Navkar Mantra Rachna
- Home
- Navkar Mantra Rachna
નવકારમંત્રનો પરિચય
- નમો અરિહંતાણં
- નમો સિદ્ધાણં
- નમો આયરિયાણં
- નમો ઉવજ્ઝાયાણં
- નમો લોએ સવ્વસાહૂણં
- એસો પંચનમુક્કારો
- સવ્વપાવપ્પણાસણો
- મંગલાણં ચ સવ્વેસિં
- પઢમં હવઈ મંગલં
- નમો અરિહંતાણં – અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ.
- નમો સિદ્ધાણં. – સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ.
- નમો આયરિયાણં – આચાર્ય ભગવંતોને નમસ્કાર થાઓ.
- નમો ઉવજ્ઝાયાણં – ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર થાઓ.
- નમો લોએ સવ્વસાહૂણં – લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર.
- એસો પંચનમુક્કારો. – આ પાંચને કરેલો નમસ્કાર.
- સવ્વપાવપ્પણાસણો – સર્વ પાપોનો નાશક છે.
- મંગલણાં ચ સવ્વેસિં – અને સર્વ મંગલોમાં
- પઢમં હવઈ મંગલાણં – પ્રથમ મંગલ છે.
- NAMO ARIHANTANAM – I BOW TO ARIHANTS
- NAMO SIDDHANAM – I BOW TO SIDDHAS
- NAMO AYARIYANAM – I BOW TO ACHARYAS
- NAMO UVAJJHAYANAM – I BOW TO UPADHYAYAS
- NMO LOE SAVVASAHUNAM – I BOW ALL THE SADHUS EVERYWHERE IN THE WORLD
- ESO PANCHNAMUKKARO – THESE FIVE OBEISANCE
- SAVVAPAVAPPANASANO – DESTROY ALL SINS
- MANGLANM CHA SAVVESIM – AMONGST ALL THAT IS AUSPICIOUS
- PADHAMAM HAVAI MANGALAM- THIS IS THE FOREMOST.
નવકાર મંત્રની રચના
નવકારના મુખ્ય ૯ પદ છે. સંપદા ૮ છે. કુલ અક્ષર ૬૮, ગુરૂ અક્ષર ૭ અને લઘુ અક્ષર ૬૧ છે. જોડાક્ષર ગુરૂ અક્ષર ગણાય અને બાકીના લઘુ અક્ષર ગણાય. સંપદા એટલે વિશ્રાન્તિ સ્થાન. પદ સંપદા નમો અરિહંતાણં નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો આયરિયાણં નમો ઉવજ્ઝાયાણં નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચનમુક્કારો એસો પંચનમુક્કારો સવ્વપાવપ્પણાસણો સવ્વપાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવઈ મંગલં મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવઈ મંગલં બે પદ મંગલાણં ચ સવ્વેસિં અને પઢમં હવઈ મંગલં એક જ સંપદા ગણાય છે.
નવકારનો પ્રકાશ
નવકાર મહિમાનો નહિ પાર હેમચંદ્રસૂરિજી મહારાજે ઉપદેશ માળા અપરનામ પુષ્પમાલામાં કહ્યું છે કે નવકાર દુઃખને હરે છે. આ લોક અને પરલોકના સઘળા સુખોનું મૂળ નવકાર છે. શ્રીમદ્ યશોવિજયજી મહારાજે પંચપરમેષ્ઠિ ગીતામાં કહ્યું છે. ઊંક્રટ્ટ ઌઙ્ગેંક્રથ્ ગૠક્રક્રશ્વ પબ્ટક્ર, ૠક્રધ્શ્ક્ર ઌ સ્ર્ધ્શ્ક્ર ઌ ત્ત્ર્સ્ર્િં, બ્ઙ્મક્ર ઌબ્ ત્ત્ક્રહ્મમ ઌબ્, ષ્દ્ય પભશ્વ ભશ્વ મર્સ્ર્િં.
