ચક્રયુધ રાખવામાં આવ્યું.
શાંતિ રાજાની આયુધ શાળામાં ચક્રયુધ રત્ન ઉત્પન્ન થયું. રાજાએ ચક્રની પૂજા કરી. ચક્રને અનુસરતા ૮૦૦ વર્ષે ભરતવર્ષના છ ખંડ સાધી શાંતિનાથ રાજા હસ્તિનાપુર પાછા આવ્યા. દેવોએ ચક્રવર્તીપણાનો અભિષેક કર્યો.
ચક્રવર્તી શાંતિનાથની સેવા ચૌદ રત્નો અને નવનિધિ કરતા. અંતઃપુરમાં ૬૪,૦૦૦ સ્ત્રીઓ હતી. ૨૫,૦૦૦ વર્ષો ચક્રવર્તીપણે પસાર કર્યા.
સંયમ સ્વીકારઃ
દીક્ષા સમય સમીપ જાણી. પુત્ર ચક્રયુધને રાજ્યધુરા સોંપી, ‘સર્વથા’ નામક શિબિકા દ્વારા શાંતિચક્રી સહસ્રામ્રવનમાં પધાર્યા. જેઠ વદ – ૧૪ના ભરણી નક્ષત્રમાં, છઠ્ઠ તપ યુક્ત પ્રભુએ, ૧૦૦૦ રાજા સાથે, અપરાહ્ન કાળે, દીક્ષા અંગીકાર કરી.
બીજા દિવસે મંદિરપુર નગરમાં, સુમિત્ર રાજાઆ ઘેર પયન્ના (ખીર)થી પારણું થયું. છદ્મસ્થપણે એક વરસ પર્યંત કાયોત્સર્ગ ધ્યાનમાં મગ્ન બની સાધના કરતા રહ્યા.
કૈવલ્યની પ્રાપ્તિઃ
વિચરણ કરતા – કરતા પ્રભુ પુનઃ દીક્ષાવન સહસ્રામ્રવનમાં પધાર્યા નંદીવૃક્ષ નીચે, છઠ્ઠ તપયુક્ત શુકલ ધ્યાન ધ્યાતા, પોષ સુદ-૯ના ભરણી નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું. (અહીં એક વર્ષની છદ્મસ્થદશા કહી છે તે આવશ્યકતા અભિપ્રાયે જાણવી. મતાંતરે સાધિક આઠ માસ કે નવ માસનો પણ છદ્મસ્થકાળ દર્શાવે છે.)
દેવનિર્મિત સમવસરણમાં ૪૪૦ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ નીચે, સિંહાસનારૂઢ બની, ‘ઈન્દ્રિયોનો જય’ તે વિષયક પ્રથમ દેશના આપી.
શાંતિનાથ ભગવાનના પુત્ર ચક્રાયુધે પ્રથમ દેશનામાં જ બોધ પામી, ૩૫ રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી.
પ્રભુને ચક્રયુધ પ્રમુખ ૩૬ ગણધર થયા. (સમવાયાંગમાં ૯૦ ગણધર બતાવેલ છે) પ્રથમ શિષ્યા સુમતિને પ્રવર્તિની બનાવ્યા.
શાંતિનાથ પ્રભુના શાસનમાં શ્યામવર્ણી, સૂવરના વાહનવાળો ‘ગરુડ’ નામે યક્ષ શાસનદેવ બન્યો અને ગૌરવર્ણી, કમળાસીન ‘નિર્વાણી દેવી ’શાસન દેવી બની.
કેવળીપણે વિચરતા શાંતિનાથ ભગવાન એકદા હસ્તિનાપુરમાં પધાર્યા. તેમનો પૌત્ર કુરુચંદ્ર રાજા પ્રભુની દેશના સાંભળવા આવ્યો. દેશના પૂર્ણ થતાં, પોતાના મનનું સમાધાન કરવા પૂછ્યું કે, “હૈ પ્રભોહ પૂર્વજન્મનાં કયા શુભ કર્મોથી હું રાજ્ય પામ્યો છું? પ્રતિદિન અદ્ભુત એવા પાંચ વસ્ત્રો, ફળાદિ મને ભેટ મળે છે. તે શેના પ્રતાપે અને ભેટની આ પાંચ વસ્તુઓ ઈષ્ટજનને આપીશ તેમ વિચારી ઉપભોગ કરતો નથી અને બીજાને આપતો પણ નથી. આમ શા કારણે થાય છે?”
