-
ત્રીજા ભવે મોક્ષ
જંબૂદ્વીપના આ ભરતક્ષેત્રના કુરુદેશમાં, હસ્તિનાપુર નામે નગર હતું. તેમાં સુદર્શન નામે રાજા હતા. ધર્મ જ તેમનો મિત્ર હતોે. તેમને મહાદેવી (દેવી) નામે પટ્ટરાણી હતી.
પ્રભુનુ ચ્યવનઃ
ફાગણ સુદ – ૨ના, રેવતી નક્ષત્રમાં, ધનપતિ રાજાનો જીવ દેવલોકથી ચ્યવી મહાદેવીની કુક્ષિમાં અવતર્યો.
પ્રભુનો જન્મઃ
૯માસ અને ૮ દિવસ ગર્ભકાળના વ્યતીત થયા ત્યારે માગસર સુદ -૧૦ના રેવતી નક્ષત્રમાં, મહાદેવીએ નંદાવર્તના લાંછતવાળા, સુવર્ણવર્ણી પુત્રને જન્મઆપ્યો.
પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ અર (ચક્રના આરા) જોયા હતા તેથી પ્રભુનું ‘અરનાથ’ નામ પાડ્યું.
૩૦ ધનુષ્યની ઊંચાઈ ધરાવતા પ્રભુ યૌવનવયના થયા ત્યારે તેમના વિવાહ અનેક રાજકન્યાઓ સાથે થયા.
અરનાથકુમાર ૨૧ હજાર વર્ષનાં થયા ત્યારે તેઓએ રાજ્યધુરા સંભાળી. રાજ્યવસ્થાના ૨૦,૬૦૦ વર્ષ થયા ત્યારે આયુધશાળામાં ચક્રરત્નની ઉત્પત્તિ થઈ.ફ તત્પશ્ચાત્ શેષ ૧૩ રત્નો પણ તેઓને પ્રાપ્ત થયાં. ચક્રને અનુસરતા અરનાથ રાજા દિગ્વિજય માટે ચાલ્યા ૪૦૦ વર્ષે ભરભભૂમિના છ ખંડ ઉપર વિજય મેળવી પુનઃ હસ્તિનાપુરમાં આવ્યા. ચક્રવર્તીપણાનો રાજ્યાભિષેક થયો. આ ભરતક્ષેત્રમાં સાતમા ચક્રવર્તીપણે પ્રસિદ્ધ થયા. ૨૧,૦૦૦ વર્ષ પર્યંત સંપૂર્ણ ભરતક્ષેત્ર ઉપર રાજ્ય ભોગવ્યું.
સંયમ સ્વીકારઃ
ભોગાવલી કર્મ પૂર્ણ થતા પુત્ર ‘અરવિંદ’ને રાજ્ય સોંપી, ‘વૈજ્યંતી’ નામક શિબિકામાં બેસી, સહસ્રામ્રવનમાં પધાર્યા. માગસર સુદ-૧૧ના રેવતી, નક્ષત્રમાં, દિવસના પાછલા પહોરે, છઠ્ઠ તપયુક્ત પ્રભુએ, ૧૦૦૦ રાજાઓ સાથે દીક્ષા લીધી.
બીજા દિવસે રાજપુર (રાજગૃહી) નગરમાં, અપરાજિત રાજાને ઘેર પરમાન્ન (ખીર)થી પારણું થયું.
કૈવલય પ્રાપ્તિ :
૩ વર્ષ પર્યંત પ્રભુ છદ્મસ્થપણે, સાધના કરતા ગ્રામાનુગ્રામ વિચરતા-વિચરતા દીક્ષાવન સહસ્રામ્રવનમાં પ્રભુ પુનઃ પધાર્યા. આમ્રવૃક્ષ નીચે પ્રભુ ધ્યાનસ્થ બન્યા. કારતક વદ -૧૨ના રેવતી નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું.
