-
ત્રીજા ભવે મોક્ષ.
પ્રભુનું ચ્યવન :
આપણા આ ભરતક્ષેત્રના, કુરુદેશના, હસ્તિનાપુર(ગજપુર) નામના નગરમાં શૂર નામે રાજા હતા, તેમને ‘શ્રી’ નામે પટ્ટરાણી હતી. શ્રાવણ વદ – ૯ના કૃત્તિકા નક્ષત્રમાં, સિંહાવહરાજાનો જીવ અનુત્તર વિમાનથી ચ્યવી શ્રીદેવીની કુક્ષિમાં અવતર્યો.
પ્રભુનો જન્મઃ
૯ માસ અને પાંચ દિવસનો ગર્ભકાળ પૂર્ણ થતાં, વૈશાખ વદ – ૧૪ના કૃત્તિકા નક્ષત્રમાં, શ્રી દેવીએ સુવર્ણવર્ણી, છાગ (બકરા)ના લાંછનયુક્ત પુત્રને જન્મ આપ્યો.
પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં કુંથુ નામના રત્નનો સ્તૂપ પૃથ્વી પર રહેલો જોયો, તેથી કુંથુનામ રાખ્યું.
૩૫ ધનુષ્યની કાયાવાળા પ્રભુ યૌવનવયને પ્રાપ્ત થયા ત્યારે અનેક રાજકન્યાઓ સાથે વિવાહ થયા. ૨૩,૭૫૦ વર્ષના કુંથુકુમાર થયા ત્યારે તેમનો રાજ્યાભિષેક થયો. રાજ્યપાલનને ૨૩,૭૫૦ વર્ષ થયાં ત્યારે આયુધશાળામાં ચક્રની ઉત્પત્તિ થઈ. ચક્રને અનુસરતા, ભરતક્ષેત્રના છ ખંડ ઉપર વિજય મેળવી, ૬૦૦ વર્ષે કુંથુનાથ રાજા પુનઃહસ્તિનાપુરમાં આવ્યા. કુંથુનાથ રાજાનો દેવોએ ચક્રવર્તીપણાનો અભિષેક કર્યો. ભરતવર્ષમાં તેઓ છઠ્ઠા ચક્રવર્તી તરીકે પ્રસિદ્ધ થયા. તેઓએ ૨૩,૭૫૦ વર્ષ ચક્રીપણે વીતાવ્યાં.
સંયમ સ્વીકારઃ
દીક્ષા સમય સમીપ આવતા, ‘વિજયા’નામની શિબિકા ઉપર આરૂઢ થઈ સહસ્રામ્રવનમાં પધાર્યા. વૈશાખ વદ – ૫ના, કૃતિકા નક્ષત્રમાં, ૧૦૦૦ રાજાઓ સાથે દિવસના પાછલા પહોરે, છઠ્ઠ તપયુક્ત કુંથુચક્રીએ દીક્ષા અંગીકાર કરી.
બીજા દિવસે ચક્રપુરમાં વ્યાઘ્રસિંહ રાજાના ઘરે પરમાન્ન (ખીર)થી પ્રભુનું પારણું થયું.
કૈવલ્ય પ્રાપ્તિઃ
નિઃસંગ પ્રભુ ૧૬ વર્ષ પર્યંત છદ્મસ્થપણે પૃથ્વી પર વિચરી દીક્ષાવન સહસ્રામ્રવનમાં પુનઃપધાર્યા. છઠ્ઠ તપ કરી, તિલકવૃક્ષની નીચે પ્રભુ ધ્યાનસ્થ થયા. ચૈત્ર સુદ – ૩ના કૃતિકા નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
દેવનિર્મિત સમવસરણમાં, ૪૨૦ ધનુષ્ય ઊંચા ચૈનયવૃક્ષ નીચે, સિંહાસન ઉપર બેસી, પ્રભુએ ‘મનશુદ્ધિ’ વિષયક પ્રથમ દેશના આપી.
પ્રભુને સ્વયંભૂ પ્રમુખ ૩૫ ગણધર થયા. પ્રભુએ રક્ષિતા (દામિની) નામક પ્રથમ શિષ્યાને પ્રવર્તિની બનાવ્યા.
