-
પ્રવ્રજ્યા વ્રત-તપ-તીર્થમાળા વિધિ
ચૈત્ય, વડલો, આસોપાલવ, આંબા પ્રમુખ સ્થાને આવી ચારેદિશામાં સો (૧૦૦) હાથ વસતિ શુદ્ધ કરાવી, નાણ મંડાવી સવાપાંચ શેર ચોખાના પાંચ સાથીઆ કરાવવા, તેના ઉપર પાંચ શ્રીફળ મૂકવા, ચૌમુખજી પધરાવવા, ચારેબાજુ દીપક અને ધૂપ રાખવો, સવાપાંચ રૂપિયા પ્રભુની પલાઠીમાં મૂકાવી, શ્રીફળ હાથમાં રાખી એકસાટી ઉત્તરાસંગ કરી (અખંડ ખેસ નાખી) નાણની ચારેબાજુ એકેક નવકાર ગણતો તથા ગુરૂને ‘‘મત્થએણ વંદામિ’’ કહેતો ત્રણ પ્રદક્ષિણા દે, પછી શ્રીફળ મૂકી, ઉત્તરાસંગ અને સચિત્ત પુષ્પમાળાદિ કાઢી નાખે.
ગુરુ અનુક્રમે પોતાના અંગો શિર-મુખ-હૃદય નાભી અને અધોભાગને જમણા હાથની અનામિકા (પૂજા કરવાની આંગળીથી સ્પર્શ કરતાં આરોહના (નીચેથી ઉપર જવાના) ક્રમે ક્ષિ-પ-ૐ- સ્વા-હા એ મંત્રાક્ષરોને મનથી ઉચ્ચારે, પછી અવરોહના (ઉપરથી નીચે ઉતરવાના) ક્રમથી એ જ પાંચ સ્થાનોને અનામિકાથી સ્પર્શ કરતા હા-સ્વા-ૐ-પ-ક્ષિ એ મંત્રાક્ષરોને મનથી ઉચ્ચારે, પુનઃ આરોહના પૂર્વની માફક કરે, એમ ત્રણવાર પોતાની આત્મરક્ષા કરીને તે જ પ્રમાણે શિષ્યની પણ આત્મરક્ષા કરે.
હાથમાં ચરવળો-મુહપત્તિ લઇ, કટાસણું જમીન પર પુંજીને પાથરે.
ક્રિયા માટે ગુરૂની જમણી બાજુએ પુરુષે અને ડાબી બાજુ સ્ત્રીએ ઉભા રહેવું.
દીક્ષા વિગેરે નંદિની ક્રિયા મહાનિશીથના યોગ કર્યા હોય તે કરાવી શકે.
નંદિ અનુયોગના યોગ કર્યા હોય તે નંદિના સૂત્ર બોલી શકે.
ઇરિયાવહિ-કરી, ખમા૦ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસહિ પવેઉં? (ગુરુ-પવેઓ) ઇચ્છં, ખમા૦ ભગવન્! શુદ્ધાવસહિ (ગુરુ-તહત્તિ) ખમા૦ ઇ૦ સં૦ ભ-! મુહપત્તિ પડિલેહઉં? (ગુરુ-પડિલેહેહ) ઇચ્છં, કહી મુહપત્તિ પડિલેહે, ખમા૦ ઇચ્છકારિ ભ૦! તુમ્હે અમ્હં (પ્રથમ સમ્યક્ત્વ ઉચ્ચરેલ હોય તો ફરી ઉચ્ચરવાની જરૂર નથી) સમ્મત્ત-સામાયિયં, સવ્વવિરઇ-સામાયિયં, (પંચમહવ્વયં રાઇભોયણ-વેરમણં છટ્ઠં, દેસવિરઇ-સામાયિયં, સુય-સામાયિયં, તિત્થમાલં) આરોવણીયં નંદિ કરાવણીયં વાસં નિક્ખેવં કરેહ! (ગુરુ-કરેમિ) ઇચ્છં સૂરિમંત્ર અથવા વર્ધમાનવિદ્યાથી અભિમંત્રિત વાસક્ષેપ હાથમાં લઇ ત્રણ નવકાર પૂર્વક સમ્મત્ત-સામાયિયં, સવ્વવિરઇ-સામાયિયં, (પંચમહવ્વયં રાઇભોયણવેરમણં છટ્ઠં, દેસવિરઇ-સામાયિયં, સુય-સામાયિયં તિત્થમાલં) આરોવણીયં નંદિપવત્તેહ, પછી નિત્થારગપારગા હોહ-પૂર્વક વાસ મસ્તકે ઠવે, શિષ્ય-તહત્તિ કહે, ખમા૦ ઇચ્છ૦ ભ૦!
તુમ્હે અમ્હં સમ્મત્ત-સામાયિયં, સવ્વવિરઇ-સામાયિયં, (પંચમહવ્વયં રાઇભોયણવેરમણં છટ્ઠં, દેસવિરઇ-સામાયિયં, સુય-સામાયિયં તિત્થમાલં) આરોવણીયં નંદિ કરાવણીયં વાસં નિક્ખેવાવણીયં દેવં વંદાવેહ? (ગુરુ-વંદાવેમિ) ઇચ્છં, ગુરુ-દેવવંદાવે, ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! ચેઇયવંદણં કરેમિ? (ગુરુ-કરેહ) ઇચ્છં.
ચૈત્યવંદન
ૐ નમઃ પાર્શ્વનાથાય, વિશ્વચિન્તામણીયતે;
હ્રીં ધરણેન્દ્રવૈરોટ્યા, પદ્માદેવી યુતાયતે. ૧
શાન્તિ-તુષ્ટિ-મહાપુષ્ટિ-ધૃતિ-કીર્તિ-વિધાયિને;
ૐ હ્રીં દ્વિડ્વ્યાલ-વેતાલ-સર્વાધિ-વ્યાધિનાશિને. ૨
જયાઽજિતાઽઽખ્યાવિજયાઽઽખ્યા ઽપરાજિતયાઽન્વિતઃ;
દિશાં પાલૈર્ગ્રહૈર્યક્ષૈ-ર્વિદ્યાદેવીભિરન્વિતઃ. ૩
ૐ અસિઆઉસાય નમ-સ્તત્ર ત્રૈલોક્યનાથતામ્;
ચતુષ્ષિટસુરેન્દ્રાસ્તે, ભાસન્તે છત્રચામરૈઃ. ૪
શ્રી શંખેશ્વરમંડન! પાર્શ્વજિન! પ્રણતકલ્પતરુકલ્પ!;
ચૂરય દુષ્ટવ્રાતં પૂરય મે વાંછિતં નાથ!. ૫
(જંકિંચિ૦ નમુત્થુણં૦ અરિહંત૦ અન્નત્થ૦ એક નવકાર કાઉસ્સગ્ગ૦ (ગુરુ-સર્વત્ર સ્તુતિ કહે અને શિષ્ય સાંભળીને પારે) નમોર્હત્૦)
અર્હંસ્તનોતુ સ શ્રેયઃ-શ્રિયં યદ્ધ્યાનતો નરૈઃ;
અપ્યૈન્દ્રી સકલાઽત્રૈહિ, રંહસા સહ સૌચ્યત. ૧
(લોગસ્સ૦ સવ્વલોએ૦ અન્નત્થ૦ એક નવકાર૦)
ઓમિતિ મન્તા યચ્છાસનસ્ય, નન્તા સદાયદંહ્રીંશ્ચ;
આશ્રીયતે શ્રિયા તે, ભવતો ભવતો જિનાઃ પાન્તુ. ૨
(પુક્ખર૦ સુઅસ્સ૦ વંદણવત્તિઆએ૦ અન્નત્થ૦ એક નવકાર૦)
નવતત્ત્વયુતા ત્રિપદીશ્રિતા, રુચિજ્ઞાનપુણ્યશક્તિમતા;
વરધર્મકીર્તિવિદ્યાઽઽનન્દા-ઽઽસ્યાજ્જૈનગીજીર્યાત્. ૩
(સિદ્ધાણં૦ સિરિસંતિનાહ આરાહણત્થં કરેમિ કાઉસ્સગ્ગં-વંદણ૦ અન્નત્થ૦ એક લોગસ્સ (સાગરવરગંભીરા) નમોર્હત્૦)
શ્રી શાન્તિઃશ્રુતશાન્તિઃ, પ્રશાન્તિકોઽસાવશાન્તિમુપશાન્તિમ્;
નયતુ સદા યસ્ય પદાઃ, સુશાન્તિદાઃ સન્તુ સન્તિ જને. ૪
(સિરિદુવાલસ અંગી આરાહણત્થં કરેમિ કાઉસ્સગ્ગં વંદણ૦ અન્નત્થ૦ એક નવકાર૦ નમોર્હત્૦)
સકલાર્થસિદ્ધિસાધનબીજોપાંગા, સદા સ્ફુરદુપાંગા;
ભવતાદનુપહતમહા તમોઽપહા, દ્વાદશાઙ્ગી વઃ. ૫
(સિરિસુયદેવયા આરાહણત્થં કરેમિ કાઉસ્સગ્ગં અન્નત્થ૦ એક નવકાર૦ નમોર્હત્૦)
વદ વદતિ ન વાગ્વાદિનિ! ભગવતિ! કઃ? શ્રુતસરસ્વતિ;
ગમેચ્છુ; રઙ્ગત્તરઙ્ગમતિવરતરણિ-સ્તુભ્યં નમ ઇતીહ. ૬
(સિરિશાસનદેવયા આરાહણત્થં કરેમિ કાઉસ્સગ્ગં અન્નત્થ૦ એક નવકાર૦ નમોર્હત્૦)
ઉપસર્ગ વલયવિલયનનિરતા, જિનશાસનાવનૈકરતાઃ;
દ્રુતમિહ સમીહિતકૃતે સ્યુઃ, શાસનદેવતા ભવતામ્. ૭
(સમ્મત્ત-વેયાવચ્ચગરાણં કરેમિ કાઉસ્સગ્ગં-અન્નત્થ૦ એક નવકાર૦ નમોર્હત્૦)
સંઘેઽત્ર યે ગુરુગુણૌઘનિધે સુવૈયા-વૃત્યાદિકૃત્યકરણૈકનિબદ્ધકક્ષાઃ;
તે શાન્તયે સહ ભવન્તુ સુરાઃ સુરીભિઃ,
સદ્દૃષ્ટયો નિખિલવિઘ્નવિઘાતદક્ષાઃ. ૮
(પ્રગટ નવકાર૦ નમુત્થુણં૦ જાવંતિ૦ ખમા૦ જાવંત૦ નમોર્હત્૦ સ્તવન…)
ઓમિતિ નમો ભગવઓ, અરિહંત-સિદ્ધા-ઽઽયરિય-ઉવજ્ઝાય;
વર-સવ્વ-સાહુ-મુણિ-સંઘ-ધમ્મ-તિત્થ-પવયણસ્સ. ૧
સપ્પણવ નમો તહ ભગવઇ, સુયદેવયાઇ સુહયાએ;
સિવસંતિ દેવયાણં, સિવપવયણદેવયાણં ચ. ૨
ઇન્દા-ગણિ-જમ-નેરઇય-વરુણ-વાઊ-કુબેર-ઇસાણા;
બમ્ભો-નાગુત્તિ-દસણ્હ-મવિ ય સુદિસાણ પાલાણં. ૩
સોમ-યમ-વરુણ-વેસમણ-વાસવાણં તહેવ પંચણ્હં;
તહ લોગપાલયાણં, સૂરાઇગહાણ ય નવણ્હં. ૪
સાહંતસ્સ સમક્ખં, મજ્ઝમિણં ચેવ ધમ્મણુટ્ઠાણં;
સિદ્ધિમવિગ્ઘં ગચ્છઉ, જિણાઇ નવકારઓ ઘણિયં. ૫
(જયવીયરાય સંપૂર્ણ૦ (પ્રભુ સામે પડદો) બે વાંદણાં૦ (પડદો લેઇ લેવો) ખમા૦ ઇચ્છ ભ૦! તુમ્હે અમ્હં સમ્મત્ત-સામાયિયં, સવ્વવિરઇ-સામાયિયં (પંચમહવ્વયં રાઇભોયણવેરમણં છટ્ઠં, દેસવિરઇ-સામાયિયં, સુય-સામાયિયં, તિત્થમાલં) આરોવણીયં, નંદિ કરાવણીયં વાસં નિક્ખેવાવણીયં દેવં વંદાવણીયં નંદિસુત્તં સુણાવણીયં, નંદિસૂત્તં કઢાવણીયં કાઉસગ્ગં કરાવેહ? (ગુરુ-કરાવેમિ) ઇચ્છં.)
(ગુરુ-શિષ્ય બંને) ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! સમ્મત્ત-સામાયિયં, સવ્વવિરઇ-સામાયિયં, (પંચમહવ્વયં રાઇભોયણવેરમણં છટ્ઠં, દેસવિરઇ-સામાયિયં, સુય-સામાયિયં, તિત્થમાલં) આરોવણીયં, નંદિ કરાવણીયં વાસં નિક્ખેવાવણીયં દેવં વંદાવણીયં નંદિસુત્તં સુણાવણીયં, નંદિસૂત્તં કઢાવણીયં કરેમિ કાઉસ્સગ્ગં અન્નત્થં૦ ગુરૂ-શિષ્ય બંને સાગરવરગંભીરા સુધી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ૦ પારી પ્રગટ લોગસ્સ૦ કહે.)
ખમા૦ ઇચ્છ૦ ભ૦! પસાયં કિચ્ચા નંદિસુત્તં સુણાવેહ? (ગુરુ-સુણાવેમિ) પછી શિષ્ય-બે હાથ ભેગા કરી અનામિકા આંગળી ઉપર મુહપત્તિ અને અંગુઠા નીચે ઓઘો રાખી અંજલી જોડી માથું નીચે નમાવી ઊભો ઊભો નંદિસૂત્ર સાંભલે.
ગુરૂ-ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! નંદિસુત્તં કડ્ઢું? ઇચ્છં, કહી નવકારરૂપ નંદિસૂત્ર (અથવા નવકારપૂર્વક નંદિસૂત્ર) ત્રણવાર સંભળાવે.
પછી ત્રણવાર વાસક્ષેપ કરે અને નિત્થારગપારગા હોહ કહે, શિષ્ય તહત્તિ કહે.
વડીદીક્ષા હોય તો-નવકારપૂર્વક નંદિસૂત્ર ત્રણવાર સંભળાવે.
નંદિસૂત્ર-નાણં પંચવિહં પન્નત્તં તં જહા-આભિણિબોહિય-નાણં, સુયનાણં, ઓહિનાણં, મણપજ્જવનાણં, કેવલનાણં, તત્થ ચત્તારિ નાણાઇં ઠપ્પાઇં ઠવણિજ્જાઇં નો ઉદિસિજ્જંતિ, નો સમુદ્દિસિજ્જંતિ, નો અણુન્નવિજ્જંતિ, સુયનાણસ્સ ઉદ્દેસો સમુદ્દેસો અણુન્ના અણુઓગો પવત્તઇ, ઇમં પુણ પટ્ઠવણં.
વડીદીક્ષાવાળા માટે૦પડુચ્ચ મુણી…સ્સ, સાહૂણી…. સિરિએ, પંચ મહવ્વયં છટ્ઠં રાઇભોયણં વેરમણં
વડીદીક્ષાવાળા સિવાય-પડુચ્ચ ભવ્વાએ સમ્મત્ત-સામાયિયં, સવ્વવિરઇ-સામાયિયં, દેસવિરઇ-સામાયિયં, સુય-સામાયિયં તિત્થમાલં આરોવણીયં નંદિપવત્તેહ પછી ગુરુ-ત્રણવાર વાસનિક્ષેપ કરે અને નિત્થારગપારગાહોહ કહે, શિષ્ય તહત્તિ કહે.
લઘુ દીક્ષાવાળા માટે
ખમા૦ ઇચ્છ૦ ભ૦! મમ મુંડાવેહ! મમ પવ્વાવેહ! મમ વેસં સમપ્પેહ! (આ પાઠ ત્રણવાર શિષ્ય પાસે બોલાવી ચરવળો નીચે મુકાવે)
ગુરૂ ઊભા થઈ ઓઘો હાથમાં લઈ, મુહપત્તિ ઓઘાને દોરે બાંધી, એક નવકાર ગણવા પૂર્વક ‘‘સુગ્ગહીયં કરેહ’’ એમ કહેતાં શિષ્યની જમણી બાજુએ ઓઘાની દશીઓ આવે તેમ, ઓઘો શિષ્યના હાથમાં જાળવીને, નીચે ન પડે તેવી રીતે આપે.
શિષ્ય – ઇચ્છં કહી ઓઘો માથે ચઢાવી નાચે, પછી ઇશાનખુણામાં જઈ આભરણાદિ ઉતારી (પ્રથમ ક્ષૌર ન કરાવ્યું હોય તો) ત્રણ ચપટીલેવાય તેટલા વાળ રાખી હજામત કરાવે, પછી ઠંડા પાણીથી સ્નાન કરી ઇશાનખુણામાં મુખ રાખી સાધુનો વેશ પહેરે.
લઘુ દીક્ષાવાળા સિવાય માટે
બે વાંદણા૦ ઇચ્છ૦ ભ૦! તુમ્હે અમ્હં પંચમહવ્વયં રાઇભોયણવેરમણં છટ્ઠં (સમ્મત્ત-સામાયિયં, દેશવિરઇ-સામાયિયં, સુય-સામાયિયં, તિત્થમાલં) આરોવણીયં નંદિ કરાવણીયં વાસં નિક્ખેવાવણીયં દેવં વંદાવણીયં કાઉસ્સગ્ગ કરાવેહ? (ગુરુ૦-કરેહ) ઇચ્છં, ખમા૦ ઇચ્છ૦ ભ૦! તુમ્હે અમ્હં
પંચમહવ્વયં રાઇભોયણવેરમણં છટ્ઠં (સમ્મત્ત-સામાયિયં, દેસવિરઇ-સામાયિયં, સુય-સામાયિયં, તિત્થમાલં) આરોવણીયં નંદિ કરાવણીયં વાસં નિક્ખેવાવણીયં દેવં વંદાવણીયં કરેમિ કાઉસ્સગ્ગં-અન્નત્થ૦ સાગરવરગંભીરા સુધી લોગસ્સનો કાઉસ્સગ્ગ૦ પારી પ્રગટ લોગસ્સ૦
વડી દીક્ષાવાળા માટે
ખમા૦ ઇચ્છકારિ ભગવન્ પસાયં કિચ્ચા મહાવ્વયં દંડકં ઉચ્ચરાવેહ (ગુરૂ-ઉચ્ચરાવેમિ) ઇચ્છં કહી મુહપત્તિ ટચલી આંગળી ઉપર રાખી અને ઓઘો અંગુઠા નીચે રાખી બે હાથ દંતુશલની પેઠે કરી બે કોણી પેટ ઉપર રાખી મસ્તક નમાવે.
ગુરૂ-નવકારપૂર્વક પંચમહાવ્રત અને છટ્ઠું રાત્રિભોજન વેરમણવ્રત એ છએ વ્રતના આલાવા વિભાગ ૫ પેજ ૧૫૬ દશવૈકાલિક અધ્યયન ૪, સૂત્ર ૩ થી ૮ સુધી, ત્રણવાર ઉચ્ચરાવે અને અર્થ કહે, દરેક આલાવાને અંતે નિત્થારગપારગા હોહ (શિષ્ય૦-તહત્તિ) કહે.
લગ્ન વેળાએ-નવકારપૂર્વક નીચેની ગાથા ત્રણ વાર બોલાવવી અને અર્થ કહેવો.
ઇચ્ચેયાઇં પંચ મહવ્વયાઇં, રાઇભોયણવેરમણછટ્ઠાઇં;
અત્તહિઅટ્ઠયાએ ઉવસંપજ્જિતા ણં વિહરામિ(દ૦વૈ૦૪-૯)
લઘુ-વડી દીક્ષાવાળા સિવાય માટે
ખમા૦ ઇચ્છકારિ ભગવન્ પસાયં કિચ્ચા સમ્મત્ત-દંડકં ઉચ્ચરાવેહ! (ગુરુ-ઉચ્ચરાવેમિ.) ઇચ્છં. ગુરુ-નવકારપૂર્વક સમ્યક્ત્વનો આલાપક ત્રણવાર ઉચ્ચરાવે.
સમ્મત્ત-દંડક (આલાપક)
અહન્નં ભંતે તુમ્હાણં સમીવે, મિચ્છત્તાઓ પડિક્કમામિ સમ્મત્તં ઉવસંપજ્જામિ, તંજહા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, તત્થ દવ્વઓ ણં મિચ્છત્તકારણાઇં પચ્ચક્ખામિ સમ્મત્તકારણાઇં ઉવસંપજ્જામિ, નો મે કપ્પઇ અજ્જપ્પભિઇ અન્નઉત્થિઆએ વા, અન્નઉત્થિઅદેવયાણિ વા, અન્નઉત્થિઅપરિગ્ગહીઆણિ વા અરિહંત ચેઇઆણિ, વંદિત્તએ વા, નમંસિત્તએ વા, પુવ્વિં અણાલવિત્તએણ આલવિત્તએ વા, સંલવિત્તએ વા, તેસિં અસણં વા પાણં વા ખાઇમં વા સાઇમં વા દાઉં વા અણુપ્પદાઉં વા, ખિત્તઓણ ઇત્થં વા અન્નત્થં વા, કાલઓણં જાવજ્જીવાએ, ભાવઓણં જાવગ્ગહેણં ન ગહિજ્જામિ, જાવ છલેણં ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણ નાભિભવિજ્જામિ; જાવ અન્નેણ વા કેણઇ વા રોગાયંકાઇણા કારણેણં એસ પરિણામો ન પરિવડઇ તાવ મે અયં સમ્મં દંસણં નન્નત્થ રાયાભિઓગેણં, ગણાભિઓગેણં, બલાભિ-ઓગેણં, દેવાભિઓગેણં, ગુરુનિગ્ગહેણં, વિત્તિકંતારેણં, વોસિરામિ. નિત્થારગપારગા હોહ (શિષ્ય-તહત્તિ) કહે છેવટે નીચેની ગાથા ત્રણવાર ઉચ્ચરાવવી અને અર્થ કહેવો.
અરિહંતો મહદેવો, જાવજ્જીવં સુસાહુણો ગુરુણો;
જિણપન્નત્તં તત્તં, ઇઅ સમ્મત્તં મએ ગહિયં ૧
બારવ્રત અથવા અમુકવ્રતવાળા માટે
ખમા૦ ઇચ્છકારિ ભગવન્ પસાયં કિચ્ચા દુવાલસઅણુવયં (અમુકવય) દંડકં ઉચ્ચરાવેહ! (ગુરુ-ઉચ્ચરાવેમિ.) ગુરુ-નવકારપૂર્વક જે વ્રતો હોય તે વ્રતોના આલાપક ત્રણવાર ઉચ્ચરાવે.
પઢમવય-દંડક
અહન્નં ભંતે! તુમ્હાણં સમીવે, થુલગપાણાઇવાયં સંકપ્પઓ નિરવરાહં નિરવેક્ખં પચ્ચક્ખામિ જાવજજીવાએ જહાગહિયભંગેણં, દુવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, ન કરેમિ, ન કારવેમિ, અઇયં નિંદામિ, પડિપુન્નં સંવરેમિ, અણાગયં પચ્ચક્ખામિ, તંજહા દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવ્વઓ ણં ઇમં થુલગપાણાઇવાયં, ખિત્તઓ ણં ઇત્થં વા, અણત્થં વા, કાલઓ ણં જાવજ્જીવાએ અહાગહિયભંગેણં, ભાવઓ ણં જાવગ્ગહેણં ન ગહિજ્જામિ, જાવ છલેણં ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણં નાભિભવિજ્જામિ, જાવ અન્નેણં વા કેણય રોગાયંકાઇણા કારણેણં એસ પરિણામો ન પરિવડઈ, તાવમેયં થુલગપાણાઇવાયં પન્નત્તં.
નન્નત્થ રાયાભિઓગેણં, ગણાભિઓગેણં, બલાભિઓગેણં, દેવાભિઓગેણં ગુરુનિગ્ગહેણં વિત્તિકંતારેણં, અરિહંત-સક્ખિયં, સિદ્ધસક્ખિયં, દેવસક્ખિયં, અપ્પસક્ખિયં, અન્નત્થણાભોગેણં સહસા૦ મહત્તરા૦ સવ્વસમાહિ૦ વોસિરામિ
બીયવય-દંડક
અહન્નં ભંતે! તુમ્હાણં સમીવે, થુલગમુસાવાયં જીહા છેઆઇ હેઉ કન્નાલીઆઇ પંચવિહં મુસાવાયં પચ્ચક્ખામિ, જાવજ્જીવાએ જહાગહિયભંગેણં, દુવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, ન કરેમિ, ન કારવેમિ, અઇયં નિંદામિ, પડિપુન્નં સંવરેમિ, અણાગયં પચ્ચક્ખામિ, તં જહા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવ્વઓ ણં ઇમં થુલગમુસાવાયં, ખિત્તઓ ણં ઇત્થં વા અણત્થં વા, કાલઓ ણં જાવજ્જીવાએ અહાગહિયભંગેણં, ભાવઓ ણં જાવગ્ગહેણં ન ગહિજ્જામિ, જાવ છલેણં ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણં નાભિભવિજ્જામિ, જાવ અન્નેણં વા કેણય રોગાયં-કાઇણા કારણેણં એસ પરિણામો ન પરિવડઇ તાવમેયં થુલગમુસાવયં પન્નત્તં, નન્નત્થ૦ અહિંથી ઉપર પ્રમાણે
તઇયવય-દંડક
અહન્નં ભંતે! તુમ્હાણં સમીવે, થુલગઅદિન્નાદાણં ખત્તખણણાઇયં ચોરિકારકારં રાયનિગ્ગહકરં સચિત્તાચિત્ત-વસ્તુવિષયં પચ્ચક્ખામિ જાવજ્જીવાએ જહાગહિયભંગેણં, દુવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, ન કરેમિ, ન કારવેમિ, અઇયં નિંદામિ, પડિપુન્નં સંવરેમિ, અણાગયં પચ્ચક્ખામિ, તં જહા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવ્વઓ ણં ઇમં થુલગઅદિન્નાદાણં, ખિત્તઓ ણં ઇત્થં વા, અણત્થં વા, કાલઓ ણં જાવજ્જીવાએ અહાગહિયભંગેણં, ભાવઓ ણં જાવગ્ગહેણં ન ગહિજ્જામિ, જાવ છલેણં, ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણં, નાભિભવિજ્જામિ, જાવ અન્નેણં વા કેણય રોગાયંકાઇણા કારણેણં એસ પરિણામો ન પરિવડઇ, તાવમેયં થુલગઅદિન્નાદાણં પન્નત્તં, નન્નત્થ૦ અહિંથી ઉપર પ્રમાણે.
ચઉથવય-દંડક
અહન્નં ભંતે! તુમ્હાણં સમીવે, ઓરાલિય વેઉવ્વિયભેયભિન્નં થુલગમેહૂણં પચ્ચક્ખામિ, જાવજ્જીવાએ જહાગહિયભંગેણં, દુવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, ન કરેમિ, ન કારવેમિ, અઇયં નિંદામિ પડિપુન્નં સંવરેમિ, અણાગયં પચ્ચક્ખામિ, તં જહા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવ્વઓ ણં ઇમં થુલગમેહૂણં ખિત્તઓ ણં ઇત્થં વા, અણત્થં વા, કાલઓ ણં જાવજ્જીવાએ અહાગહિયભંગેણ, ભાવઓ ણં જાવગ્ગહેણં ન ગહિજ્જામિ, જાવ છલેણં ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણં નાભિભવિજ્જામિ, જાવ અન્નેણં વા કેણય રોગાયંકાઇણા કારણેણં એસ પરિણામો ન પરિવડઇ, તાવમેયં થુલગમેહૂણં પન્નત્તં, નન્નત્થ૦ અહિંથી ઉપર પ્રમાણે.
પંચમવય-દંડક
અહન્નં ભંતે! તુમ્હાણં સમીવે, થુલગં અપરિમિઅં પરિગ્ગહં પચ્ચક્ખામિ ધણધન્નાઇ નવવિહં વત્થુવિસયં ઇચ્છાપરિમાણં ઉવસંપજ્જામિ, જાવજ્જીવાએ જહાગહિયભંગેણં, દુવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, ન કરેમિ, ન કારવેમિ, અઇયં નિંદામિ, પડિપુન્નં સંવરેમિ, અણાગયં પચ્ચક્ખામિ, તં જહા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવ્વઓ ણં ઇમં થુલગપરિગ્ગહં, ખિત્તઓ ણં ઇત્થં વા અણત્થં વા, કાલઓ ણં જાવજ્જીવાએ અહાગહિયભંગેણં, ભાવઓ ણં જાવગ્ગહેણં ન ગહિજ્જામિ, જાવ છલેણં ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણં નાભિભવિજ્જામિ, જાવ અન્નેણં વા કેણય રોગાયંકાઇણા કારણેણં એસ પરિણામો ન પરિવડઇ, તાવમેયં થૂલગપરિગ્ગહં પન્નત્તં, નન્નત્થ૦ અહિંથી ઉપર પ્રમાણે.
છટ્ઠવય-દંડક
અહન્નં ભંતે! તુમ્હાણં સમીવે, પઢમં ગુણવ્વયં ઉડ્ઢ અહો તિરિય ગમણવિસયં દિસિપરિમાણવિસયં પડિવજ્જામિ, જાવજ્જીવાએ જહાગહિયભંગેણં, દુવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, ન કરેમિ, ન કારવેમિ, અઇયં નિંદામિ, પડિપુન્નં સંવરેમિ, અણાગયં પચ્ચક્ખામિ તંજહા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવ્વઓ ણં ઇમં દિસિપરિમાણં, ખિત્તઓ ણં ઇત્થં વા અણત્થં વા, કાલઓ ણં જાવજ્જીવાએ અહાગહિયભંગેણં, ભાવઓ ણં જાવગ્ગહેણં ન ગહિજ્જામિ, જાવ છલેણં ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણં નાભિભવિજ્જામિ, જાવ અન્નેણં વા કેણય રોગાયંકાઇણા કારણેણં એસ પરિણામો ન પરિવડઇ, તાવમેયં દિસિપરિમાણં પન્નત્તં, નન્નત્થ૦ અહિંથી ઉપર પ્રમાણે.
સત્તમવય-દંડક
અહન્નં ભંતે! તુમ્હાણં સમીવે, બીયં ગુણવ્વયં ઉવભોગપરિભોગવ્વયં ભોયણઓ કમ્મઓ અ, ભોયણઓ-અણંતકાય બહુબીય રાઇભોયણાઇયં પરિહરામિ કમ્મઓણં-પન્નરસ કમ્મદાણાઇયં ઇંગાલકમ્માઇયાઇં બહુસાવજ્જાઇં ખરકમ્માઇં રાયનિઓગં ચ જહાસત્તિએ પરિહરામિ, જાવજ્જીવાએ જહાગહિયભંગેણં, દુવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, ન કરેમિ ન કારવેમિ, અઇયં નિંદામિ, પડિપુન્નં સંવરેમિ, અણાગયં પચ્ચક્ખામિ, તં જહા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવ્વઓ ણં ઇમં ઉવભોગ-પરિભોગં, ખિત્તઓ ણ ઇત્થં વા, અણત્થં વા, કાલઓ ણં જાવજ્જીવાએ અહાગહિયભંગેણં, ભાવઓ ણં જાવગ્ગહેણં ન ગહિજ્જામિ, જાવ છલેણં ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણં નાભિભવિજ્જામિ, જાવ અન્નેણં વા કેણય રોગાયંકાઇણા કારણેણં એસ પરિણામો ન પરિવડઇ, તાવમેયં ઉવભોગપરિભોગં પન્નત્તં, નન્નત્થ, અહિંથી ઉપર પ્રમાણે.
અટ્ઠમવય-દંડક
અહન્નં ભંતે! તુમ્હાણં સમીવે, તઈએ ગુણવ્વયે અણત્થદંડે અવજ્ઝાણાઇયં હિંસપ્પયાણં પાવકમ્મોવએસં પમાયાચરણં ચઉવ્વિહં અણત્થદંડં જહાસત્તિએ પરિહરામિ, જાવજ્જીવાએ જહાગહિયભંગેણં, દુવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, ન કરેમિ, ન કારવેમિ, અઇયં નિંદામિ, પડિપુન્નં સંવરેમિ, અણાગયં પચ્ચક્ખામિ, તં જહા દવ્વઓ ણં ઇમં અણત્થદંડં, ખિત્તઓ ણં ઇત્થં વા, અણત્થં વા, કાલઓ ણં જાવજ્જીવાએ અહાગહિયભંગેણં, ભાવઓ ણં જાવગ્ગહેણં ન ગહિજ્જામિ, જાવ છલેણં ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણં નાભિભવિજ્જામિ, જાવ અન્નેણં વા કેણય રોગાયંકાઇણા કારણેણં એસ પરિણામો ન પરિવડઇ, તાવમેયં અણત્થદંડં પન્નત્તં, નન્નત્થ૦ અહિંથી ઉપર પ્રમાણે.
નવમવય-દંડક
અહન્નં ભંતે! તુમ્હાણં સમીવે, તઈએ ગુણવ્વયે અણત્થદંડે અવજ્ઝાણાઇયં હિંસપ્પયાણં પાવકમ્મોવએસં પમાયાચરણં ચઉવ્વિહં અણત્થદંડં જહાસત્તિએ પરિહરામિ, જાવજ્જીવાએ જહાગહિયભંગેણં, દુવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, ન કરેમિ, ન કારવેમિ, અઇયં નિંદામિ, પડિપુન્નં સંવરેમિ, અણાગયં પચ્ચક્ખામિ, તંજહા દવ્વઓ ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવ્વઓ ણં ઇમં સામાઇયં, ખિત્તઓ ણં ઇત્થં વા, અણત્થં વા, કાલઓ ણં જાવજ્જીવાએ અહાગહિયભંગેણં, ભાવઓ ણં જાવગ્ગહેણં ન ગહિજ્જામિ, જાવ છલેણં ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણં નાભિભવિજ્જામિ, જાવ અન્નેણં વા કેણય રોગાયંકાઇણા કારણેણં એસ પરિણામો ન પરિવડઇ, તાવમેયં અણત્થદંડં પન્નત્તં, નન્નત્થ૦ અહિંથી ઉપર પ્રમાણે.
