-
ત્રીજા ભવે મોક્ષ
પ્રભુનું ચ્યવનઃ
આ ભરતક્ષેત્રના મગધ દેશમાં રાજગૃહ નગર હતું. તેમા હરિવંશીય સુમિત્ર નામનો રાજા અને તેની પદ્માવતી નામે રાણી હતા. શ્રાવણ સુદ ૧૫ના શ્રવણ નક્ષત્રમાં સુરશ્રેષ્ઢ રાજાનો જીવ દેવલોકથી ચ્યવી, પદ્માવતી રાણીની કુક્ષિમાં અવતર્યો.
પ્રભુનો જન્મઃ
૯ માસ અને ૮ દિવસની ગર્ભસ્થિતિ પૂર્ણ થતાં, જેઠ વદ – ૮ના શ્રવણનક્ષત્રમાં, કાચબાના લાંછનવાળા, શ્યામવર્ણી બાળકને રાણીએ જન્મ આપ્યો.
પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતા મુનિઓની જેમ સુવ્રતવાળા બન્યા તેથી અથવા પ્રભુ પોતે સુવ્રતવાળા હોવાથી માતા-પિતાએ બાળકનું નામ મુનિસુવ્રત રાખ્યું.
૨૦ ધનુષ્યની કાયાવાળા, યૌવનને પ્રાપ્ત મુનિસુવ્રતકુમારના વિવાહ અનેક રાજકન્યાઓ સાથે થયા. પ્રભાવતી નામક રાણીથી ‘સુવ્રત’ નામે પુત્ર થયો મુનિસુવ્રતકુમાર ૭,૫૦૦ વર્ષના થયા ત્યારે તેમનો રાજ્યાભિષેક થયો.
સંયમ સ્વીકારઃ
રાજ્યકાળના ૫૦૦૦ વર્ષ વ્યતીત થતાં મુનિસુવ્રતકુમાર ‘અપરાજિત’ નામની શિબિકામાં બેસી રાજગૃહના ‘નીલવૃહા’ નામના ઉદ્યાનમાં આવ્યા ફાગણ સુદ – ૧૨ના શ્રવણ નક્ષત્રમાં, અપરાહ્નકાળે, ૧૦૦૦ રાજાઓ સાથે, છઠ્ઠ તપ કરીને પ્રભુએ દીક્ષા અંગીકાર કરી.
બીજા દિવસે રાજગૃહ નગરમાં બ્રહ્મદત્ત રાજાના ઘેર પરમાન્ન (ખીર) થી પ્રભુનું પ્રથમ પારણું થયું.
કૈવલ્ય પ્રાપ્તિઃ
૧૧ માસ પર્યંત છદ્મસ્થપણે વિચરતા – વિચરતા પ્રભુ નીલાગૃહા ઉદ્યાનમાં પુનઃપધાર્યા. ચંપક વૃક્ષ નીચે ધ્યાનસ્થ પ્રભુને ફાગણ વદ – ૧૨ના શ્રવણ નક્ષત્રમાં કેવળક્ષાન પ્રાપ્ત થયું.
દેવરચિત સમવસરણમાં ૨૪૦ ધનુષ્ય ઊંચા અશોકવૃક્ષ નીચે સિંહાસનરૂઢ થઈ પ્રભુએ ‘યતિધર્મ અને શ્રાવક ધર્મને યોગ્ય જીવો’ આ વિષયક પ્રથમ દેશના આપી. પ્રભુની દેશાથી પ્રતિબોધ પામી ઈન્દ્ર પ્રમુખ ૧૮ વણધર (મતાંતરે મલ્લિ પ્રમુખ ૧૮ ગણધર થયા) પ્રથમ શિષ્યા, પુક્ષ્પવતીને પ્રભુએ પ્રવર્તીની બનાવી.
