-
પૂ. પંડિતપ્રવર શ્રી રૂપવિજયજી વિરચિત
મૌનએકાદશી-દેવવંદન
શ્રી અરજિન દીક્ષાકલ્યાણક-પ્રથમ દેવવંદન
સ્થાપનાચાર્ય આગળ અથવા નવકાર, પંચિંદિય વડે પુસ્તકની સ્થાપના સ્થાપીને પ્રથમ ઇરિયાવહી૦ તસ્સ ઉત્તરી૦ અન્નત્થ૦ કહી, એક લોગસ્સનો કાઉસગ્ગ કરવો અને ન આવડે તો ચાર નવકારનો કાઉસગ્ગ કરી પારી લોગસ્સ કહી, ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરૂં? ઇચ્છં, કહી યોગમુદ્રાએ બેસી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું.
પ્રથમ ચૈત્યવંદન
નગર ગજપુર પુરંદર પુર-શોભયા અતિ જિત્વરં;
ગજ વાજિ રથ વર કોટિ કલિતં, ઇંદિરા ભૃતમંદિરં;
નરનાથ બત્રીશ સહસ સેવિત-ચરણપંકજ સુખકરં;
સુર અસુર વ્યંતરનાથ પૂજિત, નમો શ્રી અરજિનવરં. ૧
અપ્સરા સમરૂપ અદ્ભુત-કલાયૌવન ગુણ ભરી;
એક લાખ બાણુ સહસ ઉપર, સોહિએ અંતે ઉરી;
ચોરાશી લખ ગજ વાજી સ્યંદન, કોટિ છન્નુ ભટવરં;
સુર અસુર વ્યંતરનાથ પૂજિત, નમો શ્રી અરજિનવરં. ૨
સગપણિંદી સગ એગિંદી, ચૌદરત્નશું શોભિતં;
નવ નિધાનાધિપતિ નાકી, ભક્તિભાવ ભૃતૈર્નતં;
કોટિ છન્નુ ગ્રામ નાયક, સકલ શત્રુ વિજિત્વરં;
સુર અસુર વ્યંતરનાથ પૂજિત, નમો શ્રી અરજિનવરં. ૩
સહસ અષ્ટોતર સુલંછન, લક્ષિત કનકચ્છવિં;
ચિન્હ નંદાવર્ત્ત શોભિત, સ્વપ્રભા નિર્જિત રવિં;
ચક્રી સપ્તમ ભુક્તભોગી, અષ્ટાદશમો જિનવરં;
સુર અસુર વ્યંતરનાથ પૂજિત, નમો શ્રી અરજિનવરં. ૪
લોકાંતિકામરબોધિતો જિન, ત્યક્ત રાજ્ય રમાભરં;
મૃગશિર એકાદશ શુક્લ પક્ષે, ગ્રહિત સંયમ સુખાકરં;
અરનાથ પ્રભુ પદ પદ્મસેવન, શુદ્ધરૂપ સુખાકરં;
સુર અસુર વ્યંતરનાથ પૂજિત, નમો શ્રી અરજિનવરં. ૫
(પછી જંકિંચિ૦ નમુત્થુણં૦ કહી અર્ધા જયવીયરાય કહીને ખમા૦ આપીને બીજું ચૈત્યવંદન કરવું.)
દ્વિતીય ચૈત્યવંદન
રાય સુદર્શન કુલ નભે, નૂતન દિનમણિ રૂપ;
દેવી માતા જનમિયો, નમે સુરાસુર ભૂપ. ૧
કુમાર રાજ્ય ચક્રી પણે, ભોગવી ભોગ ઉદાર;
ત્રેષઠ સહસ વરસાં પછી, લીયે પ્રભુ સંયમ ભાર. ૨
સહસ પુરુષ સાથે લિયે, સંયમ શ્રી જિનરાય;
તસ પદ પદ્મ નમ્યા થકી, શુદ્ધ રૂપ નિજ થાય. ૩
(પછી જંકિંચિ૦ નમુત્થુણં૦ અરિહંત ચેઈયાણં૦ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી એક થોય કહેવી. પછી લોગસ્સ૦ સવ્વલોએ અરિહંત૦ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરવો. પછી પારી બીજી થોય કહેવી. પછી પુક્ખરવર૦ સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસગ્ગં વંદણ વત્તિઆએ૦ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી ત્રીજી થોય કહેવી. પછી સિદ્ધાણં બુદ્ધાણં૦ વેયાવચ્ચગરાણં૦ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉ. કરી પારી નમોઽર્હત્ કહી ચોથી થોય કહેવી.)
શ્રી અરજિન-પ્રથમ થોય
શ્રી અરનાથ જિનેશ્વરૂ, ચક્રી સપ્તમ સોહે,
કનકવરણ છબી જેહની, ત્રિભુવન મનમોહે;
ભોગ કરમનો ક્ષય કરી, જિન દીક્ષા લીધી,
મનઃપર્યવ નાણી થયા, કરી યોગની સિદ્ધિ. ૧
મૃગશિર શુદિ એકાદશી, અર દીક્ષા લીધી,
મલ્લિ જન્મ વ્રત કેવલી, નમી કેવલ ઋદ્ધિ;
દશ ક્ષેત્રે ત્રણ કાલનાં, પંચ પંચ કલ્યાણ,
તિણે એ તિથિ આરાધતાં, લહીએ શિવપુર ઠાણ. ૨
અંગ અગ્યાર આરાધવા, વલી બાર ઉપાંગ,
મૂલ સૂત્ર ચારે ભલાં, ષટ્ છેદ સુચંગ;
દશ પયન્ના દીપતા, નંદિ અનુયોગદ્વાર,
આગમ એહ આરાધતાં, લહો ભવજલ પાર. ૩
જિનપદ સેવા નિત્ય કરે, સમકિત શુચિ કારી,
જક્ષેશ જક્ષ સોહામણો, દેવી ધારણી સારી;
ાભુ પદ પદ્મની સેવના, કરે જે નરનારી,
ચિદાનંદ નિજ રૂપને, લહે તે નિરધારી. ૪
(પછી બેસી નમુત્થુણં૦ કહી અરિહંત ચેઈઆણં૦ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી નમોઽર્હત્૦ કહી બીજી થોયની પ્રથમ થોય કહેવી. ત્યાર પછી લોગસ્સ૦ સવ્વલોએ૦ અન્નત્થં કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી બીજી થોય કહેવી. પછી પુક્ખરવરદી૦ સુઅસ્સ ભગવઓ૦ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી ત્રીજી થોય કહેવી. પછી સિદ્દાણં૦ વેયાવચ્ચ૦ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી નમોઽર્હત્ કહી ચોથી થોય કહેવી.)
