-
ત્રીજા ભવે મોક્ષ
પ્રભુનુ ચ્યવનઃ
આ ભરતક્ષેત્રના વિદેહ દેશની મિથિલા નામે નગરીમાં કુંભ રાજા અને તેમની પ્રભાવતી નામે પટ્ટરાણી હતા. મહાબલ રાજાનો જીવ દેવલોકથી ચ્યવી, ફાગણ સુદ-૪, ના અશ્વિની નક્ષત્રમાં, પ્રભાવતી દેવીની કુક્ષિમાં અવતર્યો. ગર્ભકાળ દરમ્યાન માતાને માલ્ય (પુષ્પની) શૈય્યામાં સૂવાનો દોહદ થયો. દેવતાઓએ તે દોહદ પૂર્ણ કર્યો.
પ્રભુનો જન્મઃ
૯ માસ અને ૭ દિવસનો ગર્ભકાળ પૂર્ણ થતા, પ્રભાવતી દેવીએ માગસર સુદ-૧૧ના અશ્વિની નક્ષત્રમાં, કુંભના લાંછનવાળા, નીલવર્ણી એક કન્યાને જન્મ આપ્યો. (પૂર્વભવમાં માયાથી સ્ત્રીવેદ બાંધેલ હતું તેથી તીર્થંકર હોવા છતાં સ્ત્રીપણે ઉત્પન્ન થયા)
મોહાદિ મલ્લોને જીતનાર હોવાથી તથા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાને પુષ્પમાળાની શય્યામાં સૂવાનો દોહદ થવાથી પ્રભુનું ‘મલ્લિ’ એવું નામ રાખ્યું.
અનુક્રમે મલ્લિકુમારી વૃદ્ધિ પામવા લાગી. તેમનાં રૂપ – લાવણ્યની પ્રશંસા ચોમેર ફેલાવા લાગી.
અચલનો જીવ દેવલોકથી ચ્યવી, સાકેતપુરમાં, પ્રતિબુદ્ધિ નામે રાજા થયો. પોતાની રાણી પદ્માવતીના કહેવાથી નાગપૂજા માટે નાગદેવના મંદિરે પ્રતિબુદ્ધ રાજા આવ્યા. પુષ્પનો મુદ્ગર અને પુષ્પના અલંકારયુક્ત પોતાની પ્રિયાને પૂજા કરતી જોઈ, રાજાએ મંત્રીને પૂછ્યું કે આવુ સ્ત્રીરત્ન અને આવો પુષ્પનો મુદ્ગર તમે પૃથ્વી ઉપર ક્યાંય જોયો છે? મંત્રીએ જણાવ્યું કે તમારી આજ્ઞાથી, એકવાર હું કુંભ રાજા પાસુ મિથિલા નગરીમાં ગયો હતો. તે સમયે રાજકન્યા મલ્લિકુમારી અને તેના માટે પુષ્પ મુદ્ગર બનાવેલ તે જોવાનો મને લાભ મળેલ. તેવી કન્યા અને પુષ્પમુદ્ગર આ જ સુધી મેં ક્યાંય જોયા નથી. મલ્લિકુમારીનાં રૂપ-લાવણ્ય પાસે ઈન્દ્રાણીનાં રૂપ-લાવણ્ય પણ તૃણ તુલ્ય છે. મલ્લિકુમારીના ગુણગ્રામ સાંભળતાં જ પૂર્વસ્નેહથી આકર્ષાઈ, તેની સાથે વિવાહ કરવાની માગણી માટે એક દૂત મોકલ્યો.
ધરણનો જીવ દેવલોકથી ચ્યવી ચંપાપુરીમાં ચંદ્રચ્છાય નામે રાજા થયો. તે નગરમાં અર્હન્નય નામે શ્રાવક હતોે. તે વેપાર અર્થે સમુદ્રમાર્ગે દેશાંતરમાં જવા નીકળ્યો. દેવસભામાં ઈન્દ્રે આ શ્રાવકની ધર્મદૃઢતાની પ્રશંસા કરી. તે વાતમાં શ્રદ્ધા ન થવાથી એક દેવ પરીક્ષા કરવા આવ્યો.