પ્રભુએ તેની શંકાઓનું સમાધાન કર્યું કે, “આ રાજ્યલક્ષ્મી તથા પાંચ વસ્તુ તને ભેટ મળે ીે તે મુનિઓને આપેલા આહારદાનના પ્રતાપે છે. તેનું દાન કે ઉપભોગ કરી શકતો નથી તે સાધારણ ( સામૂહિક) પુણ્યના કારણે છે. તે તારા પૂર્વભવની હકીકત આ પ્રમાણે છે.
પૂર્વભવમાં સરખી વયના ૪ વણિક મિત્રો હતા. ધોનપાર્જન માટે ચારેય પરદેશ ગયા ત્યારે ભાતું ઉપાડવા દ્રોણ નામના પુરૂષને સાથે લીધો. અટવી પસાર કરતા ત્યાં મુનિને જોયા. ભાતુ સાથે હતું તેથી મુનિને વહોરાવવાની (આહારદાનની) ઈચ્છા મિત્રોને જાગૃત થઈ. મિત્રોએ દ્રોણને વહોરાવવા કહ્યું. દ્રોણે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક, ભક્તિભાવથી મુનિઓને આહારદાન આપ્યું. તે પુણ્યના પ્રતાપે દ્રોણનો જીવ તે તું કુરુચંદ્ર રાજા તું પોતે જ છો. આહારદાનથી રાજ્ય લક્ષ્મી પામ્યો છે. તે ચાર વણિક મિત્રોમાંથી બે થોડા માયાવી હતા. તે ‘મદિરા’ અને ‘કેસરા’નામે વણિક પુત્રોરૂપે જન્મ્યા છે અને બે મિત્રો પુનઃવણિક પુત્રો થયા છે. તે બે વણિક પુત્રો મદિરા અને કેસરાને પરણ્યા છે. તેઓ પૂર્વસ્નેહથી પ્રેરાઈ પ્રતિદિન તમને પાંચ વસ્તુ ભેટ આપે છે. તે સર્વ વસ્તુ તેઓની સાથે મળી તમે ભોગવી શકશો. અત્યાર સુધી તું તેઓને ઓળખતો ન હતો તેથી ભોગવી શક્યો નહિ. પૂર્વભવમાં તેઓએ આહારદાનની આજ્ઞા આપી હતી અને તેં આહાર દાન કરેલ. તમો પાંચેયે સાથે પુણ્યબંધ કરેલ હતો. તેનું ફળ સાથે જ ભોગવી શકાય.” આ સાંભળતાં જ કુરુચંદ્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. દેશનામાં આવેલ તે ચારેય ( બેવણિકપુત્રો અને તેમની બે પત્નિઓ) ને ઓળખી, પ્રભુને વંદન કરી કુરુચંદ્ર ચારેયને પોતાન ઘરે લઈ ગયો.
શ્રી શાંતિનાથ પ્રભુને ૬૨,૦૦૦ સાધુઓ ૬૨,૬૦૦ સાધ્વીઓ, ૨,૯૦,૦૦૦ શ્રાવકો, ૩,૯૩,૦૦૦ શ્રાવિકાઓ, ૪,૩૦૦ કેવળજ્ઞાનીઓ, ૪,૦૦૦ મનઃપર્યવજ્ઞાની, ૩,૦૦૦ અવધિજ્ઞાની, ૮૦૦ ચૌદપૂર્વી, ૬,૦૦૦ વૈક્રિયલબ્ધિધર અને ૩,૪૦૦ વાદી થયા.