દ્વિતીય થોય
શ્રી અરજિન ધ્યાવો, પુણ્યના થોક પાવો,
સવિ દુરિત ગમાવો, ચિત્ત પ્રભુ ધ્યાન લાવો;
મદ મદન વિરાવો, ભાવના શુદ્ધ ભાવો,
જિનવર ગુણ ગાવો, જિમ લહો મોક્ષ ઠાવો. ૧
સવિજિન સુખકારી, ક્ષય કરી મોહ ભારી;
કેવલ શુચિ ધારી, માન માયા નિવારી;
થયા જગ ઉપગારી, ક્રોધ યોદ્ધાપહારી,
શુચિ ગુણગણધારી, જે વર્યા સિદ્ધિ નારી. ૨
નવતત્ત્વ વખાણી, સપ્તભંગી પ્રમાણી,
સગ નયથી મિલાણી, ચાર અનુયોગ ખાણી;
જિનવરની વાણી, જે સુણે ભવ્ય પ્રાણી,
તિણે કરી અધહાણી, જઈ વરે સિદ્ધિ રાણી. ૩
સમકીતિ નરનારી, તેહની ભક્તિ કારી,
ધારણી સુરી સારી, વિધ્નના થોક હારી;
પ્રભુ આણાકારી, લચ્છી લીલા વિહારી,
સંઘ દુરિત નિવારી, હોજો આણંદ કારી. ૪
(પછી નમુત્થુણં૦, જાવંતિ, ખમા૦ જાવંત૦ નમોઽર્હત્૦ કહીને સ્તવન કહેવું.)
શ્રી અરજિન દીક્ષાકલ્યાણક સ્તવન
(રાગ : ફતેમલના ગીતની દેશી)
જગપતિ શ્રી અરજિન જગદીશ, હસ્તિનાગપુર રાજીયો;
જગપતિ રાયસુદર્શન નંદ, મહિમા મહિમાંહે ગાજીયો. ૧
જગપતિ કંચન વરણ શરીર, કામિત પુરણ સુરતરૂ;
જગપતિ લંછન નંદાવર્ત્ત, ત્રણ ભુવન મંગલ કરૂ. ૨
જગપતિ ષટ્ખંડ ભરત અખંડ, ચક્રવર્તિની સંપદા;
જગપતિ સહસ બત્રીસ ભૂપાલ, સેવિત ચરણકમલ સદા. ૩
જગપતિ સોહે સુંદર વાન, ચઉસઠ સહસ અંતે ઉરી;
જગપતિ ભોગવી ભોગરસાલ, જોગ દશા ચિત્તમાં ધરી. ૪
જગપતિ સહસ પુરુષ સંઘાત, મૃગશિર શુદિ એકાદશી;
જગપતિ સંયમ લીયે, પ્રભુ ધીર, ત્રિકરણ યોગે ઉલ્લસી. ૫
જગપતિ ચોસઠ સુરપતિ તામ, ભક્તિ કરે ચિકત્ત ગહગહી;
જગપતિ નાચે સુરવધુ કોડિ, અંગમોડી આગલ રહી. ૬
જગપતિ વાજે નવ નવ છંદ, દેવ વાજિંત્ર સોહમણા;
સુરપતિ દેવદુષ્ય ઠવે ખંધ, પુષ્પવૃષ્ટિ કરે સુર ઘણા. ૭
જગપતિ ધન્ય વેલા ઘડી તેહ, ધન્ય તે સુર નર ખેચરા;
જગપતિ જેણે કલ્યાણક દીઠ, ધન્ય જનમ તે ભવ તર્યા. ૮
જગપતિ પ્રભુ પદપદ્મની સેવ, ત્રિકરણ શુદ્ધે જે કરે;
જગપતિ કરીય કરમનો અંત, શુદ્ધ રૂપ નિજ તે વરે. ૯
(જયવીયરાય અર્ધા, કહીને ખમા. દઈ ઇચ્છા. સંદિસહ ભગવન્ ચૈત્યવંદન કરૂં? ઇચ્છં૦ કહી ચૈત્યવંદન કહેવું.)
તૃતીય ચૈત્યવંદન
અવધિજ્ઞાને આભોગિને, નિજ દીક્ષા કાલ;
દાન સંવત્સરિ જિન દીયે, મનોવાંછિત તત્કાલ. ૧
ધન કણ કંચન કામિની, રાજઋદ્ધિ ભંડાર;
છંડી સંયમ આદરે, સહસ પુરૂષ પરિવાર. ૨
મૃગશિર શુદિ એકાદશીએ, સંયમ લીયે મહારાજ;
તસ પદ પદ્મ સેવન થકી, સીઝે સઘલાં કાજ. ૩
(પછી જંકિંચિં૦ નમુત્થુણં૦ કહીને જયવીયરાય સંપૂર્ણ કહેવા.)
પ્રથમ દેવવંદન સમાપ્ત
શ્રી મલ્લિજિન જન્મ-કલ્યાણક
દ્વિતીય દેવવંદન
હવે પ્રથમના દેવવંદનની માફક, ચારેય દેવવંદનની વિધિ સમજી લેવી.
પ્રથમ ચૈત્યવંદન
જય જય મલ્લિ જિણંદ ચંદ, ગુણ કંદ અમંદ;
નમે સુરાસુર ચંદ, તિમ ભૂપતિ વૃંદ. ૧
કુસુમગેહ શય્યા કુસુમ, કુસુમાભરણ સોહાય;
જનની કુખે જબ જિન હુંતા, મલ્લિ નામ તિણે ઠાય. ૨
કુંભ નરેશ્વર કુલતિલો એ, મલ્લિનાથ જિનરાજ;
તસ પદ પદ્મ નમ્યા થકી, સિઝે સઘલાં કાજ. ૩
દ્વિતીય ચૈત્યવંદન
નીલ વરણ દુઃખ હરણ, શરણ શરણાગત વત્સલ;
નિરૂપમ રૂપ નિધાન સુજસ, ગંગાજલ નિરમલ. ૧
સુગુણ સુરાસુર કોડિ દોડી, નિત્ય સેવા સારે;
ભક્તિ જુક્તિ નિત્યમેવ, કરી નિજ જન્મ સુધારે. ૨
બાલપણે જિનરાજને એ, સવિ મલી હુલરાવે;
જિનમુખ પદ્મ નિહાલીને, બહુ આનંદ પાવે. ૩
શ્રી મલ્લિજિન-જન્મકલ્યાણક-પ્રથમ થોય
સુણ સુણરે સાહેલી, ઉઠી સહુથી પહેલી,
કરી સ્નાન વહેલી, જિમ વધે પુણ્યવેલી;
તજી મોહની પલ્લી, ખંડ કરી કામવલ્લી,
કરી ભક્તિ સુભલ્લી, પૂજી જિનદેવ મલ્લી. ૧
સવિ જિન સુખકારી, મોહ નિદ્રા નિવારી,
ભવિજન નિસ્તારી, વાણી સ્યાદ્વાદ ધારી;
નિર્મલ ગુણધારી, ધૌત મિથ્યાત ગારી,
નમિએ નરનારી, પાપ સંતાપ વારી. ૨