સમુદ્રમા દેવ તોફાન ઉત્પન્ન કર્યું. જહાજ ડૂબાવવાની તૈયારીમાં હતું. અર્હન્નય શ્રાવકે વીતરાગ પરમાત્માનું ધ્યાર ધરી, સાગરી અનશન કર્યું. (ચારેય આહાર, ઉપધિ -દરેક વસ્તુઓ વગેરેનો ત્યાગ કર્યો.) તે સમયે દેવે આકાશમાં રહી કહ્યું કે, “હે અર્હન્ન! તું ધર્મ છોડી દે. જો તું ધર્મ છોડી દઈશ તો આ વિપત્તિમાંથી પાર ઉતરીશ. જો ધર્મને નહીં છોડે તો જહાજ ડૂબાડી દઈશ.” દેવની આવી વાણી સાંભળવા છતાં તેઓ પોતાના ધ્યાનમાં મસ્ત જ રહ્યા. તેમની ધર્મપ્રીતિની પ્રતીતિ થતાં દેવે પ્રસન્ન થઈ, બે જોડી દિવ્યકુંડળની ભેટ આપી. અર્હન્નયને ખમાવી સ્વસ્થાને ગયો.
અર્હન્નય વેપાર માટે મિતિલા નગરીમાં આવ્યા. શ્રાવકે એક જોડી કુંડળ કુંભ રાજાને ભેટ ધરી. રાજાએ તે દિવ્યકુંડળની જોડી, મલ્લિકુમારીને સભામાં બોલાવીને આપી દીધી.
અર્હન્નયે બીજી કુંડળની જોડી, પોતાના નગરમાં આવી રાજા ચંદ્રચ્છાયને ભેટ ધરી. કુંડળ પ્રાપ્તિનો સર્વ વૃત્તાંત રાજાને જણાવ્યો. મલ્લિકુમારીને એક જોડી આપી છે તેમ કહી, તેના ઉત્કૃષ્ટ રૂપનું વર્ણન કર્યું. તે સાંભળતા જ પૂર્વ સ્નેહથી પ્રેરાઈ, મલ્લિકુમારીને પરણવા, તેની માગણી કરવા ચંદ્રચછાય રાજાએ દૂત મોકલ્યો.
પૂરણ શ્રાવસ્તિ નગરી ‘રૂક્મિ’ નામે રાજા થયો. તેની ધારિણી નામે રાણીથી સુબાહુ નામે સ્વરૂપવાન કન્યા થઈ. એકદા પરિવારના લોકોએ બાળાને વિશેષ પ્રકારે સ્નાન કરાવી, દિવ્યાલંકારથી અલંકૃત કરી, પિતાને પ્રણામ કરાવવા લઈ આવ્યા.
પોતાની કન્યાના સ્નાનવિધિથી અત્યંત હર્ષિત રાજાએ સેવકને કહ્યું કે, આ કન્યાના જેવો સ્નાનવિધિ તે ક્યાંય જોયો છે? પ્રત્યુત્તરમાં સેવક બોલ્યો – “હે રાજન! તમારી આજ્ઞાથી હું એકવાર મિથિલા નગરી ગયો હતો. ત્યાં મે મલ્લિકુમારીનો સ્નાનવિધિ જોયો હતો તેવો સ્નાનવિધિ હજું મેં ક્યાંય જોયો નથી. તે મલ્લિકુમારીનું સ્વરૂપ પણ અદ્ભૂત છે.” તેનું રૂપવર્ણન સાંભળતાં જ પૂર્વઅનુરાગના કારણે મલ્લિકુમારીની માગણી કરવા, કુંભરાજા પાસે રૂક્મિ રાજાઓ પોતાનો દૂત મોકલ્યો.
વસુનો જીવ વારાણસીમાં શંખ નામે રાજા થયો. એકવાર મિથિલા નગરીના કેટલાક સુવર્ણકારો (સોનીઓ) શંખરાજાનાં શરણે આવ્યા. મિથિલામાં કુંભરાજાએ મલ્લિકુમારીનું દિવ્યકુંડળ ભાંગી જવાથી, સરખું કરવા સુવર્ણકારોને આપ્યું. તે દિવ્યકુંડળ તેઓ સમુ કરવા સમર્થ ન બન્યા. ત્યારે તે અપરાધ બદલ સાોનીઓને દેશનિકાલની સજા કુંભરાજાએ આપી.
તે સૂવર્ણકારો શંખરાજાના આશ્રયે આવ્યા અને દેશનિકાલની સજાનું કારણ વર્ણવતા, મલ્લિકુમારીનું અદ્ભૂત રૂપનું વર્ણન કર્યું. આ વર્ણન સાંભળતા જ પૂર્વ સ્નેહાનુબંધના કારણે મલ્લિકુમારીની યાચના માટે શંખ રાજાએ મિથિલા તરફ એક દૂરને રવાના કર્યો.