દશમવય-દંડક
અહન્નં ભંતે! તુમ્હાણં સમીવે, બીયં સિક્ખાવયં દેસાવગાસિયં જહાસત્તિએ પડિવજ્જામિ, જાવજ્જીવાએ જહાગહિયભંગેણં, દુવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, ન કરેમિ, ન કારવેમિ, અઇયં નિંદામિ, પડિપુન્નં સંવરેમિ, અણાગયં પચ્ચક્ખામિ, તંજહા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવ્વઓ ણં ઇમં દેસાવગાસિયં, ખિત્તઓ ણં ઇત્થં વા, અણત્થં વા, કાલઓ ણં જાવજ્જીવાએ અહાગહિયભંગેણં, ભાવઓ ણં જાવગ્ગહેણં ન ગહિજ્જામિ, જાવ છલેણં ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણં નાભિભવિજ્જામિ, જાવ અન્નેણં વા કેણય રોગાયંકાઇણા કારણેણં એસ પરિણામો ન પરિવડઇ, તાવમેયં દેસાવગાસિયં પન્નત્તં, નન્નત્થ૦ અહિંથી ઉપર પ્રમાણે.
ઇગારસવય-દંડક
અહન્નં ભંતે! તુમ્હાણં સમીવે, તઇયં સિક્ખાવયં પોસહોવવાસં જહાસત્તિએ પડિવજ્જામિ, જાવજ્જીવાએ જહાગહિયભંગેણં, દુવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, ન કરેમિ, ન કારવેમિ, અઇયં નિંદામિ, પડિપુન્નં સંવરેમિ, અણાગયં પચ્ચક્ખામિ, તં જહા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવ્વઓ ણં ઇમં પોસહોવવાસં, ખિત્તઓ ણં ઇત્થં વા, અણત્થં વા, કાલઓ ણં જાવજ્જીવાએ અહાગહિયભંગેણં, ભાવઓ ણં જાવગ્ગહેણં ન ગહિજ્જામિ, જાવ છલેણં ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણં નાભિભવિજ્જામિ, જાવ અન્નેણં વા કેણય રોગાયંકાઇણા કારણેણં એસ પરિણામો ન પરિવડઇ, તાવમેયં પોસહોવવાસં પન્નત્તં, નન્નત્થ૦ અહિંથી ઉપર પ્રમાણે.
દુવાલસવય-દંડક
અહન્નં ભંતે! તુમહાણં સમીવે, ચઉત્થં સિક્ખાવયં અતિથિસંવિભાગવયં જહાસત્તિએ પડિવજ્જામિ, જાવજ્જીવાએ જહાગહિયભંગેણં, દુવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણં, ન કરેમિ, ન કારવેમિ, અઇયં નિંદામિ, પડિપુન્નં સંવરેમિ, અણાગયં પચ્ચક્ખામિ, તં જહા- દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવ્વઓ ણં ઇમં અતિથિ-સંવિભાગં, ખિત્તઓ ણં ઇત્થં વા, અણત્થં વા, કાલઓ ણં જાવજ્જીવાએ અહાગહિયભંગેણં, ભાવઓ ણં જાવગ્ગહેણં ન ગહિજ્જામિ, જાવ છલેણં ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણં નાભિભવિજ્જામિ, જાવ અન્નેણં વા કેણય રોગાયંકાઇણા કારણેણં એસ પરિણામો ન પરિવડઇ, તાવમેયં અતિથિસંવિભાગં પન્નત્તં, નન્નત્થ૦ અહિંથી ઉપર પ્રમાણે.
(લગ્ન વેળાએ) -ઇચ્ચેઇયં સમ્મત્તમૂલં, પંચ અણુવઇયં, સત્ત સિક્ખાવઇયં, દુવાલસવિહ સાવગધમ્મં, અત્તહિ-અટ્ઠ્યાએ ઉવસંપ્પજ્જિત્તાણં વિહરામિ.
તપવાળા માટે
ખમા૦ ઇચ્છકારિ ભગવન્! પસાયં કિચ્ચા તવ-દંડકં ઉચ્ચરાવેહ (વિસઠાણં તવદંડકં ઉચ્ચરાવેહ) (ગુરુ-ઉચ્ચરાવેમિ.) ઇચ્છં. ગુરુ-નવકારપૂર્વક જે તપ હોય તે તપના આલાપક ત્રણવાર ઉચ્ચરાવે.
વિસઠાણં તવદંડક
અહન્નં ભંતે! તુમ્હાણં સમીવે ઇમં વીસઠાણં તવં ઉવસંપજ્જામિ, તંજહા-દવ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ, દવ્વઓ ણં ઇમં વીસઠાણં તવં, ખિત્તઓ ણં ઇત્થં વા અણત્થં, વા, કાલઓ ણં જાવ દસવરિસાઇ અહાગહિયભંગેણં, ભાવઓ ણં જાવગ્ગહેણં ન ગહિજ્જામિ જાવ છલેણં ન છલિજ્જામિ, જાવ સન્નિવાએણં નાભિભવિજ્જામિ, જાવ અન્નેણં વા કેણઇ રોગાયંકાઇણા કારણેણં એસ પરિણામો ન પરિવડઇ, તાવમેયં વીસઠાણં તવં પન્નત્તં, નન્નત્થ રાયાભિઓગેણં, ગણાભિઓગેણં, બલાભિઓગેણં, દેવાભિઓગેણં ગુરુ-નિગ્ગહેણં વિત્તિકંતારેણં અરિહંતસક્ખિયં, સિદ્ધસક્ખિયં, સાહુસક્ખિયં, અપ્પસક્ખિયં, ઉવસંપજ્જામિ, અન્નત્થણા-ભોગેણં સહસા૦ મહત્તરા૦ સવ્વસમાહિ૦ વોસિરામિ.
(છટ્ઠ, ઉપવાસ, આયંબિલ કે એકાસણાદિથી છ માસમાં એક ઓળી અને દસ વર્ષમાં વીસસ્થાનકતપની વીસે ઓળી પૂર્ણ કરવી જોઈએ.)
દંડકમાં તપ પ્રમાણે પાઠ ફેરફાર કરવાનું કોષ્ટકતપ વરિસાઈ માસાઈ
બીજ ૨ દુ
પંચમી ૫ પંચ
અષ્ટમી ૮ અટ્ઠ
એકાદશી ૧૧ ઇગારસ
ચતુર્દશી ૧૪ ચઉદસ
રોહિણી ૭ સત્ત
તપ વરિસાઈ માસાઈ દિનાનિ
મેરુત્રયોદશી ૧૩ તેરસ
પોષદશમી ૧૦ દસ
વર્ધમાનતપ ૧૪ તિ વીસ
સિદ્ધચક્ર ચઉ છ
કલ્યાણક ધારણા પ્રમાણે.
(૧૨૦)
(વીસસ્થાનક તપદંડક-આલાવામા ઘાટ્ટા કાળા અક્ષરોમાં આપેલ પાઠમાં તપ અનુસાર ઉપર પ્રમાણે તપનું નામ અને કાળનો ફેરફાર કરવો. દા.ત. …ઇમં વડ્ઢમાણ તવં ઉવસંપજ્જામિ… કાલઓણં જાવ ચઉદસવરિસાઇ તિમાસાઇ વીસદિવસાઇ અહાગહિયભંગેણં…).
લઘુ દીક્ષાવાળા માટે
નવદીક્ષિત ગુરુ પાસે આવી ‘‘મત્થએણ વંદામિ’’ કહે, ખમા૦ ઇરિયાવહિ૦કરી, ખમા૦ ઇચ્છ૦ ભ૦! મમ મુંડાવેહ? મમ પવ્વાવેહ? મમ સમ્મત્ત-સામાઇયં, સવ્વવિરઇ-સામાઇયં, આરોવેહ? (ગુરુ-આરોવેમિ) ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! મુહપત્તિ પડિલેહઉં? (ગુરુ પડિલેહેહ) ઇચ્છં, કહી મુહપત્તિ પડિલેહી, બે વાંદણાં૦ ખમા૦ ઇચ્છ૦ ભ૦! તુમ્હે અમ્હં સમ્મત્ત-માસાયિયં, સવ્વવિરઇ-સામાયિયં આરોવાવણીયં કાઉસ્સગ્ગં કરાવેહ? (ગુરુ-કરાવેમિ.) ઇચ્છં, ઇચ્છ૦ ભ૦! તુમ્હે અમ્હં સમ્મત્ત-સામાયિયં, સવ્વવિરઇ-સામાયિયં આરોવાવણીયં કરેમિ કાઉસ્સગ્ગં-અન્નત્થ૦ ગુરૂ-શિષ્ય બન્ને એક લોગસ્સ (સાગરવરગંભીરા) નો કાઉસ્સગ્ગ૦ પારી પ્રગટ લોગસ્સ૦
જ્ઞ્લગ્ન (મુહૂર્ત) વેળાએઝ ગુરુ-ઊંચે શ્વાસે ત્રણ નવકાર ગણવાપૂર્વક ત્રણ ચપટીએ લોચ કરે.
પછી સમ્યક્ત્વ ન ઉચ્ચરેલું હોય તો, ખમા૦ ઇચ્છકારિ ભગવન્ પસાયં કિચ્ચા મમ સમ્મત્ત દંડકં ઉચ્ચરાવેહ? (ગુરુ ઉચ્ચરાવેમિ.) ઇચ્છં, ગુરુ-નવકારપૂર્વક સમ્યક્ત્વ દંડક (પેજ-૩ ઉપર આવેલ આલાવો) ત્રણવાર ઉચ્ચરાવે.
પછી-ખમા૦ ઇચ્છકારિ ભગવન્! પસાયં કિચ્ચા મમ સવ્વવિરઇ દંડકં ઉચ્ચરાવેહ? (ગુરુ ઉચ્ચરાવેમિ) ઇચ્છં, ગુરુ-નવકારપૂર્વક કરેમિ ભંતે ત્રણવાર ઉચ્ચરાવે, શિષ્ય-પાછળ મનમાં બોલે.
કરેમિ ભંતે સામાઇયં સવ્વં સાવજ્જં જોગં પચ્ચક્ખામિ, જાવજ્જીવાએ તિવિહં તિવિહેણં, મણેણં વાયાએ કાયેણં, ન કરેમિ, ન કારવેમિ, કરંતંપિ અન્નં ન સમણુજ્જાણામિ, તસ્સ ભંતે! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ.
(મંત્રેલો વાસક્ષેપ ચોખામાં ભેળવીને ચોખા સંઘને આપવા)
સર્વને માટે
(૧) ખમા૦ ઇચ્છ૦ ભ૦! તુમ્હે અમ્હં સમ્મત્ત-સામાયિયં, સવ્વવિરઇ-સામાયિયં (પંચમહવ્વયં રાઇભોયણવેરમણં છટ્ઠં દેશવિરઇ-સામાયિયં, સુય-સામાયિયં તિત્થમાલં) આરોવેહ? (ગુરુ-આરોવેમિ) ઇચ્છં, (અહિં તીર્થમાળ પહેરાવવી)
(૨) ખમા૦ સંદિસહ કિં ભણામિ? (ગુરુ-વંદિત્તા પવેહ) ઇચ્છં.
(૩) ખમા૦ ઇચ્છ૦ ભ૦! તુમ્હે અમ્હં સમ્મત્ત-સામાયિયં, સવ્વવિરઇ-સામાયિયં (પંચમહવ્વયં રાઇભોયણવેરમણં છટ્ઠં દેસવિરઇ-સામાયિયં, સુય-સામાયિયં, તિત્થમાલં) આરોવિયં ઇચ્છામો અણુસટિં્ઠ (ગુરુ-આરોવિયં આરોવિયં ખમાસમણાણં હત્થેણં સુત્તેણં અત્થેણં તદુભયેણં સમ્મં ધારિજ્જાહિ અન્નેસિં ચ પવજ્જાહિ ગુરુગુણેહિં વુડિ્ઢજ્જાહિ, નિત્થારગપારગા હોહ) તહત્તિ.
(૪) ખમા૦ તુમ્હાણં પવેઇયં સંદિસહ સાહૂણં પવેમિ? (ગુરુ-પવેહ) ઇચ્છં.
(૫) નાણની ચારે બાજુ એકેક નવકાર ગણતાં અને ગુરુને ‘‘મત્થએણ વંદામિ’’ કહેતાં ત્રણ પ્રદક્ષિણા આપે. ગુરુ પ્રમુખ ચતુર્વિઘ સંઘ ત્રણવાર વાસક્ષેપ કરે)
ગુરુવાક્ય-સમ્મત્ત-સામાયિયં, સવ્વવિરઇ-સામાયિયં, (દેસવિરઇ-સામાયિયં, સુય-સામાયિયં થિરીકરાવણીયં નિત્થારગ-પારગા હોહ. ગુરુવાક્ય-પંચમહવ્વયં છટ્ઠં રાઇભોયણવેરમણં૦ (તિત્થમાલં) આરોવિયં-નિત્થારગપારગા હોહ. શિષ્ય-ઇચ્છામો અણુસટિં્ઠ, કહે.
(૬) ખમા૦ તુમ્હાણં પવેઇયં સંદિસહ કાઉસ્સગ્ગં કરેમિ? (ગુરુ-કરેહ) ઇચ્છં.
(૭) ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦!
સમ્મત્ત-સામાયિયં, સવ્વવિરઇ-સામાયિયં, (દેસવિરઇ-સામાયિયં, સુય-સામાયિયં, થિરીકરાવણીયં.
પંચમહવ્વયં રાઇભોયણવેરમણં છટ્ઠં (તિત્થમાલં) આરોવાવણીયં કરેમિ કાઉસ્સગ્ગં-અન્નત્થ૦ એક લોગસ્સ (સાગરવરગંભીરા)નો કાઉસ્સગ્ગ૦ પારી પ્રગટ લોગસ્સ૦ બે વાંદણા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! બેસણે સંદિસાહઉં? (ગુરુ-સંદિસામિ) ઇચ્છં, ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! બેસણે ઠાઉં? (ગુરુ૦ઠાએહ) ઇચ્છં, ખમા. અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડં.
લઘુ-વડી દીક્ષાવાળા માટે
ખમા૦ ઇચ્છા૦ સં૦ ભ૦! મમ નામ ઠવણં કરેહ? ગુરુ નામ થાપે.
દિગ્બંધ આ પ્રમાણે-નવકાર૦- કોટિગણ, વયરીશાખા, ચાન્દ્રકુલ, આચાર્ય…..ઉપાધ્યાય….(પ્રવર્તિની….) અમુકના શિષ્ય-શિષ્યા તરીકે તમારૂં નામ મુનિ…..સાધ્વી….,સ્થાપન કરવામાં આવે છે. (આ પ્રમાણે ત્રણવાર બોલી વાસક્ષેપ કરે)
યોગમાં હોય તો પવેણું કરાવવું, યોગમાં ન હોય તો પણ કોઇક પવેણું કરાવે છે.
ખમા૦ અવિધિ આશાતના૦ (પડદો) ખમા૦ સજ્ઝાય અને ઉપયોગના આદેશ માગવા, પછી ગુરૂવંદન અને પચ્ચક્ખાણ૦ પછી બહુવેલના આદેશ માગવા.
પછી અચિત્તરજ ઓહડ્ડાવણાર્થે ચાર લોગસ્સનો (સાગરવરગંભીરા) કાઉસ્સગ્ગ૦ પારી પ્રગટ લોગસ્સ૦
પછી સંઘ નૂતનદીક્ષિતને વંદન કરી વસ્ત્રાદિ વહોરાવે, પછી નૂતન દીક્ષિત-ખમા૦ ઇચ્છકારિ ભગવન્! પસાયં કિચ્ચા હિતસિક્ખં પસાયં કરાવેહ (ગુરુ કરેમિ) (ગુરુ-ઉપદેશ આપે)
પછી શિષ્યને ઇશાન ખુણા તરફ ચલાવે. વાજતે ગાજતે જિનમંદિરે જાય, ચૈત્યવંદન કરી વસતિમાં આવી ઇશાન સન્મુખ મુખ રાખી અષ્ટોત્તરશત નમસ્કાર મહામંત્ર ગણે.
લઘુ યોગોદ્વહન યંત્ર
શ્રી આવશ્યક શ્રુતસ્કંધે દિ૦ ૮, નંદિ-૨
દિન ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮
અધ્ય. શ્રુ.ઉ.નં.૧ ૨ ૩ ૪ ૫ ૬ શ્રુ.સ. શ્રુ.અ.નં.
કાઉ. અ૪ તપ ૩ ૩ ૩ ૩ ૩ ૧-તપ ૧-તપઅ શ્રુતસ્કંધ ઉદ્દેશાની નંદિમાં કાઉસ્સગ્ગ-૧, પછી પ્રથમ અધ્યયનના ઉદ્દેશ સમુદ્દેશ અને અનુજ્ઞાના કાઉસગ્ગગ્ગ-૩, મળી કાઉસગ્ગ ચાર.
આગમ વાંચન વિધિ
શ્રી કલ્પસૂત્ર વાંચતા પહેલા કરવાનો વિધિ :-
વસ્તી સો ડગલાની જોઈ પ્રથમ સ્થાપનાજી ખુલ્લા કરવા પછી ખમાસમણ દઇ ઇરિયાવહિયં કરવા પછી ખમાસમણ આપી ઇચ્છા-સદિ.-ભગવન્, વસતિ પવેઉં?
ઇચ્છં પછી ખમા. ભગવન્, સુદ્ધા વસહી પછી ખમા ઇચ્છા. સંદિ. ભગવન્
અનુયોગ આઢવાવણીયં મુહપત્તિ પડિલેઉં? ઇચ્છં કહી મુહપત્તિ પડિલેહવી
પછી બે વાંદણા આપવા. પછી ખમા ઇચ્છા. સંદિસહ ભગવન્, અનુયોગ આઢવું
ઇચ્છં કહી ઇચ્છા. સંદિસહ. ભગવન્, અનુયોગ આઢવાવણી કાઉસગ્ગં કરૂં?
ઇચ્છં કહી અનુયોગ આઢવાવણીયં કરેમિ કાઉસગ્ગં અન્નત્થ. કહી એક
નવકારનો કાઉસગ્ગ કરી પાર્યા વગર પ્રગટ એક નવકાર ગણવો પછી બે
વાંદણાં આપીને બેસણે સંદિસાઉં? બેસણે ઠાઉં ના બે આદેશ માંગીને ખમા.
આપી અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં દેવું.
વાસક્ષેપ મંત્રવાની વિધિ
અનામિકા આંગળીથી પહેલાં તો વાસના થાળમાં વચ્ચે ત્રણ આંટા દક્ષિણાવર્તના આકારે કરીને, ઉપર સ્વસ્તિક અને તેની મધ્યમા ઓં ને આલેખી (૧) પૂર્વથી પશ્ચિમ સુધી (૨) દક્ષિણથી ઉત્તર સુધી (૩) ઇશાનથી નૈઋત્ય સુધી (૪) અને અગ્નિથી વાયવ્ય સુધી, એમ ચાર-રેખાઓ કરી આઠ આરાવાળું ચક્ર આલેખે. તેના મધ્યમાં મૂળબીજ હ્રીઁ ને આલેખી, છેડેથી ત્રણ આંટા દક્ષિણાવર્તના આકારે કરી આવર્તને છેડે ક્રૌં ને આલેખી હ્રીઁ ની સામે પૂર્વ દિશામાં ઓં હ્રીઁ નમો અરિહંતાણં ની સ્થાપના મનથી જ મંત્રાક્ષરોનું ચિન્તવન કરતો કરે, પછી તે જ રીતે અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય અને પશ્ચિમમાં અનુક્રમે ઓઁ હ્રીઁ નમો સિદ્ધાણં થી ઓઁ હ્રીઁ નમો લોએ સવ્વસાહૂણં સુધીનાં ચાર પદોની સ્થાપના ચિન્તવે, વાયવ્યમાં ઓઁ હ્રીઁ નમો દંસણસ્સ, ઉત્તરમાં ઓઁ હ્રીઁ નમો નાણસ્સ અને ઇશાનમાં ઓઁ હ્રીઁ નમો ચારિત્તસ્સ પદની સ્થાપના મનથી જ કરે, પછી આચાર્ય સૂરિમંત્રને, ઉપાધ્યાય પાઠકમંત્રને અને તે સિવાયના બીજા વર્ધમાનવિદ્યાને સ્મરણ કરતા સાત મુદ્રાઓથી વાસને સ્પર્શ કરે.
ઇતિ વાસક્ષેપ મંત્રવાની વિધિ
વર્ધમાનવિદ્યા
અૈં નમો અરિહંતાણં, ૐ નમો સિદ્ધાણં, ૐ નમો આયરિયાણં, ૐ નમો ઉવજ્ઝાયાણં, ૐ નમો લોએ સવ્વસાહૂણં, ૐ નમો અરહઓ ભગવઓ મહઇ મહાવીર વદ્ધમાણસામિસ્સ સિજ્ઝઉ મે ભગવઇ મહઇ મહાવિજ્જા, વીરે વીરે મહાવીરે જયવીરે સેણવીરે વદ્ધમાણવીરે, જયે વિજયે જયંતે અપરાજિએ અણહિએ, ૐ હ્રીઁ ઠઃ ઠઃ ઠઃ સ્વાહા.
સાત-મુદ્રા (૧) પરમેષ્ઠિ (૨) ધેનુ (૩) સૌભાગ્ય (૪) ગરૂડ (૫) પદ્મ (૬) મુદ્ગર (૭) અંજલી મુદ્રા.
સ્થાપનાચાર્ય પ્રતિષ્ઠા વિધિ
(૧) શાંતિસ્નાત્ર :- અષ્ટોત્તરી કે સિદ્ધચક્ર પૂજન વખતે પણ નવગ્રહાદિના પૂજન પૂર્વે નવગ્રહાદિનું આહ્વાન કરતાં પૂર્વે નીચેનો પાઠ બોલવો…
‘શ્રી સ્થાપનાચાર્ય અંજન પ્રતિષ્ઠાવિધિ પ્રસંગે અત્ર આગચ્છ આગચ્છ’
(૨) ઉપર મુજબ નવગ્રહાદિના પૂજન વખતે આહ્વાન કર્યુ હોય તો શાંતિસ્નાત્રાદિની વિધિ બાદ વિસજર્ન વિધિ પૂર્વે સ્થાપનાજીની પ્રતિષ્ઠા થવી જોઈએ, એવું મુહૂર્ત ન આવતું હોય તો બોલેલા પાઠનો કોઈ અર્થ નથી.
(૩) ઉપર મુજબ શાંતિસ્નાત્રાદિમાં મૂકવું શક્ય ન હોય તો પ્રતિષ્ઠાસમય પૂર્વે સ્નાત્ર ભણાવી સ્થાપનાજીને સર્વૌષધિથી અભિષેક કરવા…
(૪) નવા સ્થાપનાજીને ૧૮ અભિષેક કરવા આવશ્યક છે… પ્રતિષ્ઠા બાદ થાય તો અતિશ્રેષ્ઠ કારણે પહેલા પણ કરી શકાય…
(૫) પ્રતિષ્ઠાના સ્થાને વિધિકાર ભૂમિશુદ્ધિ ગોમૂત્ર-સોનાવણી-દુધપાણી (ગમેતે ૧) થી કરે…
(૬) પ્રતિષ્ઠાચાર્ય અને સ્થાપનાચાર્ય ઉપર ચંદરવો બાંધે…
(૭) અંજન-પ્રતિષ્ઠાની યોગ્યતાવાળા ગુણવાન આચાર્ય-ઉપાધ્યાય-પંન્યાસ કોઈપણ પ્રતિષ્ઠા કરી શકે તેમને પોતાના ચંદ્રબળાદિ જોઈ દ્વિસ્થભાવ યા સ્થિરનવમાંશે મંત્રોચ્ચાર પૂર્વક પ્રતિષ્ઠા કરે…
(૮) પ્રતિષ્ઠાચાર્ય હાથ-પગની શુદ્ધિ કરે… સદૃશ લાક્ષણિક વસ્ત્ર પરિધાન કરે… તેઓને વિધિકાર કંકણ-મુદ્રિકાદિ ચિહ્ન કરે…
(૯) નવીન સ્થાપનાજી બને તો ચાંદીના થાળમાં પધરાવી કપડું ઢાંકે…
(૧૦) અખંડ ધૂપ-દીપ સાથે પડદામાં ગુરુ મૂળમંત્રથી પ્રતિષ્ઠા કરે…
(૧૧) પ્રતિષ્ઠાવિધિ પૂર્ણ થાય ત્યાં સુધી વાજિંત્રાદિના મંગળ ધ્વનિ કરે…
(૧૨) ઈરિયાવહિયે…
(૧૩) ‘શ્રી તીર્થંકર ગણધર પ્રસાદાત્ મમ એષ યોગ ફલતુ’ (૩ વાર…)
(૧૪) ભૂમિશુદ્ધિ… ‘ૐ ભૂરસિ ભૂતધાત્રિ સર્વભૂતહિતે ભૂમિશુદ્ધિં કુરુ કુરુ સ્વાહા’ ૩
(૧૫) શરીરશુદ્ધિ… ‘ૐ અમલે વિમલે સર્વતીર્થજલે પઃ પઃ પાં પાં વાં વાં અશુચિઃ શુચિર્ભવામિ સ્વાહા…’ (૩ વાર…)
(૧૬) વસ્ત્રશુદ્ધિઃ- ‘ૐ હ્રીઁ ઝ્વીઁ ક્ષ્વીઁ પાઁ પાઁ વસ્ત્રશુદ્ધિં કુરુ કુરુ સ્વાહા.’ ૩
(૧૭) પંચપરમેષ્ઠીના પાંચ પદની જમણા હાથની આંગળીઓમાં ક્રમશઃ સ્થાપના… ૩ વાર અંગુઠો… તજર્ની… મધ્યમા… અનામિકા… કનિષ્ઠા… ૐ નમો અરિહંતાણં… નમો સિદ્ધાણં… ૫ પદો…
(૧૮) ડાબાહાથથી દુઃસ્વપ્નાદિના રક્ષણાર્થે ૩ વાર કુરુકુલ્લેની સ્થાપના… ૐ લલાટે… કુ ડાબાખભે… રુ ડાબાપેટે (કુક્ષી)… કુ ડાબાપગે… જમણાપગે… સ્વા. જમણી કુક્ષી… હા જમણાખભે સ્પર્શ કરવો… સીધુ-ઉલ્ટું ૩ વાર…
(૧૯) કલ્મષદહનઃ- બે હાથ બે ભૂજા પર રાખી ૩ વાર… ‘ૐ વિદ્યુસ્ફુલિઙ્ગે મહાવિદ્યે સર્વકલ્મષં દહ દહ સ્વાહા…’
(૨૦) હૃદયશુદ્ધિઃ- ડાબોહાથ હૃદયપર રાખી ૩ વાર… ‘ૐ વિમલાય વિમલચિત્તાય ઝ્વીં ક્ષ્વીં સ્વાહા…’
સકલીકરણ, ૩ વાર… ક્ષિ પ ઊં સ્વાહા… ૐ હ્રાઁ નમો અરિહંતાણં હૃદયે…
ૐ હ્રીઁ નમો સિદ્ધાણં લલાટે…
ૐ હ્રૂઁ નમો આયરિયાણં મસ્તકે…
ૐ હ્રૌ ઁ નમો ઉવજ્ઝાયાણં બે બાહુમાં…
ૐ હ્રઃ નમો લોએ સવ્વસાહૂણં શસ્ત્રમુદ્રા આયુધ…
(૨૧) ૧ વાર યા ૩ વાર આહ્વાનઃ- ‘શ્રી ચતુર્વિંશતિ જિન શ્રી ગૌતમસ્વામી શ્રી પુણ્ડરિકસ્વામી હસ્તેનેયં ક્રિયમાણા સ્થાપનાચાર્ય પ્રતિષ્ઠા શાશ્વતપ્રતિમાવત્ સ્થિરા ભવતુ અત્ર પ્રસઙ્ગે દશદિગ્પાલાઃ ચતુર્લોકપાલાઃ નવગ્રહા ભવનપત્યાદિ ચતુર્નિકાયદેવદેવ્યઃ સમ્યગ્દૃષ્ટયઃ અત્ર આગચ્છન્તુ૨ તિષ્ઠન્તુ૨ સર્વે સન્નિહિતા ભવતુ સમ્યક્ શાંતિ તુષ્ટિ પુષ્ટિ દ્યૃતિ મતિ કીર્તિ કાંત્યાદિ કારકા ભવન્તુ.’
(૨૨) નવગ્રહાદિ પૂજનમાં સ્થાપનાચાર્યજી મૂકેલા હોય તો ઉપરના મંત્રમાં આગચ્છન્તુ અને તિષ્ઠન્તુ પાઠ ન બોલવો…
(૨૩) શ્રી સ્થાપનાચાર્ય પ્રતિષ્ઠા નિમિત્તે દેવવંદન કરું? ઇચ્છે…ૐ નમો પાર્શ્વનાથાય… વગેરે નંદીના દેવવંદનની જેમ શ્રી શાંતિનાથ આરાધનાર્થં કરેમિ કાઉસ્સગ્ગં… વંદણવત્તિયાએ… અન્નત્થ… ૧
લોગસ્સ સાગરવરગંભીરા… શ્રી શાંતિ શ્રુતશાંતિ પ્રશાંતિ…. સ્તુતિ… પછી
શ્રી શ્રુતદેવતા આરાધનાર્થં કરેમિ કાઉ. ૧ નવકાર… વદવદતિ ન…
શ્રી શાંતિદેવતાયૈ કરેમિ કાઉ. ૧ નવકાર…
શ્રી ચતુર્વિધ સંઘસ્ય શાસનોન્નતિ કારિણી
શિવશાંતિકરી ભૂયાત્ શ્રીમતી શાંતિદેવતા…
શ્રી શાસનદેવતા આરાધનાર્થં કરેમિકાઉ. ૧ નવકાર… ઉપસર્ગવલયનનિરતા…
શ્રી ભવનદેવતાયૈ કરેમિ કાઉ. ૧ નવકાર… જ્ઞાનાદિ ગુણયુતાનામ્…
શ્રી ક્ષેત્રદેવતાયૈ કરેમિ કાઉ. ૧ નવકાર… યસ્યાઃ ક્ષેત્રં
સમાશ્રિત્ય…
(૨૪) શ્રી અમ્બિકાયૈ કરેમિ કાઉ. ૧ નવકાર…
અમ્બાબાલાંકિતાંકાસૌ સૌખ્ય ખ્યાતિં દદાતુ નઃ
માણિક્ય રત્નાલંકાર ચિત્ર સિંહાસન સ્થિતા;
શ્રી અચ્છુપ્તાયૈ કરેમિ કાઉ. ૧ નવકાર
ચતુર્ભુજા તડિત્વર્ણા કમલાક્ષી વરાનના
ભદ્રં કરોતુ સંઘસ્યાઽચ્છુપ્તા તુરગવાહના;
સમસ્ત વૈયાવચ્ચગરાણં થી સંપૂર્ણ જયવીયરાય… નંદીના દેવવંદનવત્…
(૨૫) ‘ૐ ૐ નમઃ’ કપડા પર વાસક્ષેપ નાંખી કપડું ખોલવાનું…
(૨૬) પંચ પરમેષ્ઠી આહ્વાન વગેરે ૩ – ૩ વાર બોલવા…
(૧) આહ્વાહન મુદ્રા
ૐ હ્રીઁ શ્રીઁ અર્હઁ અર્હન્તો ભગવન્ત એષુ સ્થાપનાચાર્યાદિષુ અવતરન્તુ૨.. સંવૌષટ્….
ૐ હ્રીઁ શ્રીઁ અર્હઁ સિદ્ધા ભગવન્ત એષુ સ્થાપનાચાર્યાદિષુ અવતરન્તુ૨.. સંવૌષટ્….
ૐ હ્રીઁ શ્રીઁ અર્હઁ આચાર્ય ભગવન્ત એષુ સ્થાપનાચાર્યાદિષુ અવતરન્તુ૨.. સંવૌષટ્….
ૐ હ્રીઁ શ્રીઁ અર્હઁ ઉપાધ્યાયા ભગવન્ત એષુ સ્થાપનાચાર્યાદિષુ અવતરન્તુ૨.. સંવૌષટ્….
ૐ હ્રીઁ શ્રીઁ અર્હઁ સાધવો ભગવન્ત એષુ સ્થાપનાચાર્યાદિષુ અવતરન્તુ૨.. સંવૌષટ્….
સ્થાપના મુદ્રા… પૂર્વવત્ ઇં પણ અવતરન્તુને બદલે તિષ્ઠન્તુ ઠઃ ઠઃ।
ૐ હ્રીઁ શ્રીઁ અર્હઁ અર્હન્તો ભગવન્ત એષુ સ્થાપનાચાર્યાદિષુ તિષ્ઠન્તુ ઠઃ ઠઃ।
ૐ હ્રીઁ શ્રીઁ અર્હઁ સિદ્ધા ભગવન્ત એષુ સ્થાપનાચાર્યાદિષુ તિષ્ઠન્તુ ઠઃ ઠઃ।
ૐ હ્રીઁ શ્રીઁ અર્હઁ આચાર્ય ભગવન્ત એષુ સ્થાપનાચાર્યાદિષુ તિષ્ઠન્તુ ઠઃ ઠઃ।
ૐ હ્રીઁ શ્રીઁ અર્હઁ ઉપાધ્યાય ભગવન્ત એષુ સ્થાપનાચાર્યાદિષુ તિષ્ઠન્તુ ઠઃ ઠઃ।
ૐ હ્રીઁ શ્રીઁ અર્હઁ સાધવો ભગવન્ત એષુ સ્થાપનાચાર્યાદિષુ તિષ્ઠન્તુ ઠઃ ઠઃ।
સંનિધાન મુદ્રા :- ઉપર મુજબ ફક્ત તિષ્ઠન્તુ ઠઃ ઠઃ ને બદલે અત્રૈવ સન્નિહિતા ભવન્તુ વષટ્।।
અવગુંઠનમુદ્રા :- ઉપર મુજબ ફક્ત તિષ્ઠન્તુ ઠઃ ઠઃ ને બદલે અત્રૈવ સ્થાતવ્યમ્।।
તજર્ની મુદ્રા :- ઉપર મુજબ ફક્ત તિષ્ઠન્તુ ઠઃ ઠઃ ને બદલે પરેષામ્ મિથ્યાદૃશાં અદૃશ્યા ભવન્તુ।
છોટીકા :- પૂર્વ – દક્ષિણ – પશ્ચિમ – ઉત્તર – ઉપર – નીચે..