મૃગશિર અજુવાલી, સર્વ તિથિમાં રસાલી,
એકાદશી પાલી, પાપની શ્રેણિ ગાલી;
આગમમાં રસાલી, તિથઇ કહી તે સંભાલી,
શિવવધૂ લટકાળી, પરણશે દેઈ તાળી. ૩
વૈરૂટ્યા દેવી, ભક્તિ હિયડે ધરેવી,
જિન ભક્તિ કરેવી, તેહનાં દુઃખ હરેવી;
મમ મહેર કરેવી, લચ્છી લીલા વરેવી,
કવિ રૂપ કહેવી, દેજો સુખ નિત્ય મેવી. ૪
દ્વિતીય થોય
મિથિલાપુરી જાણી, સ્વર્ગ નગરી સમાણી,
કુંભ નૃપ ગુણખાણી, તેજથી વજ્રપાણિ;
પ્રભાવતિ રાણી, દેવનારી સમાણી,
તસ કુખ વખાણી, જન્મ્યા જિહાં મલ્લી નાણી. ૧
દિશિકુમરી આવે, જન્મ કરણી ઠરાવે,
જિનના ગુણગાવે, ભાવના ચિત્ત ભાવે;
જન્મોત્સવ દાવે, ઇન્દ્ર સુરશૈલ ઠાવે,
હરિ જિનગૃહ આવે, લેઈ પ્રભુ મેરૂ જાવે. ૨
અચ્યુત સુર રાજા, સ્નાત્ર કરે ભક્તિ ભાજા,
નિજ નિજ સ્થિતિ ભાજા, પૂજે જિન ભક્તિ તાજા;
નિજ ચઢત દિવાજા, સૂત્ર મર્યાદ ભાજા,
સમકિત કરી સાજા, ભોગવે સુખ માજા. ૩
સુરવધૂ મલી રંગે, ગાય ગુણ બહુ ઉમંગે,
જિન લઈ ઉછરંગે, ગોદે થાપે ઉમંગે;
જિનપતિને સંગે, ક્તિ રંગ પ્રસંગે,
સંઘ ભક્તિ તરંગે, પામે લચ્છી અભંગે. ૪
શ્રી મલ્લિજિન-જન્મકલ્યાણક-સ્તવન
(રાગ : મારો પિયુડો પરઘર જાય, સખીશું કહીયે રે…)
મિથિલા તે નગરી દીપતી રે, કુંભ નૃપતિ કુલતંસ;
મલ્લિ જિણંદ સોહામણો રે, સયલ દેવ અવતંસ. ૧
સખી સુણ કહિયે રે, મારો જિનજી,
મોહનવેલી, હિયડે વહીયે રે. ટેક.
છપ્પન દિશિકુમરી મલી, કરતી જન્મનાં કાજ;
હેજાલી હરખે કરી રે, હુલરાવે જિનરાજ. સ૦ ૨
વીણા વજાવે વાલહી રે, લળી લળી જિન ગુણ ગાય;
ચિરંજીવો એ બાલુડો રે, જિમ કંચનગિરિ રાય. સ૦ ૩
કેઈ કરમાં વીંજણ ગ્રહી રે, વીજે હરખે વાય;
ચતુરા ચામર ઢાળતી રે, સુરવધૂ મન મલકાય. સ૦ ૪
નાચે સાચે પ્રેમથી રે, રાચે માચે ચિત્ત;
જાચે સમકિત શુદ્ધતા રે, ભવજલ તરણ નિમિત્ત. સ૦ ૫
ઉર શિર સ્કંધ ઉપર ધરે રે, સુરવધૂ હોડાહોડી;
જગત તિલક ભાલે ધરી રે, કરતી મોડામોડી. સ૦ ૬
તવ સુરપતિ સુરગિરિ શિરે રે, નમન કરે કરજોડી;
તિર્થોદક કુંભા ભરી રે, સાઠ લાખ એક કોડી. સ૦ ૭
જિન જનની પાસે ઠવી રે, વરસી રયણની રાશિ;
સુરપતિ નંદીશ્વર ગયા રે, ધરતાં મન ઉલ્લાસ. સ૦ ૮
સુરપતિ નરપતિએ કર્યો રે, જન્મ ઉત્સવ અતિ ચંગ;
મલ્લિ જિણંદ પદ પદ્મશું રે, રૂપવિજય ધરે રંગ. સ૦ ૯
તૃતીય ચૈત્યવંદન
પુરૂષોત્તમ પરમાત્મા, પરમ જ્યોતિ પરધાન;
પરમાનંદ સ્વરૂપ રૂપ, જગતમાં નહીં ઉપમાન. ૧
મરકત રત્ન સમાન વાન, તનુ કાન્તિ બિરાજે;
મુખ સોહા શ્રીકાર દેખી, વિધુમંડલ લાજે. ૨
ઇંદિવર દલ નયન સયલ, જન આનંદકારી;
કુંભરાય કુલ ભાણ ભાલ, દિધિતિ મનોહારી. ૩
સુરવધૂ નરવધૂ મલી-મલ્લી, જિનગુણગણ ગાતી;
ભક્તિ કરે ગુણવંતની, મિથ્યા અધધાતી. ૪
મલ્લિજિણંદ પદ પદ્મની એ, નિત્ય સેવા કરે જેહ;
રૂપવિજય પદ સંપદા, નિશ્ચય પામે તેહ. ૫
દ્વિતીય દેવવંદન સમાપ્ત
શ્રી મલ્લિજિન-દીક્ષાકલ્યાણક-તૃતીય દેવવંદન
પ્રથમ ચૈત્યવંદન
અદ્ભુત સુગંધિ શ્વાસ, નહીં રોગ વિકાર;
મેલ નહીં જસ દેહ રહે, પ્રસ્વેદ લગાર. ૧
સાગરવર ગંભીર ધીર, સુરગિરિ સમ જેહ;
ઔષધિપતિ સમ સૌમ્ય કાંતિ, વર ગુણગણ ગેહ. ૨
સહસ અષ્ટોત્તર લક્ષણે એ, લક્ષિત જિનવર દેહ;
તસ પદ પદ્મ નમ્યા થકી, ન રહે પાપની રેહ. ૩
દ્વિતીય ચૈત્યવંદન
મલ્લિનાથ શિવ સાથ, આઠ વર અક્ષરદાયી;
છાજે ત્રિભુવન માંહિ, અધિક પ્રબુની ઠકુરાઈ. ૧
અનુત્તર સુરથી અનંતગુણ, તનુ શોભા છાજે;
આહાર નિહાર અદૃશ જાસ, વર અતિશય રાજે. ૨
મૃગશિર શુદિ એકાદશીએ, લીયે દીક્ષા જિનરાજ;
તસ પદ પદ્મ નમ્યા થકી, સીઝે સઘલાં કાજ. ૩
શ્રી મલ્લિજિન-પ્રથમ થોય
નમો મલ્લિ જિણંદા, જિમ લહો સુખ વૃંદા,
ટાલે દુર્ગતિ દંદા, ફેરી સંસાર ફંદા;
પદ યુગ અરવિંદા, સેવિયે થઈ અંદા,