આ જગતમાં નમસ્કાર જેવો અન્ય કોઈ મંત્ર નથી. વળી યંત્રો, વિદ્યા, ઔષધિ ચમત્કારિક ગણાય છે, પરંતુ તે નમસ્કાર મંત્રની સરખામણીમાં કંઈ નથી.
નવકાર એવો મહારત્ન છે કે તે ચિંતામણિથી વિશેષ, કલ્પતરૂથી અધિક કેમ કે નવકાર તો સ્વર્ગ સુખ આપે છે. નમસ્કાર મંત્ર એ કલ્યાણ કલ્પતરૂનું અવંધ્ય બીજ છે. સંસારરૂપી હિમગિરિના શિખરોને ઓગાળવા માટે પ્રચંડ સૂર્યતુલ્ય છે. પાપભુજંગોને વશ કરવા માટે ગરૂડ પક્ષી છે. દરિદ્રતાના કંદને મૂળમાંથી ઉખેડી નાખવા માટે વરાહની દાઢા છે. સમ્યક્ત્વ રત્નને પ્રથમ ઉત્પન્ન થવા માટે રોહણાચલની ધરતી છે.
શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે કહ્યું છે. નમસ્કાર પિતા છે, માતા છે, ભાઈ છે, મિત્ર છે.
પ્રકાશ-૧ (નમો અરિહંતાણં)
શ્રી સિદ્ધસેનસૂરિ મહારાજશ્રીએ સરસ્વતી નદીને કિનારે સિદ્ધપૂર નગરમાં માહાત્મય રચેલ છે.ઃ- પાંચ મેરૂ સમાન, અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને સર્વ સાધુઓને નમસ્કાર હો. પાંચ પદનુ જે મનુષ્ય ભાવપૂર્વક સ્મરણ કરે છે, તેને સંસારનું ભવભ્રમણ ક્યાંથી હોય. તીર્થંકરના વચનના ૩૫ ગુણોની જેમ પાંચ પરમેષ્ઠિના ૩૫ અક્ષર તમારૂં કલ્યાણ કરો. અરિહંતના શરણે આવેલ મનુષ્યોને રાજાઓ પણ વશ થાય છે. દેવતાઓ નમસ્કાર કરે છે. ભવનપતિદેવો-આદિ ઝેરી પ્રાણીનો ભય રહેતો નથી. માટે જીવ તથા કર્મનો સંયોગ કર્મપાસથી બચાવનાર શ્રી જિનેશ્વરનું અમે ધ્યાન કરીએ છીએ. તે મનુષ્ય મન-વચન કાયાથી શુદ્ધિ વડે સરળ થઈને ત્રણ ભુવનમાં મુકુટ મણિની જેમ શોભે છે. અને મોક્ષને મેળવે છે. સાત ક્ષેત્રમાં ફળદાયક આ સાત અક્ષરો (નમો અરિહંતાણં) મારા સાતે ભયનો નાશ કરો.
પ્રકાશ-૨ (નમો સિદ્ધાણં)
જ્યાં સિદ્ધભગવંતો પ્રતિષ્ઠા પામ્યા છે ત્યાં જન્મ નથી મરણ નથી. સિદ્ધ ભગવંતો અમોને સિદ્ધિ આપનાર થાઓ. ત્રણ રેખા અને માથે અનુશ્વાર વાળો ણંકાર જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી ૩ રત્નોથી યુક્ત આત્મા મોક્ષને પામે છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ આ પાંચ શરીરનો નાશ કરનાર અને પાંચમી સિદ્ધ ગતિને આપનાર નમો સિદ્ધાણંના પાંચ અક્ષરો જન્મ, જરા, મરણ આદિ દુઃખથી રક્ષણ કરો.