અ-આ ઇ-ઈ ઉ-ઊ એ-ઐ ઓ-ઔ અં-અઃ
અક્ષરો બોલવા દ્વારા ૨-૨ ચપટી વગાડવી
ધેનુમુદ્રા :- ઉપર મુજબ ફક્ત તિષ્ઠન્તુ ઠઃ ઠઃ ને બદલે અમૃત ક્ષરન્ત્યા સંજિવી ભવન્તુ૨.
અંજલિમુદ્રા (અર્ધ્યમુદ્રા) :- ઉપર મુજબ ફક્ત તિષ્ઠન્તુ ઠઃ ઠઃ ને બદલે… ગન્ધાદ્યર્ધ્યં ગૃહ્ણન્તુ૨ સંઘસ્ય શાંતિતુષ્ટિં પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કુર્વન્તુ સ્વાહા.
પ્રતિષ્ઠાચાર્ય ક્રમશઃ ચંદન – કેસર અને ઉત્તમ દ્રવ્યથી બધાજ અક્ષને સંપૂર્ણ વિલેપન કરે…
વિધિકારક પુષ્પ-ધૂપ-દીપ-અક્ષત-નૈવેદ્ય-ફળ પૂજા કરે…
પ્રતિષ્ઠાચાર્ય ૭ યા ૨૧ વાર સૂરિમંત્ર ગણી બધા અક્ષ પર વાસક્ષેપ કરે અને વિધિકાર અક્ષતથી વધાવે…
પ્રતિષ્ઠાચાર્ય સૌભાગ્યમુદ્રાથી નીચેનો સૌભાગ્ય મંત્ર ૩ વાર ગણી બધે વાસક્ષેપ કરે..
‘ૐ નમો વગ્ગુ વગ્ગુ નિવગ્ગુ નિવગ્ગુ સમુણે સોમણસે મહુ મહુરે જયન્તે અપરાજિએ સ્વાહા’
સૌભાગ્ય મુદ્રાથી અરિહંત પદનો મંત્ર ૭ વાર ભણે…
‘ૐ નમો અર્હતે જિનાય રજોહનનાયઽઘોર સ્વભાવાય નિરતિશય પૂજાહરય અરુહાય ભગવતે હ્રાઁ અર્હંત્પરમેષ્ઠિને નમઃ હ્રીઁ શ્રીઁ અર્હઁ અર્હન્તો ભગવન્ત એષ સ્થાપનાચાર્યાદિષુ અવતરન્તુ૨ સંઘસ્ય શાંતિ તુષ્ટિં પુષ્ટિં ઋદ્ધિં વૃદ્ધિં કુર્વન્તુ૨ સ્વાહા.
પરમેષ્ઠી મુદ્રાથી સિદ્ધપદનો મંત્ર ૭ વાર ભણે…
ૐ નમો સ્વયમ્ભુવે અજરાય મૃત્યુંજયાય નિરામયાય અનિધનાય ભગવતે નિરંજનાય સિદ્ધ પરમેષ્ઠિને સ્વાહા ૐ હ્રીઁ શ્રીઁ અર્હઁ સિદ્ધા ભગવન્ત એષુ સ્થાપનાચાર્યાદિષુ અવતરન્તુ અવતરન્તુ સંઘસ્ય શાંતિ તુષ્ટિં પુષ્ટિં ઋદ્ધિ વૃદ્ધિ કુર્વન્તુ સ્વાહા.
(૩૩) પ્રવચન મુદ્રાથી આચાર્યપદનો મંત્ર ૭ વાર ભણે…
‘ૐ નમઃ પઞ્ચવિધાચારવેદિને તદાચરણશીલાય તત્પ્રવર્તકાય હ્રૂઁ આચાર્ય પરમેષ્ઠિને સ્વાહા ૐ હ્રીઁ શ્રીઁ અર્હઁ આચાર્યા ભગવન્ત એષુ સ્થાપનાચાર્યાદિષુ અવતરન્તુ૨ સંઘસ્ય શાંતિ તુષ્ટિં પુષ્ટિં ઋદ્ધિં વૃદ્ધિં કુર્વન્તુ સ્વાહા.’
(૩૪) ધેનુમુદ્રાથી ઉપાધ્યાય પદનો મંત્ર ૭ વાર ભણે…
‘ૐ નમો દ્વાદશાંગ પરમ સ્વાધ્યાય સમૃદ્ધાય તત્પ્રદાનોદ્યતાય હ્રૌં ઉપાધ્યાય બ્રહ્મણે સ્વાહા ૐ હ્રીઁ શ્રીઁ અર્હઁ ઉપાધ્યાયા ભગવન્ત એષુ સ્થાપનાચાર્યાદિષુ અવતરન્તુ૨ સંઘસ્ય શાંતિ તુષ્ટિં પુષ્ટિં ઋદ્ધિં વૃદ્ધિં કુર્વન્તુ સ્વાહા.’
(૩૫) અંજલિમુદ્રાથી સાધુપદનો મંત્ર ૭ વાર ભણે…
‘ૐ નમઃ સ્વર્ગાપવર્ગ સાધકાય હ્રઃ સાધુ મહાત્મને સ્વાહા ૐ હ્રીઁ શ્રીઁ અર્હઁ સાધવો ભગવન્ત એષુ સ્થાપનાચાર્યાદિષુ અવતરન્તુ૨ સંઘસ્ય શાંતિ તુષ્ટિં પુષ્ટિં ઋદ્ધિં વૃદ્ધિં કુર્વન્તુ સ્વાહા.’
દરેક અક્ષને હસ્ત સ્પર્શ-કેસર છાંટણા – વાસક્ષેપ – અક્ષતક્ષેપ કરવો…
(૩૬) મુહૂર્તના સમયેઃ- ‘૧ નવકાર અને ૐ નમો આયરિયાણં ભગવન્તાણં નાણીણં દંસણીણં ચરિત્તીણં પંચવિહાયાર સુટ્ઠિયાણં આયરિયા ભગવન્તો ઇહ અવતરન્તુ અવતરન્તુ સાહુ – સાહુણી – સાવિય સાવિયા કયં પૂયં પડિચ્છન્તુ૨ સવ્વસિદ્ધિં દિસન્તુ૨ સ્વાહા.’ ૭ વાર ભણી અનામિકાથી કેસર છાંટણા અને વાસક્ષેપ કરવો…
(૩૭) ૭-૨૧ કે ૧૦૮ વાર સૂરિમંત્રથી વર્ધમાનવિદ્યા ભણી વાસક્ષેપ…
(૩૮) શસ્ત્રમુદ્રાથી હસ્તસ્પર્શ – મનાક્ આસન ચલન… આજ્ઞાહીનં ક્રિયા હીનં મંત્રહિનં ચ યત્કૃતમ્ તત્સર્વં કૃપયાદેવ! ક્ષમસ્વ પરમેશ્વર!
આહ્વાનં નૈવ જાનામિ ન ચ જાનામિ વિસજર્નમ્ પૂજાવિધિં ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર।।
સૌખ્યંદેહિ જયંદેહિ, રાજ્યમાનં ચ દેહિ મે દેહિ મે વિપુલા લક્ષ્મી સર્વારોગ્યં ચ દેહિ મે।।
(૩૯) શ્રી ચતુર્વિંશતિજિન શ્રી ગૌતમસ્વામી શ્રી પુણ્ડરીકસ્વામી હસ્તેન કૃતાઇયં સ્થાપનાચાર્ય પ્રતિષ્ઠા શાશ્વતપ્રતિમાવત્ સ્થિરા ભવતુ, દશદિગ્પાલઃ, ચતુર્લોકપાલા – નવગ્રહાઃ- ભવનપત્યાદિ ચતુર્નિકાય દેવ દેવ્યઃ સમ્યગ્દૃષ્ટયઃ સર્વે સન્નિહિતા ભવન્તુ સમ્યક્ શાંતિ તુષ્ટિ પુષ્ટિ ધૃતિ મતિ કીર્તિ કાંત્યાદિ કારકા ભવન્તુ પુનરાગમનાય સ્વસ્થાનં ગચ્છતુ૨…. વિસજર્ન મુદ્રા… અવિધિ આશાતના…
(૪૦) વિધિકારક આરતી – મંગળદીવો – શાંતિકળશ કરે…
(૪૧) શક્ય હોયતો પ્રતિષ્ઠાચાર્ય ૧૦૮ વાર સૂરિમંત્ર ગણી વાસક્ષેપ કરે…
નવકારવાળી મંત્રવાની વિધિ
નીચેની ગાથા ૧૦૮ વાર બોલવા પૂર્વક
૧૦૮ વાર નવકારવાળી ઉપર વાસક્ષેપ કરવો.
ગાથા – ૐ રત્નૈઃ સુવર્ણૈર્બીજૈર્યા, રચિતા જપમાલિકા
સર્વગાત્રેષુ સર્વાણિ, વાંછિતાનિ પ્રયચ્છતુ-૧
નવકારવાળી ગુરુપુષ્યના યોગમાં મંત્રિત કરવી.
નવકારવાળીને સપ્ત મુદ્રાઓ બતાવવી.
રક્ષા પોટલી મંત્રવાની વિધિ
મંત્ર – ૐ હૂઁ ક્ષુઁ ક્ષૂઁ ફુટ્ કિરિટિ કિરિટિ ઘાતય ઘાતય, પરકૃત વિઘ્નાન્ સ્ફેટય સ્ફેટય, સહસ્રખણ્ડાન્ કુરુ કુરુ પરમુદ્રાં છિન્દ છિન્દ પરમંત્રાન્ ભિન્દ ભિન્દ હૂઁ ક્ષઃ સ્વાહા। આ મંત્રથી વાસક્ષેપ સાત વાર મંત્રીને રક્ષા પોટલી ઉપર નાંખવો… શ્રી વર્ધમાન વિદ્યા શ્રી સૂરિમંત્ર થી મંત્રિત કરવી અને મુદ્રાઓ વગેરે બતાવવી જોઇએ.
ચાતુર્માસ પ્રવેશ વગેરે પ્રસંગ પર
નગર પ્રવેશની વિધિ
પ્રાથમિક વિધિ-પ્રવેશના એક દિવસ પહેલાં સાંજે થોડી માટી અને ૧૧કાંકરી લાવવી (વડીલ અને વક્તા અલગ હોય તો ૬ કાંકરી અધિક લેવી) તેને રાતે અથવા પ્રવેશ દિનના પ્રાતઃકાલે માટી તથા એકેક કાંકરીને નવ વખત શ્રી વર્ધમાન વિદ્યાથી અભિમંત્રિત કરીને પોતાની પાસે રાખવી. સવારે મંગલ કરી, પૂજ્ય ગુરુદેવ તથા આજ્ઞા આશીર્વાદદાતા ગુરુદેવને વંદનાદિ કરવું આવેલ વાસક્ષેપ લેવો અને… સહવર્તિઓને પણ વાસક્ષેપ કરવો.
શુકન લઇ મુહૂર્તના સમય પહેલા જ્યાંથી નગર પ્રવેશ કરવાનો હોય, ત્યાં પહોંચી જવું.
પ્રવેશ સ્થાન પર કરવાની વિધિ
ઇરિયાવહિયં કરવા. બધાએ બેસીને ભાવમંગલ સ્વરૂપ નમસ્કાર મહામંત્ર ઉવસગ્ગહરં સ્તોત્ર આદિ સ્તોત્ર તથા મંત્ર-વિદ્યાનું સ્મરણ કરવું.
ત્યારબાદ બની શકે તો બધાએ અથવા વડીલઅવક્તાએ જે દિશા સન્મુખ પ્રવેશ કરવાનો હોય તે દિશાની હદ પર ઊભા રહીને ક્ષેત્રદેવતા (ગામ-નગર દેવતા) ને આહ્યાનાદિ કરવા પછી… ખિત્તદેવયાએ કરેમિ કાઉઅન્નત્થ… એક નવકારનો કાઉ કરવો પછી ‘યસ્યાઃ ક્ષેત્રં’ સ્તુતિ કહી નવકાર બોલવો. પછી ક્ષેત્રપાલનો મંત્ર ત્રણવાર બોલીને ત્રણવાર ભૂમિપર વાસક્ષેપ કરી તેમની નગરપ્રવેશ માટે અનુમતિ લેવી. ત્યારબાદ ભૂમિપર સંક્ષિપ્તથી નામ નિર્દેશ સાથે નવગ્રહ-દશદિક્પાલનું વાસક્ષેપ કરવા દ્વારા વિધાન કરવું. ત્યારબાદ…. અભિમંત્રિત કરેલી એકેક કાંકરીને ક્રમશઃ લઈને નીચેનો શ્લોક અને શ્રીધર્મચક્ર વિદ્યા બોલીને વારા ફરતી ચાર દિશા (સન્મુખ દિશાથી પ્રારંભ) અને ઉર્ધ્વ-અધો દિશામાં તે તે કાંકરીનો પ્રક્ષેપ કરવો. (વડીલ અને વક્તાએ)
શ્લોક – ૐ પણ્ડુ ભગદંર દાહં કાસં સાસં ચ સુલ માઇણિ; પાસ પહુપભાવેણ નાસંતિ સયલં રોગાઇં હ્રીં સ્વાહા ૧
વિદ્યા – ૐ નમો ભગવઓ મહઈ મહાવીર વદ્ધમાણ સામિસ્સ જસ્સ વરધમ્મચક્કં જલંતં ગચ્છેઇ આયાસં પાયાલં લોયાણં ભૂયાણં જુએ વા રણે વા રાયગણે વા વારણે બંધણે મોહણે થંભણે સવ્વસત્તાણં અપરાજિઓ ભવામિ સ્વાહા.
પછી… વડીલ સમયાનુસાર મંગલરૂપે નવકાર, ૐ ઋષભ અજિત… ભવન્તુ સ્વાહા, શ્રી ગૌતમાષ્ટક આદિ સંભળાવે ૐ નમો જિણાણં… અર્હતે નમઃ સ્વાહા.
એક વાર અથવા ત્રણવાર સમુહમાં બોલાવે પછી… જમીન પર સળીથી ચોરસ આકાર કરી તેમાં અભિમંત્રિત માટીને મૂકે. પછી… શુભમુહૂર્ત પ્રાપ્ત થયે નીચેના મંત્રનું મનમાં ત્રણવાર સ્મરણ કરવું.
મંત્ર – ૐ નમો અરહંતાણં ૐ નમો ભગવઈએ ચંદાવઈએ મહાવિજ્જાએ ભત્તહાએ ગિરે ગિરે હુલુ હુલુ ચુલુ ચુલુ મયુરવાહિનિએ સ્વાહા। (આ મંત્રનો જાપ સવારે ૧૦૮ વાર કરી લેવો) ત્યાર બાદ શુકન/સ્વરનો નિર્ણય કરી પ્રથમ ચરણ બનાવેલ ચોરસ માં મૂકી શ્રી નવકાર મહામંત્રના સ્મરણ કરતા હર્ષોલ્લાસ સાથે નગરની હદમાં પ્રવેશ કરવો.
(પ્રવેશ કરતી વખતે શ્રાવક ગહૂલી વગેરે કરે તો સારુ) પ્રવેશ કર્યા પછી… નજીકમાં જે વિશાલ વૃક્ષ આવે તેના થડમાં ચાર કાંકરી મૂકાવવી. અને… એક કાંકરી ચાતુર્માસ સુધી વડીલ યા વક્તા પાસે રાખવી. (વિહાર થયે સ્વચ્છ સ્થાન પર મૂકી દેવી)
મકાન પ્રવેશ વિધિ
શ્રી સકલ સંઘ સાથે મકાનના દ્વાર પર આવીને (વડીલ સંક્ષિપ્ત નવગ્રહ-દિક્પાલ પૂજન કરે… ભવનપતિ દેવનું (તે સ્થાનના દેવનું)
પૂજન કરી ભવણ દેવતાનો કાઉ કરે… ‘જ્ઞાનાદિગુણ‘ સ્તુતિ, નવકાર..
ભવનદેવતાની અનુજ્ઞા માંગે) સંઘ ગહૂલી વગેરે કરે. મંગલગીતો ગાવે.
પછી વડીલ મંગલ સ્વરૂપ નવકાર બોલે તથા… ૐ નમો જિણાણં સમૂહમાં બોલાવે… મુહૂર્ત આવેથી સંઘની અનુમતિ લઈને શુકન-સ્વરનો નિર્ણય કરી
શ્રી સૂરિમંત્ર/ શ્રી વર્ધમાનવિદ્યાનું ત્રણવાર સ્મરણ કરીને ઉલ્લાસ અને વાજિંત્રોના નાદ સાથે મકાનમાં મંગલ પ્રવેશ કરે… પછી સ્વસ્થાન પર બેસી શ્રી સંઘને માંગલિક સંભળાવે. સ્વયં શ્રી સૂરિમંત્ર-શ્રી વર્ધમાન વિદ્યાનું મનમાં સ્મરણ કરે. અન્ય મહાત્માઓ પણ સ્થાન પર બેસીને સમયાનુસાર મંગલ કરી લે.
નોટ : નગરપ્રવેશ યા ચાતુર્માસ પ્રવેશ દિવસે મંગલરૂપે આયંબીલ કરવું અને શ્રી સંઘમાં કરાવવા જોઇએ.
જાજમ પાથરવાની વિધિ
જોઈતી વસ્તુઓની યાદી :- (૧) આયંબીલ કરેલી ૮ કુંવારી કન્યાઓ (૧૨વર્ષ સુધીની) (૨) ૫ સોપારી (૩) વાટકીમાં કંકુ (૪) ગૌતમસ્વામીજીનો ફોટો (૫) વાસક્ષેપ વાટકામાં બટવામાં રાખવો (૬) જે પાથરવાની છે તે સ્વચ્છ જાજમ (૭) તાંબાનો પૈસો-સિક્કો (૮) ચોખા ૨૦૦ ગ્રામ (૯) શુદ્ધજલ કળશામાં (૧૦) ગોમૂત્ર વાટકામાં (૧૧) ડાભનું ઘાસ (૧૨) ધરો (૧૩) ફૂલો (૧૪) ચાર/પાંચ પાવલી (૧૫) ધૂપ (૧૬) દીપક.
મંત્ર – ૐ નમો ગોયમસ્સ અક્ખીણ મહાણસસ્સ ભગવન્ ભાસ્કરી હ્રીં શ્રીં વૃદ્ધિં વૃદ્ધિં આનય આનય મમ મનોરથં પૂરય પૂરય સ્વાહા.
ૐ હ્રીં અર્હઁ નમો ગોયમસ્સ સિદ્ધસ્સ બુદ્ધસ્સ અક્ખીણ મહાણસસ્સ લદ્ધિસંપન્નસ્સ ભગવન્ ભાસ્કર મમ મનોવાંછિતં કુરુ કુરુ સ્વાહા.
વિધિ :- સહુ પ્રથમ એક બે સોપારી કંકુવાળી કરવી, ૧ સોપારી, ૧ તાંબાનો પૈસો અને એક ચપટી ચોખા આદિ ઉપરોક્ત મંત્રથી અથવા શ્રીવર્ધમાન વિદ્યાથી ૧૦૮ વાર મંત્રી લેવા, સોપારી જમણા હાથમાં રાખવી અને મંત્ર જાપ થયા પછી સોપારી ઉપર વાસક્ષેપ કરવો. (પૂજ્ય ગુરુ ભગવંત હોય તો તેમની પાસે મંત્રિત કરાવવું)
જમણા હાથની મૂટ્ઠીમાં સોપારી, પૈસો, ચોખાને વાસક્ષેપ લેવો, અને ઉત્તર દિશા કે ઇશાન ખૂણા સામે રાખીને વિધિ કરાવનાર શ્રાવકે રહેવું.
જાજમ પાથરવાનું મુહૂર્ત આવે ત્યારે હાજર રહેલા દરેક ભાગ્યશાળીઓ પાસે ૧૨ નવકાર ગણાવવા.
જાજમ શુદ્ધને ચોક્ખી લેવી, અને તેના પર શ્રી ગૌતમસ્વામીનો મંત્ર ગણી લેવો.
જે કુંવારી કન્યાઓ છે તેમને કપાળમાં તિલક કરવા, શુભ વસ્ત્રો પહેરાવવા, અને જાજમના ૪ છેડા ૪ કન્યાઓના હાથમાં આપવાં.
જાજમ પાથરવાની હોય તે જગ્યા શુદ્ધજલથી અને ગોમૂત્રથી પવિત્ર કરવી.
જાજમ જ્યાં પાથરવાની છે તેની વચ્ચે તેમજ ચાર ખૂણે કંકુના સાથીયા કન્યાઓ પાસે કરાવવા, તથા તેના પર ચોખા ચોટાડવા (નાંખવા)
વચ્ચે મંત્રિત સોપારી મૂકાવવી અને ડાભ ધરો ફુલને ૧। રૂપિયો વચ્ચે મૂકાવવો, તથા ચાર ખૂણે ચાર પાવલી સોપારી ડાભ ધરો ફૂલ મૂકાવવા અને વચલા ભાગમાં ધૂપ દીપ ચાલુ રખાવવા.
ચોખા પૈસા સોપારી વાસક્ષેપ વગેરે જાજમ પાથરતાં પહેલાં ઇશાનખૂણે અથવા ઉત્તરદિશા તરફ જાજમની નીચે ઉછાળવા અને પછી તુરત જ કુંવારી કન્યાઓ દ્વારા જાજમ પથરાવતાં સર્વે જણાં નવકાર ગણતાં ગણતાં જમણો પગ પ્રથમ મુકતાં જાજમ પર જઈને બેસે.
જ્યાં સુધી ઘી બોલવાનું હોય (ઉછામણી કરવાની હોય) ત્યાં સુધી જાજમને ખાલી ન રાખવી, કોઈને કોઈ માણસે વારા ફરતી બેસી રહેવું.
જાજમ પાથરતાં તેની નીચે બરાબર વચ્ચે સાથીયો કરેલ છે તેના પર કોઈનો પગ ન આવે માટે તે જગ્યાએ ટેબલ કે પાટલો મૂકાવી. તેના પર ધૂપ-દીપ મૂકાવવાં.
આઠ કન્યાઓ ને શીખ આપવી.
પછી….શ્રી નવકાર બોલવો. ૐ નમો જિણાણં સ્વાહા સમૂહમાં બોલાવવું,
ત્યારબાદ જય સિરિ વિલાસ. સ્તોત્ર બોલવું આ સ્તોત્ર સાંભળ્યા પછી શ્રાવકો બોલીની શરૂઆત કરે.
આ જાજમની વિધિ રાજસ્થાની ક્ષેત્રોમાં વિશેષ પ્રકારે કરવામાં આવે છે. તે પર્યુષણમાં સુપનનું ઘી બોલતાં પહેલાં અને દેરાસરની પ્રતિષ્ઠા અંજનશલાકા ઉપધાનમાલ, સંઘમાલ વગેરે પ્રસંગોએ ઘી બોલતાં પહેલા કરવામાં આવે છે.
જાપ કરતાં સૂચન અને આવર્તો
ઘાસ ઉપર બેસી જાપ કરે તો પ્રીતિ તુટે
કાષ્ઠ ઉપર બેસી જાપ કરે તો દુર્ભાગી થાય
પત્થર ઉપર બેસી જાપ કરે તો રોગી થાય
ધરતી ઉપર બેસી જાપ કરે તો દુઃખી થાય
વાંસના આસન ઉપર બેસી જાપ કરે તો દરિદ્રી થાય
વ્યાઘ્રચર્મ ઉપર બેસી જાપ કરે તો બંધનથી છૂટે
મૃગચર્મ ઉપર બેસી જાપ કરે તો ધનવૃદ્ધિ થાય
કાંબળી ઉપર બેસી જાપ કરે તો આયુવધે, નિરોગી થાય
વાહન ઉપર બેસી જાપ કરે તો ચિત્ત વિભ્રમ કરે
વસ્ત્ર ઉપર બેસી જાપ કરે તો ધન પ્રાપ્તિ થાય
સૂત્રની માળાથી જાપ કરે તો સુખી થાય
ચાંદી, પરવાળા, માળાથી જાપ કરે તો સૌભાગ્ય થાય
સોના, મોતીની, માળાથી જાપ કરે તો આરોગ્ય થાય
હાડકાં, માટી, કાષ્ઠની માળાથી જાપ કરે તો અલ્પસુખ થાય
સ્ફટિક, વૈડુર્યમણિની, માળાથી જાપ કરે તો હજાર ઉપવાસનું ફળ
રુદ્રાક્ષની નવકારવાળીથી ૧ કરોડ ગણો લાભ થાય
(૧) આ લોક અને પરલોકની પૌદ્ગલિક ઇચ્છા છોડીને કેવળ દુર્ગુણો ટાળવા માટે જાપ કરાય તો આત્મા દોષોથી મુક્ત થાય અને ગુણોને પ્રાપ્ત કરી-આવેલું ન જાય એવું દુઃખ વિનાનું સુખ મેળવે.
(૨) નવ વખત એક આવર્ત ઉપર જાપ કરવાથી એક બાંધી નવકારવાળી થાય.
જાપ કરવાના આવર્તો
-ઃ જાપ કરતાં સૂચન :-
(૧) પૂર્વ કે ઉત્તર સન્મુખ બેસવું.
(૨) દૃષ્ટિ નાસિકા ઉપર રાખવી.
(૩) મનની એકાગ્રતા રાખવી.
(૪) નવકારવાળી ગણતાં મેરુ
ઉલ્લંઘન કરવો નહિ.
(૫) નવકારવાળી નાભિનીચે
રાખવી નહિ તેમજ નાસિકા
ઉપર પણ રાખવી નહિ.
(૬) મણકાને નખ અડે નહિ.
(૭) અંગુઠા પર ગણવાથી મુક્તિ.
(૮) તજર્ની પર ગણવાથી વૈરીનાશ
(૯) મધ્યમા પર ગણવાથી સુખપ્રાપ્તિ
(૧૦) અનામિકા પર ગણવાથી વશીકરણ
(૧૧) ટચલી પર ગણવાથી આકર્ષણ
(૧૨) નવ વખત એક આવર્ત ઉપર જાપ કરવાથી એક
બાંધી નવકારવાળી થાય.
દેરાસરની વર્ષગાંઠે-ધજા ચડાવવાનો વિધિ
દેરાસરના મૂલનાયક પ્રભુજીની વરસગાંઠના દિવસે સવારે સત્તર ભેદી પૂજા ભણાવવી, એમાં નવમી ધ્વજ પૂજા વખતે ધજાનો થાળ ગુરુ પાસે પાટલા ઉપર મૂકવો. ગુરુમહારાજ વર્ધમાન વિદ્યા અગર સૂરિમંત્ર દ્વારા મંત્રી વાસક્ષેપ નાંખે તે ધજા ઉપર કેશરનાં છાંટણાં કરવાં ને કેશરના ત્રણ કે પાંચ સાથિયા કરવા અને પછી તે થાળ ભાગ્યવાન હાથમાં રાખી ઊભા રહે, ત્યાર બાદ નવમી પૂજા ભણાવવી. તે પૂજા પૂર્ણ થયે થાળ ને સધવા-સોહાગણ સ્ત્રી માથે મૂકીને ડંકાના નાદ સાથે મંદિરની અગર છેવટે પ્રભુની ત્રણ પ્રદક્ષિણા ફેરવી સાથે ધૂપ દીપને ધારાવલી પણ કરવી ત્યારબાદ મંદિરના શિખરે ચઢવું. ત્યાં દંડ અને કળશની અષ્ટપ્રકારી પૂજા કરવી.
ૐ પુણ્યાહં પુણ્યાહં. વગેરેના નાદપૂર્વક ધજા ચડાવવી. પછી ગુરુ મુખે નવકાર મંત્ર અને મોટી શાન્તિ સાંભળવી.
નીચે આવી બાકીની પૂજાઓ ભણાવવી. આ દિવસે બને તો સ્વામિવાત્સલ્ય કરવું. છેવટે સંઘપૂજા અને પ્રભાવના પણ કરવી.
ધજા ઉપર લખવાનો યંત્ર
૫૬ ૬૦ ૬૧
૫૮ ૫૩ ૬૬
૬૩ ૬૪ ૫
વિદ્યા અભ્યાસ માટે
ગુરુ શ્રેષ્ઠ છે, રવિ અને શુક્ર મધ્યમ છે. અશ્વિની, ભરણિ, પુનર્વસુ, પૂર્વા-ત્રણ, મઘા, સ્વાતિ, અનુરાધા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, રેવતી, આ સારાં નક્ષત્રો છે. ૧,૭,૮,૧૩, ૧૪,૧૫,૩૦ આ સિવાયની તિથિઓ સારી છે. વિદ્યાની એકાગ્રતા માટે પૂર્વ અને ઉત્તર દિશા શ્રેષ્ઠ છે.
નવીન પાત્ર વાપરવા માટે
અશ્વિની, મૃગશીર્ષ, પુષ્ય, હસ્ત, ચિત્રા, અનુરાધા, રેવતી, તથા સોમ અને ગુરુવાર સારો છે.
નવીન વસ્ત્ર ધારણ કરવા માટે
સૂરે જિણ્ણં સસી અદ્રં, મલિણં સણિ ધારિઅં;
ભોમે દુક્ખાવહં હોઇ, વત્થં સેસેહિ સોહણં. ૧
નવીન વસ્ત્ર રવિવારે પહેરવાથી જલ્દી જીર્ણ થાય, સોમવારે પહેરવાથી વારંવાર ધોવું પડે, શનિવારે પહેરવાથી જલ્દી મેલું થાય, મંગળવારે પહેરવાથી દુઃખ આપનાર થાય, બાકીના બુધ, ગુરુ અને શુક્રવાર નવીન વસ્ત્ર પહેરવા માટે સારા છે. અથવા ધન-જ્ઞાન અને સુખ મળે છે.
દગ્ધાતિથિ અશુભ છે અને ૧-૨-૩-૧૩-૧૫ સારી છે. અશ્વિની-રોહિણી-પુનર્વસુ-પુષ્પ-ઉ.ફા.-હસ્ત-ચિત્રા-સ્વાતિ આ નક્ષત્રો સારા છે.
સૌભાગ્યને ઇચ્છતી સતી સ્ત્રીઓને માટે અલંકાર અને લાલ વસ્ત્રો માટે-મંગલ-બુધ અને શુક્રવાર તથા અશ્વિની-હસ્ત-ચિત્રા-વિશાખા-અનુરાધા-ધનિષ્ઠા અને રેવતી આ નક્ષત્રો સારાં છે.
પ્રયાણમાં શ્રેષ્ઠ શુકન
ડાબો સન્મુખ મળે દેખાય
કાગ બોલે કુમારીકા, દહિં નીલચાસ પક્ષી
કુકડો બોલે મયૂર, ભેરી, રાજા બોલતા બગલા
ઘુવડ બોલે ચાવલ, રત્ન, મુનિ ઉડતા બગલા
દુર્ગા બોલે વીણા, ધ્વજા બોલતો મયૂર
ગદ્ધા ભૂંકે સપુત્ર સધવા સ્ત્રી નાચતો મયૂર
છીંક થાય વિધવા પણ માતા ડાબો સારસ
ફૂલ પર ભમર ખીરપૂર્ણ ઘટ ભક્ષ યુક્ત કુતરું
મયૂર, હરણ ગોળપૂર્ણ ઘટ નોળીઓ, મોર
જમણો- નિર્ધૂમ અગ્નિ ઘણી ચકલીવાળુ વૃક્ષ
સર્પ હોય બોલતી ટીટોડી જમણો ઉતરે
તેતર હોય ફૂલની માળા વાંદરા, કુતરા
કબુતર હોય વાજિંત્રનો શબ્દ બીલ્લી, હાથી
ખાંસી થાય જલપૂર્ણ કળશ કોયલ, ઘોડા
ભૈરવ બોલે ડાબો ઉતરે રૂપારેલ, તેતર
ઊંટ, ગદ્ધા હરણ
દિશા શૂલ ડાવી ભલી, જોગણ ભલી જો પૂઠ;
જો ચન્દ્રમાં સન્મુખ હુવે, તો લાવે લંકા લૂટ. ૧
કાળપ્રમાણ
નિર્વિભાજ્ય કાળપ્રમાણ ૧ સમય
અસંખ્યસમય ૧ આવલી
૨૫૬ આવલી ૧ ક્ષુલ્લકભવ
૧૩૬૫૧/૩ ક્ષુલ્લકભવ ૧ મિનિટ
૭૮ ૨૯/૪૮ શ્વાસોશ્વાસ (પ્રાણ) ૧ મિનિટ
૪૪૪૬ ૨૪૫૮/૩૭૭૩ આવલી ૧ પ્રાણ
૧૭ ૧૩૯૫/૩૭૭૩ ક્ષુલ્લકભવ ૧ પ્રાણ
૨૨ ૩૪/૪૫ ક્ષુલ્લકભવ ૧ સેંકડ
૧ ૮૯૩/૨૮૮૦ શ્વાસોશ્વાસ ૧ સેકંડ
૭ પ્રાણ ૧ સ્તોક
૭ સ્તોક ૧ લવ
૩૮ ૧/૨ લવ ૧ ઘડી (૬ ક્ષણ)
૭૭ લવ ૧ મુહૂર્ત (૪૮ મિનિટ)
૩૭૭૩ શ્વાસોશ્વાસ ૧ મુહૂર્ત (૪૮ મિનિટ)
૬૫૫૩૬ ક્ષુલ્લકભવ ૧ મુહૂર્ત (૪૮ મિનિટ)
૧૬૭૭૭૨૧૬ આવલી ૧ મુહૂર્ત (૪૮ મિનિટ)
એકસમયન્યૂન મુહૂર્ત ૧ અંતર્મુહૂર્ત (ઉત્કૃષ્ટ)
બે સમય અંતર્મુહુર્ત (જઘન્ય)
૩૦ મુહૂર્ત ૧ અહોરાત્ર
૩૦ અહોરાત્રિ ૧ મહિનો
૬૦ અહોરાત્રિ ૧ ઋતુ
૩ ઋતુ ૧ અયન
૨ અયન ૧ વર્ષ
૮૪ લાખ વર્ષ ૧ પૂર્વાંગ
૮૪ લાખ પૂર્વાંગ ૧ પૂર્વ
૭૦ લાખ ૫૬ હજાર ક્રોડ વર્ષ ૧ પૂર્વ
અસંખ્યાતાવર્ષ (પલ્યપ્રરૂપણાએ) ૧ પલ્યોપમ
૧૦ કોડાકોડીપલ્યોપમ ૧ સાગરોપમ
૧૦ કોડાકોડીસાગરોપમ ૧ ઉત્સર્પિણિ
૧૦ કોડાકોડીસાગરોપમ ૧ અવસર્પિણિ
૨૦ કોડાકોડીસાગરોપમ ૧ કાળચક્ર
અનંતાકાળચક્ર ૧ પુદ્ગલપરાવર્તન.