જિમ શિવ સુખ કંદા, વિસ્તરે છંડી દંદા. ૧
જિનવર જયકારી, વિશ્વ ભવ્યોપકારી,
કરે જબ વ્રત ત્યારી, જ્ઞાન ત્રીજે નિહારી;
તવ સુર અધિકારી, વિનવે ભક્તિ ધારી,
વરો સંયમનારી, પરિગ્રહારંભ છારી. ૨
મણપજ્જવનાણી, હુવા ચારિત્ર ખાણી,
સુર નર ઇન્દ્રાણી, વંદે બહુ ભાવ આણી;
તે જિનની વાણી, સૂત્રમાંહિ લખાણી,
આદરે જેહ પ્રાણી, તે વરે સિદ્ધિરાણી. ૩
પારણું જસ ગેહે, નાથ કરે જઈ સ્વદેહે,
ભરે કંચન મેહે, ઓક તસ દેવ નેહે;
સંઘ દુરિત હરેહિં, દેવ દેવી વરેહિં,
કુબેર સુરેહિં, રૂપવિજય પ્રદેહિં. ૪
દ્વિતીય થોય
મલ્લિજિન નામે, સંપદા કોડિ પામે,
દુર્ગતિ દુઃખ વામે, સ્વર્ગના સુખ જામે;
સંયમ અભિરામે, જે યથાખ્યાત નામે,
કરી કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે. ૧
પંચ ભરહ મઝાર, પંચ ઐરવત સાર,
ત્રિહું કાલ વિચાર, નેવું જિનનાં ઉદાર;
કલ્યાણક વાર, જાપ જપિયે શ્રીકાર,
જિમ કરી ભવપાર, જઈ વરો સિદ્ધિ નાર. ૨
જિનવરની વાણી, સૂત્રમાંહે ગુંથાણી,
ષટ્ દ્રવ્ય વખાણી, ચાર અનુયોગ ખાણી;
સગભંગી પ્રમાણી, સપ્તનયથી ઠરાણી,
સાંભળે દિલ આણી, તે વરે સિદ્ધિ રાણી. ૩
વૈરૂટ્યા દેવી, મલ્લિજિન પાય સેવી,
પ્રભુ ગુણ સમરેવી, ભક્તિ હિડયે ધરેવી;
સંઘ દુરિત હરેવી, પાપ સંતાપ ખેવી,
રૂપવિજય કહેવી, લચ્છી લીલા વરેવી. ૪
શ્રી મલ્લિજિન-દીક્ષાકલ્યાણક-સ્તવન
(રાગ : સખી આવી દેવ દિવાલી રે…)
પંચમ સુરલોકના વાસી રે,
નવ લોકાંતિક સુવિસાલી રે!
કરે વિનતિ ગુણની રાશિ. ૧
મલ્લિજિન નાથજી વ્રત લીજે રે,
ભવિ જીવને શિવ સુખ દીજે મલ્લિ૦ ટેક.
તુમે કરૂણા રસ ભંડાર રે,
પામ્યા છો ભવજલ પાર રે;
સેવકનો કરો ઉદ્ધાર. મલ્લિ૦ ૨
પ્રભુ દાન સંવત્સરી આપેરે,
જગનાં દારિદ્ર દુઃખ કાપે રે;
ભવ્યત્વ પણે તસ થાપે. મલ્લિ૦ ૩
સુરપતિ સઘલા મલી આવે રે,
મણિ રયણ સોવન વરસાવે રે;
પ્રભુ ચરણે શીશ નમાવે. મલ્લિ૦ ૪
તિર્થોદક કુંભા લાવે રે,
પ્રભુને સિંહાસન થાવે રે;
સુરપતિ ભક્તે નવરાવે. મલ્લિ૦ ૫
વસ્ત્રાભરણે શણગારે રે,
ફુલમાલા હૃદય પર ધારે રે;
દુઃખડાં ઇંદ્રાણી ઉવારે. મલ્લિ૦ ૬
મલ્યા સુરનર કોડાકોડી રે,
પ્રભુ આગે રહ્યા કર જોડી રે;
કરે ભક્તિ યુક્તિ મદ મોડી. મલ્લિ૦ ૭
મૃગશિર શુદિની અજુઆલી રે,
એકાદશી ગુણની આલીરે;
વર્યા સંયમ વધૂ લટકાળી. મલ્લિ૦ ૮
દીક્ષા કલ્યાણક એહરે,
ગાતાં દુઃખ ન રહે રેહ રે;
લહે રૂપવિજય જસ નેહ. મલ્લિ૦ ૯
તૃતીય ચૈત્યવંદન
જય જય મલ્લિ જિણંદ દેવ, સેવા સુરપતિ સારે;
મૃગશિર શુદિ એકાદશી, સંયમ અવધારે. ૧
અભ્યંતર પરિવારમેં, સંયતિ ત્રણશેં જાસ;
ત્રણશેં ષટ્ નર સંયમે, સાથે વ્રત લીયે ખાસ. ૨
દેવદુષ્ય ખંધે ધરીએ, વિચરે જિનવર દેવ;
તસ પદ પદ્મની સેવના, રૂપ કહે નિત્યમેવ. ૩
તૃતીય દેવવંદન સમાપ્ત
શ્રી મલ્લિજિન-કેવલજ્ઞાન કલ્યાણક
ચતુર્થ દેવવંદન
પ્રથમ ચૈત્યવંદન
વિદર્ભદેશ મિથિલાપુરી, કુંભ નૃપતિ કુલભાણ;
પુણ્યવલ્લી મલ્લિ નમો, ભવિયણ સુહ જાણ. ૧
પણવીશ ધનુષ્યની દેહડી, નીલવરણ મનોહાર;
કુંભલંછન કુંભની પરે, ઉતારે ભવપાર. ૨
મૃગશિર શુદિ એકાદશીએ, પામ્યા પંચમનાણ;
તસ પદ પદ્મ વંદન કરી, પામો શાશ્વત ઠાણ. ૩
દ્વિતીય ચૈત્યવંદન
પહેલું-ચોથું-પાંચમું, ચારિત્ર ચિત્ત લાવે;
ક્ષપકશ્રેણી જિનજી ચઢી, ઘાતિકર્મ ખપાવે. ૧
દીક્ષા દિન શુભ ભાવથી, ઉપન્યું કેવલનાણ;
સમવસરણ સુરવર રચે, ચઉવિહ સંઘ મંડાણ. ૨
વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય;
તસ પદ પદ્મ નમ્યા થકી, ચિદ્રુપ ચિત્ત ઠાય. ૩
શ્રી મલ્લિજિન – પ્રથમ થોય
નમો મલ્લિજિણંદા, જાસ નમે દેવવૃંદા,
તિમ ચોસઠ ઇંદા, સેવે પાદારવિંદા;
દુર્ગતિ દુઃખ દંદા, નામથી સુખ કંદા,