વૈશ્રવણ હસ્તિનાપુરમાં ‘અદીનશત્રુ’ નામે રાજા થયો. એકવાર એક ચિત્રકાર તેના શરણે આવ્યો. તેના જમણા હાથનો અંગૂઠો છેદાયેલો જોઈ, તેની હકીકત પૂછતાં તે બોલ્યો., ‘મિથિલામાં રાજકુમાર મલ્લિએ ચિત્રકારો પાસે એક ચિત્રશાળા કરવાનું નક્કી કરી, ચિત્રકારોને પોતાની કળા દર્શાવવા કહ્યું.
એ ચિત્રકારને વિશિષ્ટ લબ્ધિ (શક્તિ) હતી કે કોઈપણ વ્યક્તિનું એક પણ અંગ જોયું હોય તો તે વ્યક્તિનું આબેહૂબ ચિત્ર દોરી શકે. એક વાર તેને પડદામાંથી મલ્લિકુમારીના પગનો અંગૂઠો જોયો. તે અનુસાર મલ્લિકુમારીના અંગોપાંગ સહિત સંપૂર્ણ ચિત્ર દોર્યું.
એકદા મલ્લિકુમાર શાળામાં ક્રીડા કરવા ગયો. ત્યાં બહેન મલ્લિકુમારી છે તેવુ ધારી લજ્જા પામ્યો અને પાચછો ફરવા લાગ્યો. ત્યાં ધાત્રીએ કહ્યું. લજ્જા ન પામ. તે મલ્લિકુમારી નથી પણ તેનું આબેહૂબ ચિત્ર છે.
પોતાની બહેનનાં સર્વ અંગોપાંગનું આ રીતે ચિત્ર દોરનાર ચિત્રકાર પર ક્રોધિત બની, મલ્લિકુમારે તેના જમણા હાથનો અંગૂઠો છેદી, ચિત્રકારને દેશબહાર કાઢી મૂક્યો.’
આ પ્રમાણે કહી ચિત્રકારે ડાબા હાથે મલ્લિકુમારીનું ચિત્ર દોરીને બતાવ્યું. મલ્લિકુમારીનું ચિત્ર જોતાં જ પૂર્વસ્નેહગસ અનુરાગ પામી મલ્લિકુમારીને પરણવાનું મનમાં નક્કી કરી, અદીનશત્રુ રાજાએ એક દૂતને મિથિલા મોકલ્યો.
અભિચંદ્ર કાંપિલ્યપુરમાં જિતશત્રુ નામે રાજા થયો. તેનું અંતઃપુર એક હજાર રાણીઓથી શોભતું હતું.
એકદા મિથિલાથી એક ચોક્ષા નામની પરિવ્રાજિકા જિતશત્રુ રાજા પાસે આવી. રાજાએ અંતઃપુર સાથે ભક્તિભાવથી તેના દર્શન કર્યા. શૂચિમૂલક ધર્મ (મોક્ષનું મૂળ તીર્થનાં પાણીથી અભિષેક કરાયેલ ધર્મ છે.)નો ઉપદેશ આપ્યો. તે શ્રવણ કર્યા બાદ રાજાએ પૂછ્યું કે તમો પૃથ્વી પર સ્વતંત્ર રીતે સર્વત્ર વિચરણ કરો છો તો મારા અંતઃપુરની સ્ત્રી જેવી અપૂર્વ સ્ત્રી ક્યાંય જોઈ છે?
તે સમયે મિથિલામાં મલ્લિકુમારી શૂચિમૂલક ધર્મનો નિષેધ કરતી હતી તે યાદ કરી, તેનો બદલો લેવા સપત્નીઓ વચ્ચે હોયતો દુઃખી બને તેમ વિચારી પરિવ્રાજિકાએ તેનાં રૂપ-લાવણ્યનું વર્ણન કરતાં કહ્યું કે મલ્લિકુમારીના એક અંગૂઠાની જે શોભા છે તેવી શોભા, દેવાંગનાઓમાં પણ નથી. આ વર્ણન સાંભળતાં જ પૂર્વસ્નેહાધીન બની, જિતશત્રુ રાજાએ મલ્લિકુમારીની પ્રાર્થના માટે એક દૂત કુંભ રાજા પાસે મોકલ્યો.
જન્મથી જ ત્રણ જ્ઞાનના ધારક, મલ્લિકુમારીએ અવધિજ્ઞાનથી ભવિષ્ય જાણી, પૂર્વભવના છએ મિત્રોને બોધ પમાડવા, અશોકવાડીમાં એક વિશિષ્ટ ભવનની રચના કરાવી.