પટ્ટાવલી (શ્રીમહાવીરથી ૨૫૦૦ વર્ષની)
૧ સુધર્માસ્વામી (સદી) ૨ જંબુસ્વામી
૩ પ્રભવસ્વામી ૪ સ્વયંભવસૂરિ (સદી)
૫ યશોભદ્રસૂરિ ૬ સંભૂતિવિ. અને ભદ્રબાહુસ્વામી
૭ સ્થુલીભદ્રસ્વામી (૨) ૮ આર્ય સુહસ્તિસૂરિ અને આર્ય મહાગિરિ
૯ સુસ્થિતસૂરિ (૩) અને ૧૦ ઈન્દ્રદિન્નસૂરિ
સુપ્રતિબદ્ધસૂરિ
૧૧ દિન્નસૂરિ (૪) ૧૨ સિંહગિરિ
૧૩ વજ્રસ્વામી (૫) ૧૪ વજ્રસેનસૂરિ (૬)
૧૫ ચંદ્રસૂરિ ૧૬ સામન્તભદ્રસૂરિ
૧૭ વૃદ્ધદેવસૂરિ (૭) ૧૮ પ્રદ્યોતનસૂરિ
૧૯ માનદેવસૂરિ ૨૦ માનતુંગસૂરિ
૨૧ શ્રીવીરસૂરિ (૮) ૨૨ જયદેવસૂરિ
૨૩ દેવાનંદસૂરિ (૯) ૨૪ વિક્રમસૂરિ
૨૫ નરસિંહસૂરિ ૨૬ સમુદ્રસૂરિ (૧૦)
૨૭ માનદેવસૂરિ (૧૧) ૨૮ વિબુધપ્રભસૂરિ
૨૯ જયાનંદસૂરિ ૩૦ રવિપ્રભસૂરિ (૧૨)
૩૧ યશોદેવસૂરિ (૧૩) ૩૨ પ્રદ્યુમ્નસૂરિ
૩૩ માનદેવસૂરિ (૧૪) ૩૪ વિમલચંદ્રસૂરિ
૩૫ ઉદ્યોતનસૂરિ ૩૬ સર્વદેવસૂરિ (૧૫)
(સં. ૯૯૫ માં ૮૪ ગચ્છ નિકળ્યા)
૩૭ દેવસૂરિ ૩૮ સર્વદેવસૂરિ
૩૯ યશોભદ્રસૂરિ અને ૪૦ મુનિચંદ્રસૂરિ
નેમિચંદ્રસૂરિ (૧૬)
૪૧ અજીતદેવસૂરિ ૪૨ વિજયસિંહસૂરિ (૧૭)
૪૩ સોમપ્રભસૂરિ અને ૪૪ જગચ્ચંદ્રસૂરિ
મણિરત્નસૂરિ
૪૫ દેવેન્દ્રસૂરિ (૧૮) ૪૬ ધર્મઘોષસૂરિ
૪૭ સોમપ્રભસૂરિ ૪૮ સોમતિલકસૂરિ
૪૯ દેવસુંદરસૂરિ (૧૯) ૫૦ સોમસુંદરસૂરિ
૫૧ મુનિસુંદરસૂરિ ૫૨ રત્નશેખરસૂરિ (૨૦)
૫૩ લક્ષ્મીસાગરસૂરિ ૫૪ સુમતિસાધુસૂરિ
૫૫ હેમવિમલસૂરિ ૫૬ આનંદવિમલસૂરિ
૫૭ વિજયદાનસૂરિ (૨૧) ૫૮ હીરવિજયસૂરિ (૨૨)
અને ઋદ્ધિવિમલ
૫૯ ઉ. સહજસાગર ૬૦ જયસાગર
૬૧ ગણિ. જિતસાગર ૬૨ માનસાગર
૬૩ શ્રીમલયસાગર ૬૪ પદ્મસાગર
૬૫ સુજ્ઞાનસાગર ૬૬ સરૂપસાગર
૬૭ જ્ઞાનસાગર ૬૮ મયાસાગર
૬૯ નેમિસાગર ૭૦ રવિસાગર
૭૧ સુખસાગર ૭૨ બુદ્ધિસાગરસૂરિ
૭૩ કીર્તિસાગરસૂરિ ૭૪ જિતેન્દ્રસાગર અને સુબોધસાગરસૂરિ
૭૫ કૈલાસસાગરસૂરિ ૭૬ કલ્યાણસાગરસૂરિ
૭૭ પદ્મસાગરસૂરિ ૭૮ વર્ધમાનસાગરસૂરિ
સાક્ષીપાઠ સંજ્ઞા
અ૦સા-અધ્યાત્મસાર અ૦ચિ-અભિધાન ચિન્તામણી
અનુ૦-અનુયોગદ્વાર આ૦દિ-આચાર દિનકર
ઓ૦નિ-ઓઘનિર્યુક્તિ ઉ૦મા-ઉપદેશમાળા-ઉ૦ પ્રા- ઉપદેશપ્રાસાદ
કલ્પ-કલ્પસૂત્ર ગચ્છા-ગચ્છાચાર પયન્ના
ગુ-ગુરૂવંદનભાષ્ય ચૈ-ચૈત્યવંદનભાષ્ય
જી-જીવવિચાર જીવા-જીવાઽજીવાભિગમ
ઠા-ઠાણાંગ ત-તત્ત્વાર્થસૂત્ર
ત૦બિ-તત્ત્વબિન્દુ દ૦વૈ-દશવૈકાલિક
દી૦ક-દીવાળીકલ્પ ધ૦પ્ર-ધર્મરત્નપ્રકરણ
ધ૦સં-ધર્મસંગ્રહ ન૦ત-નવતત્ત્વ
નિ૦ચૂ-નિશીથચૂર્ણિ પ્ર૦-પ્રવચનસારોદ્ધાર
પા૦-પાક્ષિકસૂત્ર પા૦અ-પાક્ષિકઅતિચાર
પિં૦નિ-પિંડનિર્યુક્તિ પં૦વ-પંચવસ્તુ
બૃ૦સં-બૃહત્સંગ્રહણી યતિ-યતિદિનચર્યા યો૦શા-યોગશાસ્ત્ર
વ્ય-ભા-વ્યવહારભાષ્ય વિ-વિશેષાવશ્યકભાષ્ય
ષો૦ચિ-ષોડશક ચિત્તદોષાષ્ટક સ-સમ્યક્ત્વસપ્તતિ
સ૦પ્ર-સન્મતિ પ્રકરણ સમ-સમવાયાંગ
સેન-સેનપ્રશ્ન સં-સંબોધસિત્તરી
હીર-હીરપ્રશ્ન ક્ષે૦સ-ક્ષેત્રસમાસ
શાસ્ત્ર વિરૂદ્ધ કંઇપણ લખાયું હોય તો મિથ્યા થાઓ, સાથે સાથે કોઇપણ મુમુક્ષુ ભૂલ બતાવશે તો તેનો અંતઃકરણપૂર્વક આભાર માનીશ સં૦ સં૦ સં૦
આંકસંજ્ઞા
(૦) ખ (૧) શશી, ભૂમિ (૨) ભૂજ, સુગમ, નયન (૩) ભુવન, લોક, વહ્નિ, ગુણ (૪) ગતિ, મુગતિ, ગુણ, યુગ, વેદ, વરણ (૫) ભૂત, ઇન્દ્રિય, શરદ, ક્રિયા, શરઃ (૬) શાસ્ત્ર, દર્શન, ચક્ર, રસ, ઋતુ (૭) મુનિ, અશ્વ, સમુદ્ર (૮) વસુ, પૃથ્વી, નાગ, ગજ (૯) ભક્તિ, નિધિ, અંક, નંદ, ખંડ, ગ્રહ (૧૦) દિશિ (૧૧) રુદ્ર (૧૨) સૂર્ય (૧૪) મનુ, મુદ્ર, વિશ્વ (૧૫) તિથિ (૧૬) નૃપ. આંક ડાબીબાજુથી ગણવો.
સંખ્યા ૩
(૧) દેશના-તત્ત્વવાદ, વિધિવાદ, ચરિતાનુવાદ (૨) યોગ-ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન અથવા ઇચ્છા, શાસ્ત્ર, સામર્થ્ય (૩) જ્ઞાન-વિષયપ્રતિભાષ, આત્મપરિણતિમત્, તત્ત્વસંવેદન (૪) સ્વર-અનુદાત્ત, સ્વરિત, ઉદાત્ત, ઉત્તરોત્તર જોસથી બોલાય (૫) અક્ષર-સંજ્ઞા, વ્યંજન, લબ્ધિ. (૬) લોક અંધકાર કારણ-અરિહંત નિર્વાણ, અરિહંત ધર્મ (તીર્થ) નષ્ટ, પૂર્વનષ્ટ (૭) મનુષ્ય યોનિ-કૂર્મોન્નતા, શંખાવર્તા, વંશીપત્રિકા (૮) જન્મ-ત. ૨-૩૨ માં (૯) અંગુલ-આત્મ, ઉત્સેધ, પ્રમાણ (૧૦) લક્ષણના દોષ-અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ.
સંખ્યા ૪
(૧) અનુયોગ-દ્રવ્ય, ગણિત, ચરણ-કરણ, ધર્મકથા (૨) આશ્રમ-બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સન્યાસ (૩) સન્યાસી-કુટીચક્ર, બહૂદક, હંસ, પરમહંસ (૪) બુદ્ધિ-ઔપપાતિકી, વૈનયિકી, કાર્મિકી, પારિણામિકી (૫) મિથ્યાત્વ-પ્રવર્તન, પ્રરૂપણા, પ્રદેશ, પરિણામ (૬) દુઃખ શય્યા-જિનવચને અશ્રદ્ધા, બીજાને મળતા લાભની ઇચ્છા, સારા વિષયોની અભિલાષા, વિભૂષા કરવાની ઇચ્છા (૭) જાપ-વૈખરી, મધ્યમા, પશ્યન્તિ, પરા, અથવા ભાષ્ય, ઉપાંશુ, માનસ, અજપા (૮) કર્મબંધ-સ્પષ્ટ, બદ્ધ, નિધત્ત, નિકાચિત (૯) દોષ-દગ્ધ, શૂન્ય, અવિધિ, અતિપરિણતિ (૧૦) યુગ-સત્, ત્રેતા, દ્વાપર, કલિ (૧૧) વર્ણ-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર (૧૨) મૂળસૂત્ર-દશવૈકાલિક, આવશ્યક, ઉત્તરાધ્યયન, ઓઘનિર્યુક્તિ (૧૩) શાશ્વતપ્રતિમા-ઋષભ, ચંદ્રાનન, વારિષેણ, વર્ધમાન (૧૪) દેશના-આત્મસ્વભાવ તરફ ખેંચે તે-આક્ષેપિણી. મિથ્યાત્વ અને વિષય, કષાય છોડાવે તે-વિક્ષેપિણી. મોક્ષની રૂચી ઉત્પન્ન કરાવે તે-સંવેદિની. આત્મસ્વરૂપ બાધક સંસારી સુખમાં અરૂચી જગાડે તે-નિર્વેદિની. (૧૫) અદત્તાદાન-માલિકની રજા વિના વસ્તુ લેવી તે સ્વામિ. સજીવ વસ્તુને તેનો માલિક આપે છતાં તેમાં રહેલા જીવની અનુમતિ વિના લેવી તે-જીવ. અચિત્ત વસ્તુને તેનો માલિક આપે છતાં જિનેશ્વરે જેની આજ્ઞા ન આપી હોય તેવી વસ્તુ લેવી તે-તીર્થંકર. જિનેશ્વરે જેનો નિષેધ ન કર્યો હોય તેવી અચિત્ત વસ્તુને તેનો માલિક આપે છતાં ગુરુની અનુમતિ વિના લેવી તે-ગુરુ. (૧૬) પ્રતિક્રમણ કરવાનાં કારણ-આજ્ઞા વિરૂદ્ધ આચરેલ હોય, કરવા યોગ્ય ન કર્યું હોય, જિનવચનમાં અશ્રદ્ધા કરી હોય, વિપરીત પ્રરૂપણા કરી હોય.
પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે પડિક્કમણં;
અસદ્દહણે અ તહા, વિવરીઅ પરુવણાએ અ-વંદિત્તુ ૪૮
સંખ્યા ૫
(૧) દિવ્ય (દાનવિષયક)-દુંદુભિનાદ, વસ્ત્રવૃષ્ટિ ગંધોદકવૃષ્ટિ, વસુધારાવૃષ્ટિ, અહો દાનં ઇતિ ઘોષણા (૨) દિવ્ય (રાજ્ય વિષયક) હસ્તિ, કળશ, ચામર, છત્ર, માળા (૩) ક્ષમા-ઉપકાર, અપકાર, વિપાક, આજ્ઞા, ધર્મ (૪) અવગ્રહ-ઇન્દ્રનો, ચક્રીનો, રાજાનો, ઘરધણીનો, સાધુનો (૫) ભોજન-એક બાજુથી ખાવું તે-સિંહ. જેવું લીધું તેવું ખાવું તે-પ્રતર. ઉપેક્ષાથી ખાવું તે-હસ્તિ. ચુંથીને ખાવું તે-કાક. જ્યાં ત્યાંથી ખાવું તે-શૃગાલ. (૬) સભા (સ્વર્ગમાં) મજ્જન, અલંકાર, સુધર્મ, ઉપપાત, વ્યવસાય (૭) જાપ-શબ્દ, મૌન, સાર્થ, ચિત્તસ્થ, ધ્યાતાધ્યેયૈક્યં (૮) પંચાંગ-મૂળસૂત્ર, નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય, ટીકા (૯) અનુષ્ઠાન-વિષ, ગરલ, અનનુષ્ઠાન, તદ્હેતુ, અમૃત (૧૦) મિથ્યાત્વ-આભિયોગિક, અનાભિયોગિક, અભિનિવેશક, સાંશયિક, અનાભોગિક (૧૧) વ્યવહાર-આગમ, સૂત્ર, આજ્ઞા, ધારણા, જીત (૧૨) પ્રસ્થાન-વિદ્યાપીઠ (સરસ્વતી-અભય), સૌભાગ્યપીઠ (ત્રિભુવનસ્વામિની દેવી-અકરણ), લક્ષ્મીપીઠ (શ્રીદેવી-અહમિન્દ્ર), મંત્રયોગ-રાજપીઠ (યક્ષરાજ-તુલ્ય), સુમેરૂ પીઠ (ઇન્દ્રાદિદેવો-કલ્પ) (૧૩) સંસ્થાન-ચોરસ, ત્રિકોણ, લંબગોળ, થાળીની માફક ગોળ, બંગડીની માફક ગોળ (૧૪) વર્ણ-સફેદ, લાલ, પીળો, લીલો, કાળો (૧૫) આશય-પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ, વિનિયોગ (૧૬) રસ-તિક્ખો, કડવો, તુરો, ખાટો, મધુર (૧૭) શરીર-ત.૨-૩૭માં (૧૮) સ્વાધ્યાય-વાચના, પૃચ્છના, પરાવર્તના અનુપ્રેક્ષા ધર્મકથા (૧૯) સંયમનાશક-સ્વપ્રશંસા, પરનિન્દા, રસલાલસા-દુષ્ટવચન, વેદોદય, કષાય.
સુટ્ઠુવિ ઉજ્જમમાણં, પંચેવ કરિંતિ રિત્તયં સમણં;
અપ્પથુઇ પરનિંદા, જિબ્ભોવત્થા કસાયા ય ૧
(૨૦) કાર્યોત્ત્પત્તિકારણ-કાળ, સ્વભાવ, નિયતિ-ભવિતવ્યતા, પૂર્વકર્મ, પુરુષાર્થ.
કાલો સહાવ નિયઇ, પૂવ્વકયં પુરિસકારણે;
પંચ સમવાયે સમ્મત્તં, એગંતે હોઇ મિચ્છત્તં ૧
(૨૧) વિનય-દર્શનનો, જ્ઞાનનો, ચારિત્રનો, તપનો, અને ઔપચારિક વિનય.
૧-દર્શનવિનય-વીતરાગની વાણીમાં શ્રદ્ધા, અને સમકિતિનો વિનય કરવો.
૨-જ્ઞાનવિનય-જ્ઞાન મેળવવું, અને જ્ઞાનીનો વિનય કરવો.
૩-ચારિત્રવિનય-ચારિત્રમાં પ્રવૃત્તિ કરવી, અને ચારિત્રીનો વિનય.
૪-તપવિનય-તપમાં પ્રવૃત્તિ કરવી, અને તપસ્વીનો વિનય કરવો.
૫-ઔપચારિક વિનય-પ્રતિરૂપયોગયુંજનરૂપ અને અનાશાતના રૂપ એમ મુખ્ય બે પ્રકારે છે.
તેમાં પહેલો ત્રણ પ્રકારનો છે. ૧-કાયિક ૨-વાચિક ૩-માનસિક. તેમાં કાયિક વિનય આઠ પ્રકારનો છે. ૧-ગુણી માણસ આવે ત્યારે સામા જવું તે-અભ્યુત્થાન વિનય. ૨-તેમના સામું હાથ જોડી ઉભા રહેવું તે-અંજલિબદ્ધ વિનય. ૩-તેમને આસન આપવું તે-આસન પ્રદાન વિનય. ૪-તેમની વસ્તુ લઇ ઠેકાણે રાખવી તે-અભિગ્રહ વિનય. ૫-તેમને વંદન કરવું તે-કૃતિકર્મ વિનય. ૬-તેમની આજ્ઞા સાંભળવા તૈયાર રહેવું તે-શુશ્રુષા વિનય. ૭-તેમની પાછળ જવું તે-અનુગમન વિનય. ૮-તેમની પગ ચંપી વિ. કરવી તે-સંસાધન વિનય.
વાચિક વિનય ચાર પ્રકારનો છે ૧-હિતકારી બોલવું. ૨-ખપ જેટલું બોલવું. ૩-મધુર બોલવું. ૪-અનુસરતું બોલવું.
માનસિક વિનય બે પ્રકારે ૧-ખરાબ વિચારોને અટકાવવા ૨-સારા વિચારો કરવા.
બીજો અનાશાતના રૂપ વિનય બાવન પ્રકારનો છે. તીર્થંકર, સિદ્ધ, કુલ, ગણ, સંધ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવીર ઉપાધ્યાય, અને ગણી-આ તેર ને ૧-આશાતના ન કરવી. ૨-ભક્તિ કરવી. ૩-બહુમાન કરવું. ૪-પ્રશંસા કરવી. એમ ચારે ગુણતાં બાવન ભેદ થાય.
સંખ્યા ૬
(૧) દર્શન-જૈન, મીમાંસક, બૌદ્ધ, નૈયાયિક, ચાર્વાક, સાંખ્ય (૨) સાધુને ભોજન કરવાનાં કારણ-સાધુચર્યા ૭૬માં (૩) ઋતુ-વિભાગ ત્રીજો પેજ ૪૫માં (૪) સાધુને નહિ જમવાનાં કારણ-સાધુચર્યા ૭૭માં (૫) સાધુને ઉપાશ્રયમાંથી નીકળવાનાં કારણ-સાધુચર્યા ૩૩માં (૬) ચારિત્રતિથિ-બે અષ્ટમી, બે ચૌદશ, પૂર્ણિમા, અમાસ (૭) જ્ઞાનતિથિ-બે બીજ, બે પાંચમ, બે અગીયારસ (૮) ભાવશ્રાવકનાં ક્રિયાગત લક્ષણ-વ્રતધારી, શીલવતં, ગુણવંત, સરળસ્વભાવી, ગુરુસેવક, શાસ્ત્રનિપુણ (૯) પચ્ચક્ખાણશુદ્ધિ-શ્રદ્ધાન, જ્ઞાન, વિનય , અનુભાષણ, અનુપાલન, ભાવના (૧૦) તીર્થંકરના વર્ષિદાનના અતિશય-સૌધર્મેન્દ્ર-શક્તિ મુકે જેથી પ્રભુ દાન દેતાં થાકે નહિ. ઇશાનેન્દ્ર-રત્નજડિત છડી લઈ ઉભો રહે અને ભાગ્ય પ્રમાણે યાચક પાસે મગાવે. ચમરેન્દ્ર અને બલીન્દ્ર-પ્રભુની મુટિ્ઠમાં ઓછું કે વધારે હોય તો માંગ્યું તેટલુ કરી દે. ભવનપતિ-ભરતક્ષેત્રના માણસોને ઉપાડી લાવે. વાણવ્યંતરો-યાચકોને તેઓના સ્થાને મુકી દે. જ્યોતિષિઓ-વિદ્યાધરોને વર્ષિદાનની ખબર આપે. (૧૧) મિથ્યાત્વ-લૌકિક દેવ ગુરુ અને ધર્મ સંબંધી તથા લોકોત્તર દેવ ગુરુ અને ધર્મ સંબંધી (૧૨) નકાર-ભુકૃટિ ચઢાવવી, આંખ ઊંચી કરવી, મુખ નીચું કરવું, મુખ આડું કરવું, મૌન વિલંબ કરવો (૧૩) ષડ્ગુણ હાનિ અને વૃદ્ધિ-અનંત ભાગ, સંખ્યાત ભાગ, અસંખ્યાત ભાગ, સંખ્યાત ગુણ, અસંખ્યાત ગુણ, અનંત ગુણ, (૧૪) રી-સચિત્તપરિહારી, એકલ આહારી, ગુરુ સાથે પાદચારી, ભૂમિસંથારી, બ્રહ્મચર્યધારી, આવશ્યક દોયવારી (૧૫) વનસ્પતિનું બીજ-અગ્ર, મૂળ, સ્કંધ, પર્વ, બીજ, સમુચ્છર્ન (૧૬) અંતરંગ શત્રુ-કામ, ક્રોધ, માન, મદ, લોભ, હર્ષ (૧૭) છેદસૂત્ર-બૃહત્કલ્પ, લઘુનિશીથ, મહાનિશીથ, વ્યવહારસૂત્ર, દશાશ્રુતસ્કંધ, જીતકલ્પ (૧૮) રસ-(સંખ્યા ૫ માં રસ-૫) મધુર રસથી લવણ રસ જુદો ગણતાં એકવધે (૧૯) ભાષા-પ્રાકૃત, સંસ્કૃત માગધી, પિશાચી, શૌરસેની, અપભ્રંશ.
સંખ્યા ૭
(૧) શુદ્ધિ-શરીર, વસ્ત્ર, મન, ભૂમિ, પૂજાનાં ઉપકરણ, દ્રવ્ય, વિધિ (૨) ભય-ઇહલોક, પરલોક, આદાન, અકસ્માત, આજીવિકા, મરણ, અપયશ (૩) રાજ્યનાં અંગ-સ્વામી, અમાત્ય, મિત્ર, કોશ, રાષ્ટ્ર, કિલ્લો, સૈન્ય (૪) નય-નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત (૫) સપ્તભંગી-સ્યાદ્ અસ્તિ, સ્યાદ્ નાસ્તિ, સ્યાદ્ અસ્તિ નાસ્તિ, સ્યાદ્ અવક્તવ્ય, સ્યાદ્ અસ્તિ અવક્તવ્ય, સ્યાદ્ નાસ્તિ અવક્તવ્ય, સ્યાદ્ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય (૬) સ્થાપનાનાં લક્ષણ અને ફળ-એક આવર્ત હોય તો બળ આપે, બે હોય તો ક્લેશ આપે, ત્રણ-હોય તો માન મળે, ચાર-હોય તો શત્રુનો નાશ કરે, પાંચ-હોય તો ભય દૂર કરે, છ-હોય તો રાગ કરે, સાત-હોય તો રોગનો નાશ કરે (૭) નરક-અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ અથવા બૃ૦ સં૦ ૨૦૮માં (૮) પિણ્ડગ્રહણ-ખરડાયેલા હાથ કે વાસણથી વહોરવું તે સંસૃષ્ટા, હાથ કે વાસણ ન ખરડાય તેવી રીતે વહોરવું તે અસંસૃષ્ટા, ગૃહસ્થે પોતાને ખાવા માટે કાઢેલા વાસણમાંથી વહોરવું તે ઉધૃતા, હાથ કે વાસણ થોડા ખરડાય તેવી રીતે વહોરવું તે-અલ્પ લેપા. ગૃહસ્થે પોતાને ખાવા થાળીમાં લેવા માટે વાટકીમાં કાઢી રાખેલ હોય તેમાંથી વહોરવું તે-અવગૃહીતા. ગૃહસ્થ ખાવાની તૈયારી કરતો હોય તેવા સમયની તેની થાળીમાંથી વહોરવું તે પ્રગૃહીતા ગૃહસ્થની દૃષ્ટિએ નિરુપયોગી ગૌચરી વહોરવી તે-ઉજ્ઝિતધર્મિકા. (૯) આયુર્ભેદક-રાગ ભય સ્નેહ વગેરે-અધ્યવસાય. જલ અગ્નિ શસ્ત્ર વગેરે-નિમિત્ત. વધુ આહાર સ્નિગ્ધઆહાર અને આહારનો ત્યાગ વગેરે. આહાર. કેન્સર ટીબી વગેરે વેદના. ઝંપાપાત વગેરે પરાઘાત. વિષકન્યા ઝેરી પદાર્થ વગેરે-સ્પર્શ. શ્વાસ રોકવાથી શ્વાસ ઘણો લેવાથી શ્વાસ ખરાબ ચાલવાથી વગેરે-શ્વાસ. વિ- ૨૦૪૧ માં (૧૦) શાસ્ત્રનાં અંગ-આગમરહસ્ય ૨ માં (૧૧) વ્યસન-જુગાર, માંસ, દારૂ, વેશ્યાગમન, શિકાર, ચોરી પરસ્ત્રીગમન.
દ્યુતં ચ માંસં ચ સુરા ચ વેશ્યા, પાપર્દ્ધિ ચોરી, પરદારસેવા,
એતાનિ સપ્ત વ્યસનાનિ લોકે, ઘોરાતિઘોરં નરકં નયન્તિ.
(૧૨) માંડલી-સૂત્ર, અર્થ, ભોજન, કાલગ્રહણ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, સંથારો.
નવદીક્ષિત સાધુ આ સાત માંડલીનાં સાત આયંબિલ કરે ત્યારે તે નવદીક્ષિત સાધુ-સાધુની સાતે માંડલીમાં ભળી શકે, શક્તિ હોય તો સાતે આયંબિલ સાથે કરવા. અશક્યે વચ્ચે (ત્રણ અથવા ચાર આયંબિલે) બેઆસણું કરે ત્યારે ભોજનમાંડલીમાં ભળી શકે.
સુત્તે અત્થે ભોઅણકાલે, આવસ્સએ ય સજ્ઝાએ;
સંથારે ચેવ તહા, સત્તેયા મંડલી જઇણો (૬૯૨) પ્ર૦
(૧૩) ભાવસાધુનાં લક્ષણ-ભાવશ્રાવક ઉપચારથી દ્રવ્ય સાધુ કહેવાય-તે, અને પંચમહાવ્રતધારી અનુપચરિત દ્રવ્ય સાધુ હોય તે, આ બન્ને ભાવસાધુપણું પામે.
બન્ને પ્રકારના જે દ્રવ્ય સાધુ-તે ભાવસાધુનાં સાતે લક્ષણ લક્ષમાં રાખી યથાશક્તિ સાતેમાં ઉદ્યમ કરે, તો તે બન્ને ભાવસાધુપણું પામે, અન્યથા ભાવસાધુપણું પામે નહિ.
માર્ગાનુસારિણી ક્રિયા-ઘણા સંવિજ્ઞ ગીતાર્થ પુરુષની આચરણા તે માર્ગ. તે માર્ગને અનુસારે ગૌચરી પડિલેહણ વિહાર વગેરે સર્વ ક્રિયા કરે.
સંયમ ધર્મમાં અત્યન્તશ્રદ્ધા-વિધિપૂર્વક અનુષ્ઠાન કરે, ધર્મમાં અતૃપ્ત, સરળસ્વભાવે દેશના આપે, દેશનાની સફળતા-નિષ્ફળતામાં અભિમાન કે શોક ધારણ કરે નહિ, અને દોષોનું પ્રાયશ્ચિત્ત કરે.
ન ભવતિ ધર્મઃ શ્રોતુઃ સ્વસ્યૈકાન્તતો હિતશ્રવણાત્;
બ્રુવતોનુગ્રહબુદ્ધ્યા, વક્તુસ્ત્વેકાન્તતો ભવતિ (૧)
સરળતા-આગમવચનથી અવિરુદ્ધ-વસ્તુને અંગીકાર કરવાની સ્વાભાવિક સરળતા.
અપ્રમાદી-કદાગ્રહી ન હોય, તેમજ ગ્રહણ કરેલ પ્રતિજ્ઞા અને શુભક્રિયામાં અપ્રમાદી.
આરંભી-યથાશક્તિ સર્વક્રિયામાં ઉદ્યમી, લીધેલા વ્રતને મુકે નહિ.
ગુણાનુરાગી-ગુણ મેળવવા માટે ગુણી ઉપર રાગ અને પોતાના અવગુણ જોવા.
આજ્ઞાપાલક-ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું, ઉચ્ચ કોટીની પ્રવૃત્તિ પણ આજ્ઞા વિનાની હોય તો અધર્મ અને સામાન્ય કોટીની પણ પ્રવૃત્તિ આજ્ઞાવાળી હોય તો ધર્મ.
એઅસ્સ ઉ લિંગાઇં, સયલા મગ્ગાણુસારિણિ કિરિઆ; સદ્ધાપવર ધમ્મે પન્નવણિજ્જમુજુભાવા (૭૮) કરિઆસુ અપ્પમાઓ આરંભો સક્કણિજ્જણુટ્ઠાણે; ગુરૂઓ ગુણાણુરાઓ, ગુરુઆણારાહણં પરમં (૭૯) ધ૦ પ્ર૦
સંખ્યા-૮(૧) અષ્ટમંગલ-દર્પણ, ભદ્રાસન, વર્ધમાન, કળશ, મત્સ્યયુગલ, શ્રીવચ્છ, સ્વસ્તિક, નંદાવર્ત્ત (૨) આત્મા-દ્રવ્ય, કષાય, યોગ, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય (૩) વર્ગણા-ઔદારિક, વૈક્રિય આહારક, તૈજસ, ભાષા, શ્વાસોશ્વાસ, મન, કાર્મણ. (૪) સિદ્ધિ-મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાક્રમ્ય, ઇશિતા, વશિતા, અપ્રતિઘાતિતા (૫) સંસારપ્રેમીનું લક્ષણ-ક્ષુદ્ર, લોભી, દીન, મત્સરી, ભયવાળો, શઠ, અજ્ઞાન, નિષ્ફળઆરંભી (૬) યોગ-યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ (૭) દૃષ્ટિ-મિત્રા,, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા, પરા (૮) વાણવ્યંતર-બૃસં. ૩૯ માં (૯) મદ-જાતિ, કુલ, બલ, રૂપ, તપ, ઐશ્વર્ય, વિદ્યા, લોભ (૧૦) નિમિત્તશાસ્ત્ર-સંખ્યા ૨૯માં (૧૧) ચિત્તનાદોષ-સાધુચર્યા ૮માં (૧૨) સ્પર્શ-શીત, ઉષ્ણ, ઋક્ષ, સ્નિગ્ધ, ગુરુલઘુ, કર્કશ, મૃદુ (૧૩) વ્યંતર-ત૦ ૪ ૧૨માં (૧૪) પૃથ્વી-સાત નરકની સાત અને આઠમી સિદ્ધશિલા (૧૫) પ્રમાદ-અજ્ઞાન, શંસય, સ્મૃતિભ્રંશ, વિપર્યાસ, અશુભયોગ, ધર્મઅનાદર, રાગ, દ્વેષ.
પમાઓ ય મુણિંદહિં, ભણિઓ અટ્ઠભેઓ; અન્નાણં સંસઓ ચેવ, મિચ્છાનાણં તહેવ ય (૧) રાગો દોસો મઇબ્ભંસો, ધમ્મંમિ ય અણાયરો; જોગાણં દુપ્પણિહાણં, અટ્ઠહા વજ્જિયવ્વઓ (૨)
(૧૬) સિદ્ધગુણ-અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય, અવ્યાબાધસુખ, અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુપણું.
નામં ચ દંસણં ચિય, અવ્વાબાહ તહેવ સમત્તમ્;
અક્ખયઠિઇ અરૂવી, અગુરુલહૂ વીરિયં હવઈ ૧
(૧૭) ગોચરચર્યા પદ્ધતિ-૧ ઉપાશ્રયથી એક શ્રેણીમાં રહેલા ગૃહસ્થોના ઘરોમાં અનુક્રમે ભિક્ષા માટે ફરે અને એટલાં ઘરોમાં ભિક્ષાપૂર્ણ ન થાય તો પણ પાછા ફરી બીજેથી લીધા વિના ઉપાશ્રયે જાય. ૨-ઉપરની જેમ એક શ્રેણીમાં ફરી પાછા ફરતાં બીજી શ્રેણીના ઘરોમાં પણ ભિક્ષા માટે ફરે. ૩-સામસામે રહેલા ઘરોની બંને શ્રેણીમાં સામ સામે રહેલા ઘરોમાં ભિક્ષા માટે ફરતો બંને શ્રેણીઓ પૂર્ણ કરે. ૪-પતંગની જેમ અનિયત ક્રમે જે તે ઘરોમાં ભિક્ષા માટે ફરે. ૫-પેટીની જેમ ચારે દિશામાં ચાર શ્રેણીઓ કલ્પી વચ્ચેના ઘરો છોડી ચારે દિશામાં કલ્પેલી ચારે શ્રેણીમાં ભિક્ષા માટે ફરે. ૬-ઉપરની જેમ કલ્પના કરી પાસે રહેલ કોઈ પણ બે જ દિશામાં રહેલી શ્રેણીના ઘરોમાં ભિક્ષા માટે ફરે. ૭-ગામના મધ્ય ભાગમાં રહેલા ઘરોથી ભિક્ષા શરૂ કરી શંખના આવર્તની જેમ ગોળ શ્રેણીમાં રહેલા ઘરોમાં ભિક્ષા માટે ફરતો છેવટે ગામના છેડે નીકળે.