પ્રભુ સુજસ સુરિંદા, ગાય ભક્તે નરિંદા. ૧
નવતિ જિનરાયા, શુક્લ ધ્યાને સુહાયા,
સોહં પદ પાયા, ત્યક્ત મદ મોહ માયા;
સુરનર ગુણ ગાયા, કેવલ શ્રી સુહાયા,
તે સવિ જિનરાયા, આપજો મોક્ષ માયા. ૨
કેવલ વર નાણે, વિશ્વના ભાવ જાણે,
બાર પર્ષદા ઠાણે, ધર્મ જિનજી વખાણે;
ગણધર તિણે ઠાણે, ત્રિપદીએ અર્થ માણે,
જે રહે સુહ ઝાણે, તે રમે આત્મ નાણે. ૩
વૈરૂટ્યા દેવી, ભક્તિ હિયડે ધરેવી,
જિન સેવા કરેવી, વિઘ્નના વૃંદ ખેવી;
સંઘ દુરિત હરેવી, લચ્છી લીલા વરેવી,
રૂપવિજય કહેવી, આપજો મૌજ દેવી. ૪
દ્વિતીય થોય
મલ્લિ જિન રાજા, સેવીયે પુણ્ય ભાજા,
જિમ ચડત દિવાજા, પામીયે સુખ તાજા;
કોઈ લોપે ન માજા, નિત્ય નવા સુખ સાજા,
કોઈ ન કરે જા – જા, પુણ્યની એહ માજા. ૧
મલ્લિ નમી નામે, કેવલજ્ઞાન પામે,
દશ ક્ષેત્ર સુઠામે, તિમજ ભિન્ન ભિન્ન નામે;
ત્રણ્ય કાલ નિમામે, ઘાતિયાં કર્મ વામે,
તે જિન પરિણામે, જઈ વસે સિદ્ધિ ધામે. ૨
જિનવરની વાણી, ચાર અનુયોગ ખાણી,
નવતત્ત્વ વખાણી, દ્રવ્ય ષટ્માં પ્રમાણી;
ગણધરે ગુંથાણી, સાંભળે જેહ પ્રાણી,
કરી કર્મની હાણી, જઈ વરે સિદ્ધિ રાણી. ૩
સુર કુબેર આવે, શીશ જિનને નમાવે;
મિથ્યાત્ત્વ ખપાવે, શુદ્ધ સમ્યક્ત્વ પાવે;
પુણ્ય થોક જમાવે, સંઘ ભક્તિ પ્રભાવે,
પદ્મવિજય સુહાવે, શિષ્ય તસ રૂપ ગાવે. ૪
શ્રી મલ્લિજિન-કેવલજ્ઞાનકલ્યાણક-સ્તવન
(રાગ : સાંભળ રે તું સજની મોરી, રજની કિહાં રમી…)
મલ્લિ જિનેશ્વર અરચિત કેશર,
અલવેસર અવિનાશીજી!
પરમેશ્વર પૂરણ પદ ભોક્તા,
ગુણરાશિ શીવવાસી; જિનજી ધ્યાવોજી. ૧
મલ્લિ જિણંદ મુનીંદ, ગુણગણ ગાવોજી.ટેક૦
મૃગશિર શુદિ એકાદશી દિવસે,
ઉપન્યું કેવલજ્ઞાનજી;
લોકાલોક પ્રકાશક ભાસક,
પ્રગટ્યો અભિનવ ભાણ. જિ. મલ્લિ૦ ૨
મત્યાદિક ચઉનાણનું ભાસન,
એહમાં સકલ સમાયજી;
ઉડુ તારા ચંદ્ર પ્રભા જિમ,
તરણિ તેજમાં જાય. જિ. મલ્લિ૦ ૩
જ્ઞેય ભાવ સવિ જ્ઞાને જાણે,
જે સામાન્ય વિશેષજી;
આપ સ્વભાવે રમણ કરે પ્રભુ,
તજી પુદ્ગલ સંક્લેશ. જિ. મલ્લિ૦ ૪
ચાલીશ સહસ મહામુનિ જેહના,
રત્નત્રય આધારજી;
સહસ પંચાવન સાહુણી જાણો,
ગુણમણિ રયણ ભંડાર. જિ. મલ્લિ૦ ૫
શત સમન્યૂન સહસ પંચાવન,
વર્ષ કેવલગુણ ધરતાજી;
વિચરે વસુધા ઉપર જિનજી,
બહુ ઉપગારને કરતા. જિ. મલ્લિ૦ ૬
કેવલજ્ઞાન કલ્યાણક જિનનું,
જે ભવિયણ નિત્ય ગાવેજી;
જિન ઉત્તમ પદ પદ્મ પ્રભાવે,
શુદ્ધ રૂપ તે પાવે. જિ. મલ્લિ૦ ૭
તૃતીય ચૈત્યવંદન
જય નિર્જિત મદ મલ્લ, શલ્યત્રય વર્જિત સ્વામી;
જય નિર્જિત કંદર્પ દર્પ, નિજ આતમ રામી. ૧
દુજર્ય ઘાતિ કર્મ-મર્મ, ભંજન વડવીર;
નિર્મલ ગુણ સંભાર સાર, સાગર વર ગંભીર. ૨
અનંત જ્ઞાન દર્શન ધરૂં એ, મલ્લિ જિણંદ મુનીંદ;
વદન પદ્મ તસ દેખતાં, લહે ચિદ્રુપ અમંદ. ૩
ચતુર્થ દેવવંદન સમાપ્ત
શ્રી નમિનાથ-કેવલજ્ઞાનકલ્યાણક
પંચમ દેવવંદન
પ્રથમ ચૈત્યવંદન
સકલ સુરાસરુ ઇંદ વૃંદા, ભાવે કર જોડી;
સેવે પંકજ સદા, જઘન્યથી એક કોડી. ૧
જાસ ધ્યાન એકતાન, કરે જે સુરનર ભાવે;
સંકટ કષ્ટ દૂરે ટલે, શુચિ સંપદ પાવે. ૨
સર્વ સમીહિત પૂરવા એ, સુરતરૂ સમ સોહાય;
તસ પદ પદ્મ પૂજ્યા થકી, નિશ્ચય શિવ સુખ થાય. ૩
દ્વિતીય ચૈત્યવંદન
નમો નમો શ્રી નમિ જિનવરૂ, જગનાથ નગીનો;
પદ યુગ પ્રેમે જેહના, પૂજે પતિ શચીનો. ૧
સિંહાસન આસન કરી, જગભાસન જિનરાજ;
મધુર ધ્વનિ દીયે દેશના, ભવિજનને હિતકાજ. ૨
ગુણ પાંત્રીશ અલંકારી એ, પ્રભુ મુખ પદ્મની વાણી;
તે નમિ જિનની સાંભલી, શુદ્ધ રૂપ લહે પ્રાણી. ૩
શ્રી નમિજિન-પ્રથમ થોય
શ્રી નમિજિન નમિયે, પાપ સંતાપ ગમીયે,
નિજ તત્ત્વમાં રમીયે, સર્વ અજ્ઞાન વમીએ;
ાવિ વિઘ્નને દમીયે, વર્તિએ પંચ સમિએ,
નવિ ભવવન ભમીયે, નાથ આણા ન ક્રમીયે. ૧