દેવરચિત સમવસરણમાં ૩૬૦ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ નીચે, સિંહાસન ઉપર બિરાજમાન થઈ પ્રભુએ ‘રાગ-દ્વેષ-મોહ પર વિજય’ વિષયક પ્રથમ દેશના આપી. પ્રભુની દેશનાથી બોધ પામી કુંભ પ્રમુદ ૩૬ ગણધર થયા. પ્રભુની પ્રથમ શિષ્યા રક્ષિતા સાધ્વીને તેઓએ પ્રવર્તિનીનું પદ આપ્યું.
અરનાથ પ્રભુના શાસનમાં શ્યામવર્ણી, શંખના વાહનવાળો, ‘ષણમુખ’ (મતાંતરે યક્ષેન્દ્ર) નામે યક્ષ શાસનદેવ બન્યો અને નીલવર્ણી, કમળાસીન ‘ધારિણી’ નામની શાસનદેવી બની.
એકદા પ્રભુ પદ્મિનીખંડ નામના નગરના ઉદ્યાનમાં સમવસર્યા (પધાર્યા). ત્યાં પ્રભુની દેશના પૂર્ણ થતાં, કુંભ ગણધરે દેશના આપી. તે દેશનાના અંતે સાગરદત્ત નામના શેઠે ગણધરશ્રીને પ્રશ્ન પૂછ્યો કે, મારી પુત્રી પ્રિયદર્શનાને છોડી તેનો પતિ વીરભદ્ર ક્યાંક ચાલ્યો ગયો છે તે ક્યાં અને ક્યારે મળશે? તેનો પ્રત્યુત્તર આપતા કુંભ ગણધરે કહ્યું. – ‘તમારા જમાઈ કુતૂહલથી જ ઘર છોડી ગયા હતા. પોતાનામાં રહેલી અપાર કળાઓને કારણે બીજી કન્યાઓને પરણ્યા છે. દૈવયોગે તેઓનો પણ વિયોગ થયો છે. તે ત્રણ સપ્તનીઓ એકબીજાને નહિ ઓળખતી દૈવયોગે ભેગી થઈ ગઈ છે. અત્યારે તેઓ ત્રણે બહેનોની જેમ સુવ્રતા નામના સાધ્વીજી સમીપ ધર્મારાધન કરે છે. અહીં આ સભામાં, આ વામન બેઠો છે તેજ તમારા જમાઈ છે. રૂપ પરિવર્તન કરવાની વિદ્યા તેની પાસે છે. યથાવસરે પિતા સાગરદત્તે તે સર્વનો મેળાપ કરાવ્યો.’
આવા સમયે સુવ્રતા સાધ્વીજીએ કહ્યું કે સુપાત્રદાનના પ્રભાવથી જ વિપુલ ભોગ તથા સુખ પ્રાપ્ત થાય છે, પરંતુ આ વીરભદ્રે કેવું પુણ્ય કરેલ છે, તે આપણે જાણતા નથી. તે જાણવાની જીજ્ઞાસાથી તેઓ સર્વે અરનાથ પ્રભુ સમીપે આવ્યા. પ્રભુએ તેમના મનની શંકા જાણી, જણાવ્યું કે આ ભવથી ત્રીજાભવમાં હું ધનપતિ મુનિ તરીકે દીક્ષા લઈ વિચરતો હતો ત્યારે આ વીરભદ્ર જિનદાસ નામક શ્રેષ્ઠી હતો. ચાર મહિનાના ઉપવાસને પારણે મને (ધનપતિમુનિને) ભક્તિપૂર્વક ભિક્ષા આપેલ, તેપુણ્યથી જિનદાસ પાંચમાં દેવલોકે ગયેલ, ત્યાંથી મનુષ્યભવ પામી શ્રાવકવ્રત આચરી આઠમા દેવલોકે ગયેલ અને ત્યાંથી ચ્યવી વીરભદ્ર તરીકે જન્મ લીધેલ છે. સુપાત્રદાનના પ્રભાવે પુણ્યાનુબંધી પુણ્યનો યોગ થયો અને તે પુણ્યના પ્રતાપે સુખ – સમૃદ્ધિ મેળવી છે. યથાવસરે વીરભદ્ર દેવલોકમાં જશે. આ પ્રમાણે વીરભદ્રને તેના ભૂત-ભાવી બતાવી પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો.