પોતાની એક સુવર્ણમય પ્રતિમા બનાવરાવી. તેને મધ્યમાં સ્થાપી તેની ફરતા છ ઓરડા બંધાવ્યા. તે છએ ઓરડાના બહારના દરવાજા જુદી, જુદી દિશાઓમાં રખાવ્યઅ અને અંદરના દરવાજા મધ્યની પ્રતિમાવાળી રૂમમાં ખૂલે તેમ રખાવ્યા. તે દરવાજાના જાળિયામાંથી પ્રતિમા બધાને દેખાય, પરંતુ તેઓ એકબીજાને જોઈ ન શકે તેવી તે ભવનની રચના હતી.
તે પ્રતિમાના તાળવાના ભાગમાં એક છિદ્ર અને તેના ઉપર સુવર્ણનું ઢાંકણું બંધ કરી શકાય તેવી વ્યવસ્થા કરી અને ઉદરના ભાગમાં પોલાણ રખાવ્યું. પ્રતિદિન તે ઢાંકણું ખોલી, આહારનો એક-એક પિંડ તે પ્રતિમામાં મલ્લિકુમારી નાંખતી અને પશ્ચાત્ તે ઢાંકણું પુનઃ બંધ કરી દેતી.
છએ રાજાઓના દૂત એક સાથે કુંભરાજા પાસે પહોંચ્યા અને પોતપોતાના રાજા માટે મલ્લિકુમારીની માંગણી કરી. કુંભરાજાએ જગતના શિરોરત્ન સમાન, પોતાની કન્યા માટે તેઓને અયોગ્ય જાણી. તેઓને પોતાની કન્યા આપવાની ના પાડી. આ સાંભળી છએ રાખાઓએ સાથે મળી, મિથિલાને ઘેરો ઘાલ્યો.
મિથિલા નગરી ઘેરાયેલી જોઈ ચિંતિત પિતાને મલ્લિકુમારીએ કહ્યું કે તમે ગુપ્ત રીતે છએ રાજાઓને કહો કે મલ્લિકુમારી હું તમને આપીશ. પછી સાયંકાલે અલગ-અલગ રીતે છએ રાજાઓને લાવી. અશોકવાડીના ભુવનના છ ઓરડામાં તેમને બેસાડજો. રાજાએ તે પ્રમાણે કર્યું.
છએ રાજાઓ અંદરની બાજુના દરવાજાના જાળિયામાંથી પ્રતિમાને જોઈ તેને જ મલ્લિકુમારી માની અને અનંદિત થઈ, મલ્લિકુમારી હમણા જ બોલશે તેવી પ્રતીક્ષા કરવા લાગ્યા. મલ્લિકુમારીએ પ્રતિમાની પાછળના દરવાજેથી પ્રવેશ કરી, પ્રતિમાનું ઢાંકણું ખોલી નાંખ્યું. ઢાંકણું ખુલતાં જ, અંદર નાખેલા, કોહી ગયેલા આહારની દુર્ગંધથી ત્રસ્ત બની છએ રાજાઓ પરાડ્મુખ બની, બહારના દરવાજેથી નીકળી જતા હતા. ત્યાં અંદરથી મલ્લિકુમારીએ કહ્યું, તમે ભાગો છો શા માટે? આ પ્રતિમા તો સુવર્ણની છે અને પ્રતિદિન તેમાં એક – એક કવલ જ આહાર નાખેલ છે. તેની આવી ગંધ આવે છે તો આ શરીર તો લોહી, માંસનું જ બનેલું છે. શરીરની અંદર આવી જ ગંદકી ભરેલી છે. મળ-મૂત્રથી ભરેલા આ શરીર ઉપર વિવેકી પુરુષોએ રાગ કરવો યોગ્ય નથી.
હે મુગ્ધ રાજાઓ! આ ભવથી ત્રીજે ભવે આપણે સાથે જ દીક્ષા લઈ તપ કર્યું હતું, તે યાદ કરો. મલ્લિકુમારીનાં આવા વચનો સાંભળતાજ છએ રાજાઓને જાતિસ્મરણ જ્ઞાન થયું. અને છએ બોલી ઊઠ્યા, “હે પ્રભુ! તમે અમને બોધ આપી નરકમાં પડતા બચાવી લીધા છે. તમે જ અમારા ગુરુ છો. આપ કહો તેમ અમે કરીએ.” “યથાસમયે દીક્ષા ગ્રહણ કરજો.” તેમ કહી તેઓને મલ્લિકુમારીએ વિદાય કર્યા.