દશે ક્ષેત્રના ઈશ, તીર્થપતિ જેહ ત્રીશ,
ત્રિહું કાલ ગણીશ, નેવું જિનવર નમીશ;
અર્હતે પદ ત્રીશ, સાઠ દીક્ષા જપીશ,
કેવલી જગદીશ, સાઠ સંખ્યા ગણીશ. ૨
સગ નય યુત વાણી, દ્રવ્ય છક્કે ગવાણી,
સગ ભંગી ઠરાણી, નવ તત્ત્વે વખાણી;
જે સુણે ભવિ પ્રાણી, શુદ્ધ શ્રદ્ધાન આણી,
તે વરે શિવરાણી, શાશ્વતાનંદ ખાણી. ૩
દેવી ગંધારી, શુદ્ધ સમ્યક્ત્વ ધારી,
પ્રભુ સેવા કારી, સંઘ ચઉવિહ સંભારી;
કરી સેવના સારી, વિધ્ન દૂરે વિદારી,
રૂપવિજયને પ્યારી, નિત્ય દેવી ગંધારી. ૪
દ્વિતીય થોય
નમિજિન જયકારી, સેવિયે ભક્તિધારી,
મિથ્યાત્વ નિવારી, ધારીએ આણ સારી;
પરભવ વિસારી, સેવિયે સુખકારી,
જિમ લહો શિવનારી, કર્મ મલ દૂરે ઠારી. ૧
વર કેવલજ્ઞાની, વિશ્વના ભાવ જાણી,
શુચિ ગુણગણ ખાણી, શુદ્ધ સત્તા પ્રમાણી;
ત્રિભુવનમાં ગવાણી, કીર્તિ કાન્તા વખાણી,
તે જિન ભવિ પ્રાણી, વંદિએ ભાવ આણી. ૨
આગમની વાણી, સાત નયથી વખાણી,
નવ તત્ત્વ ઠરાણી, દ્રવ્યષટ્માં પ્રમાણી;
સગ બંગ ભરાણી, ચાર અનુયોગ જાણી,
ધન્ય તાસ કમાણી, જે ભણે ભાવ આણી. ૩
એકાદશી સારી, મૃગશિર્ષે વિચારી,
કરે જે નરનારી, શુદ્ધ સમ્યક્ત્વ ધારી;
તસ વિધ્ન વિદારી, દેવી ગંધારી સારી,
રૂપવિજયને ભારી, આપજો લચ્છી પ્યારી. ૪
શ્રી નમિનાથ જિન સ્તવન
(રાગ : થારા મહોલ્લા ઉપર, મેહ ઝબુકે વિજળી…)
પરમ રૂપ નિરંજન, જનમન રંજણો. લલના૦
ભક્તિવચ્છલ ભગવંત, તું ભવ ભય ભંજણો; લલના૦
જગજંદુ હિતકારક, તારક જગધણી, લલના૦
તુજ પદપંકજ સેવ, હેવ મુજને ધણી. લ૦ ૧
આવ્યો રાજ હજુર, પૂરવ ભક્તિ ભરે, લલના૦
આપો સેવના આપ, પાપ જિમ સવિ ટલે; લલના૦
તુમ સરિખા મહારાજ, મહેર જો નવિ કરે, લલના૦
તો અમ સરિખા જીવનાં, કારજ કિમ સરે. લ૦ ૨
જગતારક જિનરાજ, બિરૂદ છે તુમ તણો, લલના૦
આપો સમકિત દાન, પરાયા મત ગણો; લલના૦
સમરથ જાણી દેવ, સેવના મેં કરી, લલના૦
તુંહિ જ છે સમરથ, તારણ તરણ તરી. લ૦ ૩
મૃગશિર સિત એકાદશી, ધ્યાન શુકલ ધરી. લલના૦
ઘાતિ કરમ કરી અંત કે, કેવલશ્રી વરી; લલના૦
જગનિસ્તારણ કારમ, તીરથ થાપીયો, લલના૦
આતમ સત્તા ધર્મ, ભવ્યને આપીયો. લ૦ ૪
અમ વેલા કિમ આજ, વિલંબ કરી રહ્યા, લલના૦
જાણો છો મહારાજ, સેવકે ચરણ ગ્રહ્યાં; લલના૦
મન માન્યા વિના માહરું, નવિ છોડું કદા, લલના૦
સાચો સેવક તેહ જે, સેવા કરે સદા. લ૦ ૫
વપ્રા માત સુજાત, કહાવો શ્યું ઘણું, લલના૦
આપો ચિદાનંદ દાન, જનમ સફલો ગણું, લલના૦
જિન ઉત્તમ પદ, પદ્મવિજય પદ દીજીએ, લલના૦
રૂપવિજય કહે સાહિબ, મુજરો લીજીએ. લ૦ ૬
તૃતીય ચૈત્યવંદન
સકલ મંગલ કેલિ કમલા, મંદિરં ગુણ સુંદરં,
વર કનકવર્ણ, સુપર્વપતિ જસ, ચરણ સેવે મનહરં;
અમરાવતી સમ નયરી મિથિલા, રાજ્યભાર ધુરાધરં,
પ્રણમામિ શ્રી નમિનાથ જિનવર, ચરણપંકજ સુખકરં. ૧
ગજ વાજિ સ્યંદન દેશ પુર ધન, ત્યાગ કરી ત્રિભુવન ધણી,
ત્રણશેં અઠ્યાસી કોડિ ઉપર, દીએ લખ એંશી ગણી;
દીનાર જનની જનક અંકિત, દીયે ઇચ્છિત જિનવરં.
પ્રણમામિ૦ ૨
સહસામ્રવનમાં સહસ નર યુત, સૌમ્ય ભાવ સમાયરે,
નરક્ષેત્ર સંજ્ઞી ભાવ વેદી, જ્ઞાન મનઃપર્યવ વરે;
અપ્રમત ભાવે ઘાતિ ચઉ ખય, લહે કેવલ દિનકરં.
પ્રણમામિ૦ ૩
તવ સકલ સુરપતિ ભક્તિ નતિ કરી, તીર્થપતિ ગુણ ઉચ્ચરે,
જય જગતજંતુ જાત કરૂણાવંત તું ત્રિભુવન શિરે;
જય અકલ અચલ અનંત અનુપમ, ભવ્ય જનમન ભય હરં. પ્રણમામિ૦ ૪
સપ્તદશ જસ ગણધરા મુનિ, સહસ વિંશતિ ગુણનીલા,
ાહસ એકતાલીસ સાહુણી, સોલસેં કેવલી ભલા;
જિનરાજ ઉત્તમ પદ્મની પરે રૂપવિજય સુહંકરં.
પ્રણમામિ૦ ૫
(જંકિંચિ૦ નમુત્થુણં૦ કહી જયવીયરાય પૂરા કહેવા.)
શ્રી મૌન એકાદશી-દેવવંદન સમાપ્તમૌન એકાદશીનું ગણણું
(૧) જંબુભરતે, અતીત ચોવીસી (૨) જં. ભ. વર્તમાન-ચો.