૮-ઉપરથી ઊલટા ક્રમે એટલે ગામના છેડેથી ભિક્ષા શરૂ કરી શંખના આવર્તની જેમ ગોળ શ્રેણીમાં ફરતાં ગામના મધ્યે રહેલા ઘરોમાં ભિક્ષા પૂર્ણ કરે૦(૧૮) પ્રતિહાર્ય (પરિકરે)-અશોક પત્રથી….વૃક્ષ, માલાધારી દેવોથી…પુષ્પવૃષ્ટિ, છત્ર ઉપર મધ્યમાં શંખ વગાડતી આકૃતિથી…દિવ્યધ્નિ, ચામરધારિથી…ચામર, ગાદીથી… સિંહાસન, મસ્તક પાછળના વર્તુળથી…ભામંડળ, ઉપર જે બાજુ ઢોલક વગાડતી આકૃતિથી….દેવદુંદુભી, મસ્તક ઉપર રહેલ છાત્રાકારથી…છત્ર (ચૈ૦ભા૦)
અશોકવૃક્ષઃ સુરપુષ્પવૃષ્ટિઃ, દિવ્યધ્વનિશ્ચારમાસનં ચ;
ભામણ્ડલં દુન્દુભિરાતપત્રં, સત્પ્રાતિહાર્યાણિ જિનેશ્વરાણામ્ ૧
(૧૯) વિવાહ-બ્રાહ્મ (દાગીના પહેરાવી કન્યા આપવી) પ્રાજાપત્ય (ધનખરચી કન્યા આપવી) આર્ષ (ગૌ-વિ૦ આપી કન્યા આપવી) દૈવ (યજમાનને દક્ષિણામાં કન્યા આપવી) ગાંધર્વ (પ્રેમ લગ્ન) આસુરી (વિક્રય કરી કન્યા આપવી) રાક્ષસી (હરણ કરવી) પૈશાચી (સુતેલી-પ્રમાદી કન્યાને ગ્રહણ કરવી૦) શ્રાદ્ધ૦ વિધિ૦
(૨૦) જ્ઞાનપ્રતિરોધક-કુટિલતા, ભય, દીનતા, લોભ, ધર્મહીનતા, કામ, ક્રોધ, દયાહીન.
સંખ્યા ૯
(૧) ભક્તિ-શ્રવણ, કીર્તન, સેવા, વંદન, વચન (નિન્દા) ધ્યાન, લઘુતા, એકતા, સમતા (૨) રસ-શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ, અદ્ભુત, શાન્ત (૩) નિયાણાં-તપાદિ ધર્મ પ્રભાવે….રાજા થાઉં, શેઠ થાઉં, પુરુષ થાઉં, પરપ્રવિચારી દેવ થાઉં, સ્વપ્રવિચારી દેવ થાઉં, અલ્પવેદોદયવાલો દેવ થાઉં, શ્રાવક થાઉં૦ (૪) લોકાન્તિક દેવ-ત૦ ૪-૨૬માં (૫) બાહ્યગાંઠ-ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુપ્ય, દ્વિપદ, ચતુષ્પદ (૬) શિયલની વાડ-સ્ત્રી, પુરુષ, નપુંસકથી રહિત વસતિ૦ રાગપૂર્વક સ્ત્રી, પુરુષની કથાનો ત્યાગ૦ પુરુષ બેઠો હોય ત્યાં સ્ત્રીએ નવ કલાક અને સ્ત્રી બેઠી હોય ત્યાં પુરુષે ૪૮ મનિટ બેસવું નહિ૦ સ્ત્રી પુરુષનાં અંગોપાંગ નીરખીને જોવાં નહિ૦ ભીંતને આંતરે સ્ત્રી, પુરુષની વાતો સંભળાતી હોય તેવે સ્થળે રહેવું નહિ૦ પૂર્વે ભોગવેલા ભોગોને યાદ કરવા નહિ૦ ઘીથી તરબોળ, મિષ્ટાન્ન અને ઘણા રસકસવાળા આહાર લેવા નહિ૦ લુખો આહાર પણ ઠાંસી ઠાંસીને ખાવો નહિ પરંતુ ઉણોદરી વ્રત કરવું૦ કપડાની ટાપટીપ તથા વસ્ત્રોને દોરા નાખવા-ભરત ભરવા રૂપ શોભા અને શરીરની શોભા કરવી નહિ૦ બ્રહ્મચારીએ આ નવે કિલ્લાઓનું પાલન કરવું (૭) ગ્રૈવેયક-સુદર્શન, સુપ્રતિબદ્ધ, મનોરમ, સર્વતોભદ્ર, સુવિશાલ, સુમનસ, સૌમનસ, પ્રીતિકર, આદિત્ય (૮) રોગનું કારણ-અતિભોજન, અહિતભોજન, પ્રતિકૂલભોજન, અજીર્ણેભોજન, અતિનિદ્રા, અતિજાગરણ, ઝાડો રોકવો, પેશાબ રોકવો, વિષય વિકાર (૯) નિધિ-નૈસર્પ, પાણ્ડુક, પિંગલક, સર્વરત્ન, મહાપદ્મ, કાલ, મહાકાલ, માણવક, શંખ પ્ર.૧૨૧૮માં (૧૦) વાસુદેવ-ત્રિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષપુંડરીક, દત્ત, લક્ષ્મણ, કૃષ્ણ (૧૧) પ્રતિવાસુદેવ-અશ્વગ્રીવ, તારક, મેરક, મધુ, નિશુંભ, બલિ, પ્રહ્લાદ્, રાવણ, જરાસંઘ (૧૨) બલદેવ-અચળ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, રામચંદ્ર, બળભદ્ર (૧૩)નવકોટિ દોષ-મનથી કરવું-સાવદ્ય (આજ્ઞાવિરુદ્ધ) વિચાર કરવા૦ મનથી કરાવવું બીજા પાસે સાવદ્યકાર્ય કરવાવવાની યોજના કરવી૦ મનથી અનુમોદવું બીજાએ સાવદ્ય કાર્ય કરેલું હોય તેને મનથી સારૂં માને૦ વચનથી કરવું-સાવદ્ય (પ્રિય પથ્ય તથ્યથી રહિત) બોલવું૦ વચનથી કરાવવું -બીજાને સાવદ્યકાર્યમાં જોડવા રૂપ વચન બોલવું૦ વચનથી અનુમોદવું-સાવદ્ય કાર્યને વચનથી વખાણે૦ કાયાથી કરવું-સાવદ્ય કાર્ય કાયાથી કરવું૦ કાયાથી કરાવવું-સાવદ્ય કાર્યમાં મદદગાર થવું૦ કાયાથી અનુમોદવું-સાવદ્ય કાર્ય કરનારની પીઠ થાબડવી તેમજ તાળી પાડવી, હર્ષ થવો, રોમાંચ થવો વગેરે૦ (૧૪) ગ્રહ-વિભાગ ૧, પેજ ૬૫માં.
સંખ્યા ૧૦
(૧) ઉપઘાત-ઉદ્ગમ, ઉત્પાદન, એષણા (આધાકર્મિ વગેરે દોષ સેવવાથી), પરિહરણ (અકલ્પ્ય કે અધિક વસ્ત્રાદિના ભોગથી), પરિશાટન (વસ્ત્રપાત્રાદિની શોભા કરવાથી), જ્ઞાન, દર્શન, ચારિત્ર (ચોવીશ આચારોમાં દોષ લગાડવાથી), સંરક્ષણ (મૂછરપૂર્વક શરીરાદિનું રક્ષણ કરવાથી,), અચિઅત્ત (ગુરુ આદિ ઉપર અપ્રીતિ કરવાથી)
(૩) પચ્ચક્ખાણ-અનાગત, અતિક્રાન્ત, કોટીસહિત, નિયંત્રિત, સાકાર, અનાકાર, પરિમાણકૃત, નિરવશેષ, સંકેત, કાલ (૪) સત્યભાષા-જનપદ (જે દેશમાં જે બોલાય તે) સમ્મત (જે શબ્દને જે અર્થમાં માન્ય કર્યો હોય), સ્થાપના (૫૦-૧૦૦ ક. ખ. વગેરે) નામ (ગરીબ છતાં લક્ષ્મીચંદ) રૂપ (રૂપ ધારણ કરનાર બાવો, સ્ત્રી, સાધુ વગેરે) પ્રતીત-અપેક્ષા (નાની મોટી વગેરે), વ્યવહાર-લોક (વ્યવહારમાં બોલાય માર્ગ જાય-ગામ આવ્યું.), ભાવ (જેમાં ભાવ પ્રધાન હોય, પાંચે રંગ છતાં લીલો પોપટ), યોગ સંબંધથી ઓળખાય-ડૉ. જજર્) ઉપમા (સમાન હોવાથી બીજા સાથે સરખાવવું ચરણ-કમલ), (૫) સાધુધર્મ-ન૦ ત૦ ૨૯માં (૬) કલ્પવૃક્ષ-ક્ષે૦ સ૦ ૯૬, ૯૭માં (૭) નરકવેદના-બૃ૦ સં૦ ૨૦૫માં (૮) મિથ્યાત્વ-દેવમાં અદેવબુદ્ધિ, ગુરુમાં અગુરુબુદ્ધિ ધર્મમાં અધર્મબુદ્ધિ, જીવમાં અજીવબુદ્ધિ, માર્ગમાં અમાર્ગબુદ્ધિ અદેવમાં દેવબુદ્ધિ, અગુરુમાં ગુરુબુદ્ધિ, અધર્મમાં ધર્મબુદ્ધિ, અજીવમાં જીવ બુદ્ધિ, અમાર્ગમાં માર્ગબુદ્ધિ (૯) દેરાસરની મોટી આશાતના-ખાવું, પીવું, ભોજન કરવું, જોડા મુકવા, મૈથુન કરવું, ઊંઘવું, થુંકવું, પેશાબ કરવો, ઝાડો કરવો, જુગાર રમવું (૧૦) વૈયાવૃત્ત્ય-સંખ્યા ૧૩૦માં (૧૧) પયન્ના-ચઉશરણ, મહાપચ્ચક્ખાણ, આતુર-પચ્ચક્ખાણ, સંસ્તારક, ભક્તપરિજ્ઞા, ગણિવિદ્યા, ચંદ્રવિદ્યા, દેવેન્દ્રસ્તવ, મરણસમાધિ, તંદુલવૈચારિક (૧૨) ભવનપતિ-ત૦ ૪-૧૧માં (૧૩) દ્રવ્યપ્રાણ-જી૦ ૪૨માં (ભાવપ્રાણ-ન૦ ૫માં (૧૪) પ્રાયશ્ચિત્ત-આલોચન, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, કાયોત્સર્ગ, તપ, છેદ, મૂળ, અનવસ્થાપ્ય, પારાંચિત (૧૫) કામદશા-અર્થ (સ્ત્રીને સાંભળતાં જ તેની અભિલાષા)૦ ચિંતન (રાગથી રૂપાદિનું ચિંતવન)૦ શ્રદ્ધા (સંગની અભિલાષા)૦ સ્મરણ (સંકલ્પ દ્વારા અથવા ફોટો આદિ દેખવાથી આનંદ)૦ વિકલતા (વિરહના દુઃખથી આહારાદિમાં ઉપેક્ષા)૦ લજ્જાનાશ (વડીલો સમક્ષ તેના ગુણોનું વર્ણન)૦ પ્રમાદ (તેના માટે આરંભો કરવા)૦ ઉન્માદ (ચિત્ત બગડવાથી જેમ તેમ બોલવું)૦ તદ્ભાવ (સ્તંભાદિ જે દેક્ખે તેમાં સ્ત્રીની કલ્પના કરી આલિંગનાદિ કરે)૦ મરણ (પ્રાપ્ત ન થવાથી મુર્છિત થાય) (૧૬) સમાચારી-ઇચ્છાકાર (નાના સાધુ પાસે કામ કરાવતી વખતે તેનો અભિપ્રાય જાણવો દુર્વિનીતને ફરજ પણ પાડે)૦ મિથ્યાકાર (અયોગ્ય આચરણ કર્યું હોય તો ‘મિચ્છા મિ દુક્કડં’ આપવું)૦ તથાકાર (ગુરુદેવના વચનો ‘તહત્તિ’ કરી સ્વીકાર કરવો)૦ આવશ્યિકી (દહેરાસર ઉપાશ્રયમાંથી નીકળતાં આવસ્સહિ કહેવું)૦ નૈષેધિકી (દહેરાસર ઉપાશ્રયમાં પેસતાં નિસીહિ કહેવું)૦ અપૃચ્છના (કોઈપણ કાર્ય માટે વડીલની સંમત્તિ લેવી)૦ પ્રતિપૃચ્છના (કોઈપણ કાર્યનો આરંભ કરતી વખતે ફરી આજ્ઞા લેવી અથવા પૂર્વે નિષેધ કર્યો હોય અને કરવા લાયક હોય તો ફરી પૂછવું)૦ છંદના (પોતાને માટે લાવેલ આહારાદિમાંથી બીજા સાધુઓની ભક્તિ કરવી)૦
નિમંત્રણા (પોતાના કર્મક્ષય નિમિત્તે સર્વ સાધુઓની ભક્તિ કરવા માટે પ્રાર્થના કરવી)૦ ઉપસંપદા (રત્નત્રયીની નિર્મળતા અને વૃદ્ધિ કરવા ગુરુની આજ્ઞાપૂર્વક અન્ય ગચ્છમાં જઈ અન્યગુરુની નિશ્રા સ્વીકારવી.
ઇચ્છા મિચ્છા તહક્કારો, આવસ્સિયાય નિસીહિયા, આપુચ્છણાય પડિપુચ્છા, છંદણાય નિમંતણા (૭૬૦) ઉપસંપયા ય કાલે, સમાયારી ભવે દસહાઉ; એએસિં તુ પયાણં, પત્તેય પરૂવણં વોચ્છં (૭૬૧) પ્ર૦
(૧૭) અંતિમ આરાધના-અતિચાર આલોવવા, વ્રતો લેવાં, ૮૪ લાખ જીવયોનિને ખમાવવી, ૧૮ પાપસ્થાનકોનો ત્યાગ કરવો, ચાર શરણ અંગીકાર કરવાં, દુષ્કૃ-તની નિંદા કરવી, સુકૃતની અનુમોદના કરવી, ૧૨ અ ૪ ઇં ૧૬ ભાવના ભાવવી, ચાર આહારનો ત્યાગ કરવો, અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું.
(૧૮) ધ્યાનનાં સ્થાન-ચક્ષુ, કાન, નાસિકાગ્રભાગ, લલાટ, મુખ, નાભિ, મસ્તક, હૃદય, તાળવું, ભૃકુટિ (યો૦ શા૦)
નાભિહૃદયનાસાગ્ર-ભાલભ્રૂતાલુ દૃષ્ટયઃ;
મુખં કર્ણો શિરશ્ચેતિ, ધ્યાનસ્થાનાન્યકીર્તયન્ (૬-૭)
(૧૯) માનવભવની દુર્લભતાના દૃષ્ટાંત-ચોલક, પાસક, ધાન્ય, રત્ન, સ્વપ્ન, જુગાર, ચક્ર, કાચબો, યુગ, પરમાણુ.
ચુલ્લગ પાસગ ધન્ને, જુએ રયણે અ સુમિણ ચક્કે અ;
કુમ્મ જુગે પરમાણુ, દસદિટ્ઠંતા મણુઅલબ્ભે (૧)
સંખ્યા ૧૧
ભવાભિનંદીજીવો ના ૧૧ દુર્ગુણો
(૧) આહારને માટે ધર્મ કરે (૨) પૂજાવાને માટે ધર્મ કરે (૩) ઉપધિ (વસ્ત્ર-પાત્રાદિ) ને માટે ધર્મ કરે. (૪) ઋદ્ધિગારવ (શ્રાવકો મારા થશે, તેમનાથી મારૂં ગુજરાન ચાલશે) માટે ધર્મ કરે (૫) ક્ષુદ્ર-પારકાં છિદ્ર ઉઘાડે, બીજાના અલ્પ અવગુણ દેખી લોકોની આગળ વિશેષ પ્રકારે કહે અને ગુણ ઢાંકે, પોતાની બડાઈ મારે, પોતાનો ઉત્કર્ષ થાય તેમ લોકોની આગળ બોલે (૬) લોભી-ધન ધાન્ય વસ્ત્ર કીર્તિ આદિ મેળવવામાં તત્પર-લીન હોય તેમજ પોતાની પાસે રહેલી વસ્તુ ભોગવી ન શકે તેમ બીજાને પણ આપી શકે નહિં, સર્વની પાસે માગતો ફરે (૭) દીન-પુદ્ગલિક વસ્તુના વિયોગે કરી રાંક, ભવિષ્યકાળની ચિન્તા કરે કે-હાય હાય હું શું ખાઈશ? હું શું કરીશ? એવી ચિન્તાઓ કરે (૮) મત્સરી,-ઇર્ષ્યાળુ, બીજાના ગુણને સહન કરે નહિ, બીજાને સુખી જોઈ પોતે દુઃખી થાય અને બીજાને દુઃખી જોઈ પોતે રાજી થાય-મલકાય (૯) ભયવા-ન્નિરંતર સર્વલોકથી ભય પામતો રહે, પુદ્ગલિક વસ્તુના વિયોગનો ભય રાખે (૧૦) શઠ-કપટી આચાર વિચાર અને ઉચ્ચારમાં જુદાઈ હોય (૧૧) અજ્ઞાની-ધર્મ અને આધર્મના સ્વરૂપથી અજાણ હોય.
(૨) શ્રાવક પડિમા-૦ સમ્યક્ત્વ (અતિચાર અને આગાર રહિત સમ્યક્ત્વ પાળે) ૦ વ્રત (અતિચાર અને આગાર રહિત વ્રત પાળે, પૂર્વની પડિમાના અનુષ્ઠાન સહિત)૦સામાયિક (સવારે અને સાંજે સામાયિક કરે, પૂર્વની બન્ને પડિમાઓના અનુષ્ઠાન સહિત, તેવી રીતે પૂર્વ પૂર્વની પડિમાઓ સહિત ઉત્તર ઉત્તરની પડિમાઓ જાણવી)૦પૌષધ (પર્વદિને રાત્રિ દિવસનો ચૌવિહાર પૌષધ કરે)૦કાયોત્સર્ગ (પર્વદિને પૌષધમાં રાત્રે શૂન્યગૃહાદિમાં કાઉસ્સગ્ગ કરે, સ્નાન અને રાત્રિભોજન વજર્ે, દિવસે મૈથુન ત્યાગ, અપર્વદિને રાત્રે મૈથુનનું પરિમાણ કરે, ધોતી કચ્છ વિના પહેરે)૦મૈથુન વજર્ન (બ્રહ્મચર્યનું પાલન કરે)૦ સચિત્ત વજર્ન (સચિત્ત વસ્તુનો ત્યાગ કરે) સ્વયં આરંભ વજર્ન (પોતે આરંભ કરે નહિ) ૦પ્રેષ્ય આરંભ વજર્ન (બીજા પાસે આરંભ કરાવે નહિ)૦ ઉદ્દિટ્ઠત્યાગ (પોતા માટે કરેલ આહારનો ત્યાગ કરે, કોઈ અસ્ત્રાથી મુંડન કરાવે-કોઈ ચોટલી રાખે)૦શ્રમણભૂત (અસ્ત્રાથી મુંડન કરાવે અથવા લોચ કરે, રજોહરણ-પાત્રાદિ સાધુનાં ઉપકરણ લઈ ઘરથી નીકળી સાધુની માફક માસ કલ્પાદિ વડે વિચરતો તથા સાધુ સામાચારી-સમિતિ-ગુપ્તિ આદિનું પાલન કરતો ભિક્ષા ફરતાં
પ્રતિમાપ્રતિપન્નાય શ્રમણોપાસકાય ભિક્ષાં દત્ત-પ્રતિમા સ્વીકારેલ શ્રમણોપાસકને ભિક્ષા આપો એમ બોલે.
કસ્ત્વમિતિ કસ્મિંશ્ચિત્પૃચ્છતિ તર્હિ પ્રતિમાપ્રતિપન્નઃ શ્રમણોપાસકોઽહમિતિ કથયતિ-તમે કોણ છો ; એમ કોઈ પુછે તો કહે કે પ્રતિમા સ્વીકારેલ શ્રમણોપાસક હું છું.
દરેક પડિમા (અભિગ્રહ)નો જઘન્યકાળ (મરણ અથવા દીક્ષાપ્રાપ્તિનો સંભવ હોવાથી) અંતર્મુહૂર્ત (સમ૦)
અને ઉત્કૃષ્ટકાળ-પહેલી પડિમા એક માસની, બીજી બે માસની એવી રીતે અનુક્રમે વધતાં અગીયારમી પડિમા અગીયાર માસની જાણવી.
સંખ્યા ૧૨
(૧) સાધર્મિક-નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ પ્રવચન, લિંગ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, અભિગ્રહ, ભાવના (૨) તપ-ન૦ ત૦ ૩૫-૩૬માં (૩) ભાવના-ન૦ ત૦ ૩૦-૩૧ માં (૪) બારપર્ષદા-વિભાગ-૧, પેજ ૮૧માં (૫) રાશિ વિભા-૩, પેજ ૫૫માં (૬) અરિહંતના-ગુણ આઠ પ્રાતિહાર્ય સંખ્યા ૮ માં, જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય, અપાયાપગમાતિશય (૭) ચક્રી-ભરત, સગર, મધવાન્, સનંત, શાન્તિ, કુંથું, અર, સુભૂમ, મહાપદ્મ, હરિષેણ, જય, બ્રહ્મદત્ત (૮) ઉપાંગ-ઔપપાતિક, રાજપ્રશ્નીય જીવાભિગમ, પ્રજ્ઞાપના, સૂર્યપ્રજ્ઞપ્તિ, જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ, કલ્પિકા, કલ્પાવતંસિકા, પુષ્પિકા, પુષ્પચૂલિકા, વૃષ્ણિદશા (૯) દેવલોક-ત૦ ૪-૨૦માં (૧૦) અંગ-વિભાગ-૨, પેજ ૩૩માં (૧૧) સાધુપડિમા ૧-એક માસની અલેપભોજન, આહાર-પાણીની એકેક દત્તી૦ ૨-બે માસની, બે-બે દત્તી૦ ૩-ત્રણ માસની, ત્રણ ત્રણ દત્તી૦ ૪-ચાર માસની ચાર ચાર દત્તી૦-૫-પાંચ માસની , પાંચ પાંચ દત્તી૦ ૬-છ માસની છ છ દત્તી૦ ૭-સાત માસની સાત સાત દત્તી૦ ૮-સાત અહોરાત્રિની, એકાંતરે નિજર્ળ ચોથભક્ત, વચ્ચે ઠામ ચૌવિહાર આયંબિલ, કાયોત્સર્ગ-ઉત્તાનાદિ આસને રહી ઉપસર્ગ સહન કરે૦ ૯-સાત અહોરાત્રિની, તપ આઠમી પ્રમાણે, કાયોત્સર્ગ-ઉત્કટિકાસને અથવા દંડાસને રહી ઉપસર્ગ સહન કરે૦ ૧૦-સાત અહોરાત્રિની, તપ આઠમી પ્રમાણે, કાયોત્સર્ગ-ગોદોહિકાસન, વીરાસન અથવા કેરીની જેમ વક્ર શરીરે બેસી ઉપસર્ગ સહન કરે૦ ૧૧-એક અહોરાત્રિની નિજર્ળછટ્ઠ, આગળ પાછળ ઠામચૌવિહાર એકાસણું, પ્રથમ એકાસણાની અહોરાત્રિ કાયોત્સર્ગ રહી ઉપસર્ગ સહન કરે૦ ૧૨-એકરાત્રિની, નિજર્ળ અટ્ઠમ, આગળ પાછળ ઠામચૌવિહાર એકાસણું, પ્રથમ એકાસણાની રાત્રિએ સિદ્ધશિલા ઉપર એકાગ્રદૃષ્ટિ રાખી કાયોત્સર્ગ કરી ઉપસર્ગ સહન કરે, અતિચાર રહિત પ્રવૃત્તિ હોય.
સંખ્યા ૧૩
(૧) જાપ-રેચક, પુરક, કુંભક, સાત્વિક રાજસિક, તામસિક, સ્થિરકૃતિ, સ્મૃતિ હક્કા, નાદ, ધ્યાન, ધ્યાતાધ્યેયૈકયં, તત્ત્વ (૨) કાઠિયા-આળસ, મોહ, અવર્ણવાદ, અહંકાર, ક્રોધ, પ્રમાદ કૃપણતા, ગુરૂભય, શોક અજ્ઞાન, અસ્થિરતા, કુતૂહલ, તીવ્ર વિષયાભિલાષ (૩) સ્થાપનાજીના બોલ-શુદ્ધસ્વરૂપના ધારક ગુરુ, જ્ઞાનમય, દર્શનમય, ચારિત્રમય, શુદ્ધશ્રદ્ધામય, શુદ્ધસ્પર્શનામય, શુદ્ધપ્રરૂનામય, પંચાચાર પાળે, પળાવે, અનુમોદે મનગુપ્તિ, વચનગુપ્તિ કાયગુપ્તિ ગુપ્તા (પાંચે સ્થાપનાએ જુદા જુદા આ તેરા બોલ બોલવા).
(૪) કિરિયા સ્થાન ૧-અર્થ (અનિર્વાહ-ગ્લાનાદિ પ્રયોજને હિંસાદિ દોષ લગાડવો) ૨-અનર્થ (પ્રયોજન) વિના દોષ લગાડવો) ૩-હિંસા (આને મને માર્યો કે મારશે, એમ ધારી મારે) ૪-અકસ્માત્ (બીજાને મારતાં વચ્ચે બીજો મરે) ૫-દૃષ્ટિવિપર્યાસ મિત્રને શત્રુ અને અચોરને ચોર સમજી મારે) ૬-મૃષા (જુઠું બોલવું) ૭-અદત્તાદાન (કોઈના આપ્યા વિના લેવું) ૮-અધ્યાત્મ (વાંકું કોઈ ન બોલે છતાં શંકા રાખીને મનમાં ક્રોધ કરી દુભાય, પાપ વ્યાપારોનો વિચાર કરે) ૯-માન (જાતિ વિ૦નું અભિમાન કરી બીજાને હલકા માને) ૧૦-અમિત્ર (થોડા અપરાધે વધુ દંડ ) ૧૧-માયા (કપટથી મનમાં જુદું, વચનમાં જુદું, કાયાથી જુદું આચરે) ૧૨-લોભ (લોભથી દોષ લગાડે, આસક્તિથી પાપારંભમાં પ્રવર્તે ૧૩-ઇરિયાપથિકી (યૌગિક ક્રિયા, એક સમયનો બંધ, ૧૧ થી ૧૩ મે ગુણઠાણે હોય.)
સંખ્યા ૧૪
(૧) પૂર્વ-ઉત્પાદ, અગ્રાયણી, વીર્યપ્રવાદ, અસ્તિ-પ્ર૦ જ્ઞાન-પ્ર૦ સત્ય૦પ્ર૦ આત્મ-પ્ર૦ કર્મ-પ્ર૦ પ્રત્યાખ્યાન-પ્ર૦ વિદ્યા-પ્ર૦ કલ્યાણપૂર્વ, પ્રાણાયુપૂર્વ, ક્રિયા-વિશાળ, લોકબિન્દુસાર (૨) લૌકિકવિદ્યા-બ્રહ્મ, ચાતુરી, બલ, વાહન, દેશના, બાહુ, જલતરણ, રસાયણ, ગાયન, વાદ્ય, વ્યાકરણ, ભેદ, જ્યોતિષ, વૈદક (૩) લોકોત્તરવિદ્યા-ગણિતાનુયોગ, ધર્મકથાનુ, દ્રવ્યાનુ, ચરણકરણાનું શિક્ષા, વ્યાકરણ, છંદ, અલંકાર, જ્યોતિષ, નિરુક્તિ, ઇતિહાસ, ધર્મશાસસ્ત્ર, મીમાંસા, ન્યાય (૪) સમુર્ચ્છિમ ઉત્પત્તિસ્થાન-વિષ્ટા, પેશાબ, શ્લેષ્મ, વમન, પિત્ત, પરૂ, લોહી, વીર્ય, વીર્યપુદ્ગલ, નાસિકામેલ, મૃતક, સ્ત્રી-પુરૂષનો સંયોગ, ગટર, મનુષ્યના સર્વ અશુચિ સ્થાનો (૫) ગુણસ્થાન-કર્મગ્રન્થ ૨-૨-માં (૬) રત્ન-સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત, ઘોડો, હાથી, સુથાર, સ્ત્રી, ચક્ર છત્ર, ચર્મ, મણી, કાકિણી, ખડ્ગ, દંડ (૭) અભ્યંતરગાઠ-મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ.
સંખ્યા ૧૫
(૧) પરમાધામી-અંબ, અંબરિષ, શ્યામ, સબલ, રૌદ્ર, ઉપરૌદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ધનુઃ, કુંભ, વાલુક, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ (૨) યોગ દંડક ૨૧માં (૩) સિદ્ધ-ન૦ ૫૫માં.
સંખ્યા ૧૬
(૧) સંજ્ઞા-સુખ, દુઃખ, મોહ, જુગુપ્સા, શોક, ધર્મ, આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક, ઓઘ બૃ૦ સં૦ ૩૪૧-૪૨માં (૨) વિદ્યાદેવી-સંતિકરં ૫-૬માં
સંખ્યા ૧૭
(૧) સંડાસા(સાંધાઓ) ખમાસમણની પ્રમાજર્ના- (૧ થી ૩) પાછળના ભાગમાં કમ્મરથી પગની પાની સુધી જમણા અને ડાબા પગને તથા બન્ને પગની વચ્ચેના ભાગને ઓઘાથી પૂજવો (૪ થી ૬) ઉપર પ્રમાણે આગળના ભાગમાં ઓઘાથી પૂજવો (૭ થી ૯) જમણા અને ડાબા પગની તથા બન્ને પગની વચ્ચે રહેલ ભાગની સામે રહેલી, પગની આગળની ભૂમિને ઓઘાથી પૂજવી (૧૦-૧૧) નીચે બેસી જમણાલલાટથી ડાબા હાથ ઉપર થઈ પાછળ કોણી સુધી હાથને મુહપત્તિથી પૂજે, પછી ડાબા હાથમાં મુહપત્તિ લઇ ડાબાલલાટથી જમણા હાથ ઉપર થઈ પાછળ કોણી સુધી હાથને મુહપત્તિથી પૂજે (૧૨ થી ૧૪) મુહપત્તિથી ત્રણવાર ઓઘાને પૂજે (૧૫ થી ૧૭) ઉભા થતી વખતે જ્યાં ઉભા રહેવાનું છે ત્યાં જમણા અને ડાબા પગની તથા બન્ને પગની વચ્ચે રહેલ ભાગની સામે રહેલી પગની પાછળની ભૂમિને પૂજવી.
(૨) ભાવ શ્રાવકનાં ભાવગત લક્ષણ (૧) સ્ત્રી ત્યાગના પરિણામવાળો (૨) ઇન્દ્રિય નિરોધક (૩) અર્થને અસાર જાણે. (૪) સંસારને વિટંબન જાણે (૫) વિષયોને કિંપાક ફળ જેવા જાણે (૬) તીવ્ર આરંભ કરે નહિ. (૭) ગૃહવાસને જેલ સમાન માને (૮) સુગુરૂની ભક્તિ વડે દર્શનશુદ્ધિ કરે (૯) ગાડરીયા પ્રવાહમાં તણાય નહિ. (૧૦) શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ હોય (૧૧) યથાશક્તિ દાન કરનાર (૧૨) ધર્મ કરવામાં શરમાય નહિ. (૧૩) રાગ-દ્વેષ છોડનારો (૧૪) મધ્યસ્થ (૧૫) સર્વપદાર્થને ક્ષણિક વિચારે (૧૬) વિરક્ત થઈ વિષયભોગોને ભોગવે (૧૭) વેશ્યાની જેમ ઘરવાસનું પાલન કરે.
(૩) સંયમ (૧ થી ૫ ) પૃથ્વી-જલ-અગ્નિ-વાયુ અને વનસ્પતિનો (૬ થી ૯) બે૦ તે૦ ચઉ૦ અને પંચેન્દ્રિયનો (૧૦) અજીવનો (૧૧) પ્રેક્ષાનો-દરેક કાર્યમાં પ્રથમ ચક્ષુથી જોવું (૧૨) ઉપેક્ષાનો-પ્રમાદી અને સાવદ્ય વેપારવાળા તરફ મધ્યસ્થ ભાવના (૧૩) પ્રમાજર્નાનો (૧૪) પરિષ્ઠાપનાનો-અનુપયોગી અને દોષિત વસ્ત્ર-પાત્ર અશનાદિને વિધિ પૂર્વક પરઠવવું (૧૫ થી ૧૭) મન વચન કાયાનો સંયમ.
પુઢવિદગ અગણિ મારુય વણસ્સઇ બિ તિ ચઉ પણિંદિ અજ્જીવા પેહુપ્પેહ પમજ્જણ પરિટ્ઠવણ મણો વઇ કાયે (૫૫૬ પ્ર.)
સંખ્યા ૧૮
(૧) પૌષધદોષ-(૧) અવિરતિએ લાવેલ આહાર પાણી લેવા (૨) પૌષધ નિમિત્તે સરસ આહાર લેવો (૩) ઉત્તર પારણાના દિવસે સરસ આહાર વાપરવો. (૪) પૌષધમાં કે આગળે દિવસે પૌષધને ઉદ્દેશીને શરીરની શોભા વધારે કરવી (૫) પૌષધ નિમિત્તે વસ્ત્ર ધોવરાવવા (૬) પૌષધ નિમિત્ત આભૂષણાદિક તૈયાર કરાવવા (૭) પૌષધ નિમિત્તે વસ્ત્ર રંગાવવા (૮) પૌષધમાં શરીર પરથી મેલ ઉતારવો (૯) રાત્રિના પહેલા પહોરે નિદ્રા લેવી તથા બીજા પહોરે સંથારા પોરિસી ભણાવ્યા વિના નિદ્રા લેવી (૧૦) પૌષધમાં સ્ત્રીને લગતી વાત કરવી (૧૧) આહારને સારો કે ખોટો કહેવો (૧૨) પૌષધમાં રાજદ્વારી કે યુદ્ધને લગતી વાત કરવી (૧૩) પૌષધમાં દેશને લગતી વાત કરવી (૧૪) પૌષધમાં પ્રતિલેખ્યા-પ્રમાર્જ્યા વિના લઘુનીતિ વડીનીતિ વિ. પરઠવવું. (૧૫) પૌષધમાં નિન્દા કરવી (૧૬) પૌષધમાં અવરિતિ સાથે વાત કરવી (૧૭) પૌષધમાં ચોર સંબંધી વાત કરવી. (૧૮) પૌષધમાં સ્ત્રીનાં અંગોપાંગાદિ નિરખીને જોવા.