સંયમ સ્વીકારઃ
મલ્લિકુમારી ૧૦૦ વર્ષના થયા ત્યારે ‘જયંતિ’નામક શિબિકા દ્વારા સહસ્રામ્રવનમાં આવ્યા. બ્રાહ્મપરિવારને યોગ્ય ૧૦૦૦ પુરુષો તથા અભ્યંતર પરિવારને યોગ્ય ૩૦૦ સ્ત્રીઓ સાથે, માગસર સુદ – ૧૧ ના અશ્વિની નક્ષત્રમાં, પ્રાતઃકાલે, અઠ્ઠમતપ યુક્ત મલ્લિકુમારીએ દીક્ષા અંગીકાર કરી.
દીક્ષાના દિવસે અંતર્મુહૂર્ત બાદ, અશોકવૃક્ષ નીચે ધ્યાનસ્થ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. (મતાંતરે એક અહોરાત્ર નો છદ્મસ્થકાળ છે.)
દેવનિર્મિત સમવસરણમાં સમવસરણમાં ૩૦૦ ધનુષ્ય ઊંચા અશોકવૃક્ષનીચે સિંહાસન ઉપર બેસી ‘સમતા-સામાયિક’ વિષયક પ્રથમ દેશના આપી. પ્રભુની દેશનાથી પ્રતિબોધ પામી ભિષક્ આદિ ૨૮ ગણધર થયા. બંધુમતી પ્રમુખ સાધ્વી સમુદાય થયો મલ્લિકુમારીના છએ મિત્રોએ પણ દીક્ષા અંગીકાર કરી.
બીજા દિવસે મિથિલાનિવાસી વિશ્વસેન રાજાના ઘેર પરમાન્ન(ખીર)થી પ્રભુનું પ્રથમ પારણું થયું.
પ્રભુના તીર્થમાં ઈંદ્રયુધ જેવા વર્ણવાળો, હાથીના વાહનવાળો ‘કુબેર’ નામે યક્ષ શાસનદેવ બન્યો અને કૃષ્ણવર્ણી, કમળાસી ‘વૈરોટ્યા’નામે દેવી શાસન દેવી બની.
મલ્લિનાથ ભગવાનને ૨૮ ગણધરલ, ૪૦,૦૦૦ સાધુઓ, ૫૫,૦૦૦ સાધ્વીઓ, ૧,૮૩,૦૦૦ શ્રાવકો, ૩,૭૦,૦૦૦ શ્રાવિકાઓ, ૨,૨૦૦ /૨,૮૦૦ કેવળજ્ઞાની, ૧,૭૫૦/૫,૭૦૦/૮૦૦ મનઃપર્યવજ્ઞાની થયા. ૨,૨૦૦/૫,૯૦૦/૨,૦૦૦ અવધિજ્ઞાની થયા.
નિર્વાણ પ્રાપ્તિઃ
મલ્લિનાથ પ્રભુ સો ન્યૂન ૫૫,૦૦૦ વર્ષ સુધી પ્રભુ કેવળજ્ઞાન સહિત પૃથ્વી ઉપર વિચર્યા. નિર્વાણ સમય સમીપ જાણી પ્રભુ સમ્મેતશિખર ઉપર પધાર્યા. ૫૦૦ સાધુઓ અને ૫૦૦ સાધ્વીઓ સાથે એક માસનું અનશન કરી ફાગણસુદ – ૧૨ના, ભરણી નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા.
સો વર્ષ કુમારાવસ્થામાં અને ૫૪,૯૦૦ વર્ષ શ્રમણાવસ્થામાં, તે સર્વે મળી ૫૫,૦૦૦ વર્ષનું આયુષ્ય તેઓએ પૂર્ણ કર્યું.
શ્રી અરનાથ પ્રભુના નિર્વાણ બાદ કોટિ (કરોડ) હજાર વર્ષ વ્યતીત થયા બાદ શ્રી મલ્લિનાથ પ્રભુ નિર્વાણ પામ્યા.
હરિવંશની ઉત્પત્તિ
ઓગણીશ તીર્થંકરો ઈક્ષ્વાકુવંશમાં ઉત્પન્ન થયેલ અને વીશમાં તીર્થંકર મુનિસુવ્રતસ્વામી હરિવંશમાં ઉત્પન્ન થયા. તેથી અહીં પ્રાસંગિક હરિવંશની ઉત્પત્તિ વર્ણવેલ છે.
આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રના વત્સદેશની કૌશંબી નગરીમાં સુમુખ નામે રાજા હતો એકદા વનમાળા નામની સ્ત્રીને જલઈ તેમાં મોહિત થયા. તે સ્ત્રી પણ રાજામાં આસક્ત બની. પરિણામે વીરકુવિંદ નામના પોતાના પતિને છોડી તે વનમાળા સુમુખ રાજા સાથે ચાલી ગઈ.