૪-શ્રીમહાયશસર્વજ્ઞાય નમઃ ૧૮-શ્રીઅરનાથનાથાય નમઃ
૬-શ્રીસર્વાનુભૂતિ અર્હતે નમઃ ૧૯- શ્રી મલ્લિનાથ અર્હતે નમઃ
૬-શ્રી સર્વાનુભૂતિનાથાય નમઃ ૧૯-શ્રીમલ્લિનાથનાથાય-નમઃ
૬-શ્રી સર્વાનુભૂતિસર્વજ્ઞાય નમઃ ૧૯-શ્રી મલ્લિનાથસર્વજ્ઞાય નમઃ
૭-શ્રીશ્રીધરનાથાય નમઃ ૨૧-શ્રી નમિનાથ સર્વજ્ઞાય નમઃ
(૩) જં. ભ. અનાગત ચો. (૪) ધાતકી પૂર્વ ભરતે, અ.ચો.
૪-શ્રીસ્વયંપ્રભસર્વજ્ઞાય નમઃ ૪-શ્રી અકલંકસર્વજ્ઞાય નમઃ
૬-શ્રીદેવશ્રુત અર્હતે નમઃ ૬-શ્રી શુભંકરનાથ અર્હતે નમઃ
૬-શ્રી દેવશ્રુતનાથાય નમઃ ૬-શ્રીશુભંકરનાથનાથાય નમઃ
૬-શ્રી દેવશ્રુતસર્વજ્ઞાય નમઃ ૬-શ્રી શુભંકરનાથસર્વજ્ઞાય નમઃ
૭-શ્રી ઉદયનાથનાથાય નમઃ ૭-શ્રી સપ્તનાથનાથાય નમઃ
(૫) ધા.પૂ.ભ.વ.ચો. (૬) ધા.પૂ.ભ. અના.ચો.
૧૮-શ્રીગાંગિકનાથનાથાય નમઃ ૪-શ્રી સાંપ્રતનાથસર્વજ્ઞાય નમઃ
૧૯-શ્રીગુણનાથ અર્હતે નમઃ ૬-શ્રીમુનિનાથ અર્હતે નમઃ
૧૯-શ્રીગુણનાથનાથાય નમઃ ૬-શ્રીમુનિનાથનાથાય નમઃ
૧૯-શ્રી ગુણનાથસર્વજ્ઞાય નમઃ ૬-શ્રીમુનિનાથસર્વજ્ઞાય નમઃ
૨૧-શ્રીબ્રહ્મેન્દ્રનાથસર્વજ્ઞાય નમઃ ૭-શ્રીવિશિષ્ટનાથનાથાય નમઃ
(૭) પુષ્કરાર્ધ-પૂ.ભ.અ.ચો. (૮) પુષ્ક.પૂ.ભ.વ.ચો.
૪-શ્રીસુમૃદુનાથસર્વજ્ઞાય નમઃ ૧૮-શ્રીઅયોગનાથનાથાય નમઃ
૬-શ્રીવ્યક્તનાથ અર્હતે નમઃ ૧૯-શ્રીયોગનાથ અર્હતે નમઃ
૬-શ્રી વ્યક્તનાથનાથાય નમઃ ૧૯-શ્રીયોગનાથનાથાય નમઃ
૬-શ્રી વ્યક્તનાથસર્વજ્ઞાય નમઃ ૧૯-શ્રીયોગનાથસર્વજ્ઞાય નમઃ
૭-શ્રીકલાશતનાથાય નમઃ ૨૧-શ્રીઅરણ્યવાસસર્વજ્ઞાય નમઃ
(૯) પુષ્ક. પૂ.ભ.અના.ચો. (૧૦) ધાતકી પશ્ચિમ, ભ.અ.ચો.
૪-શ્રીપરમસર્વજ્ઞાય નમઃ ૪-શ્રીસર્વાર્થસર્વજ્ઞાય નમઃ
૬-શ્રીક્ષુદ્ધાર્તિનાથ અર્હતે નમઃ ૬-શ્રી હરિભદ્ર અર્હતે નમઃ
૬-શ્રીક્ષુદ્ધાર્તિનાથનાથાય નમઃ ૬-શ્રીહરિભદ્રનાથાય નમઃ
૬-શ્રીક્ષુદ્ધાર્તિનાથસર્વજ્ઞાય નમઃ ૬-શ્રી હરિભદ્રસર્વજ્ઞાય નમઃ
૭-શ્રીનિઃકેશનાથનાથાય નમઃ ૭-શ્રી મગધાધિપનાથાય નમઃ
(૧૧) ધા.પ.ભ.વ.ચો. (૧૨) ધા.પ.ભ.અના.ચો.
૧૮-શ્રીમલયસિંહનાથાય નમઃ ૪-શ્રીદિનરૂકસર્વજ્ઞાય નમઃ
૧૯-શ્રીઅક્ષોભનાથ અર્હતે નમઃ ૬-શ્રી ધનદનાથ અર્હતે નમઃ
૧૯-શ્રીઅક્ષોભનાથનાથાય નમઃ ૬-શ્રીધનદનાથનાથાય નમઃ
૧૯-શ્રીઅભોક્ષનાથસર્વજ્ઞાય નમઃ ૬-શ્રી ધનદનાથસર્વજ્ઞાય નમઃ
૨૧-શ્રીપ્રયચ્છસર્વજ્ઞાય નમઃ ૭-શ્રીપૌષધનાથનાથાય નમઃ
(૧૩) પુષ્ક. પશ્ચિ. ભ.અ.ચો. (૧૪) પુષ્ક. પ.ભ.વ.ચો.
૪-શ્રીપ્રલંબસર્વજ્ઞાય નમઃ ૧૮-શ્રીપ્રસાદનાથનાથાય નમઃ
૬-શ્રીચારિત્રનિધિ અર્હતે નમઃ ૧૯-શ્રીવિપરીતનાથ અર્હતે નમઃ
૬-શ્રીચારિત્રનિધિનાથાય નમઃ ૧૯-શ્રીવિપરીતનાથનાથાય નમઃ
૬-શ્રીચારિત્રનિધિસર્વજ્ઞાય નમઃ ૧૯-શ્રી વિપરીતનાથસર્વજ્ઞાય નમઃ
૭-શ્રીપ્રશમરાજિતનાથાય નમઃ ૨૧-શ્રીસ્વામીસર્વજ્ઞાય નમઃ
(૧૫) પુષ્ક. પ.ભ.અના.ચો. (૧૬) જંબુ ઐરવતે, અ.ચો.