પ્રભુના શાસનમાં શ્વેતવર્ણી, વૃષભના વાહનવાળો ‘વરૂણ’નામે યક્ષ શાસનદેવ બન્યો અને ગૌરવર્ણી, ભદ્રાસનારૂઢ ‘નરદત્તા’ (અચ્છુપ્તા) દેવી શાસન દેવી બની.
પ્રભુ કેવળજ્ઞાન સહિત વિચરતા-વિચરતા ભૃગુકચ્છ (ભરુચ) નગરમાં પધાર્યા. જિતશત્રુ રાજા જાતિવંત અશ્વ ઉપર આરૂઢ થઈ, દેશના સાંભળવા આવ્યા. તે સમયે તે અશ્વપણ પ્રભુની દેશના સાંભળી, ધર્મને પ્રાપ્ત થયો. પ્રભુ દ્વારા અશ્વ ધર્મને પામ્યો છે તે જાણી, રાજાએ તેને ખમાવીને સ્વેચ્છાચારી કર્યો (છોડી મૂક્યો) ત્યારથી જ (આજનું ) ભરુચ શહેર ‘અશ્વબોધ’ તીર્થના નામે પ્રસિદ્ધ થયું.
એકદા મુનિસુવ્રત ભગવાન વિચરતા-વિચરતા હસ્તિનાપુર નગરે સમવસર્યા તે નગરમાં જિતશત્રુ રાજા અને કાર્તિક શ્રેષ્ઠી – શ્રાવક હતા. નગરમાં એક સન્યાસી આવ્યો. તે માસખમણના પારણે માસખમણ કરતો હતો. એક મહિનાના ઉપવાસ કરી, એક પારણું કરી, પુનઃ મહિનાના ઉપવાસ આમ નિરંતર કરતો હતો. તેની ઉગ્ર તપશ્ચર્યા જોઈ લોકો તેને પૂજવા લાગ્યા. નગરજનો ભક્તિથી પારણે-પારણે પોતને ઘેર પધારવા નિમંત્રણ આપવા લાગ્યા.
સમકિતધારી કાર્તિક શ્રાવકે તે સન્યાસીને નિમંત્રણ આપયું ન હતું. તેથી દ્વેષે ભરાઈ સન્યાસી કાર્તિક શેઠનાં છિદ્ર જોવા લાગ્યો.
એકદા જિનશત્રુ રાજાએ પારણા માટે નિમંત્રણ આપ્યું ત્યારે તેણે રાજાને કહ્યું, જો કાર્તિક શેઠ મને ભોજન પીરશે, તો જ હું તારે ઘેર પારણું કરવા આવું. રાજાએ તે વાત સ્વીકારી.
પારણાના દિવસે રાજાની આજ્ઞાથી કાર્તિક શેઠને તે બાલતપસ્વી પરિવ્રાજકને પીરસવું પડ્યું. શેઠ વિચારવા લાગ્યા, જો મેં દીક્ષા અંગીકાર કરી લીધી હોત તો આ કાર્ય મારે કરવું ન પડત. યથાસમયે ભગવાન ત્યાં પધાર્યા એટલે ૧૦૦૦ વણિક સાથે કાર્તિક શેઠે દીક્ષા ગ્રહણ કરી. દ્વાદશાંગીનો અભ્યાસ કરી, બારવર્ષ પર્યંત સંયમનું પાલન કરી, મૃત્યુ પામી, ઈન્દ્રનો ઐરાવત નામે હાથી થયો. ઈન્દ્રે વજ્રના પ્રહારથી પૂર્વજન્મના વૈરીને વશ કરી લીધો.
મુનિસુવ્રત સ્વામી, કેવળજ્ઞાન સહિત અગિયાર માસ ન્યૂન ૭,૫૦૦ વર્ષ પર્યંત વિચરતા રહ્યા. પ્રભુને ઈન્દ્ર (મલ્લિ) પ્રમુખ ૧૮ ગણધરો, ૩૦,૦૦૦ સાધુઓ, ૫૦,૦૦૦ સાધ્વીઓ, ૧,૭૨,૦૦૦ શ્રાવકો ૩,૫૦,૦૦૦ શ્રાવિકાઓ , ૧,૮૦૦ કેવળજ્ઞાની, ૧,૫૦૦ મનઃપર્યવજ્ઞાની, ૧,૮૦૦ અવધિજ્ઞાની, ૫૦૦ ચૌદપૂર્વી, ૨૦૦૦ વૈક્રિયલબ્ધિવાળા અને ૧૨૦૦ વાદી થયા.