વનમાળાના વિયોગે દુઃખી વીરકુવિંદ વનમાળાને શોધવા ગાંડાની જેમ બધે ફરવા લાગ્યો. ફરતા-ફરતા રાજાના ગૃહાંગણમાં આવી પહોંચ્યો. તેના આવા હાલ-હવાલ જોઈ, રાજા અને વનમાળા પોતાના દુઃશીલથી આ ગરીબ માણસ દુઃખી-દુઃખી થઈ ગયેલ છે તેમ વિચારી, પોતાની નિંદા કરવા લાગ્યા અને જિનેન્દ્રિય મહાત્માઓની અનુમોદના કરવા લાગ્યા. તે સમયે વીજળી પડવાથી બન્ને મૃત્યુ પામી, હરિવર્ષમાં જુગલિયાપણે ઉત્પન્ન થયા. માતા-પિતાએ તેઓનાં હરિ અને હરિણી નામ રાખ્યા.
રાજા-રાણીને વિદ્યુત્પાતથી મૃત્યુ પામેલા જોઈ વીરકુવિંદ જંગલમાં જઈ તપ કરવા લાગ્યો. દુસ્તપ, બાળતપનું આચરણ કરી, મૃત્યુ પામી સૌધર્મકલ્પમાં કિલ્વિષિક દેવ થયોે. અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વજન્મ તથા રાજા-વનમાળાને હરિ-હરિણી ઉત્પન્ન થયેલ જોઈ, ક્રોધાયમાન બની તેઓના સંહારની ઈચ્છાથી ત્યાં આવ્યો.
દેવે વિચાર્યું કે તેઓને જો અહીં મારીશ તો ક્ષેત્રના પ્રભાવથી તેઓ અવશ્ય સ્વર્ગને પામશે માટે આ વૈરીને બીજી રીતે દુઃખી કરું. તેમ વિચારી તે દેવ, કલ્પવૃક્ષ સાથે બન્નેને ઉપાડી, આ ભરતક્ષેત્રની ચંપાપુરીમાં લઈ આવ્યો. તે સમયે ચંપાનગરીમાં ઈક્ષ્વાકુ વંશના ચંદ્રકીર્તિરાજા કે જે અપુત્ર મરણ પામ્યા હતા, તેના પ્રધાનો નવા રાજાની શોધમાં હતા.
દેવે આકાશવાણી કરી કહ્યું કે, “તમારા પુણ્યથી પ્રેરાઈ, હરિવર્ષમાંથી આ યુગલિકને અહીં લાવેલ છું. તેઓના આહાર માટે સાથે કલ્પવૃક્ષ પણ લાવેલ છું. આ હરિ આજથી તમારો રાજા થશે. આ જુગલિકયાને કલ્પવૃક્ષના ફળો સાથે માંસ અને મધનો આહાર કરાવવો.” તે જુગલિયાનું આયુષ્ય અને ઊંચાઈ ભરતવર્ક્ષને અનુરૂપ કરી, દેવ ચાલ્યો ગયો.
શ્રી શીતલનાથ પ્રભુના સમયમાં હરિરાજા થયો. તેનાથી જે વંશ ચાલ્યો તે હરિવંશ નામથી પ્રખ્યાત થયો.
અનેક પ્રકારનાં પાપકર્મોથી તે હરિ અને હરિણી નરકે ગયા. તેના વંશમાં અનેક રાજા થયા, તેમાં કેટલાંક મોક્ષે ગયા અને કેટલાક સ્વર્ગે ગયા. યુગલિકનું નરકુ જવું એ આ અવસર્પિણીકાળમાં આશ્ચર્યકારી ઘટના બની, કારણ કે યુગલિયા દેવલોકમાં જ જાય તેવો નિયમ છે. -
-
In the Aparvideh area there was a city named Vitshoka. A powerful king Mahabal ruled it. He was very intimate with six other kings who were his childhood friends. Influenced by discourses of ascetics, king Mahabal decided to follow the spiritual path. He sought opinion of his six childhood friends with the remark-I want to become an ascetic, do you also?
All the six friends replied, “We have been together during both good and bad times. When we have enjoyed the mundane life in company, it would be shameful if we part company on the spiritual path. We shall become ascetics together and we shall do all spiritual practices together”.
The seven kings took Diksha from Varadharma Muni and started the spiritual practices earnestly. The bug of ego bit Mahabal. He thought, “I have always been ahead of my friends. Now, if I do the same practices I will remain at the same level. As such I should do a little more and be ahead as before”> with this feeling Mahabal started secretly doing more practices than the others did. All the seven friends would formally take vow of some specific penance together but when on conclusion, other friends broke their fast, Mahabal would continue his fast on some pretext. The desire to be above the ordinary inspired this competition. As a result of this deception Mahabal fell from the lofty spiritual level he had attained due to his intense practices and acquired the Karma that would result in being born as a woman (Stri-ved). However, as he still maintained the purity and intensity in his practices he later also earned the Tirthankar-nam-and-gotra-karma. All the seven ascetics breathed their last after sixty days fast and meditation. They reincarnated as gods in the Anuttar dimension.