૪-શ્રીઅઘટિતનાથસર્વજ્ઞાય નમઃ ૪-શ્રીદયાન્તસર્વજ્ઞાય નમઃ
૬-શ્રીભ્રમણેન્દ્રનાથ અર્હતે નમઃ ૬-શ્રીઅભિનંદનનાથ અર્હતે નમઃ
૬-શ્રીભ્રમણેન્દ્રનાથનાથાય નમઃ ૬-શ્રીઅભિનંદનનાથનાથાય નમઃ
૬-શ્રી ભ્રમણેન્દ્રનાથસર્વજ્ઞાય નમઃ ૬-શ્રી અભિનંદનનાથસર્વજ્ઞાય નમઃ
૭-શ્રીઋષભચન્દ્રનાથાય નમઃ ૭-શ્રી રત્નેશનાથનાથાય નમઃ
(૧૭) જં.ઐ.વ.ચો. (૧૮) જં.ઐ.અના.ચો.
૧૮-શ્રીઅતિપાર્શ્વનાથનાથાય નમઃ ૪-શ્રીનંદિસેણસર્વજ્ઞાય નમઃ
૧૯-શ્રીમરૂદેવનાથ અર્હતે નમઃ ૬-શ્રીવ્રતધરનાથ અર્હતે નમઃ
૧૯-શ્રીમરૂદેવનાથનાથાય નમઃ ૬-શ્રીવ્રતધરનાથનાથાય નમઃ
૧૯-શ્રી મરૂદેવનાથસર્વજ્ઞાય નમઃ ૬-શ્રીવ્રતધરનાથસર્વજ્ઞાય નમઃ
૨૧-શ્રીશ્યામકોષ્ટસર્વજ્ઞાય નમઃ ૭-શ્રીનિર્વાણનાથનાથાય નમઃ
(૧૯) ધા.પૂ.ઐ.અ.ચો. (૨૦) ધા.પૂ.ઐ.વ.ચો.
૪-શ્રીસૌંદર્યનાથસર્વજ્ઞાય નમઃ ૧૮-શ્રીકામનાથનાથાય નમઃ
૬-શ્રીત્રિવિક્રમનાથ અર્હતે નમઃ ૧૯-શ્રીસંતોષિતનાથ અર્હતે નમઃ
૬-શ્રીત્રિવિક્રમનાથનાથાય નમઃ ૧૯-શ્રીસંતોષિતનાથનાથાય નમઃ
૬-શ્રીત્રિવિક્રમનાથસર્વજ્ઞાય નમઃ ૧૯-શ્રીસંતોષિનાથસર્વજ્ઞાય નમઃ
૭-શ્રીનરસિંહનાથનાથાય નમઃ ૨૧-શ્રીખેમંતનાથસર્વજ્ઞાય નમઃ
(૨૧) ધા.પૂ.ઐ.અના.ચો. (૨૨) પુષ્ક. પૂ.ઐ.અ.ચો.
૪-શ્રીમુનિનાથસર્વજ્ઞાય નમઃ ૪-શ્રીઅષ્ટાહિકાસર્વજ્ઞાય નમઃ
૬-શ્રીચન્દ્રદાહ અર્હતે નમઃ ૬-શ્રીવણિકનાથ અર્હતે નમઃ
૬-શ્રીચન્દ્રદાહનાથાય નમઃ ૬-શ્રીવણિકનાથનાથાય નમઃ
૬-શ્રી ચન્દ્રદાહસર્વજ્ઞાય નમઃ ૬-શ્રીવણિકનાથસર્વજ્ઞાય નમઃ
૭-શ્રીદિલાદિત્યનાથાય નમઃ ૭-શ્રીઉદયજ્ઞાનનાથાય નમઃ
(૨૩) પુષ્ક. પૂ.ઐ.વ.ચો. (૨૪) પુષ્ક. પૂ.ઐ. અના.ચો.
૧૮-શ્રીક્ષેમંતનાથનાથાય નમઃ ૪-શ્રીનિર્વાણિકસર્વજ્ઞાય નમઃ
૧૯-શ્રીસાયકાક્ષ અર્હતે નમઃ ૬-શ્રીરવિરાજ અર્હતે નમઃ
૧૯-શ્રીસાયકાક્ષનાથાય નમઃ ૬-શ્રીરવિરાજનાથાય નમઃ
૧૯-શ્રીસાયકાક્ષસર્વજ્ઞાય નમઃ ૬-શ્રીરવિરાજસર્વજ્ઞાય નમઃ
૨૧-શ્રીતમોકંદસર્વજ્ઞાય નમઃ ૭-શ્રીપ્રથમનાથનાથાય નમઃ
(૨૫) ધા.પશ્ચિ.ઐ.અ.ચો (૨૬) ધા.પશ્ચિ.ઐ.વ.ચો.
૪-શ્રીપરૂરવાસર્વજ્ઞાય નમઃ ૧૮-શ્રીનંદિકેશનાથાય નમઃ
૬-શ્રીઅવબોધ અર્હતે નમઃ ૧૯-શ્રીહરદેવ અર્હતે નમઃ
૬-શ્રીઅવબોધનાથાય નમઃ ૧૯-શ્રીહરદેવનાથાય નમઃ
૬-શ્રીઅવબોધસર્વજ્ઞાય નમઃ ૧૯-શ્રીહરદેવસર્વજ્ઞાય નમઃ
૭-શ્રીવિક્રમેન્દ્રનાથાય નમઃ ૨૧-શ્રીસુશાન્તિસર્વજ્ઞાય નમઃ
(૨૭) ધા.પશ્ચિ.ઐ.અના.ચો. (૨૮) પુષ્ક.પશ્ચિ.ઐ.અ.ચો.
૪-શ્રીમહામૃગેન્દ્રસર્વજ્ઞાય નઃ ૪-શ્રીઅશ્વવૃંદસર્વજ્ઞાય નમઃ
૬-શ્રીઅશોચિત અર્હતે નમઃ ૬-શ્રીકુટલિક અર્હતે નમઃ
૬-શ્રીઅશોચિતનાથાય નમઃ ૬-શ્રીકુટલિકનાથાય નમઃ
૬-શ્રીઅશોચિતસર્વજ્ઞાય નમઃ ૬-શ્રીકુટલિકસર્વજ્ઞાય નમઃ
૭-શ્રીધર્મેન્દ્રનાથાય નમઃ ૭-શ્રીવર્ધમાનનાથાય નમઃ
(૨૯) પુષ્ક. પશ્ચિ.ઐ.વ.ચો. (૩૦) પુષ્ક.પશ્ચિ.ઐ.અના.ચો.
૧૮-શ્રીવિવેકનાથનાથાય નમઃ ૪-શ્રીકલાપકસર્વજ્ઞાય નમઃ
૧૯-શ્રીધર્મચન્દ્ર અર્હતે નમઃ ૬-શ્રીવિશોમનાથ અર્હતે નમઃ
૧૯-શ્રીધર્મચન્દ્રનાથાય નમઃ ૬-શ્રીવિશોમનાથનાથાય નમઃ
૧૯-શ્રીધર્મચન્દ્રસર્વજ્ઞાય નમઃ ૬-શ્રીવિશોનાથસર્વજ્ઞાય નમઃ
૨૧-શ્રી નંદિકેશસર્વજ્ઞાય નમઃ ૭-શ્રીઅરણ્યનાથનાથાય નમઃ