પ્રકાશ-૩ (નમો આયરિયાણં)
આચાર્યઃ- જેમના આચાર મનોહર હોય તથા જેમનું જ્ઞાન શિવસંગમ કરાવનાર હોય, જેમણે આચાર્યનું શરણ લીધું છે. તેમને અજ્ઞાનરૂપી અંધકાર નડતો નથી. મન, વચન, કાયાના કષ્ટો હોતા નથી. નમો આયરિયાણંના સાત અક્ષરો સાતે દુર્ગમાં તેઓને નાશ કરનારા થાઓ. ણં કાર-ધર્મ, અર્થ, કામ, વિષે સમાન દૃષ્ટિવાળા છે. તેઓ સજ્જનોમાં શિરોમણી રૂપ થાય છે, એમ સૂચવે છે. ધર્મ, અર્થ, કામ અથવા શત્રુ, મિત્ર, ઉદાસીન રાગ, દ્વેષ, મોહ ધારણ કરાય છે.
પ્રકાશ-૪ (નમો ઉવજ્ઝાયાણં)
નમો ઉવજ્ઝાયાણં સાત અક્ષરોથી મુક્ત આ પદ સાત વ્યસનનો નાશ કરો. ણં કારથી વિનય-શ્રુત-શીલ વગેરે ગુણો મોક્ષ પ્રાપ્ત કરનારા થાય એમ સૂચવે છે. ઉપાધ્યાયનું શરણું લેનાર મનુષ્ય મન વચન કાયા રૂપી ત્રણ દંડ વડે પીડા પામતો નથી. ક્રોધ, માન, માયા લોભ જેવા કષાયથી દંડાતો નથી.
પ્રકાશ-૫ (નમો લોએ સવ્વસાહૂણં)
નમો લોએ સવ્વસાહૂણં-સાધુની સેવા કરનારા મનુષ્યોને વ્યાધિ પીડા કરતી નથી, દરિદ્રતા સતાવતી નથી. સ્નેહીનો વિયોગ થતો નથી. ણં કાર સદા ચારિત્ર પાલનમાં તત્પર એવા મહામુનિઓની ત્રણ મુક્તિ પાલન કરવામાં પાટુતા સુચવે છે. નવ અક્ષરો ધર્મકર્મમાં કુશળ કરો.
પ્રકાશ-૬
જે કોઈ પાંચ સમિતિમાં પ્રયત્નશીલ બની, મુક્તિથી પ્રવિત્ર થઈ આ પંચ નમુક્કારનું ત્રિકાળ સ્મરણ કરે છે, તેને શત્રુ મિત્ર રૂપ બની જાય છે. વિષ અમૃત થાય છે. મંત્રતંત્ર પરાભવ કરી શકાતો નથી, જો શક્ય ન હોય તો પરમેષ્ઠિના પહેલા અક્ષર બનતા “આ સિ આ ઉ સા” મંત્રને યાદ કરીને પણ અનંત જીવો યમના બંધનથી મુક્ત થાય છે. અથવા તો આ આદ્ય અક્ષરોની સંધિ કરવાથી અ+ અ+ આ+ ઉ+ મ =ૐ બને છે. જેવા જાપકરવાથી પણ મોહ વશ થાય છે. જો તેટલું પણ ન બોલાય તો શ્રવણ કરવું.
પ્રકાશ-૭
જિનેશ્વર દેવ મને શરણભુત હો. જિન દાતા છે, જિન ભક્તિ છે, સર્વ જગત જિન છે. જિન સર્વત્ર જયવંતા આ લોક, પરલોકમાં નિર્વિદ છે. મંગળ શક્તિ વરે છે.
પ્રકાશ-૮
આઠ કર્મનો નાશ કરનાર હે સિદ્ધ ભગવંતનું શરણ હો. ૩૬ ગુણવાળા ગણધરોનું શરણ હો. સર્વ સૂત્રોના ઉપદેશક ઉપાધ્યાય ભગવંતનું મને શરણ હો. જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી, રત્નરૂપી ધરાક સાધુનું શરણ હો. પંચ પરમેષ્ઠિ રૂપ નમસ્કાર મહામંત્ર સર્વદા હંમેશા વિનય પામો.