અરનાથ પ્રભુને ૩૩ ગણધરો, ૫૫,૦૦૦ સાધુઓ, ૬૦,૦૦૦ સાધ્વીઓ, ૧,૮૪,૦૦૦ શ્રાવકો, ૩,૭૨,૦૦૦ શ્રાવિકાઓ, ૨,૮૦૦ કેવળજ્ઞાની, ૨,૫૫૧ મનઃપર્યવજ્ઞાની, ૨,૬૦૦ અવધિજ્ઞાની ૬૧૦ ચૌદપૂર્વી, ૭,૩૦૦ વૈક્રિયલબ્ધિવાળા, ૧,૬૦૦ વાદી થાય.
નિર્વાણ પ્રાપ્તિ :
૩ વર્ષ ન્યૂન ૨૧૦૦૦ વર્ષ પર્યં પ્રભુ કેવળજ્ઞાન સહિત વિચરતા રહ્યા. નિર્વાણ સમય નજીક જાણી, પ્રભુ સમ્મેતશિખર ઉપર પધાર્યા. ૧૦૦૦ મુનિઓ સાથે એક માસનું અનશન કરી, માગસર સુદ – ૧૦ના, રેવતી નક્ષત્રમાં નિર્વાણ પામ્યા.
અરનાથ પ્રભુએ ૨૧,૦૦૦ વર્ષ કુમારવસ્થામાં, ૨૧,૦૦૦ વર્ષ માંડલિક રાજ્યાવસ્થામાં, ૨૧,૦૦૦ વર્ષ ચક્રવર્તીપણામાં, એમ સર્વે મળી ૮૪,૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું.
શ્રી કુંથુનાથ પ્રભુના નિર્વાણ બાદ એક હજાર કરોડ વર્ષ ન્યૂન પા પલ્યોપમ (પલ્યોપમનો ચોથોભાગ) વ્યતીત થયા બાદ શ્રી અરનાથ પ્રભુ નિર્વાણ પામ્યા.
અરનાથ ભગવાન જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીના સાતમાં ચક્રવર્તી અને અઢારમાં તીર્થંકર થયા. તેઓ બે પદવીના ધારક હતા. -
-
King Dhanpati of Susima City in Mahavideh area took Diksha from Samvar Muni and after acquiring Tirthankar-nam-and-gotra-karma he reincarnated in the Graiveyak dimension of gods. From there he descended into the womb of Queen Maha Devi, wife of king Sudarshan of Hastinapur. Besides the fourteen great dreams that precede the conception of a Tirthankar, queen Maha Devi also saw a gem studded wheel (Ara). Accordingly, after the birth the boy was named Ara Kumar.
When Ara Kumar became young he was married to many beautiful princesses. Later king Sudarshan gave the kingdom to Ara Kumar and became an ascetic. For some years Arnath ruled as a regional king. Gradually his power and glory increased and one-day the disc weapon appeared in his armoury. He conquered the six continents and became a Chakravarti. In his attendance were thirty two thousand kings.
After a long and successful reign, one day Emperor Arnath was thinking about the ever changing seasons. This triggered a chain of sublime thoughts that lead to complete detachment. He renunciated all the wealth, power and glory and became an ascetic. He did spiritual practices and wandered around. After three years he arrived in the Sahasramra jungle outside Hastinapur and stood in meditation under a mango tree. With the fire of higher meditation he burnt one after another the four vitiating Karmas including illusory, knowledge obstructing, perception obstructing, and power hindering. Consequently he attained omniscience. His first discourse after attaining omniscience was on the subject of “how to win over the enemies like attachment and aversion”.
In this first religious assembly thousands of individuals became ascetics including his 32 chief disciples headed by Kumbh. Spending a long period of twenty one thousand years wandering and promoting religion, he finally arrived at Sammetshikhar and attained liberation.
The sixth and seventh Vasudevas and Baldevas and the eighth Chakravarti (Subhum) were his followers.