(૨) દર્શનતિથિ-૧-૨ બે એકમ, ૩-૪ બે ત્રીજ, ૫-૬ બે ચોથ, ૭-૮ બે છટ્ઠ, ૯-૧૦ બે સાતમ, ૧૧-૧૨ બે નોમ, ૧૩-૧૪ બે દશમ, ૧૫-૧૬ બે બારસ, ૧૭-૧૮ બે તેરસ.
(૩) દોષરહિત તીર્થંકર-અજ્ઞાન, નિદ્રા, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, વેદ, દાનાંતરાય, લાભાં૦ ભોગાં૦ ઉપભોગાં૦ વીર્યાં૦
અન્તરાયા દાન લાભ-વીર્ય ભોગોપભોગગાઃ; હાસોરત્યરતી ભીતિ-જુર્ગુપ્સા શોક એવ ચ (૭૨) કામો મિથ્યાત્વમજ્ઞાનં, નિદ્રા ચાવિરતિસ્તથા; રાગો દ્વેષશ્ચ નો દોષાસ્તેષામષ્ટા-દશાપ્યમી (૭૩-અ.ચિ.)
સંખ્યા ૧૯
(૧) કાઉસ્સગ્ગના દોષ-૧ ઘોટક (ઘોડાની જેમ એક પગ ઉંચો વાંકો રાખે) ૨-લતા (વેલડીની જેમ શરીરને હલાવે) ૩-સ્તંભાદિ (થંભ-ભીંત વિ. નો ટેકો રાખે) ૪-માલ (ઉપર માળનો મસ્તકે ટેકો રાખે) ૫-ઉદ્ધિ (ગાડીની ઉધીની જેમ અંગુઠા અથવા પાની મેળવીને રાખે) ૬-નિગડ (પગમાં બેડી નાખ્યાની જેમ પગ પહોળા રાખે) ૭-શબરી (નગ્ન ભીલડીની જેમ ગૃહ્યસ્થાને હાથ રાખે) ૮-ખલિણ (ઘોડાના ચોકડાની જેમ ઓઘાયુક્ત હાથ આગળ રાખે) ૯-વધૂ (નવ પરિણીત સ્ત્રીની જેમ માથું નીચું રાખે) ૧૦-લંબોત્તર (નાભી ઉપર અને ઢીંચણથી નીચે વસ્ત્ર રાખે) ૧૧-સ્તન (મચ્છર-અજ્ઞાન કે લજ્જાથી સ્ત્રીની જેમ હૃદયને વસ્ત્રથી ઢાંકી દે) ૧૨-સંયતિ (ઠંડી આદિના ભયથી સાધ્વીની જેમ સર્વ શરીર ઢાંકી દે) ૧૩-ભમુહંગુલી (કાઉસ્સગ્ગની સંખ્યા ગણવા ભૃકુટી અથવા આંગળી હલાવે) ૧૪-વાયસ (કાગડાની જેમ ડોળા ફેરવે) ૧૫-કપિત્થ (વસ્ત્રો મલીન થવાના ભયથી કોઠની જેમ ગોપવી રાખે) ૧૬-શિરઃકંપ (ભૂત-વળગાડની જેમ માથું ધુણાવે) ૧૭-મુક (મુંગાની જેમ હું હું કરે) ૧૮-મદિરા (દારૂ પીનારની જેમ બડબડાટ કરે) ૧૯-પ્રેક્ષ્ય (વાંદરાની જેમ આજુબાજુ જોયા કરે અને હોઠ હલાવે.)
લંબુત્તર-સ્તન અને સંયતિ આ ત્રણ દોષ સાધ્વીઓને ન હોય, તેથી તેમને ૧૬ દોષ હોય.
ઉપરના ત્રણ અને વધૂ દોષ શ્રાવિકાઓને ન હોય, તેથી તેમને ૧૫ દોષ હોય.
સંખ્યા ૨૦
(૧) વિહરમાન તીર્થંકર-સીમંધર, યુગમંધર, બાહુ, સુબાહુ, સુજાત, સ્વયંપ્રભ, ઋષભાનન, અનંતવીર્ય, સુરપ્રભ, વિશાળ, વજ્રધર, .ચંદ્રાનન, ચંદ્રબાહુ, ભૂજંગ, ઇશ્વર, નેમિપ્રભ, વીરસેન, મહાભદ્ર, દેવયશા, અજીતવીર્ય (૨) વિહરમાન તીર્થંકર લંછન-વૃષભ, હાથી, હરણ, વાનર, સૂર્ય, ચંદ્ર, સિંહ, હાથી, ચંદ્ર, સૂર્ય, વૃષભ, વૃષભ, કમલ, કમલ, ચંદ્ર, સૂર્ય, હાથી, વૃષભ, ચંદ્ર, સૂર્ય.
(૩) અસમાધિસ્થાન-૧ ઉતાવળથી ચાલવું ૨-પૂજ્યા વિના બેસવું ૩-જેમ તેમ પૂજીને બેસવું ૪-આગંતુક સાધુ સાથે ઝઘડો કરવો. ૫-નિષ્કારણ વધુ પડતા ઉપકરણો વાપરવા ૬-વડીલ સામે અવિનયથી બોલવું ૭-જ્ઞાનવૃદ્ધ વયોવૃદ્ધાદિનો ઉપઘાત કરવો. ૮-જયણા વિનાની પ્રવૃત્તિથી જીવહિંસા કરવી ૯-ચીડીયો સ્વભાવ રાખી વારંવાર ક્રોધ કરવો. ૧૦-ક્રોધની પરંપરા ચલાવવી ૧૧-નિન્દા કરવી. ૧૨-નિશ્ચય પૂર્વક બોલવું ૧૩-અકાલે સ્વાધ્યાય કરવો. ૧૪-ભૂતકાલના બનાવો યાદ કરી કષાયોની ઉદીરણા કરવી ૧૫-પગ પૂજવા નહિ અથવા અશુદ્ધ પૃથ્વી ઉપર બેસવું ૧૬-રાત્રે ઉંચે સ્વરે બોલવું, અગર સાવદ્ય ભાષા બોલવી ૧૭-કષાયને આધીન થવું. ૧૮-સમુદાયમાં એક બીજાને આડું અવળું સમજાવી કુસંપ કરાવવો ૧૯-ઘણું ભોજન કરવું અગર વારંવાર ભોજન કરવું. ૨૦-ગોચરીના દોષો ટાળવા નહિ.
સંખ્યા ૨૧
(૧) સબલસ્થાન-૧-હસ્તમૈથુન ૨-અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચારથી બ્રહ્મચર્યમાં દોષ લગાડવો. ૩-રાત્રિભોજન ૪-આધાકર્મિ ગ્રહણ ૫-રાજપિંડ ગ્રહણ ૬-ક્રિત ગ્રહણ ૭-પ્રામિત્ય ગ્રહણ ૮-અભ્યાહુત ગ્રહણ ૯-આછેદ્ય ગ્રહણ ૧૦-ત્યાગ કરેલું લેવું ૧૧-છ માસમાં એક ગચ્છમાંથી બીજા ગચ્છમાં જવું. ૧૨-એક માસમાં ત્રણવાર નદી ઉતરવી ૧૩-એક માસમાં ત્રણવાર કપટ કરવું. ૧૪-જાણીને હિંસા કરવી ૧૫-જાણીને જુઠું બોલવું. ૧૬-જાણીને અદત્ત લેવું. ૧૭-દોષિત પૃથ્વી ઉપર બેસવું ૧૮-અનુપયોગથી આવેલ અભક્ષ્યાદિ ચીજો જાણ્યા પછી પણ લાલસાથી વાપરવી ૧૯-એક વર્ષમાં દશવાર લેપ નદી ઉતરવી. ૨૦-એક વર્ષમાં દશ વાર કપટ કરવું. ૨૧-કાચા પાણીવાળા હાથે ગોચરી વહોરવી. આ સર્વે સંયમને કલંક લગાડનાર સ્થાનો છે.
(૨) દ્રવ્ય શ્રાવકનાં લક્ષણ-૧-અક્ષુદ્ર ૨-રૂપવાન ૩-સૌમ્યપ્રકૃતિ ૪-લોકપ્રિય ૫-અક્રૂર ૬-ભીરૂ ૭-અસઠ ૮-દાક્ષિણ્યતા ૯-લજ્જાળુ ૧૦-દયાળુ ૧૧-સૌમ્યદ્રષ્ટિ-મધ્યસ્થ ૧૨-ગુણરાગી ૧૩-સત્કથક ૧૪-સહાયકયુત ૧૫-દીર્ઘદર્શી ૧૬-વિશેષજ્ઞ ૧૭-વૃદ્ધાનુગત ૧૮-વિનયવંત ૧૯-કૃતજ્ઞ ૨૦-પરહિતકારી ૨૧-લબ્ધલક્ષ.
(૩) મિથ્યાત્વ (સંખ્યા ૫-૬-૧૦)
સંખ્યા ૨૨
(૧) અભક્ષ્ય-૧-વડનાં ફળ, ૨-પીંપળાનાં ફળ, ૩-પીપળનાં ફળ, ૪-ઉંબરનાં ફળ, ૫-કોઠિંબડા, ૬-દારૂ, ૭-માંસ, ૮-માખણ, ૯-મધ, ૧૦-હિમ, ૧૧-વિષ, ૧૨-કરા, ૧૩-કાચીમાટી-કાચુંમીઠું, ૧૪-રાત્રિભોજન, ૧૫-બહુબીજ (ખસખસ, અંજીર, વિ૦) ૧૬-અનંતકાય, ૧૭-બોળઅથાણું ૧૮-વિદળ (કાચા દહિ દુધ-છાશ સાથે કઠોળ ખાવું.ભેગું કરવું) તે, ૧૯-રીંગણા, ૨૦-અજાણ્યાં ફળ-ફુલ, ૨૧-તુચ્છ ફળ (થોડું ખાવાનું-ફેંકવાનું વધારે) ૨૨-ચલિતરસ (જેનો વર્ણ-ગંધ-રસ-સ્પર્શ બદલાઈ જવાથી બે સ્વાદ થએલાં જેમકે વાસી રોટલી, નરમપુરી, દુધની મલાઇ વિ૦) બે રાત્રિ પછી દહિ.
(૨) પરિષહ (ન.ત. ૨૭-૨૮ માં)
સંખ્યા ૨૩
(૧) પાંચ ઇન્દ્રિયોના વિષય-વર્ણ-૫, રસ-૫, સ્પર્શ-૮, (સંખ્યા ૫-૮માં) સુગંધ, દુર્ગંધ, સચિત્ત શબ્દ, અચિત્ત શબ્દ, અને મિશ્ર શબ્દ.
સંખ્યા ૨૪
(૧) અનાગત તીર્થંકર-પદ્મનાભ, સુરદેવ, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, સર્વાનુભૂતિ, દેવશ્રુત, ઉદય, પેઢાળ, પોટીલ, શતકીર્તિ, સુવ્રત, અમમ, નિષ્કષાય, નિષ્પુલાક, નિર્મમ, ચિત્રગુપ્ત, સમાધિ, સંવર, યશોધર, વિજય, મલ્લિ, શ્રીદેવ, અનંતવીર્ય, ભદ્રકૃત્ (૨) અતીત તીર્થંકર-કેવળજ્ઞાની, નિર્વાણી, સાગર, મહાયશ, વિમલ, સર્વાનુભૂતિ, શ્રીધર, શ્રીદત્ત, દામોદર, સુતેજા, સ્વામિનાથ, મુનિસુવ્રત, સુમતિ, શિવગતિ, અસ્ત્યાગ, નમીશ્વર, અનીલ, યશોધર, કુતાર્થ, જિનેશ્વર, શુદ્ધમતિ, શિવંકર, સ્યંદન, સંપ્રતિ (૩) વર્તમાન તીર્થંકર-૧બૃહચ્છાન્તિમાં (૪) વર્તમાન તીર્થંકર વર્ણ-પદ્મપ્રભુ ને વાસુપૂજ્ય રક્ત, ચંદ્રપ્રભુ ને સુવિધિ૦ શ્વેત, મલ્લિ૦ ને પાર્શ્વ૦ નીલ, મુનિસુવ્રત ને નેમિ૦ શ્યામ બાકીના પીત (૫) વર્તમાન તીર્થંકરના યક્ષ-યક્ષિણી-સંતિકરં-૭ થી ૧૦ માં
તહ સગ્ગચૂઓ, દુપ્પસહો, સાહુણીઅ ફલ્ગુસિરિ;
નાઇલસડ્ઢો સડ્ઢી, સચ્ચસિરિ અંતિમો સંઘો. ૧
સુઅ સૂરિ સંઘ ધમ્મો પુવહ્ને, છિજ્જઈ અગણિ સાયં;
નિવ વિમલવાહણો, સહુમમંતિ નયધમ્મ મજ્જહ્ને. ૨
(૭) વર્તમાન તીર્થંકરના માતા-પિતા અને જન્મસ્થાન-
(૧) મરૂદેવીમાતા, નાભિરાજા, અયોધ્યાનગરી, (૨) વિજ્યા, જિતશત્રુ, અયોધ્યા, (૩) સેના, જિતારી, સાવત્થી (૪) સિદ્ધાર્થ, સંવર, અયોધ્યા (૫) સુમંગલા, મેઘરાજા, અયોધ્યા (૬) સુસીમા, શ્રીધરરાજા, કૌશંબી (૭) પૃથિવી, પ્રતિષ્ઠિત, વારાણસી (૮) લક્ષ્મણા, મહસેન, ચન્દ્રપુરી (૯) રામા, સુગ્રીવ, કાકન્દી (૧૦) નંદા, દૃઢરથ, ભદ્દિલપુર (૧૧) વિષ્ણુ, વિષ્ણુ, સિંહપુરી (૧૨) જ્યા, વાસુપૂજ્ય, ચંપાપુરી (૧૩) શ્યામા, કૃતવર્મા, અયોધ્યા (૧૪) સુયશા, સિંહસેન, અયોધ્યા (૧૫) સુવ્રતા, ભાનુરાજા, રત્નપુરી (૧૬) અચિરા, વિશ્વસેન, હસ્તિનાપુર, (૧૭) શ્રીદેવી, શૂરસેન, હસ્તિનાપુર (૧૮) દેવીમાતા, સુદર્શન, હસ્તિનાપુર (૧૯) પ્રભાવતી, કુંભ, મિથિલા (૨૦) પદ્માવતી, સુમિત્ર, રાજગૃહી (૨૧) વપ્રાદેવી, વિજયરાજા, મથુરાનગરી (૨૨) શિવાદેવી, સમુદ્રવિજય, શૌરીપુરી (૨૩) વામાદેવી, અશ્વસેન, વારાણસી (૨૪) ત્રિશલા, સિદ્ધાર્થ, ક્ષત્રિયકુંડ.
સંખ્યા ૨૫
(૧) વાંદણાંના આવશ્યક-૧-૨-૩-મન વચન અને કાયાની ગુપ્તિ, ૪-યથાજાત મુદ્રા-દીક્ષા રૂપ જન્મ વખતની અવસ્થા (ફક્ત-ચોલપટ્ટો-ઓઘો-મુહપત્તિ લઈ નમ્રભાવે હાથજોડી ઉભા રહેવું.) ૫-૬ અવનત (બન્ને વાંદણામાં ‘અણુજાણહ મે મિઉગ્ગહં‘ બોલતાં શરીર નમાવવું) ૭-૮-પ્રવેશ (બન્ને વાંદણાંમાં ‘નિસીહિ‘ બોલતાં અવગ્રહમાં પ્રવેશ કરવો) ૯-૨૦ આવર્ત (‘અ-હો, કા-યં, કા-ય અને જ-ત્તા-ભે, જ-વ-ણિ, જ્જં-ચ-ભે‘ રજોહરણ ઉપર બન્ને હાથના પંજા પહોળા કરી દશે આંગળીઓ અડાડી ‘અ‘ બોલવો અને બન્ને પહોળા કરેલ પંજાને લલાટે અડાડતાં ‘હો‘ બોલવું, તે પ્રમાણે ‘કાયં અને કાયં‘ માં પણ સમજવું, ઉપર પ્રમાણે ‘ જ ત્તા ભે‘ આદિમાં પણ સમજવું પરંતુ વચ્ચેના અક્ષરો ‘તા-વ-ચ‘ બોલતાં બન્ને હાથના પંજા ઓઘો અને લલાટની વચ્ચે સ્હેજ અટકાવવા) ૨૧ થી ૨૪ શિરોનમન (બન્ને વાંદણાંમાં ‘સંફાસં‘ અને ખામેમિથી વઇક્કમં’ બોલતાં ઓઘા ઉપર પહોળા કરેલ બન્ને હાથના પંજામાં માથું મુકવું.) ૨૫-નિષ્ક્રમણ (આવસ્સિયાએ’ બોલી અવગ્રહમાંથી બહાર નીકળવું.
(૨) પડિલેહણ-આ મુહપત્તિની પડિલેહણા જાણવી સંખ્યા ૫૦માં (૩) ઉપાધ્યાયના ગુણ-૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ચરણસિત્તરી, કરણસિત્તરી, સંખ્યા ૧૨–૭૦માં (૪) પાંચ મહાવ્રતની ભાવના ૧-થી ૫-મનગુપ્તિ, ઇર્યાસમિતિ, આદાન-નિક્ષેપસમિતિ, એસણાસમિતિ, દુષ્ટ અન્ન પાણી લેવું નહિ. ૬ થી ૧૦ હાંસી, ભય, લોભ, અને ક્રોધનો ત્યાગ કરવો, વિચારીને બોલવું. ૧૧ થી ૧૫ વિચારીને અવગ્રહનું યાચન, વારંવાર અવગ્રહની અનુજ્ઞા મેળવવી, અવગ્રહનું અવધારણ, સમાન ધાર્મિક પાસે અવગ્રહનું યાચન, આપેલાં જ ગોચરી-પાણી વાપરવાં ૧૬ થી ૨૦ પહેલી ત્રીજી-પાંચમી, બીજી, છટ્ઠી, ચોથી, નવમી, સાતમી-આઠમી વાડ ૨૧ થી ૨૫ પાંચે ઇન્દ્રિયોના અનુકૂલ અને પ્રતિકૂલ વિષયોમાં રાગ અને દ્વેષ કરવો નહિ. યો૦ શા૦ ૧ પ્ર૦ ૨૬ થી ૩૩ માં.
સંખ્યા ૨૭
(૧) સાધુના ગુણ-૬ ષટ્કાયના રક્ષક, ૬-છ વ્રતનુ પાલનકરનાર ૫-પાંચે ઇન્દ્રિયોના વિષય-વિકારોને રોકનાર, ૩-મન વચન-કાયાની કુટીલતાના ત્યાગી કુલ ૨૦ થયા ૨૧-૨૨-પરિષહ અને ઉપસર્ગ સહનકરનાર, ૨૩ લોભનો નિગ્રહ કરનાર ૨૪ ક્ષમાને ધારણકરનાર, ૨૫-પડિલેહણની શુદ્ધિ, ૨૬ ચિત્તની નિર્મળતા ૨૭ સંયમયોગમાં વર્તનાર.
છવ્વય છકાયરક્ખા, પંચેંદિય લોહનિગ્ગહો ખંતી;
ભાવવિસુદ્ધી પડિલેહણાઇકરણે વિસુદ્ધી અ. ૧
સંજમજોએ જુત્તો, અકુસલમણવયણકાયસંરોહો;
સીઆઇપીડસહણં ચ, મરણં તુવસગ્ગસહણં ચ. ૨
સંખ્યા ૨૮
(૧) લબ્ધિ-આમર્ષઔષધિ, વિપ્ર૦ ખેલ૦ જલ૦ સર્વ૦ સંભિન્નશ્રોત, અવધિજ્ઞાન, ઋજુમતિ, વિપુલમતિ, ચારણ, આશીર્વિષ, કેવળજ્ઞાન, ગણધર, પૂર્વધર, તીર્થંકર, ચક્રી, બળદેવ, વાસુદેવ, ક્ષીરાશ્રવ, કોષ્ઠ, પદાનુસારિણી, બીજબુદ્ધિ, તેજોલેશ્યા, આહારક, શીતલેશ્યા, વૈક્રિય, અક્ષીણમહાનસ, પુલાક (૨) નક્ષત્ર-વિભાગ ૩, પેજ ૪૨ માં.
સંખ્યા ૨૯
(૧) પાપશ્રુત-દિવ્યનિમિત્તશાસ્ત્ર, ઉત્પાદ-નિ૦ અંતરિક્ષ-નિ૦ ભૌમ-નિ૦ અંગ-નિ૦ સ્વર-નિ૦ વ્યંજન-નિ૦ લક્ષણ-નિ૦ ઉપરના આઠ શાસ્ત્રો અને તેની આઠ ટીકાઓ તથા આઠ વાર્તિકો મળી ચોવીસ (૨૫) સંગીતશાસ્ત્ર (૨૬) નાટ્યશાસ્ત્ર (૨૭) વાસ્તુવિદ્યા શાસ્ત્ર (૨૮) વૈદ્યકશાસ્ત્ર (૨૯) ધનુર્વેદશાસ્ત્ર.
સંખ્યા ૩૦
(૧) મોહનીય સ્થાન-૧ જલક્રિડા, ૨-મુખઢાંકી હસવું ૩૦-ફાંસો આપવો. ૪-મસ્તક, પર ઘા કરી મારવું. ૫-નાયકને મારવો. ૬-દીપક પેઠે ઉપકારીને મારવો. ૭-સમર્થ છતાં આચાર્યાદિનો રોગ ન મટાડવો. ૮-બહુશ્રુત છતાં સાધુને ધર્મમાર્ગથી પાડવો. ૯-વીતરાગની નિન્દા. ૧૦-આચાર્ય-ઉપાધ્યાયની નિન્દા ૧૧-આ. ઉ. નું વૈયાવચ્ચ ન કરવું. ૧૨-વારંવાર અધિકરણ ઉત્પન્ન કરવાં. ૧૩-તીર્થનો ભેદ કરવો. ૧૪-જાણતાં છતાં આધાકર્મિક યોગો જોડવાં. ૧૫-ઇહ-પર લોકની ઇચ્છા ૧૬-‘હું બહુશ્રુત તપસ્વી છું‘ એમ જુઠું બોલવું. ૧-અગ્નિ સળગાવી બીજાને ધુમથી મારવો. ૧૮-પોતે અકાર્ય કરી, બીજાએ અકાર્ય કર્યું, એમ બોલવું ૧૯-વસ્ત્ર પાત્ર કપટથી છુપાવવાં. ૨૦-અશુભ મન રાખવું. ૨૧-નિરંતર કલહ કરવો. ૨૨-લુંટ કરવી. ૨૩-સ્ત્રીના પતિને વિશ્વાસ પમાડી તે સ્ત્રીમાં લુબ્ધ થવું. ૨૪-હું કુમાર છું, એમ ખોટું બોલવું. ૨૫-હું બ્રહ્મચારી છું, એમ ખોટું બોલવું.
૨૬-જેનાથી ધનાદિ મળ્યું હોય તેના જ ધનાદિની ઇચ્છા કરવી ૨૭-જેનાથી અભ્યુદય થયો હોય, તેને જ અંતરાયરૂપ થવું. ૨૮-શેઠ-સેનાપતિ, રાજાદિને હણવા ૨૯-દેવને ન દેખવા છતાં હું દેખું છું, એમ બોલવું, અથવા હું દેવ છું, એમ બોલવું ૩૦-દેવ દેવીની નિન્દા કરવી.
સંખ્યા ૩૧
(૧) સિદ્ધના ગુણ-(૧) ચોરસસંસ્થાન રહિત (૨) ત્રિકોણસંસ્થાન રહિત (૩) લંબગોળસંસ્થાન રહિત (૪) થાળી માફક ગોળસંસ્થાન રહિત (૫) બંગડી માફક ગોળસંસ્થાન રહિત (૬) શ્વેતવર્ણ રહિત (૭) રક્ત વર્ણ રહિત (૮) પીતવર્ણ રહિત (૯) નીલવર્ણ રહિત (૧૦) કૃષ્ણવર્ણ રહિત (૧૧) સુગંધ રહિત (૧૨) દુર્ગંધ રહિત (૧૩) તિક્તરસ રહિત (૧૪) કટુરસ રહિત (૧૫) કષાયરસ રહિત (૧૬) આમ્લરસ રહિત (૧૭) મધુરરસ રહિત (૧૮) શીતસ્પર્શ રહિત (૧૯) ઉષ્ણસ્પર્શ રહિત (૨૦) ઋક્ષસ્પર્શ રહિત (૨૧) સ્નિગ્ધસ્પર્શ રહિત (૨૨) ગુરુસ્પર્શ રહિત (૨૩) લઘુસ્પર્શ રહિત (૨૪) કર્કશસ્પર્શ રહિત (૨૫) મૃદુસ્પર્શ રહિત (૨૬) પુરુષવેદ રહિત (૨૭) સ્ત્રીવેદ રહિત (૨૮) નપુંસકવેદ રહિત (૨૯) શરીર રહિત (૩૦) સંગ રહિત (૩૧) જન્મ રહિત.
સંખ્યા ૩૨
(૧) અનંતકાય – ૧-સર્વ કંદની જાતિ (સુરણ). ૨-વજ્રકંદ. ૩-લીલી હળદર. ૪-ભોંયકોળું. ૫-થોરની જાત. ૬-લીલો કચુરો. ૭-લીલું આદું. ૮-સતાવરી વેલ. ૯-કુંવાર અને તેનાં શેલરાં. ૧૦-લસણ. ૧૧-ગલો. ૧૨-વંશ કારેલી. ૧૩-ગાજર. ૧૪-લુણી (સાજી-વૃક્ષ. ૧૫-લોઢક (પદ્મની) કંદ. ૧૬-કિસલય પત્ર. ૧૭-ગિરિ કર્ણિકા. (ગરમરવેલ) ૧૮-ખરસઇઓ. ૧૯-થેગની ભાજી. ૨૦-લીલીમોથ. ૨૧-લુણીની છાલ. ૨૨-ખિલ્લુડો. ૨૩-અમૃતવેલ. ૨૪-મૂળો. ૨૫-બીલાડીના ટોપ. ૨૬-વિદળના અંકુરા. ૨૭-ઢક્ક વત્થુલાની ભાજી. ૨૮-અસુરવલ્લી. ૨૯-પલ્લંકાની ભાજી. ૩૦-કુણી આંબલી. ૩૧-બટાટા. ૩૨-ડુંગલી.
(૨) સામાયિકના દોષ-૧-સમજ્યા વિના સામાયિક કરે. ૨-યશ કીર્તિની ઇચ્છા રાખે. ૩-ધનની ઇચ્છા કરે. ૪-સામાયિક કર્યાનો ગર્વ કરે. ૫-નિન્દાના ભયથી સામાયિક કરે. ૬-નિયાણું કરે. ૭-ફળનો સંદેહ રાખે. ૮-કષાય યુક્ત ચિત્તે સામાયિક કરે. ૯-ગુરુ અથવા સ્થાપનાનો વિનય કરે નહિ.
૧૦-ભક્તિ પૂર્વક સામાયિક કરે નહિ (આ દશ મનના) ૧૧-કુવચન બોલે. ૧૨-વિચાર કર્યા વિના બોલે. ૧૩-ખોટું આળ મુકે. ૧૪-શાસ્ત્ર નિરપેક્ષ બોલે. ૧૫-શાસ્ત્રના વચનોને સંક્ષેપ કરીને બોલે. ૧૬-કલહ કરે. ૧૭-ચાર વિકથા કરે. ૧૮-મશ્કરી કરે. ૧૯-સુત્રનો અશુદ્ધ ઉચ્ચાર કરે. ૨૦-સૂત્રો ઉતાવળથી બોલે (આ દશ વચનના) ૨૧-પગ ઉપર પગ ચઢાવે, ઉંચે બેસે. ૨૨-આસન વારંવાર ફેરવે, ચપલતા રાખે. ૨૩-હરણની જેમ ચારે દિશામાં જોયા કરે. ૨૪-સાવદ્ય ક્રિયાની સંજ્ઞા કરે. ૨૫-ઓઠીંગણ દઇને બેસે, ૨૬-આળસ મરડે, કમ્મર વાંકી-ચુંકી કરે, ૨૭-ઉદ્ભટપણે બેસે. ૨૮-આંગળીયોના ટચાકા ફોડે, ૨૯-ખરજખણે, ૩૦-હાથનો ટેકો દઇને બેસે. ૩૧-બેઠાં બેઠાં ઝોકાં ખાય, ૩૨-ઠંડી આદિના કારણે આખું શરીર ઢાંકીને બેસે (આ બાર કાયાના)
(૩) વંદનના દોષ-૧-અનાદર, ૨-અક્કડ, ૩-ક્રિયા અધુરી રાખી નાશી જવું, ૪-સર્વને એક વંદનાથી વાંદે, ૫-કુદકા મારતો વાંદે, ૬-અંકુશ પેઠે ઉભા રાખી વાંદે, ૭-શરીર હલાવતો વાંદે, ૮-મચ્છ જેમ ઉઠતાં બેસતાં ઉછળતો વાંદે, ૯-દુષ્ટ મનથી વાંદે, ૧૦-હાથ ટેકાવીને વાંદે, ૧૧-મારી સેના કરે છે એ હેતુથી વાંદે, ૧૨-ભયથી વાંદે, ૧૩-મિત્રતાથી વાંદે, ૧૪-ગૌરવ પ્રાપ્તિ હેતુથી વાંદે, ૧૫-વસ્ત્રાદિલાભ હેતુથી વાંદે, ૧૬-છાનું અથવા ઉતાવળથી વાંદે, ૧૭-અવસર વિના વાંદે, ૧૮-રોષમાં વર્તતો વાંદે, ૧૯-તજર્ના કરતો વાંદે, ૨૦ વિશ્વાસ બેસડવા વાંદે, ૨૧-વચનથી હેલના
કરતો વાંદે, ૨૨-વચ્ચે વાતો કરતો વાંદે, ૨૩-અંધારામાં દૃષ્ટાદૃષ્ટ વાંદે, ૨૪-લલાટના બે પડખે હાથ લગાડતો વાંદે, ૨૫-ટેક્ષમાની વાંદે, ૨૬-કર ચુકાવવા વાંદે, ૨૭-અહો કાયં આદિ બોલતો લલાટે અને ઓઘે હાથ ન લગાડતો વાંદે, ૨૮-શબ્દ વાક્ય આવશ્યકાદિ ઓછાં બોલતો વાંદે, ૨૯-વંદન
કર્યા પછી જોસથી ‘મત્થએણ વંદામિ‘ બોલે, ૩૦-અપ્રગટ ઉચ્ચાર કરતો વાંદે, ૩૧-જોસથી બોલી વાંદે, ૩૨-ઓઘો ભમાવતો વાંદે (૪) જંબુ વિદેહ વિજય-(ક્ષે. સ. ૧૫૪ થી ૧૫૭ માં)
(૫) યોગસંગ્રહ-૧-આચાર્યે શિષ્યની પાસે આલોચના લેવી, ૨-લીધેલી આલોચના-આચાર્ય બીજાને કહે નહિ. ૩-આપત્તિમાં પણ ધર્મમાં દૃઢ રહે. ૪-આલોકની ઇચ્છા વિના ક્રિયા કરે. ૫-ગ્રહણ-આસેવન શિક્ષાનું સેવન કરે. ૬-શરીરની દવા કરાવે નહિ. ૭-તપ કરી બીજાને કહે નહિ. ૮-નિર્લોભ તપ કરે. ૯-નિર્ભય પણે પરિષહો જીતવા. ૧૦-સરલતા ૧૧-સંયમની નિર્મળતા. ૧૨-સમકિતની શુદ્ધિ કરે. ૧૩-સમતામાં રહી ચિત્તની સમાધિ કરે. ૧૪-શુભ આચરણની તત્પરતા. ૧૫-વિનયમાં તત્પર રહે. ૧૬-દીનતા ધારણ કરે નહિ. ૧૭-પરમાં મોહ ત્યાગ રૂપ સંવેગમાં તત્પર રહે. ૧૮-કપટ રહિત વ્રત ધારણ કરવામાં તત્પર રહે. ૧૯-દરેક કાર્ય શુભ વિધિ પૂર્વક કરે. ૨૦-સંવર ભાવમાં વર્તે. ૨૧-પોતાના દોષોને દૂર કરે. ૨૨-સ્વઇચ્છાથી વિરક્ત ભાવ રાખે. ૨૩-મૂલગુણ પચ્ચક્ખાણ કરે. ૨૪-ઉત્તરગુણ પચ્ચક્ખાણ કરે. ૨૫-દ્રવ્ય અને ભાવ વિષયોનો ત્યાગ કરે. ૨૬-પ્રમાદનો ત્યાગ કરે. ૨૭-ક્ષણે ક્ષણે સમાચારી અનુષ્ઠાનમાં પ્રવર્તે. ૨૮-ધ્યાનમાં સમ્યક્ પ્રકારે વૃત્તિ ધારણ કરે. ૨૯-મૃત્યુ જનક વેદનામાં પણ ગભરાય નહિ. ૩૦-સંસારિક વસ્તુના સંગનો ત્યાગ કરે. ૩૧-દોષોનું પ્રાયશ્ચિત કરે. ૩૨-અન્તિમ ક્ષમા યાચના કરે અને આરાધના કરે (સમ.)