નિર્વાણ પ્રાપ્તિ :
કેવળજ્ઞાન સહિત પ્રભુ ૨૪,૯૯૯ વર્ષ પર્યંત વિચરતા રહ્યા. નિર્વાણ સમય નજીક જાણી પ્રભુ સમ્મતેશિખર પધાર્યા. ૯૦૦ મુનિઓ સાથે, એક માસનું અનશન કરી, જેઠ વદ -૧૩ના ભરણી નક્ષત્રમાં મોક્ષે ગયા.
૨૫૦૦૦ વર્ષ કૌમારવસ્થામાં, ૨૫૦૦૦ વર્ષ માંડલિક રાજ્યાવસ્થામાં, ૨૫૦૦૦ વર્ષ ચક્રવર્તીપણામાં અને ૨૫૦૦૦ વર્ષ દીક્ષાવસ્થામાં, સર્વ મળી એક લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું.
શ્રી ધર્મનાથ સ્વામીના નિર્વાણબાદ ત્રણ પલ્યોપમ વ્યતીત થયા બાદ શ્રી શાંતિનાથ ભગવાન નિર્વાણ પામ્યા.
શાંતિનાથ ભગવાનના નિર્વાણ બાદ, કેટલાક સમય પછી ચક્રાયુધ ગણધર કેવળજ્ઞાન પામી, ચિરકાળ પૃથ્વી ઉપર વિચરી, કોટિશિલા નામક તીર્થમાંથી, ઘણા સાધુઓ સાથે મોક્ષે ગયા.
શ્રી શાંતિનાથ ભગવાન જંબૂદ્વીપના ભરતક્ષેત્રના આ અવસર્પિણીકાળના પાંચમા ચક્રવર્તી અને સોળમાં તીર્થંકર થયા. તેઓ બે પદવીના ધારક હતા. -
-
The account of the earlier incarnations of Bhagavan Shantinath indicates that this being had taken the path of discipline that lead toward purity of soul many births before. As a result of this upliftment during his incarnations as Shrisen and Vajrayudh it was born as Meghrath, the son of king Dhanrath of Pundarikini town in Purva Mahavideh area. At the proper time, king Dhanrath gave the kingdom to Meghrath and became an ascetic.
Protection to a Refugee
Meghrath was a benevolent and religious ruler. He was compassionate and protected all living thins. Being a Kshatriya and warrior he had the chivalry to sacrifice all he had in order to protect those in trouble.
One day while obscuring the partial renunciation vow (Paushadh) he was about to start a discourse on the religion propagated by the Tirthankars. All of a sudden a pigeon, trembling with fear, fell in his lap and uttered in choking human voice, “Save me, O King! Give me Refuge, take me under your protection”! The compassionate king comforted the bird and took it under his protection.
A falcon that too uttered in human language, “O king, followed the pigeon! This pigeon is my food, leave it alone”. The king tried to explain, “It has taken refuge with me, as such I am duty bound to protect it. I will give you any type of food you want; why kill a living thing just to fill your stomach”?
The falcon insisted, “If you will not leave it I may die of hunger. I am a carnivore; who will provide me food. If i die, you will be responsible and bear the sin”.
When the falcon did not yield, Meghrath said at last, “O falcon! As long as I exist, I will not an allow you to die. I will cut out flesh from my body equivalent to the weight of this little pigeon and give it to you. You may satisfy your urge to eat. But under no circumstance I shall allow you to kill the bird that has taken refuge with me”.
The falcon agreed to this proposal and the king put the pigeon in one pan of a balance and in the other started putting pieces of flesh cut out from his own body. Surprisingly, the weight of the pigeon continued to increase as the king went on putting his flesh in the pan. Witnessing this pathetic scene, the queens and the members of the assembly were moved to bears. They requested the king not to sacrifice his precious life for a mere pigeon. The falcon was also requested to relent but he too declined. (S-1/a)
The king continued to cut flesh from his body and put it in the pan of the balance. At last, when the pieces of flesh were not enough, the king got up from his seat and sat down in the pan. Everyone present was dumping struck at this lofty compassion and chivalry displayed by the king. Suddenly there was a flesh of divine light and a divine personage appeared. The pigeon and the falcon disappeared. The god addressed the king, “Maharaj! The king of gods was praising your compassion and courage, in his assembly. I could not contain myself and came around to test you myself. All this was my creation. You have come out with flying colors. You are worthy of the praise bestowed on you by the king of gods. Please forgive me”. The god filled Meghrath’s wounds instantaneously and left for his abode.
