-
ત્રીજા ભવે મોક્ષ.
પ્રભુનું ચ્યવનઃ
જંબૂદ્વીપના આ ભરતક્ષેત્રના વિદેહક્ષેત્રથી મિથિલા નામની નગરીમાં વિજય નામે રાજા અને વપ્રા નામે તેમની પટ્ટરાણી હતીે. આસો સુદ સુદ-૧૫ના, અશ્વિની નક્ષત્રમાં સિદ્ધાર્થ રાજાનો દેવલોકથી ચ્યવી વપ્રારાણીની કુક્ષિમાં અવતર્યો.
પ્રભુનો જન્મઃ
૯ માસ અને ૮ દિવસનો ગર્ભકાળ પૂર્ણ થતા, માતા એ શ્રાવણ વદ-૮ના, અશ્વિની નક્ષત્રમાં નીલકમળના લાંછનવાળા, સુવર્ણવાર્ણી બાળકને જન્મ આપ્યો.
પ્રભુગર્ભમાં હતા ત્યારે કિલ્લાને ઘેરીને રહેલા રાજાઓ આવીને નમ્યા તથા રાગાદિ શત્રુઓને પ્રભુ પોતે નમાવનાર હોવાથી પિતાએ તેમનું નમિનાથ એવું નામ રાખ્યું.
પંદર ધનુષ્યની ઊંચી કાયાવાળા, યૌવનને પ્રાપ્ત નમિકુમાર વિવાહ અનેક રાજકન્યાઓ સાથે થયા. નમિકુમાર ૨૫૦૦ વર્ષના થયા ત્યારે નમિકુમારનો રાજ્યાભિષેક થયો. ૫૦૦૦ વર્ષ પર્યંત રાજ્યવ્યવસથા સાંભળી.
સંયમ સ્વીકારઃ
સુપ્રભ નામના પુત્રને રાજ્ય સોંપી, ‘દેવકુરુ’ નામની શિબિકામાં બેસી નમિકુમાર સહસ્રામ્રવનમાં આવ્યા. અષાઢ વદ – ૯ના, અશ્વિની નક્ષત્રમાં ૧૦૦૦ રાજાઓ સાથે, છઠ્ઠતપ યુક્ત નમિરાજાએ અપરાહ્ન કાળે દીક્ષા અંગીકાર કરી.
બીજા દિવસે વીરપુરમાં દત્ત (દિન્ન) નામના રાજાએ પરમાન્ન (ખીર)થી પ્રભુને પ્રથમ પારણું કરાવ્યું.
કૈવલ્યની પ્રાપ્તિ :
છદ્મસ્થપણે નવમાસ પર્યંત સાધના કરતા-કરતા, દીક્ષાસ્થાન સહસ્રામ્રવનમાં પધાર્યા. બકુલ (બોરસલી) ના વૃક્ષ નીચે, છઠ્ઠતપ કરી પ્રભુ ધ્યાનસ્થ થયા. માગસર સુદ – ૧૧ના અશ્વિની નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
દેવનિર્મિત સમવસરણની મધ્યમાં ૧૮૦ ધનુષ્ય ઊંચા અશોકવૃક્ષ નીચે પૂર્વામિમુખ બેસી, પ્રભુએ ‘શ્રાવકકરણી’ વિષયક પ્રથમ દેશના આપી.
પ્રભુને શુભ વગેરે ગણધરો થયા. પ્રથમશિષ્યા- ‘અમલા’ સાધ્વીને પ્રભુએ પ્રવર્તિની બનાવી.
નમિનાથ પ્રભુના શાસનામાં સુવર્ણવર્ણી, વૃષભના વાહનવાળો ‘ભૃકુટી’ નામનો યક્ષ શાસનદેવ બન્યો અને શ્વેતવર્ણી હંસનાવાહનવાળી ‘ગાંધારી’ નામે દેવી શાસનદેવી બની.
કેવળસહિત વિચરતા-વિચરતા પ્રભુ કાંપિલ્યપુર નગરમાં સમવસર્યા. પ્રભુની દેશના સાંભળી હરિષેણનામના આડમાં ચક્રવર્તીએ શ્રાવકવ્રત અંગીકાર કર્યા.
પ્રભુ નવ માસ ન્યૂન ૨,૫૦૦ વર્ષ પર્યંત કેવળપણે વિચર્યા. પ્રભુને ૨૦,૦૦૦ સાધુઓ, ૪૧,૦૦૦ સાધ્વીઓ, ૧,૭૦,૦૦૦ શ્રાવકો, ૩,૪૮,૦૦૦ શ્રાવિકાઓ, ૧,૬૦૦ કેવળજ્ઞાની, ૧,૨૫૦ અથવા ૧,૨૬૦ મનઃપર્યવજ્ઞાની, ૧,૬૦૦ અવધિજ્ઞાની, ૪૫૦ ચૌદપૂર્વી, ૧,૦૦૦ વાદી અને ૫,૦૦૦ વૈક્રિયલબ્ધિવાળા મુનિઓ હતા.
નિર્વાણ પદની પ્રાપ્તિઃ
નિર્વાણકાળ સમીપ જાણી પ્રભુ સમ્મેતશિખર પર પધાર્યા. ૧૦૦૦ મુનિઓ સાથે એક માસનું અનશન કરી, વૈશાખ વદ – ૧૦ના, અશ્વિની નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યાં.
કુમારપાળના ૨,૫૦૦ વર્ષ, રાજ્કાળના ૫,૦૦૦ વર્ષ, દીક્ષાવસ્થાના ૨,૫૦૦ વર્ષ સર્વમળી ૧૦,૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી મુનિસુવ્રતસ્વામીના નિર્વાણ બાદ ૬ લાખ વર્ષ બાદ શ્રીનમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા. -
-
The being that was to be Bhagavan Naminath purified his soul during his birth as king Siddharth of Koshambi town in East Mahavideh. He reincarnated as a god in the Aprajit dimension. This being then descended into the womb of queen Vipra, wife of kings Vijay of Mithila. As the queen had seen fourteen auspicious things in her dream at the moment of conception, the augurs informed that the child to be born was going to be a Chakravarti or a Tirthankar.
During the pregnancy period some very powerful kings attacked once Mithila. Peace loving king Vijay was at a loss to find a peaceful solution and was worried. An expert augur told the king that the pregnant queen should go to the roof of the palace and look at the attacking armies. The queen followed the instructions and threw a loving glance at the large armies stationed on the fields outside the town. The aura of the pious soul in the womb was so powerful that it cast a pacifying spell on the attackers. The kings, who were sure to win the battle, surrendered and bowed before king Vijay.
This incident inspired the king to name the new born as Naminath. Born on the eighth day of the dark of the month of Shravan, Naminath had a happy childhood. When he became young he was married and later was given the reign of the kingdom. After a long and peaceful reign he became an ascetic on the ninth day of the dark half of the month of Ashadh. After nine months he attained omniscience under a Bakul tree in a garden near Mithila. His first discourse was on the subject of right-perception. After a long period of religious and spiritual activities he went to Sammetshikhar and got liberated on the tenth day of the dark half of the month of Vaishakh.
The tenth Chakravarti Harishen was his contemporary and the eleventh Chakravarti Jai came in his religious tradition, though much later.