સંખ્યા ૩૩
(૧) ગુરુની આશતના-૧-૨-૩ગુરુની આગળ ચાલે. ઉભો રહે, બેસે. ૪-૫-૬-ગુરુની પડખે ચાલે. ઉભો રહે-બેસે. ૭-૮-૯-ગુરુને અડકીને ચાલે, ઉભો રહે. બેસે ૧૦-ગુરુની પહેલા ભોજન કરે. ૧૧-ગુરુની પહેલા ઇરિયાવહિ કરે. ૧૨-ગુરુ બોલાવે ત્યારે જાગતો હોય છતાં ઉત્તર આપે નહિ. ૧૩-આવતા શ્રાવકોને ગુરુ પહેલા પોતે પોતાની પાસે બોલાવે. ૧૪-ગુરુને છોડી બીજે ગોચરી આલોવે. ૧૫-ગુરુ પહેલા બીજાને ગોચરી બતાવે. ૧૬-આહાર વાપરવા માટે ગુરુ પહેલા બીજાને આમંત્રણ આપે. ૧૭-ગુરુને પુછ્યા વિના બીજાને આહાર આપે. ૧૮-સ્નિગ્ધ આહાર ગુરુને ન આપતાં પોતે જ વાપરી જાય.
૧૯-ગુરુ બોલાવે ત્યારે બહેરાની જેમ શુન્ય બેસી રહી ઉત્તર આપે નહિ. ૨૦-ગુરુ બાલાવે ત્યારે છંછેડાઇ કડવા વચન બોલે. ૨૧-ગુરુ પાસે જઇ નમ્રતાથી ઉત્તર ન આપતાં આસને બેઠાં બેઠાં જ ઉત્તર આપે. ૨૨-શું છે? એવું વિનય રહિત ગુરુ સાથે બોલવું. ૨૩-ગુરુ, કામ માટે બોલાવે ત્યારે ‘તમે જ કરોને‘ એમ તોછડાઇથી જવાબ આપે. ૨૪-તમે જ કરોને ‘મને જ દેખ્યો છે‘ એમ ગુરુને તજર્ના કરે. ૨૫-ગુરુને વ્યાખ્યાતા જોઇ અથવા તેમના ભક્તો જોઇ પોતે નારાજ થાય ૨૬-વ્યાખ્યાનમાં ‘એમ નથી‘ ‘આ અર્થ નથી‘ એમ બોલવું. ૨૭-સભાને કહે પછી તમને સમજાવીશ, એવું ડહાપણ કરી, ગુરુની કથા તોડી પાડે. ૨૮-પોરિસિ વેળા થઇ, ગોચરી વેળા થઈ, એમ કહી પર્ષદા ભાગી નાખે. ૨૯-સભાને ડહાપણ બતાવવા ગુરુએ કહેલી વાતને પોતે વિસ્તાર કરી બતાવે. ૩૦-ગુરુના શય્યા-સંથારાદિને પગ લગાડી ખમાવે નહિ. ૩૧-ગુરુના સંથારા-આસન ઉપર બેસે. ૩૨-ગુરુથી ઉંચા આસને બેસે, ગુરુથી અધિક મૂલ્યવાળાં વસ્ત્રાદિ વાપરે. ૩૩-ગુરુના સમાન આસન રાખે, ગુરુના સમાન વસ્ત્રો પહેરે.
સંખ્યા ૩૪
(૧) અતિશય-અદ્ભૂતરૂપ-ગંધવાળું તેમજ રોગ-પરસેવો અને મેલ રહિત શરીર, સુગંધીદાર શ્વાસ, દુધ જેવા સફેદ અને નિર્મળ લોહી અને માંસ, આહાર-નિહારની ક્રિયાને ચરમ ચક્ષુવાળા દેખી શકે નહિ. (આ ચાર જન્મથી હોય) કોટાકોટી દેવ-મનુષ્ય અને તિર્યંચો એક યોજનમાં સમાય, એક યોજન સુધી દરેકને પોતપોતાની ભાષામાં સમજાય તેવી વાણી, સૂર્ય કરતાં અધિક તેજસ્વી-મસ્તક પાછળ ભામંડળ હોય-સવાસો યોજન સુધી રોગ, વૈરવિરોધ, મુષક આદિનો ઉપદ્રવ, મારીમરકી, અતિવૃષ્ટિ, વૃષ્ટિનો અભાવ, દુકાળ, અને સ્વ-પર ચક્રનો ભય ન હોય (આ અગીયાર ઘાતીકર્મના ક્ષયથી ઉત્પન્ન થાય) ધર્મચક્ર, ચામર, પાદપીઠ સહિત સિંહાસન, ત્રણછત્ર, રત્નમયધ્વજ, સુવર્ણ કમળ ઉપર ચાલવું, ત્રણ ગઢ (સમવસરણ), ચારમુખે દેશના, ચૈત્યવૃક્ષ, કાંટા ઉંધા થાય, વૃક્ષો નમી જાય, દુંદુભી નાદ, વાયુ અનુકૂલવાય, પક્ષિઓ પ્રદક્ષિણા આપે, સુગંધી જલવૃષ્ટિ, વિવિધ રંગવાળાં પુષ્પની વૃષ્ટિ, કેશ-રોમ દાઢી મુચ્છ નખ વધે નહિ, જઘન્યથી ક્રોડ દેવો સેવા કરે, પાંચે ઇન્દ્રિયોના વિષયોને અનુકૂલ છ ઋતુની વસ્તુ એક જ કાળમાં ફળે (આ ઓગણીસ ઘાતીકર્મનો ક્ષય થવાથી દેવોએ કરેલા છે)
તેષાં ચ દેહોઽદ્ભૂત રૂપગન્ધો,
નિરામયઃસ્વેદમલોજ્ઝિતશ્ચ;
શ્વાસોઽબ્જગન્ધો રૂધિરામિષં તુ,
ગોક્ષીરધારાધવલં હ્યવિસ્રમ્ ૫૭
આહાર નીહાર વિધિસ્ત્વદૃશ્ય-
શ્ચત્વાર એતેઽતિશયાઃ સહોત્થાઃ;
ક્ષેત્રે સ્થિતિ ર્યોજનમાત્રકેઽપિ,
નૃદેવતિર્યગ્જન કોટિકોટેઃ ૫૮
વાણી નૃતિર્યક્ સુરલોકભાષા-
સંવાદિની યોજન ગામિની ચ;
ભામણ્ડલં ચારૂ ચ મૌલિપૃષ્ઠે,
વિડમ્બિતાઽહર્પતિમણ્ડલશ્રિ ૫૯
સાગ્રે ચ ગવ્યૂતિશતદ્વયે રુજા
વૈરેતયો માર્યતિવૃષ્ટ્યઃ;
વૃષ્ટ્યઃ, દુર્ભિક્ષમન્યસ્વકચક્રતો ભયં,
સ્યાન્નૈત એકાદશ કર્મ ઘાતજાઃ ૬૦
ખે ધર્મચક્રં ચમરાઃ સપાદ-
પીઠં મૃગેન્દ્રાસનમુજ્જ્વલં ચ;
છત્રત્રયં રત્નમયો ધ્વજોઽઙિ્ઘ્ર-
ન્યાસે ચ ચામીકર પંકજાનિ ૬૧
વપ્રત્રયં ચારુ ચતુર્મુખાઙ્ગતા,
ચૈત્યદ્રુમોઽધોવદનાશ્ચ કણ્ટકાઃ;
દ્રુમાનતિ ર્દુન્દુભિનાદ ઉચ્ચકૈ-
ર્વાતોઽનુકૂલઃ શકુનાઃ પ્રદક્ષિણાઃ ૬૨
ગન્ધામ્બુવર્ષં બહુવર્ણ પુષ્પ-
વૃષ્ટિઃ કચશ્મશ્રુનખાપ્રવૃદ્ધિઃ;
ચતુર્વિધામર્ત્ય નિકાયકોટિ-
જર્ઘન્યભાવાદપિ પાર્શ્વદેશે ૬૩
ઋતુનામિન્દ્રિયાર્થાના-મનુકૂલત્વમિત્યમી;
એકોનવિંશતિ ર્દૈવ્યાશ્ચતુસ્ત્રિંશચ્ચ મીલિતાઃ ૬૪ અ. ચિ.
સંખ્યા ૩૫
(૧) માર્ગાનુસારી ગુણ ૧-ન્યાયથી ઉપાજર્ન કરેલા વૈભવવાળો હોય, ૨-શિષ્ટ પુરૂષોના આચારની પ્રશંસા કરે, ૩-બરોબરીયા કુળ અને સરખા આચારવાળા તેમજ ભિન્ન ગોત્રવાળા સાથે લગ્ન કરનાર, ૪-પાપભીરૂ, ૫-ઉત્તમ લોકાચાર, ઉત્તમ કુલાચાર અને ઉત્તમ ધર્માચારનું આચરણ કરે, ૬-નિન્દાનો ત્યાગ કરે, ૭-રહેવાનું મકાન, ઘણા પ્રગટ સ્થાનમાં ન રાખે તેમ ઘણા ગુપ્ત સ્થાનમાં ન રાખે તેમજ સારા પાડોશમાં રાખે વળી ઘણાં દ્વાર ન રાખે, ૮-સદાચારી પુરુષોની સોબત કરે, ૯-માતા-પિતાદિ વડિલોની સેવા કરે, આજ્ઞા પાળે અને નમસ્કાર કરે, ૧૦-ઉપદ્રવવાળા સ્થાન-ગામનો ત્યાગ કરે, દેવ ગુરુ અને સાધર્મિકનો જ્યાં મેળાપ થાય તેવા ગામમાં અને તેવા સ્થાનમાં રહે, ૧૧-દેશ-જાતિ-કુલ અને કાલ નિન્દિત કાર્ય કરે નહિ, ૧૨-આવક કરતાં ખર્ચ ઓછો રાખે, ૧૩-પોતાના વૈભવ (જાતિ-અવસ્થા-દેશ-કાળ-વય) ને અનુસારે વેશ પહેરે; ૧૪-વીતરાગની વાણીને સાંભળવાની ઇચ્છા રાખે, સાંભળે, સારી રીતે ગ્રહણ કરે, યાદ રાખે, અન્ય અર્થો પણ વિચારે, વિરોધી અને અવિરોધીનો ભેદ કરે, યથાર્થ અર્થ જાણે, તેમાં વિધિ-નિષેધ કરે, ૧૫-દરરોજ ધર્મ સાંભળે, ૧૬-અજીર્ણે ભોજન ત્યાગ કરે. ૧૭-પથ્યાપથ્યનો વિચાર કરી હિતકારી, તથા પ્રમાણથી યુક્ત અને યોગ્ય સમયે ભોજન કરે, ૧૮-પરસ્પર એક બીજાને વિરોધ ન આવે એવી રીતે ધર્મ અર્થ અને કામને સાધે. ૧૯-અતિથિ, દીન અને સાધુનો સત્કાર કરે, ૨૦-કદાગ્રહી બને નહિ, ૨૧-ગુણીજનોનું બહુમાન કરે, ૨૨-વિરુદ્ધ (હિતનો બાધક) દેશ અને કાળના વ્યવહારનો ત્યાગ કરે, ૨૩-પોતાની અને બીજાની શક્તિ ઓળખીને કામ કરે, ૨૪-વ્રતધારી અને જ્ઞાનીઓની પૂજા કરનાર ૨૫-પોષ્યનું પોષણ કરનાર, ૨૬-પૂર્વાપરનો વિચાર કરી લાભાલાભ વિચારી કાર્ય કરે, ૨૭-કર્તવ્યાકર્તવ્યને યથાર્થ જાણે ૨૮-પોતા પ્રત્યે કરેલા બીજાના ઉપકારને ભૂલે નહિ, ૨૯-દાન-વિનયાદિ ગુણો વડે લોકોને વલ્લભ હોય, ૩૦-લજ્જાળુ હોય, ૩૧-દયાળુ હોય ૩૨-સ્વભાવ શાન્ત રાખે, ૩૩-પરોપકાર કરવામાં શૂરવીર હોય, ૩૪-કામ, ક્રોધ, લોભ માન, મદ અને હર્ષ એ છ અંતરંગ શત્રુઓને હઠાવવામાં તત્પર હોય, ૩૫-પાંચે ઇન્દ્રિયોના વિષય વિકારને રોકે.
(૨) વાણીના ગુણ-(૧) સંસ્કૃતાદિ લક્ષણવાળી (૨) ઉચ્ચ (૩) અગામઠી (૪) મેઘ જેવી ગંભીર (૫) પડઘો પડે તેવી (૬) સરળ (૭) માલકોશાદિ રાગવાળી (ઇતિ શબ્દાઽઽશ્રી).
(૮) બૃહદ્અર્થવાળી (૯) પૂર્વાપર અવિરોધી (૧૦) સિદ્ધાન્તને અનુસરતી (૧૧) શંસય વિનાની (૧૨) બીજાને દુષણ નહિ આપનારી (૧૩) હૃદયગ્રાહ્ય (૧૪) પરસ્પર સાપેક્ષ (૧૫) દેશ-કાળને ઉચિત (૧૬) વિવક્ષિત વસ્તુના સ્વરૂપને અનુસરતી (૧૭) અસંબદ્ધ અને અતિવિસ્તારથી રહિત (૧૮) સ્વવખાણ અને પર નિંદાથી રહિત (૧૯) પ્રતિપાદ્ય વસ્તુની ભૂમિકાને અનુસરતી (૨૦) સ્નેહાળ અને મધુર (૨૧) પ્રશંસનીય (૨૨) પરના મર્મને નહિ ઉઘાડનારી (૨૩) ઉદારતાવાળી (૨૪) ધર્મ અને અર્થને જણાવનારી (૨૫) કર્તા-કાલ-લિંગ વચનાદિના દોષથી રહિત (૨૬) વક્તાના માનસિક દોષોથી રહિત (૨૭) આશ્ચર્યકારી (૨૮) ઐશ્વર્યવાળી (૨૯) અતિવિલંબ રહિત (૩૦) અર્થને અનેક રીતે સમજાવનારી (૩૧) વિશેષણોથી વિશિષ્ટ (૩૨) સાહસિક (૩૩) વર્ણપદ વાક્યો વડે સ્પષ્ટ (૩૪) વિવક્ષિત વસ્તુની સિદ્ધિ સુધી પ્રમાણપણું જણાવનારી (૩૫) ખેદ નહિ ઉપજાવનારી (ઇત્યર્થાઽઽશ્રી)
સંસ્કારતત્ત્વ મૌદાત્ય મુપચારપરીતતા;
મેઘ ગમ્ભીરઘોષત્વં, પ્રતિનાદવિધાયિતા ૬૫
દક્ષિણત્વ મુપનીત-રાગત્વં ચ મહાર્થતા;
અવ્યાહતત્વં શિષ્ટત્વં, સંશયાનામસંભવઃ ૬૬
નિરાકૃતાન્યોત્તરત્વં, હૃદયઙ્ગમતાપિ ચ;
મિથઃ સાકાઙ્ક્ષતા પ્રસ્તાવૌચિત્યં તત્ત્વનિષ્ઠતા ૬૭
અપ્રકીર્ણપ્રસ્તુતત્વ-મસ્વશ્લાઘાન્યનિન્દિતા;
આભિજાત્યમતિસ્નિગ્ધ-મધુરત્વં પ્રશસ્યતા ૬૮
અમર્મવેધિતૌદાર્યં, ધર્માર્થપ્રતિબદ્ધતા;
કારકાદ્યવિપર્યાસો, વિભ્રમાદિ વિયુક્તતા ૬૯
ચિત્રકૃત્ત્વમદ્ભૂતત્વં, તથાઽ નતિવિલમ્બિતાઃ
અનેક જાતિ વૈચિત્ર્ય-મારોપિત વિશેષતા ૭૦
સત્ત્વપ્રધાનતા વર્ણ-પદ વાક્ય વિવિક્તતા;
અવ્યુચ્છિત્તિરખેદિત્વં, પઞ્ચત્રિંશચ્ચ વાગ્ગુણાઃ ૭૧ અ૦ ચિ૦
સંખ્યા ૩૬
(૧) શ્રાવક કર્તવ્ય-મન્નહ જિણાણં.માં (૨) આચાર્યના ગુણ-પંચિંદિય.માં.
સંખ્યા ૪૫
(૧) આગમ-૧૧-અંગ (પાક્ષિક સૂત્રમાં)૧૨-ઉપાંગ, ૬-છેદ, ૪-મૂળસૂત્ર, ૧-પયન્ન (સંખ્યા ૧૨-૬-૬૪-૧૦માં) કુલ ૪૩ થયા, ૪૪-અનુયોગદ્વાર, ૪૫-નંદિસૂત્ર.
સંખ્યા ૫૦
(૧) મુહપત્તિના બોલ-૧-દૃષ્ટિ પડિલેહણ-સૂત્ર અર્થ તત્ત્વ કરી સદ્દહું (પ્રથમ મુહપતિના બન્ને છેડા સન્મુખ રાખી ‘સૂત્ર‘ બોલે, પછી ડાબા હાથ ઉપર મુહપત્તિ નાખી ડાબા હાથે પકડેલ છેડો જમણા હાથે, અને જમણા હાથે પકડેલ છેડો ડાબા હાથે પકડી મુહપત્તિ સામે જોતાં ‘અર્થ તત્ત્વ કરી સદ્દહું‘ બોલે, આ બોલતાં મુહપત્તિનું દૃષ્ટિ પડિલેહણ કરે.) ૨-૩-૪-ત્રણ ઉર્ધ્વ પ્રસ્ફોટ-સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય પરિહરૂં (ડાબા હાથે પકડેલ છેડાને ત્રણ વખત ખંખેરતાં બોલે) ૫-૬-૭ ત્રણ ઉર્ધ્વ પ્રસ્ફોટ-કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિહરૂં (ડાબા હાથે પકડેલ છેડાને જમણા હાથે પકડી અને જમણા હાથે પકડેલ છેડાને ડાબા હાથે પકડી, જમણા હાથે પકડેલ છેડાને ત્રણ વખત ખંખેરતાં બોલે) ૮ થી ૧૬-નવ અક્ખોડા-સુદેવ-સુગુરુ-સુધર્મ આદરૂં, જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરૂં, મનગુપ્તિ-વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરૂં. ૧૭ થી ૨૫-નવપ્રમાજર્ના-કુદેવ-કુગુરુ-કુધર્મ-પરિહરૂં, જ્ઞાન-વિરાધના-દર્શનવિરાધના-ચારિત્રવિરાધના પરિહરૂં. મનદંડ-વચનદંડ-કાયદંડ પરિહરૂં (ડાબા હાથ ઉપર મુહપત્તિ નાખી મુહપત્તિને અર્ધીવાળી ફરી અર્ધભાગમાં અર્ધીવાળી જમણા હાથની આંગળીઓની વચ્ચે પકડી ડાબો હાથ સવળો રાખી મુહપત્તિને ભૂજા તરફ ત્રણ ટપ્પે લઇ જતાં ‘સુદેવ-સુગુરુ-સુધર્મ આદરૂં’ બોલે, આ ત્રણ અક્ખોડા અને ભૂજાથી પંજા તરફ ત્રણ ટપ્પે હાથને સ્પર્શીને પ્રમાજર્ના કરતાં ‘કુદેવ-કુગુરુ-કુધર્મ પરિહરૂં’ બોલે, આ ત્રણ પ્રમાજર્ના-તેવી રીતે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરૂં અને જ્ઞાનવિ. દર્શનવિ. ચારિત્રવિ. પરિહરૂં.-તેવી જ રીતે મનગુપ્તિ-વચનગુપ્તિ-કાયગુપ્તિ આદરૂં અને મનદંડ-વચનદંડ-કાયદંડ પરિહરૂં, બોલે અને અક્ખોડા તથા પ્રમાજર્ના કરે આ મુહપત્તિની પચ્ચીસ પડિલેહણા જાણવી.
હવે શરીરની પચ્ચીસ પડિલેહણા બતાવે છે :-૨૬-૨૭-૨૮, ડાબા હાથની કોણીથી ઉંધા કરેલ પંજા તરફ પૂજતાં ‘હાસ્ય-રતિ-અરતિ પરિહરૂં’ બોલે. ૨૯-૩૦-૩૧-ડાબા હાથની આંગળીઓ વચ્ચે મુહપત્તિ પકડીને જમણા હાથની કોણીથી ઉંધા કરેલા પંજા તરફ પૂજતાં ‘ભય-શોક દુગંછા પરિહરૂં’ બોલે. ૩૨-૩૩-૩૪-મુહપત્તિના બે છેડા બે હાથે પકડી લલાટનો મધ્યભાગ અને આજુબાજુ એમ ત્રણ ભાગને પૂજતાં ‘કૃષ્ણલેશ્યા-નીલલેશ્યા-કાપોત લેશ્યા પરિહરૂં’ બોલે, ૩૫-૩૬-૩૭-તેવી રીતે મુખના ત્રણ ભાગને પૂજતાં ‘રસગારવ-ઋદ્ધિગારવ-શાતાગારવ પરિહરૂં’ બોલે. ૩૮-૩૯-૪૦-તેવી રીતે હૃદયના ત્રણ ભાગને પૂજતાં ‘માયાશલ્ય-નિયાણશલ્ય-મિથ્યાત્વશલ્ય પરિહરૂં’ બોલે. ૪૧-પછી મુહપત્તિવાળીને જમણા હાથમાં મુહપત્તિ રાખી જમણા ખભાને પૂજતાં ‘ક્રોધ પરિહરૂં’ બોલે. ૪૨-ડાબા હાથમાં મુહપત્તિ રાખી ડાબા ખભાને પૂજતાં ‘માન પરિહરૂં’ બોલે. ૪૩-ડાબાહાથમાં જ મુહપત્તિ રાખીને જમણા ખભાને પૂજતાં ‘માયા પરિહરૂં’ બોલે. ૪૪-જમણા હાથમાં મુહપત્તિ રાખીને ડાબા ખભાને પૂજતાં ‘લોભ પરિહરૂં’ બોલે. ૪૫- થી ૫૦-જમણા હાથમાં મુહપત્તિ અને ઓઘો રાખી ઓઘાથી જમણા પગને પૂજતાં ‘પૃથ્વીકાય-અપકાય-તેઉકાયની જયણા કરૂં’ અને ડાબા પગને પૂજતાં વાયુકાય-વનસ્પતિકાય-ત્રસકાયની જયણા કરૂં. બોલે.
સ્ત્રીઓને-૪૦-બોલ-લલાટના લેશ્યા ૩, હૃદયના શલ્ય ૩, ખભાના ક્રોધાદિ ૪, આ ૧૦ બોલ સિવાય. તેથી તેમને મુહપત્તિના ૨૫, અને શરીરના ૧૫ હોય.
(૨) તપના ભેદ-૧-૨-યાવત્કથિક અને ઇત્વરિક અનશન. ૩-૪-બાહ્ય અને અભ્યંતર ઉનોદરી, ૫ થી ૮, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી વૃત્તિસંક્ષેપ, ૯-કાયક્લેશ, ૧૦-રસત્યાગ, ૧૧-ઇન્દ્રિય-કષાય અને યોગવિષયક સંલીનતા, ૧૨-સ્ત્રી-પશુ વિ. થી વર્જિતસ્થાન, ૧૩ થી ૨૨-પ્રાયશ્ચિત્ત (સંખ્યા-૧૦-માં) ૨૩ થી ૨૯-જ્ઞાન-દર્શન-ચારિત્ર-મન-વચન-કાયા અને ઉપચાર વિષયક વિનય, ૩૦ થી ૩૯-આચાર્યાદિનું વૈયાવચ્ચ (સંખ્યા-૧૩૦ માં) ૪૦ થી ૪૪-સ્વાધ્યાય (સંખ્યા-૫-માં) ૪૫-૪૬-આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગ કરે, ૪૭-૪૮-ધર્મ-શુક્લધ્યાનનું ચિન્તન કરે, ૪૯-૫૦-બાહ્ય અભ્યંતર કાયોત્સર્ગ.
સંખ્યા ૫૧
(૧) જ્ઞાનના ભેદ :- ૨૮-મતિજ્ઞાન, ૧૪-શ્રુતજ્ઞાન, ૬-અવધિજ્ઞાન, ૨-મનઃપર્યવજ્ઞાન, ૧-કેવળજ્ઞાન (૧-કર્મગ્રન્થ ૪ થી ૮).
સંખ્યા ૫૨
(૧) નંદીશ્વરનાં દેરાસર-આઠમા નંદીશ્વરદ્વીપમાં પૂર્વ દિશામાં-વચ્ચે કૃષ્ણવર્ણવાળો અંજનગિરિ, ચાર દિશાએ ચાર વાવમાં શ્વેતવર્ણવાળા ચાર દધિમુખ અને ચારવિદિશામાં રક્તવર્ણવાળા આઠ રતિકર મળી તેરપર્વત ઉપર તેરમંદિર, તેવી રીતે દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરમાં હોવાથી બાવન દેરાસર થાય.
તે દેરાસરો ચાર દ્વારવાળાં હોય છે, તે ચારે દ્વારોમાં ચાર ચૌમુખજી હોય છે. આગળ જતાં મધ્યમાં ચૌમુખજી માફક ચારેતરફ ૨૭-૨૭ પ્રતિમા હોય છે એટલે મધ્યમાં ૧૦૮ અને ચારે દ્વારમાં-૧૬ મળી ૧૨૪ શાશ્વતજિન પ્રતિમા એક દેરાસરમાં હોય છે,
(તે પ્રમાણે ૧૫(૧૧)માં કુંડલ અને ૨૧(૧૩)માં રૂચકદ્વીપના ચાર ચાર દેરાસર જાણવા તેથી ૧૨૪ પ્રતિમાવાળાં કુલ ૬૦ દેરાસરો જાણવાં)
(૨) વિનય-તીર્થંકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય, ગણી. આ તેરનો ચાર પ્રકારે વિનય (અનાશાતના, ભક્તિ, બહુમાન, ગુણગાન) કરવો.
(૩) પ્રાકૃત જોડાક્ષર-ક્ક, ક્ખ, ગ્ગ, ગ્ઘ, ઙ્ક, ઙ્ખ, ઙ્ગ, ઙ્ઘ, ચ્ચ, ચ્છ, જ્જ, જ્ઝ, ઞ્ચ, ઞ્છ, ઞ્જ, ઞ્ઝ, ટ્ટ, ટ્ઠ, ડ્ડ, ડ્ઢ, ણ્ટ, ણ્ઠ, ણ્ડ, ણ્ઢ, ણ્ણ, ત્ત, ત્થ, દ્દ, દ્ધ, ન્ત, ન્થ, ન્દ, ન્દ્ર, ન્ધ, ન્ન, ન્હ પ્પ, પ્ફ, બ્બ, બ્ભ, મ્પ, મ્ફ, મ્બ, મ્ભ, મ્મ, મ્હ, ય્હ, લ્હ., લ્લ, વ્વ, સ્સ. (૪) વીર-ક્ષેત્રપાળ, કપિલ, બટુક, નારસિંહ, ગોપાળ, ભૈરવ, ગરૂડ, રક્ત સુવર્ણ, દેવસેન, રુદ્ર, વરૂણ, ભદ્ર, વજ્ર વજ્રજંઘ, સ્કન્દ, કુરૂ, પ્રિયંકર, પ્રિયમિત્ર, વહ્નિ, કંદર્પ, હંસ, એકજંઘ, ઘંટાપથ, દત્તક, કાલ, મહાકાલ, મેઘનાથ, ભીમ, મહાભીમ, તુંગભદ્ર, વિદ્યાધર, વસુમિત્ર, વિશ્વસેન, નાગ, નાગહસ્ત, પ્રદ્યુમ્ન, કપિલ, નકુલ, આહ્લાદ, ત્રિમુખ, પિશાચ, ભૂતભૈરવ, મહાપિશાચ, કાલમુખ, શુનક, અસ્થિમુખ, રતોવેધ, શ્મશાનચાર, કલિકલ, ભૃંગ, કંટક, બિભીષણ.
સંખ્યા ૫૬
(૧) અંતરદ્વીપ-ક્ષે. સ.૨૧૪ થી ૨૧૮ માં (૨) દિક્કુમારી-૮ પૂર્વરૂચકપર્વતે, ૮ દક્ષિણરૂચકપર્વતે, ૮ પશ્ચિમરુચકપર્વતે, ૮ ઉત્તરરૂચકપર્વતે, ૪ વિદિકરૂચકપર્વતે, ૪ રૂચકપ્રવતનીમધ્યે, ૮ ઉર્ધ્વલોકે નંદનવનમાં નંદન (મેરૂ) કુટ ઉપર, ૮ અધોલોકે ગજદંત પર્વતોની નીચે.
સંખ્યા ૬૩
(૧) શલાકા પુરુષ-૨૪ તીર્થંકર (બૃહચ્છાન્તિમાં), ૧૨ ચક્રી ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, ૯ બળદેવ, (સંખ્યા ૯-૧૨-માં)
સંખ્યા ૬૪
(૧) ઇન્દ્ર-૨૦ ભવનપતિના (બૃ. સં. ૨૦ થી ૨૨માં) ૨ જ્યોતિષના (જ્યોતિષના અસંખ્યાતા ઇન્દ્રો છે, પરંતુ અહિં જાતિની અપેક્ષાએ સૂર્ય અને ચંદ્ર બે જ ગણેલા છે) ૧૬ વ્યંતરના (બૃ. સં. ૩૫,૩૬ માં) ૧૬ વાણવ્યંતરના (બૃ. સં. ૪૧, ૪૨ માં) ૧૦ વૈમાનિકના.
સંખ્યા ૬૭
(૧) સમ્યગ્દર્શનનાં બોલ-ચઉસદ્દહણ તિલિંગં દસવિણય તિસુદ્ધિ પંચગયદોસં; અટ્ઠપભાવણ ભૂસણ-લક્ખણ પંચવિહસંજુત્તં (૯૨૬) છવ્વિહ જયણાગારં છબ્ભાવણભાવિયં ચ છટ્ઠાણં; ઇય સતસટ્ઠિં લક્ખણભેયવિસુદ્ધં ચ સમ્મત્તં (૯૨૭) પ્ર.
(૪) સદ્દહણા-(૧) પરમાર્થસંસ્તવ :- જીવ અજીવ આદિ નવતત્ત્વોના અર્થો વિચારવા અને તેમાં શ્રદ્ધા ધારણ કરવી. (૨) પરમાર્થજ્ઞાતૃસેવનમ્-તત્ત્વના જાણકાર, શુદ્ધપ્રરૂપણા કરનાર, સંવેગી (રાગ દ્વેષ ન કરવામાં રંગાયેલા) તેમજ સાધુ-સાધ્વી ભગવંતોની ભક્તિ કરનાર એટલે તેમના વચન ઉપર શ્રદ્ધા અને આજ્ઞાનું પાલન કરનાર જેથી યથાર્થજ્ઞાન મેળવી શકાય (૩) વ્યાપન્નદર્શનવજર્નમ્-ઉત્તમ આત્માઓએ સમકિતથી ભ્રષ્ટ થયેલા વિપરીતદૃષ્ટિવાળા પાસત્થાદિકનો સંગ કરવો નહિ. (૪) કુદર્શનવજર્નમ્-મિથ્યાત્વી તેમજ ધર્મના દ્વેષી આત્માઓનો સંગ કરવો નહિ. (આ ચારમાં પૂર્વના બેથી સમકિતની પ્રાપ્તિ થાય છે અને પાછળના બેથી સમકિતનું રક્ષણ થાય છે.).
(૩) લિંગ-(૧) સુશ્રુષા-જેનાથી સમ્યગ્ બોધ થાય એવા ધર્મશાસ્ત્રો સાંભળવાની ઇચ્છા હોય (૨) ધર્મરાગઃ- ધર્મકાર્યમાં પૂર્ણ પ્રીતિ ધારણ કરે (૩) વૈયાવૃત્યઃ- સત્ય માર્ગને બતાવનાર એવા દેવ-ગુરૂ તેમજ વડીલોનું વૈયાવચ્ચ કરવાનો અભિલાષી હોય (આ ત્રણ લિંગથી બીજાના સમકિતને ઓળખી શકાય છે).
(૧૦) વિનય-(૧) અરિહંતનો (૨) સિદ્ધનો (૩) આચાર્યનો (૪) ઉપાધ્યાયનો (૫) સાધુ-સાધ્વીનો (૬) ચૈત્ય (જિનપ્રતિમા)નો (૭) દ્વાદશાંગી (આગમ)નો (૮) ધર્મનો (૯) પ્રવચનદક્ષ એવા ચતુર્વિધ સંઘનો (૧૦) અને સમકિતિનો.
આ દશનો પાંચ પ્રકારે વિનય કરવો, (૧) ભક્તિ કરવી. (૨) બહુમાન કરવું. (૩) ગુણોનું વર્ણન કરવું. (૪) અવર્ણવાદ વજર્વો (૫) મન, વચન, કાયાએ કરી આશાતના ન કરવી (આ દશ પ્રકારનો વિનય સમકિતિ આત્મામાં હોય છે.)
(૩) શુદ્ધિ-(૧) મનશુદ્ધિ-જિન અને જિનમત (ચતુર્વિધસંઘ) વિના સર્વ જગતને અસાર જાણે (૨) વચનશુદ્ધિ-જિનેશ્વરની ભક્તિ કરવાથી સર્વ મનોવાંછિત ફળે છે. તો પણ પોતાના અશુભ કર્મોદયે જે કાર્ય જિનભક્તિથી નવિ થયું તે બીજાથી કેમ થાય? એમ જાણીને અન્યની પ્રશંસા કરે નહિ, (૩) કાયશુદ્ધિ-વીતરાગ પરમાત્મા વિના બીજાને પૂજ્યભાવે વંદન નમસ્કાર કરે નહિ. (આ ત્રણ શુદ્ધિ સમકિતને નિર્મળ રાખનાર છે.)
(૫) દુષણ-(૧) શંકા-જિનમતમાં શંકા કરવી તે (૨) કાંક્ષા-જિનમત સિવાય અન્યઅન્ય મતોની ઇચ્છા કરવી તેમજ તેમનો માર્ગ સારો જાણવો તે. (૩) વિતિગિચ્છા-શુદ્ધક્રિયાના ફળ સંબંધમાં સંદેહ કરવો તે, તેમજ જિનમતમાં દુર્ગંચ્છા ધરવી સુગ-ધારણ કરવી તે. (૪) અન્યતીર્થિક પ્રશંસા-અન્ય તીર્થિકોની પ્રશંસા કરવી તે. (૫) અન્યતીર્થિક પરિચયઃ- અન્ય તીર્થિકો સાથે ધર્મ સંબંધી પરિચય કરવો તે. (આ પાંચ દુષણોનું વજર્ન કરીને સમકિતને નિર્મળ રાખવું.