- નમો અરિહંતાણંના સાત અક્ષરો મારા સાત ભયને દૂર કરો.
- નમો સિદ્ધાણં જન્મ, જરા, મૃત્યુના સ્વભાવવાળા સંસારથી રક્ષણ કરો.
- નમો આયરિયાણંના સાત અક્ષર, સાત નરકનો નાશ કરો.
- નમો ઉવજ્ઝાયાણંના સાત અક્ષર સાત વ્યસનનો ત્યાગ કરો.
- પંચમ પદ નમો લોએ સવ્વસાહૂણં ધર્મ વિશે નવો ભાવ આપો.
- નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે.
- સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે.
- નમસ્કારની ભક્તિ કરનારનો જીવ આઠભવમાં સિદ્ધ પામે છે.
- આ લોકને પરલોકમાં નિર્વિઘ્ને સકલ લક્ષ્મીને વરે છે.
- બુદ્ધિ અને લક્ષ્મીની લીલાને પ્રકાશ કરનાર અને દેવોના સામ્રાજ્યને અને શિવપદને આપનાર
- આ પાંચ નમસ્કાર જયવંત હો.
- કર્મ ક્ષય થાય છે.
- જન્મ વખતે જાપ કરવાથી રિદ્ધિ સિદ્ધિ મળે.
- સુતા, જાગતા, બહાર જતાં આવતાં, કષ્ટ, ભય હોય ત્યારે, ગમે ત્યારે જાપ કરવો.
જૈન દર્શન એટલે જિન બનવાની સાધનાને સમજાવતું દર્શન ગુરુતત્ત્વના માધ્યમથી ધર્મના, રહસ્યને સમજી, વિચારી અને આચરણમાં ઊતારી પ્રત્યેક આત્માએ પોતાની દિવ્યતાને, ઐશ્વર્યને પ્રગટાવવાનું છે. સાધક સાધનામાર્ગમાં પ્રવેશ કરી પૂર્ણ ઐશ્વર્યને પ્રગટ કરે ત્યાં સુધીનો અધ્યાત્મ વિકાસક્રમ ‘નવકાર મહામંત્ર’માં ગર્ભિત રીતે નિહિત છે.
જૈન દર્શન વિશ્વના જીવમાત્રના કલ્યાણ માટેની સાધનાપધ્ધતિમાં વિશેષ રસ ધરાવે છે. એણે એના સાધકો માટે સરસ સાધનાપણ નક્કી કરી આપ્યો છે. ‘નવકાર મંત્ર’ના મહત્ત્વનાં પાંચ પદો નવપદના કેન્દ્રસ્થાને છે. વિશ્વમંત્ર ‘નવકારમંત્ર’ અખિલ વિશ્વના કલ્યાણનો મંત્ર છે. દેવ ગુરુ અને ધર્મ અને ત્રણેની વિશુદ્ધભાવે આરાધના કરવા માટેની બધી જ શક્યતાઓ નવપદમાં રહેલી છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને તપ એ માત્ર જૈનો માટે જ નહિ વિશ્વના કોઈપણ માનવ માટે તારણહાર બની શકે છે.