પ્રભુના શાસનમાં શ્યામવર્ણી, રથના વાહનવાળો, ‘ગંધર્વ’નામક યક્ષ શાસનદેવ બન્યો અને ગૌરવર્ણી, મયૂરના વાહનવાળી ‘બલાદેવી’ અથવા ‘અચ્યુતાદેવી’ શાસનદેવી બની.
કેવળપણે વિચરતા પ્રભુને ૩૫ ગણધરો, સ્વહસ્ત દીક્ષિત ૬૦,૦૦૦ સાધુઓ, ૬૦,૬૦૦ સાધ્વીઓ, ૧,૮૦,૦૦૦ ૧,૭૯,૦૦૦ શ્રાવકો, ૩,૮૧,૦૦૦ શ્રાવિકાઓ, ૩,૨૦૦ અથવા ૩,૨૩૨ કેવળજ્ઞાની, ૩,૩૪૦ મનઃપર્યવજ્ઞાની, ૨,૫૦૦ અવધિજ્ઞાની, ૬૭૦ ચૌદપૂર્વી, ૫,૧૦૦ વૈક્રિયલબ્ધિધર અને ૨,૦૦૦ વાદી થયા.
નિર્વાણપદની પ્રાપ્તિઃ
કેવળપણે પ્રભુ ૨૩,૭૩૪ વર્ષ વિચરી, નિર્વાણકાળ નજીર જાણી, ૧૦૦૦ મુનિઓ સાથે, સમ્મેતશિખર પધાર્યા અને ૧૦૦૦ મુનિઓ સાથે અનશન કર્યું. વૈશાખ વદ – ૧ના કૃતિકા નક્ષત્રમાં, પ્રભુ નિર્વાણ પામ્યા.
કૌમારાવસ્થામાં ૨૩,૭૫૦ વર્ષ, ૨૩,૭૫૦ વર્ષ માંડલિકપણામાં ૨૩,૭૫૦ વર્ષ ચક્રવર્તીપણામાં અને ૨૩,૭૫૦ જર્ષ દીક્ષાસ્થામાં, સર્વ મળી ૯૫,૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું.
શાંતિનાથ ભગવાનના નિર્વાણ બાદ અર્ધ પલ્યોપમે કુંથુનાથ ભગવાન નિર્વાણ પામ્યા.
શ્રી કુંથુનાથ ભગવાન આ ભરતક્ષેત્રના છઠ્ઠા ચક્રવર્તી અને ૧૭મા તીર્થંકર થયા. તેઓ પણ એક ભવમાં એક ભવમાં બે પદવી પામ્યા. -
-
The name of the powerful and illustrious king of Khadgi town in Purva Mahavideh area was Simhavaha. He was a very devoted and religious person. When his son became young and capable, he handed over his kingdom to the son and took Diksha from Samvaracharya. As a result of his vigorous penance and devotion for the Arhat, he earned the Tirthankar-nam-and-gotra-karma. Completing his age he reincarnated in the Sarvarthasiddha dimension of gods.From the dimension of gods he descended into the womb of Queen Shri Devi, wife of king Shursen of Hastinapur. During her pregnancy the queen saw a heap of gemstones known as Kunthu in her dreams. This inspired the king to name him Kunthu Kumar. The pious deeds of earlier birth resulted in unlimited power and grandeur for Kunthu Kumar. After Shursen became an ascetic, Kunthu Kumar ascended the throne. Soon the disc weapon appeared in his armoury and he proceeded to conquer the world with his mighty army. Without any confrontation all the kings accepted his sovereignty and Kunthunath became a Chakravarti. Many mighty kings and princes used to be present in his court all the time. After a long and peaceful reign of twenty three thousand seven hundred and fifty years he became an ascetic alongwith one thousand kings. Immediately after Diksha he acquired Manahparyava Jnan. He spent sixteen years as an ordinary ascetic. Indulging in penances and other spiritual practices, he attained omniscience on the third day of the bright half of the month of Chaitra under a Tilak tree in the Sahasramra jungle outside Hastinapur. His first discourse was on the subject of “inner purity”.
As an omniscient ascetic Kunthunath wandered around and preached true religion for a very long period. He then went to Sammetshikhar and observed a month long fast before breathing his last. His followers were deeply devoted to him. As such, a large crowd was present at the moment of his Nirvana and cremation ceremony. They witnessed the ceremony with heavy hearts and tear filled eyes. The mortal remains of Bhagavan Kunthunath were taken away by the gods for worship.