Whenever there is a talk about chivalry and compassion king Meghrath’s name is taken with respect.
Unflinching Discipline
Disturbed by the miseries of the mundane life, one-day king Meghrath was doing meditation. He transcended to a very high level of purity. Knowing about this uncommon purity and determination of Meghrath the king of god bowed to him with reverence, “My salutations to you O citizen Yogi! There are but a few in this world who could reach this level of detachment and purity”. Two senior consorts of Indra, Surup and Atirup did not like this gesture of praise of a mere human. They both came to disturb the meditation of Meghrath. They made several beautiful and voluptuous damsels appear before the king. These beauties tried to disturb Meghrath by a display of dances and inviting gestures. When these night long seductive afflictions failed to disturb king Meghrath, the goddesses, before returning to their abode, appeared themselves and asked the king to forgive them. (S-1/b)
King Meghrath, then, coronated his son and took Diksha from Arhat Dhanrath. Due to his increasing purity in meditation in the face of many afflictions, he earned the Tirthankar-nam-and-gotra-karma. Completing his age he reincarnated in the Sarvarthasiddha dimension of gods.
From the dimension of gods, the being that was Meghrath descended into the womb of queen Achira, wife of king Vishvasen of Ikshvaku clan and ruler of Hastinapur.
Once there was a great storm in the Hastinapur area. There were heavy rains and many other calamities. An epidemic followed these calamities and hundreds of people started dying every day. The masses appealed to the king to save them, but the king too was helpless. Gravely disturbed by this series of calamities, the king took a vow that he will not eat or drink as long as peace and normalcy does not return to his kingdom.
Moved by this harsh vow of king Vishvasen, the king of gods he appeared before the king and said, “O king! You are disturbed unnecessarily. Is there any death at the place where the wish-fulfilling trio of Chintamani, Kalpavriksha, and Kamdhenu (divine gem, tree and cow) exist? Queen Achira Devi in her womb is carrying the embodiment of peace and you still feel disturbed. It surprises me!” The Indra then sang a panegyric in praise of the Tirthankar and advised the king, “Let the queen go to the roof top and sing this panegyric. After this, let her throw a glance at the vast expanses of your kingdom all around. This pacifying glance of the queen will remove all miseries from wherever it reaches”.
On the thirteenth day of the dark half of the month Jyeshtha the queen gave birth to the great and illustrious son. A soothing glow and a feeling of joy and happiness pervaded the whole universe, including even the hell. Due to the pacifying influence during the period of pregnancy, the newborn was named Shanti Kumar (Shanti = Peace). When he came of age he was married to several beautiful princesses. At proper time king Vishvasen gave the kingdom to Shantinath and took Diksha.
After a few years king Shantinath got a son who was named Chakrayudh. Several years later, the divine disc weapon appeared in the armory. When the traditional worship rituals of this weapon were concluded, it started moving toward east on its own. Shantinath followed the Chakra with his armed forces. Most of the kings on the way surrendered. After defeating the remaining few, Shantinath became a Chakravarti. (S-1/c)
When, after a long and peaceful reign, he realized that the moment for his renunciation was approaching, Shantinath went into the Sahasramra jungle, and, becoming an ascetic commenced his practices (S-1/d)
After wandering as an ascetic for one year he returned to the same jungle and there, on the ninth day of the bright half of the month of Paush, he attained omniscience under a Nandi tree. His first discourse was on the subject of disciplining the senses. He came to Sammetshikhar after a long period of ascetics; he observed a month long fast that started his final meditation. On the thirteenth day of the dark half of the month of Jyeshtha, Bhagavan Shantinath attained Nirvana.