પદ – ૮ મંગલાણં ચ સવ્વેસિં
૫૨. મં(મ) : શ્રી મંડપાચલ તીર્થ (મ.પ્ર.) શ્રી સુપાર્શ્વનાથ
મંડપાચલ તીર્થ પાવન મનહરા મોહનકરા,
સુખદ માંડવગઢ જ્યાં ઈતિહાસ ઉજ્જવલતા ભરા.
સુપાસ જિનવર તીર્થનાયક ભેટિયે ભવભવ હરા,
અચિંત્ય મહિમા ચિદાનંદ છે પૂજતા વિબુધા નરા.
૫૩. ગ : શ્રી ગંગાણી તીર્થ(રાજ.) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ
ચિંતા મટે આપદ હટે સંપદ મળે જિન પૂજતા,
ચિંતામણી પ્રભુ પાર્શ્વ ભેટત મોહ અરિગણ ધ્રુજતા.
આનંદકર દર્શન મળે જગ બંધ જગદાધાર છે,
ગંગાણી તીરથ ચિદાનંદ વંદના કરતા ભવ નિધિ પાર છે.
૫૪. લા : શ્રી લાખણી તીર્થ (ગુજ.) શ્રી આદિનાથ પ્રભુ
નાથ નિરુપમ નિષ્કલંકી વિશ્વવંદિત નિર્મલા,
આદિનાથ જિનેશ્વર જપતા વિમલ મતિ થાય કોમલા.
પ્રથમતીર્થપતિ લાખણીમાં ભવ્ય જિત દેદાર છે,
ચિદાનંદ વંદ ભાવથી કરતાં શરણ સ્વીકાર છે.
૫૫. ણં(ન) : શ્રી નંદુરી તીર્થ(મ.પ્ર.) શ્રી પાર્શ્વનાથ પ્રભુ
ભવભીતિ હારક, કુમતિ વારક દિવ્ય દૃષ્ટા જિનવરા,
સમભાવ દૃષ્ટિ અમીય દૃષ્ટિ ભાવ સુષ્ટા ભવિવરા.
ચિંતામણીપ્રભુ પાર્શ્વ નંદિકર નમો ઉત્સાહથી,
નાનપુરમાં ચિદાનંદ ભવ્ય વિરહ યાચે નાથથી.
૫૬. ચ : શ્રી ચંપાપુરી તીર્થ (બિહાર) શ્રી વાસુપૂજ્ય સ્વામી
પંચ કલ્યાણક થયા જ્યાં વાસુપૂજ્ય જિનેશના,
વાસુપૂજ્ય નંદન કરતા વંદન પૂજ્યવર અખિલેશના,
ભવબંધનોના છે નિવારક ચરણમાં વંદન કરે,
ચંપાપુરીમાં ચિદાનંદ ભેટત હૃદયને નિર્મળ કરે.
૫૭. સ : શ્રી સમડી વિહાર તીર્થ (ગુજ.) શ્રી મુનિસુવ્રત સ્વામી
પ્રભુ મુનિસુવ્રત સ્વામીએ અહીં અશ્વને પ્રતિબોધિત કર્યો,
સમળી વિહાર છે. ચૈત્ય ભેટો ભરૂચમાં શ્રદ્ધાભર્યો.
કુમાર વિક્રમ સંપ્રતિ છે તીર્થ જીર્ણોદ્ધારકા,
મુનિસુવ્રત તીર્થધિપતિ ચિદાનંદ ભવભય વારકા.
૫૮. વ્વે(વ) : શ્રી વેલાર તીર્થ (રાજ.) શ્રી આદિનાથ પ્રભુ
પ્રભુ આદિ જિનવર આદિ નરપતિ શુદ્ધભાવ પ્રકાશકા,
પ્રશમરસભર પૂર્ણ છે પ્રભુ ભવ્ય ભાવોન્નયકા,
વેલારતીર્થ પવિત્ર રાજે સૌમ્ય દૃષ્ટિ સુખકરી,
કરે વંદન ભાવયાત્રમાં ચિદાનંદ ભવજલતરી.
૫૯. સિં(સિ) : શ્રી સિંહપુરી તીર્થ(યુ.પી.) શ્રી શ્રેયાંસનાથ સ્વામી
શ્રેયાંસ જીનવર ચ્યવન જન્મ સંયમી થયા કેવલી,
ઈતિહાસ ગૌરવમય અહીં આ તીર્થભૂમિ મનહરી.
સમ્રાટ સંપ્રતિએ બનાવ્યું સ્તૂપ જિનશાસન નિધિ,
ચિદાનંદ વંદન કરે, અમ સિંહપુરી શ્રદ્ધા વિધિ.