Birth of Malli Kumari
The being that was Mahabal, leaving the abode of gods, descended into the womb of queen Prabhavati, wife of king Kumbh of Mithila town. During the third month of pregnancy the queen had a desire to sleep on a bed made up of fragrant flowers of five colors and to smell a bouquet of flowers (Malladam) all the time. It is said that if a pious soul resides in the womb all the desires are fulfilled. On the eleventh day of the bright half of the month of Margshirsh the queen gave birth to a pious and beautiful girl. It was unprecedented that a Tirthankar be born as a girl; everyone was surprised. But even the almighty is helpless when the Karmas precipitate into action.
The mother’s craving for flower bouquet inspired the king to name the girl as Malli Kumari. She was very fond of having a bouquet of flowers. Florists from far and near used to bring attractive and beautiful bouquets to present her and get desired gifts in return. Strange yarns about her infatuation for flowers and bouquets spread all around.
Divine Earings
Once a famous and rich merchant, Arhannak, of Champa town, went on a sea voyage with some other people. After earning heaps of wealth when he was returning, a god appeared. In order to test Arhannak’s devotion for his religion, the god created a variety of afflictions. Even in the face of death Arhannak did no yield. His devotion for the path shown by Jina was absolutely unwavering. The god was pleased with this unrelenting determination of Arhannak. He gave the merchant a pair of divine earings as gift.
On the way back the ship stopped at Mithila. All the merchants went to king Kumbh’s assembly with gifts. Arhannak gifted the divine earings for Malli Kumari. The king and his ministers became astonished at the divine beauty of these earings. Once a joint in these earings broke. King Kumbh called expert goldsmiths to weld this joint but none of the artisans had skill enough to do this work. In annoyance the king exiled many of these artisans. Wherever these artisans went they talked of the divine beauty of Malli Kumari.
Ignorant Artist
Once Mallidinna, the younger brother of Malli Kumari, constructed an entertainment room in the palace premises. One of the working artists was highly talented. This artist had a glimpse of a toe of Malli Kumari who was standing behind a lattice. This enabled the highly gifted artist to paint a fresco of the princess on a wall of the room. He was under the impression that the prince will be pleased to look at the exact replica of his sister and richly reward him.
When the room was complete, the prince came with his wives to look at and approve the beautiful paintings, some of which were erotic as well. While he was enjoying these works of art, he came cross the painting of Malli Kumari. He could not believe what he saw. Ashamed of himself he said, “My elder sister is here and I am shamelessly enjoying these sensual paintings alongwith my wives”. His governess explained, “Prince, You are mistaken. This is not your sister but her life size portrait”. The prince carefully examined the painting and was astonished at the realistic work of art and the skill of the artist. However, a feeling of anger overtook the sense of appreciation. He was annoyed at the mindless effrontery of the artist who had painted such a live portrait of his respected elder sister in the entertainment chamber.
The angry prince called the painter and asked him when and how he saw the princess. The artist humbly submitted, “Sire! I just saw one toe of the princess from behind a lattice. But i am endowed with this miraculous skill that when I start painting even a part of a thin I automatically complete the thing perfectly”.
This explanation did not pacify the prince. He exiled the artist after amputing his right thumb. Th vexed artist made another painting of the princess and soles it at a very high price to king Adinashatru of Hastinapur. Adinashatru was attracted towards Malli Kumar, as many others who had heard about her divine beauty.