(૮) પ્રભાવક-(૧) પ્રવચની-જૈનતત્ત્વનું પ્રવચન કરીને જિનશાસનની પ્રભાવના કરે તે. (૨) ધર્મકથી-ચાર પ્રકારની ધર્મકથાઓ કરીને જિનશાસનની પ્રભાવના કરે તે. (૩) વાદી-તર્ક વડે વાદવિવાદ કરી જિનશાસનની પ્રભાવના કરે તે (૪) નૈમિત્તિકઃ- નૈમિત્તિક શાસ્ત્રોના જાણપણાવડે જિનશાસનની પ્રભાવના કરે તે (૫) તપસ્વી-ઉગ્ર તપશ્ચર્યા વડે જિનશાસનની પ્રભાવના કરે તે (૬) વિદ્યાવાન-વિશિષ્ટ વિદ્યા-મંત્ર વડે જિનશાનની પ્રભાવના કરે તે (૭) સિદ્ધિ સંપન્ન-અંજન આદિની સિદ્ધિઓ વડે જિનશાસનની પ્રભાવના કરે તે. (૮) કવિ-કવિત્વ શક્તિ વડે જિનશાનની પ્રભાવના કરે તે. (આ આઠ પ્રભાવક જિનશાસનની પ્રભાવના કરનારા હોય છે).
પાવયણી ધમ્મકહી વાઇ, નેમિત્તઓ તવસ્સી ય;
વિજ્જા સિદ્ધય કઇ, અટ્ઠેવ પભાવગા ભણિયા ૧
(૫) ભૂષણ-(૧) જૈનશાસનેકૌશલમ્-શાસ્ત્રાનુસારી ક્રિયા કરવામાં કુશળ હોય તે (૨) તીર્થસંવા-સ્થાવરતીર્થ શત્રુંજયાદિ તથા જંગમતીર્થ સાધુ-સાધ્વી તે બંને તીર્થોની યથાયોગ્ય સેવા કરવામાં તત્પર હોય તે. (૩) ભક્તિઃ-શ્રી સંઘની યથાયોગ્ય ભક્તિ કરે તે. (૪) સ્થૈર્યમ્-સમકિતમાં દૃઢતા ધારણ કરે તે. (૫) જિનશાસન પ્રભાવના-જિનશાસનની બીજાઓ પણ અનુમોદના કરે એવા કાર્યો કરે તે. (આ પાંચ ભૂષણ સમકિતને શોભાવનારા છે.).
(૫) લક્ષણ-(૧) શમઃ (ઉપશમ) – કષાયોને દબાવે-મંદ કરે, ક્રોધને ક્ષમાથી દબાવે, માનને વિનયથી દૂર કરે, માયાને સરળતાથી દૂર કરે, લોભને સંતોષથી દબાવે. (૨) સંવેગઃ- મોક્ષની તીવ્ર અભિલાષા ધારણ કરે, ચક્રી અને ઇન્દ્રના સુખને પણ દુઃખકારી જાણે. (૩) નિર્વેદઃ-સંસારની વિષમતા જાણી વૈરાગ્યભાવ ધરે. (૪) અનુકંપા-દીનદુઃખીના દુઃખોનું નિવારણ કરે તેમ જ ધર્મરહિતને જોઇ ભાવદયા ચિન્તવે તે. (૫) આસ્તિક્યમ્-શ્રી જિનેશ્વરોએ ભાખેલ નવેતત્ત્વોમાં યથાર્થ હેયોપાદેયતા ધારણ કરે (આ પાંચ લક્ષણોથી પોતામાં રહેલ સમકિતભાવની પ્રતીતિ કરાય છે.).
(૬) જયણા-(૧) પરતીર્થિકાદિવંદનમ્-કુદેવ, કુગુરુ અને મિથ્યાત્વીઓએ ગ્રહણ કરેલ દેવના વંદન-પૂજનથી દૂર રહેવું. (૨) નમસ્કરણમ્-પરતીર્થિકોને નમસ્કાર કરવાપણાથી દુર રહેવું. (૩) અશનાદિદાનમ્-મિથ્યાત્વીઓને દાનાદિથી પુષ્ટ કરવા નહિ. (૪) ગંધપુષ્પાદિપ્રેસણમ્-મિથ્યાત્વીને માન-પાન આપવું. નહિ. (૫) આલાપનમ્-મિથ્યાત્વીઓની સાથે વગર પ્રસંગે બોલવું નહિ. (૬) સંલાપનમ્-મિથ્યાત્વીઓની સાથે વારંવાર ધર્મચર્ચા કરવી નહિ. (આ છ જાતના (જયણા)થી સમકિતને સાચવવું.)
(૬) આગાર-(૧) રાજાભિયોગઃ- રાજાના આગ્રહથી (૨) ગણાભિયોગઃ-સમુદાય તે બહુમતિના આગ્રહથી (૩) બલાભિયોગઃ-બળવાન માણસના આગ્રહથી (૪) દેવાભિયોગઃ- દેવ, દેવી, કુળદેવી, વગેરેના આગ્રહથી (૫) ગુરુનિગ્રહઃ- માતા પિતા ગુરૂ આદિ વડીલોના વિગ્રહથી (પરાભવ આદિથી) છોડાવવા માટે (૬) વૃત્તિકાન્તારાભિયોગઃ- જંગલમાં તેમજ દુષ્કાળાદિ પ્રસંગોમાં નિર્વાહની દુર્લભતા હોય ત્યારે અથવા ધર્માનુસારે નિર્વાહ ન થતો હોય ત્યારે (આત્મ રક્ષાર્થે જે કાંઇ અનુચિત કરવું પડે તે આગાર જાણવો.)
ન ચલન્તિ મહાસત્તા, સુભિજ્જમાણાઓ સુદ્ધધમ્માઓ;
ઇયરેસિં ચલણ ભાવે, પઇન્નભંગો ન એએહિં (સ. ૫૪)
(૬) ભાવના-(૧) ઇદં ધર્મમૂલમ્-સમ્યક્ત્વ એ ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે. (૨) ઇદં ધર્મદ્વારમ્-સમ્યક્ત્વ એ ધર્મરૂપી નગરમાં પ્રવેશ કરવાનો દરવાજો છે. (૩) ઇદં ધર્મપ્રતિષ્ઠાનમ્-સમ્યક્ત્વ એ ધર્મરૂપી મંદિરનો પાયો છે. (૪) ઇદં ધર્મનિધિઃ-સમ્યક્ત્વ એ ધર્મરત્ન પ્રાપ્ત કરવાનો નિધિ છે. (૫) ઇદં ધર્માધારમ્-સમ્યક્ત્વ એ વ્રત-ધર્મનો આધાર છે. (૬) ઇદં ધર્મભાજનમ્-સમ્યક્ત્વ એ ધર્મરૂપી ખીરનું ભાજન છે. (આ છ ભાવનાઓથી સમ્યક્ત્વની વિશુદ્ધિ કરવી).
(૬) સ્થાન-(૧) અસ્ત્યેવ જીવઃ જીવ છે. (૨) સ ચ નિત્યઃ-જીવ નિત્ય છે. (૩) સ ચ કર્મણાં કર્તા-જીવ કર્મનો કર્તા છે (૪) સ ચ ભોક્તા-જીવ પોતાના કરેલા કર્મોનો ભોક્તા છે. (૫) અસ્તિ ચ તસ્ય મોક્ષઃ- જીવ કર્મથી મુક્ત થાય છે, (૬) અસ્તિ ચ તસ્ય મોક્ષોપાયઃ- જીવને કર્મથી મુક્ત કરવાના-છોડાવવાના ઉપાયો પણ છે. (આ છ સ્થાનોની શ્રદ્ધા કરવાથી સમકિત દૃઢ થાય છે.)
સંખ્યા ૭૦
(૧) ચરણસિત્તરી-૫-મહાવ્રત, ૧૦-સાધુધર્મ, ૧૭-સંયમ, ૧૦-વૈયાવચ્ચ, ૯-શિયલનીવાડ, ૩-રત્નત્રયી, ૧૨-તપ, ૪-કષાય-નિગ્રહ (સ્વ સંખ્યામાં) નિરંતર આચરવા લાયક.
વ્રતાનિ શ્રમણધર્મ સંયમો, વૈયાવૃત્ય ચ બ્રહ્મગુપ્તયઃ; જ્ઞાનાદિત્રયં તપઃ, ક્રોધનિગ્રહાદિ ચરણમેતદ્ (૫૫૨) પ્ર.
(૨) કરણસિત્તરી-૪-વસ્ત્ર-પાત્ર-પિંડ અને વસતિની શુદ્ધિ, ૫-સમિતિ, ૧૨-ભાવના, ૧૨-પડિમા, ૫-ઇન્દ્રિયનિરોધ, ૨૫-પડિલેહણ, ૩-ગુપ્તિ, ૪-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી અભિગ્રહ (સ્વ સંખ્યામાં) કારણે આચરવા લાયક.
પિણ્ડવિશુદ્ધિઃ સમિતયઃ, ભાવના પ્રતિમા શ્ચેન્દ્રિયનિરોધઃ; પ્રતિલેખના ગુપ્તયઃ, અભિગ્રહાશ્ચૈવ કરણં તુ (૫૬૩) પ્ર.
સંખ્યા ૮૦
(૧) યોગ-૧-સ્થાન, ૨-વર્ણ. ૩-અર્થ. ૪-આલંબન. ૫-અનાલંબન. (સ્થાન આદિ દરેક યોગના ચાર ભેદ છે.) ૧.-ઇચ્છા. ૨-પ્રવૃત્તિ. ૩-સ્થિરતા. ૪-સિદ્ધિ, તેથી ૨૦ થાય. વળી ભાવશુદ્ધિના તરતમપણાથી દરેક અનુષ્ઠાન ચાર પ્રકારે છે. ૧-પ્રીતિ, ૨-ભક્તિ, ૩-વચન. ૪-અસંગઅનુષ્ઠાન તેથી ૮૦-થાય.
(૨) પૌષધના ભાંગા-(બ્રહ્મચર્ય સ્વીકારરૂપ અને બાકીના ત્રણ ત્યાગરૂપ પૌષધ).
સંખ્યા ૧૨૪
(૧) શ્રાવક અતિચાર-૫-સમ્યક્ત્વના, ૨૪-જ્ઞાન-દર્શન-ચારિત્રના, ૬૦-બાર વ્રતના, ૧૫-કર્માદાનના, ૧૨-તપાચારના, ૩-વીર્યાચારના, ૫-સંલેષણાના, (પા. અ. શ્રાવકના)
સંખ્યા ૧૩૦
(૧) વૈયાવચ્ચ-આચાર્યાદિ (ત. ૯-૨૪) દશનું તેર પ્રકારે વૈયાવચ્ચ કરવાથી (પાણી, સંથારો, આસન, પડિલેહણ, પગપૂજવા, ઔષધલાવવું, પગચંપી, આહાર, કષ્ટનિવારવું, શરીરરક્ષા, સ્થંડિલ જતાં આવતાં પાત્ર-દાંડો-ઉપકરણાદિ લેવાં-આપવાં, રોગી ઉપર સાવધાન, મૂત્ર-સ્થંડિલ-બળખાની કુંડી માટે સાવધાન,) ૧૩૦ થાય.
સંખ્યા ૧૫૮
(૧) કર્મપ્રકૃતિ -૫-જ્ઞાનાવરણીય, ૯-દર્શનાવરણીય, ૨-વેદનીય, ૨૮-મોહનીય, ૪-આયુષ્ય, ૧૦૩-નામ, ૨-ગોત્ર, ૫-અંતરાય કર્મની (૧-કર્મગ્રન્થ ૪ થી ૫૨)
સંખ્યા ૨૫૨
(૧) વિકાર-વર્ણ-૫, રસ-૬, સ્પર્શ-૮ (સંખ્યામાં ૫-૬-૮માં) શબ્દ-૧ઇં૨૦દૃ૩ (સચિત્ત-અચિત્ત-મિશ્ર)ઇં૬૦દૃ૨ (શુભ-અશુભઃ-૧૨૦દૃ૨ (રાગ-દ્વેષ)ઇં૨૪૦ ગંધ-૨દૃ૩ (સચિત્તાદિ) ઇં ૬દૃ૨ (રાગ-દ્વેષ)ઇં૧૨અ૨૪૦ઇં૨૫૨.
સંખ્યા ૨૬૪
(૧) ફરતા સૂર્ય-ચંદ્ર-મનુષ્યલોકમાં સૂર્યની બે પંક્તિ અને ચંદ્રની બે પંક્તિ મળી ચાર પંક્તિઓ હોય છે, તે એકેક પંક્તિમાં ૬૬ સૂર્ય અને ૬૬ ચંદ્ર હોય છે. એટલે ૧૩૨ સૂર્ય અને ૧૩૨ ચંદ્ર મળી ૨૬૪ થાય (૨-જંબુમાં, ૪-લવણમાં. ૧૨ ધાતકીખંડમાં. ૪૨-કાળોદધિમાં, ૭૨-પુષ્કરાર્ધમાં કુલ-૧૩૨ સૂર્ય, તેવી રીતે ચંદ્ર)
સંખ્યા ૨૭૦
(૧) છ વ્રતના ભાંગા-પ્રથમ મહાવ્રત-સર્વથાપ્રાણાતિપાત-વિરમણના-૪ ત્રસ. બાદર, સ્થાવર અને સૂક્ષ્મ. બીજું મહાવ્રત સર્વથામૃષાવાદવિરમણના-૪-ક્રોધ, લોભ, ભય અને હાસ્ય. ત્રીજું મહાવ્રત-સર્વથાઅદત્તાદાનવિરમણના-૯-ગામ, નગર, અરણ્ય, અલ્પ, બહુ, અણુ, સ્થૂલ, સચિત્ત અને અચિત્ત. ચોથું મહાવ્રત-સર્વથામૈથુન વિરમણના-૩-દેવ, મનુષ્ય અને તિર્યંચ. પાંચમું મહાવ્રત-સર્વથાપરિગ્રહવિરમણના-૬-અલ્પ, બહુ, અણુ, સ્થૂલ, સચિત્ત અને અચિત્ત. છટ્ઠુંવ્રત-સર્વથારાત્રિ-ભોજનવિરમણના-૪-અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. કુલ-૩૦ ને મન-વચન અને કાયાથી કરવા-કરાવવા અને અનુમોદવાના ત્યાગ રૂપ નવ વડે ગુણવાથી ૨૭૦ થાય.
સંખ્યા ૩૦૦
(૧) કલ્યાણક : (૨૪૦-જિનેશ્વરનાં, ૩૦૦-કલ્યાણક.)
માગ.સુદ.૧૧,૧૮-દીક્ષા કાર્ત.વ.૧૧ ૬ મોક્ષ ક્યાં જિને.નાં કલ્યા.
માગ.સુદ.૧૧,૧૯-જન્મ માગ.વ.૧૧ ૨૩ દીક્ષા ૧ક્ષેત્રે ૮નાં ૧૦
માગ.સુદ.૧૧,૧૯-દીક્ષા પોષ.સુ.૧૧ ૨ કેવળ ૧૦ક્ષેત્રે ૮૦નાં૧૦૦
માગ.સુદ.૧૧,૧૯-કેવળ માઘ.વ.૧૧ ૧ કેવળ ૩કાલે ૨૪૦નાં૩૦૦
માગ.સુદ.૧૧,૨૧-કેવળ ચૈત્ર.સુ.૧૧ ૫ કેવળ (ભરત અને ઐરવતમાં)
સંખ્યા ૩૪૬
(૧) સિદ્ધચક્રના ભાંગા-૧૨-અરિહંત, ૮-સિદ્ધ, ૩૬-આચાર્ય, ૨૫-ઉપાધ્યાય, ૨૭-સાધુ, ૬૭-દર્શન, ૫૧-જ્ઞાન, ૭૦-ચારિત્ર, ૫૦-તપ, કુલ-૩૪૬ (સ્વ-સંખ્યામાં).
સંખ્યા ૩૬૩
(૧) પાખંડી-ક્રિયાવાદી-જીવાદિ નવતત્ત્વો (ન. ત. ૧) સ્વ-પરથી વિચારતાં-૧૮ થાય, ફરી નિત્યાનિત્યથી વિચારતાં-૩૬ થાય, તે પણ કાળ-નિયતિ-સ્વભાવ-ઇશ્વર અને આત્મા એ પાંચથી વિચરતાં ૧૮૦ ભેદ આત્માનું અસ્તિત્વ માનનાર ક્રિયાવાદીના થાય.
અક્રિયાવાદી-પુન્ય-પાપ વિના સાતતત્ત્વોને સ્વ-પરથી વિચરતાં ૧૪ થાય, ફરી કાળ-વિ. પાંચ સહિત યદૃચ્છા, એ છથી વિચારતાં ૮૪ ભેદ, આત્માનું નાસ્તિત્વ માનનાર અક્રિયાવાદીના થાય.
અજ્ઞાનવાદી-નવતત્ત્વને સત્, અસત્, સદસત્, અવક્તવ્ય, સદવક્તવ્ય, અસદવક્તવ્ય, સદસદવક્તવ્ય, આ સાતથી વિચારતાં ૬૩ થાય, ૬૪-દશમો પદાર્થ ‘ભાવોત્પત્તિ’ તેને સત્ વિ. સાતે વિકલ્પોથી કોણ જાણે છે? અથવા જાણવાથી શું? તેવો સાતે વિકલ્પોનો એક ભાંગો, ૬૫-૬૬-૬૭-આ ત્રણ ભાંગા ભાવોત્પત્તિ પછી પદાર્થના અવયવની અપેક્ષાવાળા છે. પણ અહિં ઘટતા ન હોવાથી બતાવેલ નથી, એમ ૬૭ ભેદ, આત્માના અસ્તિત્વનો અસ્વીકાર નહિ કરવા છતાં જીવાદિ ૧૦-પદાર્થોને કોણ જાણે છે? અથવા જાણવાથી પણ શું? એવી માન્યતાવાળા અજ્ઞાનવાદી ના થાય.
વિનયવાદી-સુર, નૃપ, યતિ, જ્ઞાતિ, સ્થવિર, અનુકંપનીય, માતા અને પિતા, આ આઠનો મન-વચન-કાયા અને દાનથી વિનય કરવાથી ૩૨-ભેદ, આત્માના અસ્તિત્વનો અસ્વિકાર નહિ કરવા છતાં વિનય વિના બીજું કોઇ સાધન મુક્તિનું નથી, એવી માન્યતાવાળા વિનયવાદીના થાય. (૧૮૦અ૮૪અ૬૭અ૩૨ઇં૩૬૩)
સંખ્યા ૫૬૦
(૧) અજીવભેદ-૫૩૦ રૂપી અજીવ, ૩૦ અરૂપી અજીવ.
ગંધ-૨, રસ-૫, સ્પર્શ-૮, સંસ્થાન-૫ઇં૨૦દૃ૫ (વર્ણ) ૧૦૦
વર્ણ-૫, રસ-૫ સ્પર્શ-૮, સંસ્થાન-૫ઇં૨૩દૃ૨ (ગંધ) ૪૬
વર્ણ-૫, ગંધ-૨, સ્પર્શ-૮, સંસ્થાન-૫ઇં૨૦દૃ૫ (રસ) ૧૦૦
વર્ણ-૫, ગંધ-૨, રસ-૫, સ્પર્શ-૬ સંસ્થાન-૫ઇં૨૩દૃ૮ (સ્પર્શ) ૧૮૪
(વિરોધિ સ્પર્શ બે-બે હોવાથી તે બે બાદ કરતાં છ લીધા છે.)
વર્ણ-૫, ગંધ-૨, રસ-૫ સ્પર્શ-૮ઇં૨૦દૃ૫(સંસ્થાન) ૧૦૦ (કુલ-૫૩૦)
ધર્મા૦ અધર્મા૦ આકાશા૦ કાળઇં૪દૃ૫ (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવ) ૨૦અ૧૦(ધર્મા૦ અધર્મા૦ આકાશા.) ૩દૃ૩ઇંસ્કંધ-દેશ-પ્રદેશઇં૯અ૧ઇંકાળઇં૧૦)ઇં૩૦.
સંખ્યા ૫૬૩
(૧) જીવોના ભેદ-નારકના-૧૪, એકેન્દ્રિયના-૨૨, વિકલેન્દ્રિયના-૬, પંચેન્દ્રિયતિર્યંના-૨૦, સમુર્ચ્છિમ મનુષ્યના-૧૦૧, ગર્ભજમનુષ્યના ૨૦૨, ભુવનપતિના-૫૦, વ્યંતરના-૫૨ જ્યોતિષિના-૨૦ કલ્પોપપન્ન વૈમાનિકના-૪૮, કલ્પાતીત વૈમાનિકના-૨૮
સંખ્યા ૧૦૨૪
(૧) સહસ્રકુટ-૭૨૦-પાંચ ભરત અને પાંચ ઐરાવતની ભૂત-ભાવિ અને વર્તમાનની ત્રીસ ચોવીસીના તીર્થંકરો૦ ૧૬૦-પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયના તીર્થંકરો૦ ૨૦-વર્તમાનકાળમાં પાંચ મહાવિદેહમાં વિચરતાં તીર્થંકરો૦ ૪-શાશ્વતી જિનેશ્વરની પ્રતિમાઓ૦ ૧૨૦-જંબુ-ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના કલ્યાણકો૦ કુલ-૧૦૨૪ (૨) સ્થંડિલના-ભાંગા (સાધુચર્યા-૫૭-માં)
સંખ્યા ૧૮૦૦૦
(૧) શિલાંગરથ-
જોએ કરણે સન્ના, ઇંદિય ભોમાઇ સમણધમ્મે ય;
સીલંગ સહસ્સાણં, અટ્ઠારસગસ્સ નિપ્ફત્તી (૮૪૦) પ્ર૦
૧-પૃથ્વી, ૨-જલ, ૩-અગ્નિ, ૪-વાયુ, ૫-વનસ્પતિ, ૬-૭-૮-વિકલેન્દ્રિય, ૯-પંચેન્દ્રિય ૧૦-અજીવ તેને ક્ષમા-વિ૦ શ્રમણધર્મ વડે ગુણવાથી ૧૦દૃ૧૦ઇં૧૦૦ થાય તેને ઇન્દ્રિયોના વિષયોથી વિરમવારૂપે ગુણવાથી ૧૦૦દૃ૫ઇં૫૦૦ થાય, તેને આહારાદિ સંજ્ઞા ટાળવારૂપે ગુણવાથી ૫૦૦દૃ૪ઇં૨૦૦૦ થાય, તેને મન વચન કાયાથી કરવા – કરાવવા અને અનુમોદના નહિ કરવા રૂપે ગુણવાથી ૨૦૦૦દૃ૯ઇં૧૮૦૦૦ ભેદ થાય.
૧૮૦૦૦ ભેદની સમજ-દશ શ્રમણધર્મમાં રહી, ચાર સંજ્ઞાનો ત્યાગ કરી, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરી, પૃથ્વીકાયાદિ-દશની વિરાધનાનો મન-વચન-કાયાથી કરવા-કરાવવા અને અનુમોદનાનો ત્યાગ કરવાથી.
એક ભેદની સમજ-ક્ષમામાં રહી, આહારસંજ્ઞાનો ત્યાગ કરી, સ્પર્શેન્દ્રિયનો નિગ્રહ કરી, પૃથ્વીકાયની વિરાધના મનથી નહિ કરવાથી.
સંખ્યા ૧૮૨૪૧૨૦
(૧) ઇરિયાવહિના ભાંગા-૫૬૩ જીવોના ભેદોને અભિહયાદિ દશ વડે ગુણવાથી ૫૬૩દૃ૧૦ઇં૫૬૩૦ થાય૦ તેને રાગ-દ્વેષ વડે ગુણવાથી ૫૬૩૦દૃ૨ઇં૧૧૨૬૦ થાય૦ તેને મન-વચન-કાયાથી કરવા-કરાવવા અને અનુમોદના કરવા વડે ગુણવાથી ૧૧૨૬૦દૃ૯ઇં૧૦૧૩૪૦ થાય૦ તેને અતીતાદિ કાળે ગુણવાથી ૧૦૧૩૪૦દૃ૩ઇં૩૦૪૦૨૦ થાય તેને અરિહંત-સિદ્ધ-સાધુ-સુર-ગુરૂ અને પોતાનો આત્મા એ છનીસાક્ષીએ ગુણવાથી ૩૦૪૦૨૦દૃ૬ઇં૧૮૨૪૧૨૦ ભેદ થાય.
સંખ્યા-૮૪૦૦૦૦૦
(૧) જીવોની યોનિ-
મૂળભેદ નામ
૩૫૦ પૃથ્વીકાય
૩૫૦ અપ્કાય
૩૫૦ તેઉકાય
૩૫૦ વાયુકાય
૫૦૦ વનસ્પતિકાય
૭૦૦ સાધારણ વનસ્પતિકાય
૧૦૦ બેઇન્દ્રિય
૧૦૦ તેઇન્દ્રિય
૧૦૦ ચઉરિન્દ્રિય
૨૦૦ દેવતા
૨૦૦ નારક
૨૦૦ તિર્યંચપંચેન્દ્રિય
૭૦૦ મનુષ્ય
૪૨૦૦ મૂળ ભેદને વર્ણાદિ
૨૦૦ વડે ગુણવાથી ૮૪૦૦૦૦૦ સર્વજીવોની યોનિ થાય.
વર્ણ-૫ દૃ ગંધ-૨ઇં૧૦દૃ રસ-૫ઇં૫૦દૃ સ્પર્શ-૮ઇં૪૦૦દૃ સંસ્થાન-૫ઇં૨૦૦૦ વર્ણાદિનાભેદ થાય.
સંખ્યા ૧૬૦૦૦૦૦૦
(૧) સ્નાત્રકળશ-૧૦-વૈ૦ ઇન્દ્ર, ૨૦-ભ૦, ઇ૦, ૩૨-વ્યં૦ ઇ૦, ૪-લોકપાલ, ૬૬ ચન્દ્ર, ૬૬-સૂર્ય,સ ૧-ત્રાયસ્ત્રિંશ, ૧-સામાનિક, ૮ સૌ૦ ઇ૦ની ઇન્દ્રાણી, ૮-ઇશાન ઇ૦ ની ઇન્દ્રાણી, ૫-ચમરેન્દ્રની ઇન્દ્રાણી, ૫-બલીન્દ્રની ઇન્દ્રાણી, ૬-ધરણેન્દ્રની ઇન્દ્રાણી, ૬-ભૂતાનેન્દ્રની ઇન્દ્રાણી, ૪-વ્યં૦ ઇ૦ ની ઇન્દ્રાણી, ૪-જ્યો૦ ઇ૦ની ઇન્દ્રાણી, ૧-પર્ષદા, ૧-સેનાપતિ, ૧-અંગરક્ષક, ૧-બાકીના દેવોનો, આ ૨૫૦ અભિષેક કરનારા.
૧-સુવર્ણ, ૨-રૂપ્ય, ૩-રત્ન, ૪-સુવર્ણ-રત્ન, ૫-રૂપ્ય-રત્ન, ૬-સુવર્ણ-રૂપ્ય-રત્ન, ૭-સુવર્ણ-રૂપ્ય, ૮-માટીનો, આ દરેક જાતના આઠ આઠ હજાર કળશ હોય, તેથી કુલ ચોસઠ હજાર કળશથી દરેક (૨૫૦) અભિષેક કરે.
દરેક અભિષેક કરનારા સર્વ કળશથી ભગવાનને સ્નાન કરે તેથી કુલ ૨૫૦દૃ૬૪૦૦૦ઇં૧૬૦૦૦૦૦૦ કળશથી સ્નાત્ર પૂજા થાય.
ત્રિકાળ-દૃષ્ટિ
જગત દિવાકર-પરમતારક-તીર્થપતિઓએ પ્રવર્તાવેલ શ્રી ચતુર્વિઘસંઘ રૂપ તીર્થ, તે મોક્ષ પુરૂષાર્થ માટેનું અનન્ય સાધન છે, તે શ્રી ચતુર્વિઘસંઘ-નિર્ગ્રંથ સાધુ-સાધ્વી તેમજ વ્રતધારી શ્રાવક-શ્રાવિકા વર્ગનો બનેલો હોય છે.
તેમજ તેમને ઉત્તમ આત્માઓ જાણી તેમને યથાશક્તિ અનુસરનારા તેમજ તેમની સેવા-ભક્તિમાં જોડાયેલા આત્માઓ જૈનો તરીકે ઓળખાય છે.
આવા જૈનો સર્વકાળે સર્વક્ષેત્રે શ્રી સંઘ તેમજ તેની સર્વ અંગો પ્રતિ સેવા-પૂજા અને ભક્તિભાવવાળા હોવાથી તેઓને પણ બાહ્ય વ્યવહારમાં શ્રી સંઘનું જ અંગ ઉપચારે સ્વીકારવામાં આવેલ છે.
આવા શ્રી સકલસંઘની સર્વ પ્રકારની સ્વ-પર ઉપકારક પ્રવૃત્તિ માટેની વ્યવસ્થાને શાસન કહેવામાં આવે છે. આવા શ્રી શાસનની સમગ્ર પ્રવૃત્તિ જૈનો તેમજ શ્રી સંઘ સર્વને એક સરખી રીતે સહાયક અને ઉપકારક હોય છે.
આજના વિષમ કાળમાં કેટલાક બની બેઠેલા દાંભિક ગુરૂઓ અને નેતાઓ એકધર્મ, એકસૂત્રતા, એકજ માર્ગ, એકતા, ઐક્યતા એજ વિશ્વને ઉપકારક છે. એવું એકાન્ત દૃષ્ટિવાળું અજ્ઞાનમૂલક-તત્ત્વ બાળજીવોને ભરમાવવા અનેક પ્રકારનો પ્રપંચી પ્રચાર કરી રહ્યા છે. તે સાથે જ વળી વિસંવાદીપણે પોતાની ક્ષુદ્રસ્વાર્થી વૃત્તિઓ જેવી કે કટ્ટર કોમવાદ, પ્રાંતવાદ, જ્ઞાતિવાદ, ધર્મવાદ, રાષ્ટ્રવાદ, તેમજ સર્વશ્રેષ્ઠ આત્મીયતાવાદ ને પોષનારી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
ઉપર જણાવ્યા મુજબના દાંભિક આત્માઓ જે કેવળ પોતાના સ્વાર્થેજ એકઠા મળવારૂપ સંઘો, મંડળો, તેમજ જુદા જુદા નામાભિધાનવાળા જુથો, બહુમતી-તત્ત્વરૂપે જ્યારે જુઠાણા ફેલાવી રહ્યા છે, ત્યારે શ્રી સંઘને (મોક્ષ પુરૂષાર્થી આત્માઓ) માટે ચેતવણીરૂપ કેટલીક જાણવા જોગ હકીકત અમો નીચે જણાવીએ છીએ.
આજના જગતમાં ચાલી રહેલા કેટલાક પ્રપંચી જુટ્ઠાણાઓ
(૧) એકમતિ, બહુમતિ અને સર્વાનુમતિના પ્રપંચી ધોરણે જુઠવાદીઓ અને ટોળાશાહીઓના દુષ્ટ-દુરાશયી સિદ્ધાન્તોનું દબાણ.
(૨) હિંસા, જુઠ અને ભ્રષ્ટાચારને અનુક્રમે સમયધર્મ, અનિવાર્ય સંજોગો, અને પ્રગતિને નામે ચડાવીને સામાન્ય માણસોને છેતરવા માટે ચાલતા અનેક પ્રકારના પ્રચાર પ્રયત્નો.
(૩) દુર્બુદ્ધિદાયક અને દુરાચારીઓની મોટા મોટા ખોટા વિશેષણોથી પ્રશંસાઓ કરીને, જેવી કે મોટી મોટી પદવીઓ આપીને, ડીગ્રીઓ આપીને, ચંદ્રકો આપીને, તેમજ ઉચ્ચ સત્તા સ્થાને બેસાડીને, બાળ જીવોને ઉન્માર્ગે દોરવા માટેના મોટા આડંબર સહિતના પ્રચાર પ્રયત્નો.
(૪) શક્તિરહિતમાં દેવબુદ્ધિ, સંસારમાં તીવ્ર આસક્તિવાનમાં ગુરૂબુદ્ધિ અને જડ-પૌદ્ગલિક પદાર્થોમાં સુખબુદ્ધિ ધરનારા મૂઢ આત્માનો સંસર્ગ-પરીચય અને પ્રશંસા કરાવવાના પ્રપંચી-પ્રચાર પ્રયત્નો.
(૫) જગતમાં બનતા બનાવોના સંબંધમાં સ્વ-મતિકલ્પિત મિથ્યા સંકલ્પ-વિકલ્પો કરી અહંકારીપણે ત્યાગ-ગ્રહણની આંધળી પ્રવૃત્તિ કરનારા અને કરાવનારાઓમાં ઉપકારીપણાની તેમજ ભ્રાતૃ-ભાવની લાગણી પ્રગટાવવાના પ્રપંચી પ્રયત્નો.
ત્રિકાળ અબાધિત શુદ્ધહિતકારી માર્ગ
(૧) સર્વજીવોની યથાતથ્ય સ્થિતિને લક્ષમાં લઇ-સર્વજીવો પ્રતિ મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ્ય, અને કરૂણાભાવનું આચરણ.
(૨) પોતાને પ્રાપ્ત થયેલ બુદ્ધિ-શક્તિ અને બાહ્ય સામાજીક પરિસ્થિતિને અનુરૂપ થઇને પોતાના જીવનને સંયમી બનાવીને બીજાને વિશે જેટલો બને તેટલો પરોપકાર કરવો.
(૩) હિંસા, જુઠ, ચોરી, વ્યસનો અને તીવ્ર-વિષય-લોલુપતાઓથી પોતાના આત્માને અળગોરાખનાર ઉપદેશ અને આચરણને અનુસરવાની વૃત્તિ.
(૪) જગતમાં પ્રવર્તતા વૈર વિરોધ, અને ઉન્માદના આકર્ષક ભાવોથી પોતાના આત્માને અલિપ્ત રાખી પરમ શાન્ત રસનો અનુભવ કરાવનાર-આત્મજાગૃતિકારક આલંબનો.
(૫) જડ અને ચેતન દ્રવ્યોના રાશિવાળા અનાદિ-અનંત સ્વરૂપી આ જગતમાં ઉત્પન્ન થતા લય પામતા અને સ્થિર રહેતા ભાવો (પરિણામો) નો ત્રિકાળ અબાધિત સ્વરૂપે યથાતથ્ય વિવેક કરવો.