-
જ્ઞાનપદ પૂજા
સૂત્ર વાંચન પૂર્વે ભણાવવાની પૂજા
(દુહો)
અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવભ્રમ ભીતિ;
સત્યધર્મ તે જ્ઞાન છે, નમો નમો જ્ઞાનની રીતિ. ૧
(ઢાળ : અરણિક મુનિવર ચાલ્યા ગોચરી…એ દેશી)
જ્ઞાનપદ ભજીએ રે જગત સુહંકરું, પાંચ એકાવન ભેદે રે;
સમ્યગ્જ્ઞાન જે જિનવરે ભાખિયું, જડતા જનની ઉચ્છેદે રે,
જ્ઞાનપદ ભજીએ રે જગત સુહંકરું. ૧
ભક્ષ્યાભક્ષ્ય વિવેચન પરગડો, ખીર નીર જેમ હંસો રે,
ભાગ અનંતમો રે અક્ષરનો સદા, અપ્રતિપાતી પ્રકાશ્યો રે. જ્ઞાન૦ ૨
મનથી ન જાણે કુંભકરણ વિધિ, તેહથી કુંભ કેમ થાશે રે,
જ્ઞાન દયાથી રે પ્રથમ છે નિયમા, સદસદ્ભાવ વિકાસે રે. જ્ઞાન૦ ૩
કંચન નાણું રે લોચનવંત લહે, અંધોઅંધ પુલાય રે,
અકાંતવાદી રે તત્વ પામે નહિ, સ્યાદ્વાદ રસ સમુદાય રે. જ્ઞાન૦ ૪
જ્ઞાનભર્યા ભરતાદિક ભવતર્યા, જ્ઞાન સકળ ગુણ મૂળ રે,
જ્ઞાની જ્ઞાનતણી પરીણતિ થકી, પામે ભવજલ કૂળ રે. જ્ઞાન૦ ૫
અલ્પાગમ જઈ ઉગ્ર વિહાર કરે, વિચરે ઉદ્યમવંત રે,
ઉપદેશ માળામાં કિરિયા તેહની, કાય ક્લેશ તસ હુંત રે. જ્ઞાન૦ ૬
જયંત ભુપો રે જ્ઞાન આરાધતો તીર્થંકર પદ પામે રે,
રવિ શશિ મેહપરે જ્ઞાન અનંત ગુણી, સૌભાગ્ય લક્ષ્મી હિતકામેરે. જ્ઞાન૦ ૭
(કાવ્ય ઈન્દ્રવ્રજાવૃત)
અન્નાણ સંમોહ તમોહરસ્સ નમો નમો નાણદિવાયરસ્સ
પંચપ્પયારસ્સુવગારગસ્સ, સુત્તાણ સવ્વત્થપયાસગસ્સ… ૧
(ભુજંગ પ્રયાતવૃત)
હોયે જેહથી જ્ઞાન શુદ્ધ પ્રબોધ યથાવર્ણ નાસે વિચિત્રાવબોધ તેણે જાણિયે વસ્તુ ષડ્ દ્રવ્યભાવાનહુએ વિતત્થા નિજેચ્છા સ્વભાવા હોય પંચ મત્યાદિ સુજ્ઞાનભેદે ગુરૂપાસ્તિથી યોગ્યતા તેહ વેદે વળી જ્ઞેય હેય ઉપાદેય રૂપે લહે ચિતમાં જેમ ધ્વાંત પ્રદીપે. ૨
(ઢાળ : ઉલાલાની દેશી)
ભવ્ય નમો ગુણજ્ઞાનને સ્વપર પ્રકાશક ભાવેજી,
પરજાય ધર્મ અનંતતા ભેદાભેદ સ્વભાવેજી. ૧
(ઉલાલો)
જો મુખ્ય પરિણતિ સકલજ્ઞાયક બોધ ભાવ વિલચ્છના
મતિ આદિ પાંચ પ્રકાર નિર્મળ સિદ્ધિ સાધન લચ્છના
સ્યાદ્વાદ સંગી તત્ત્વરંગી પ્રથમ ભેદા ભેદતા
સવિકલ્પને અવિકલ્પ વસ્તુ સકલ સંશય છેદતા. ૨
(ઢાળ : શ્રીપાળના રાસની દેશી)
ભક્ષ્યાભક્ષ્ય ન જે વિણ લહિએ, પેય અપેય વિચાર
કૃત અકૃત ન જે વિણ લહીએ, જ્ઞાનતે સકલ આધાર રે
ભવિકા સિદ્ધચક્ર પદ વંદો. ૧
પ્રથમ જ્ઞાનને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું,
જ્ઞાનને વંદો જ્ઞાન મ નિંદો જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું રે ભવિકા.૨
સકલ ક્રિયાનું મૂળ તે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહીએ,
તેહ જ્ઞાન નિત નિત વંદિજે, તે વિણ કહો કેમ રહીયે રે ભવિકા. ૩
પંચજ્ઞાનમાંહી જેહ સદાગમ, સ્વપર પ્રકાશ તેહ,
દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રવિ શશિ મેહરે ભવિકા. ૪
લોક ઉર્ધ્વ અધો તિર્યગ જ્યોતિષ વૈમાનિક ને સિદ્ધ
લોકાલોક પ્રગટ સવિ જેહથી તેહ જ્ઞાન મુજ શુદ્ધરે ભવિકા. ૫
(ઢાળ)
જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાયરે
તો હુએ એહિ જ આતમા, જ્ઞાન અબોધતા જાયરે. ૧
વીર જિનેશ્વર ઉપાદિશે, સાંભળજો ચિત્ત લાઈ રે,
આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇરે
વીર જિનેશ્વર ઉપદિશે. ૨
શ્રુતજ્ઞાન (આગમ)ની થોયો-સ્તુતિઓ
નિવાણ મગ્ગે વરજાણકપ્પં,
પણાસિયાસેસ કુવાઈદપ્પં,
મયં જિણાણ સરણં બુહાણં,
નમામિ નિચ્ચં તિજગપ્પહાણં. ૧
બોધગાધં સુપદપદવી નીરપૂરાભિરામ,
જીવાહિંસા વિરલલહરી સંગમાગાહદેહં.
ચુલાવેલં ગુરૂગમમણિ સંકુલં દૂરપારં,
સારં વિરાગમ જલનિધિં સાદરં સાધુસેવે. ૧
અર્હદ્વકત્રપ્રસૂતં ગણધરરચિતં દ્વાદશાંગં વિશાલં,
ચિત્રં બહર્થયુક્તં મુનિગણવૃષભૈર્ધારિતં બુદ્ધિમદભિ;
મોક્ષાગ્રદ્વારભુતં વ્રતચરણ ફલં જ્ઞેય ભાવ પ્રદીપં,
ભક્ત્યા નિત્યં પ્રપદ્યે શ્રુતમહમખિલં સર્વલૌકેકસારમ્. ૧
જિન જોજન ભૂમિ, વાણીનો વિસ્તાર,
પ્રભુ અર્થે પ્રકાશે, રચના ગણધર સાર,
સો આગમ સુણતાં, છેદીજે ગતિ ચાર,
પ્રભુ વચન વખાણી, લહીએ ભવનો પાર. ૧