Discussion with Choksha
One day a female mendicant named Choksha came to Mithila. In order to influence the royal family she came to Malli Kumari. Choksha was a scholar of Vedas and other scriptures and her interpretation was that keeping the body clean, indulging in charity and the anointment of Tirth (sacred place) were the only religious activities that lead to liberation. She started preaching her ideas to Malli Kumari, who heard all this with patience. When Choksha had nothing more to say, Malli Kumari said in her magnetic voice, “With due respect to you attire, I am surprised at your ignorance, Choksha. Know that every charity is not done with religious or pious intent. Even cleaning the body and anointment of a Tirth are not sacred if they are not done with equanimous and pious feelings or if they cause any destruction of any living organism. Washing it with blood can never clean a blood stained cloth. The basis of religion is a discerning attitude. To an irrational person, even penance causes discomfort and irritation”. This irrefutable logic of Malli Kumari silenced Choksha, but she became angry and decided to take revenge. (ML-1/a)
Choksha decided that, in order to shatter the pride of this princess it would be best if she could be manipulated into marrying some king who already had many wives. Cooking up her plan, she approached the king of Kampilyapur in Panchal State. She gave a titillating description of the divine beauty of Malli Kumari and provokingly said to the king, “Your life and palace both are lack-lustre as long as you do not marry and bring this divine beauty to your palace”. King Jitshatru was highly impressed. He decided to seek the hand of Malli Kumari in marriage. (ML-1/b)
Change of Heart of the Six Kings
The six friends of Malli Kumari’s earlier birth were born in six different royal families and inherited the kingdoms. They were-
1. King Pratibuddha of Saketpur,
2. King Chandrachhay of Champa,
3. King Rupi of Shravasti,
4. King Shankh of Varanasi,
5. King Adinashatru of Hastinapur, and
6. King Jitshatru of Panchal (Kampilyapur).
The fame of the beauty of Malli Kumari inspired all these six kings to send proposals of marriage to king Kumbh. King Kumbh was aware of the fact that Malli Kumari was the future Tirthankar. She was to be the omniscient that is worshipped even by kings of gods. She would never indulge in such mundane ties as marriage. He laughed at the ignorance of the proposing kings and returned the emissaries. These kings felt insulted and marched on Mithila with their armies and lay a seize.
When king Kumbh got the challenge he became worried. Malli Kumari asked about the cause of her father’s anxiety. Kumbh replied, “Daughter! All these kings want to marry you. My refusal has irked them and they have surrounded Mithila. I am anxious about what should I do now!”
Malli Kumari was already aware of all these activities through her Avadhi Jnan (the capacity to know all about the physical world). She made a plan to enlighten these friends of her last birth. In the palace garden she got a chamber made and in its centre installed a life size statue that was her exact replica. Its inside was hollow and there was an opening hidden under the neck. Six adjacent chambers were also erected around this central circular chamber. These six chambers had windows opening in the main chamber. These windows were so designed that an onlooker could only see the statue and nothing else. Making all these arrangements, Malli Kumari started putting one handful of the food she ate every day inside the hollow statue.
When the stink of decomposed food, coming out of the statue on opening the lib became intolerable; Malli Kumari went to her father. She said to her father, “Stop worrying, father, and inform the kings individually that I want to meet them to discuss about marriage”. The king did likewise. Believing that only he had been invited, every one of the kings accepted the invitation. At the predetermined time they all came one by one and were led to the six chambers allotted for them separately. From the windows in their chambers each one of them gazed at the divinely beautiful statue considering it to be Malli Kumari. Everyone was dreaming of the marriage and the happy moments thereafter. All of a sudden Malli Kumari removed the concealed cover from the hole in the neck of the statue. The obnoxious smell of decomposed food filled the chambers. The hellish smell hit the peeping kings and they were jolted out of their state of day dreaming. Their faces distorted with revulsion.
Panic stricken, the kings shouted, “What is all this? Why have I been locked in this chamber? It is impossible to breathe here. Please open the doors”. It was then that Malli Kumari appeared and said, “O slaves of passions! You are totally infatuated with female beauty. A moment ago you were admiring this earthly beauty and were nurturing a desire to possess and enjoy it. Now a hatred for the same is evident on your distorted faces. What sort of love for beauty is this”?
The kings shouted, “Why are you trying to make fools of us? It is impossible to tolerate this stink”?
Malli Kumari asked the attendants to open the gates of the chambers. All the six kings rushed out and were surprised to see each other. Finding the right opportunity Malli Kumari said to them, “The stink caused by just a few handfuls of food is intolerable. Mind you, this body is nothing but a statue made of bones and flesh and maintained by the same food. Why such infatuation for such decomposable thing? You are all friends of my last birth. Rise above this infatuation and commence once again the terminated pursuit of purification of the self”. (ML-1/c)
All the six kings acquired Jati-smaran Jnan. They sought pardon from king Kumbh as well as Malli Kumari. Resolving to follow the path of renunciation they left for their respective kingdoms.
Malli Kumari also announced her decision to become an ascetic. After the great charity she became an ascetic alongwith three hundred males and equal number of females. Immediately after her Diksha, she acquired Vipulmati Manahparyav Jnan (the ultimate para normal capacity) and started deep meditation. The same afternoon she attained omniscience. In her first discourse she discussed on the subject of philosophy of equanimity. The six kings took Diksha during this first discourse. After enhancing the spread of religion for a long period she attained Nirvana on the forth day of the bright half of the month of Chaitra at Sammetshikhar.