નિર્વાણ પ્રાપ્તિઃ
નિર્વાણકાળ સમીપ જાણી પ્રભુ સમ્મેતશિખર પધાર્યા. ૧૦૦૦ મુનિઓ સાથે અનશન વ્રત ધારણ કરી, એક માસના અંતે જેઠ વદ – ૯ના, શ્રવણ નક્ષત્રમાં નિર્વાણ પામ્યા.
મુનિસુવ્રત સ્વામીને ૭,૫૦૦ વર્ષ કુમારાવસ્થામાં, ૧૫,૦૦૦ વર્ષ રાજ્યાવસથામાં ૭,૫૦૦ વર્ષ મુનિ અવસ્થામાં, એમ સર્વમળી ૩૦,૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું.
શ્રી મલ્લિનાથ ભગવાનના નિર્વાણબાદ ૫૪ લાખ વર્ષે શ્રી મુનિસુવ્રતસ્વામી નિર્વાણ પામ્યા.
(શ્રી વિનયવિજયગણિ રચિત લોકપ્રકાશ ગ્રંથમાં મુનિસુવ્રત સ્વામીના નવ ભવનો નામોલ્લેખ છે. તે આ પ્રમાણે – પ્રથમભવ – શિવકેતુ રાજાનો, બીજોભવ – દેવલોકનો, ત્રીજોભવ- કુબેરદત્ત નામે મનુષ્યનો, ચોથોભવ-દેવલોકનો, પાંચમોભવ-વજ્રકુંડળ રાજાનો, છઠ્ઠોભવ દેવલોકનો, સાતમા ભવમાં ચંપાપુરમાં શ્રીવર્મ રાજા (સુરશ્રેષ્ઠ રાજાનો)નો, આઠમો ભવ દેવલોકનો અને નવમો ભવ મુનિસુવ્રત ભગવાનનો બતાવેલ છે. -
-
The being that was to be Bhagavan Munisuvrat purified its soul during his birth as Surshreshtha, the king of Champa City in Mahavideh. He than reincarnated in the Pranat dimension of gods.
King Sumitra of the Harivamsh clan ruled over Rajgriha town. His wife, queen Padmavati, gave birth to a son, the being that had descended from the Pranat dimension of gods, on the ninth day of the dark half of the month of Jyeshtha. After the traditional post-birth rituals the name giving ceremony was celebrated. The king announced that since this being had descended into the womb of queen Padmavati, she took a variety of good vows and led a life as disciplined as an ascetic. As such the newborn be named Munisuvrat (vows like ascetics).
In due course Munisuvrat was married and ascended the throne. After a successful and long reign he became an ascetic on the eighth day of the dark half of the month of Phalgun. He wandered as an ordinary ascetic for eleven months and attained omniscience under a Champa tree. His first discourse was on the subject of “scriptural and applied philosophy”. After a long life devoted to spread of true religion he went to Sammetshikhar and got liberated on the ninth day of the dark half of the month of Jyeshtha.
Bhagavan Munisuvrat’s period was an important period of Jain pre-history. His illustrious contemporaries and followers included stalwarts like the ninth Chakravarti-Mahapadma, the eighth Prativasudev, Baldev and Vasudev; Ravan, Rama and Lakshmana respectively. The elder brother of Bhagavan Munisuvrat, ascetic Vishnu Kumar, also became famous for his pioneering effort, of saving the Jain organization from the oppressions of Minister Namuchi; the Rakshabandhan festival is celebrated in the memory of that event.