“મંત્ર”
વિશ્વના ઉત્તમ મહાપુરુષોએ, સંતો, ભક્તો અને સાહિત્યકારોએ આ ધરતી પરની જીવંતસૃષ્ટિમાં માનવીને સર્વોત્તમ સ્થાન આપ્યું છે. આ વસુંધરા પરનું માનવીનું આગમન ફોગટ ફેરાજ બની રહે, એ માટે પણ લોકકલ્યાણના આરાધકોએ ભિન્ન ભિન્ન્ પ્રકારના માર્ગો દર્શાવ્યા છે. માનવીના ઊર્ધ્વગમન માટે ધર્મ મહત્ત્વનું અવલંબન છે. પરંતુ વિષય અને કષાયના આવરણો – વઘ્નોને લીધે માનવી ધર્મઆરાધના કરી શકતો નથી. એની ધર્મભાવનાને દ્રઢ બનાવવા, એનામાં ઉત્તમ માનવીય ગુણો પ્રગટાવવા, મંત્ર શક્તિરૂપી મહાન ભેટ પણ આપી છે. જગતનો ભાગ્ય જ કોઈ એવો ધર્મ મળી આવશે જેમાં મંત્ર ન હોય. રાગ દ્વેષને જીતવા, વિકાસનાં ઉત્તુંગ શિખરો સર કરવા માટે, મંત્રની મહાન શક્તિનો ઉપયોગ થયો છે. એટલું જ નહીં, મંત્રશક્તિએ માનવકલ્યાણનું ઉત્તમ કાર્ય પણ કર્યું છે. લાખ દુઃખની એક દવાની જેમ કોઈ પણ પ્રકારનાં દુઃખ દૂર કરવાની અનોખી તાકાત મંત્રમાં રહેલી છે.
મંત્રની મહત્તા :
માનવજીવનમાં મંત્રનું સ્થાન પણ ઘણું જ મહત્ત્વનું છે. આધ્યાત્મિક, આધિભૌતિક કે આદિદૈવિક ત્રણ પ્રકારનાં દુઃખો પૈકી કોઈ પણ દુઃખથી જગતનાં પ્રાણીઓ અનેક રીતે દુઃખ અનુભવતાં હોય છે. આ દુઃખમાંથીબચવા લેવાની આપણી કલ્પનામાં પણ ન આવે એવી અદ્ભૂત દિવ્યશક્તિ મંત્રાક્ષરોમાં ભરેલી હોય છે. તેથી જ પરમપુરુષાર્થ સ્વરૂપ મોક્ષના ઉપાયોમાં મંત્રયોગ ઘણું જ મહત્ત્જનું સ્થાન ધરાવે છે.
શાસ્ત્રોમાં મણિમંત્ર અને ઔષધિઓની શક્તિ અચિન્ત્ય મનાયેલી છે. જેમ મણિરત્નો પાષાણ જાતિના હોવા છતાં તેના મૂલ્યવાનપણાથી તથા તેની કુષ્ટરોગહરાદિ શક્તિઓથી પ્રસિદ્ધ છે, તેમ મંત્ર એ પૌદ્ગલિક શબ્દરૂપ હોવા છતાં, દુઃખ, દારિદ્ર, કષ્ટ, રોગ, ભય, ઉપદ્રવાદિના નાશક તરીકે, અને અર્થ કામ, આરોગ્ય, આદિ આજન્મના કે સ્વર્ગ, અપવર્ગ આદિ આગમી જન્મોના સુખપ્રાપક તરીકે સુપ્રસિદ્ધ છે.
મંત્રનો તાત્ત્વિક અર્થઃ-
મંત્ર : મંત્ર દ્વારા દેવતા, ગુરુ અને આત્મા સાથે ઐક્ય સ્થાપન કરવાનું હોય છે. મંત્ર મનને અને પવનને આત્મા સાથે જોડે છે. અને આત્મા તેના મનન દ્વારા ગુરુ અને દેવતા સાથે ઐક્ય કરી લે છે. મંત્રની એકતાથી, સાધનોથી, મંત્ર ચૈતન્ય પ્રગટે છે, તેથી યથેષ્ટફળની સિદ્ધિ થાય છે, દેવતા અને ગુરુનો સંબંધ સકલ જીવસૃષ્ટિ સાથે છે તેથી મંત્રચૈતન્ય વિશ્વવ્યાપી બની જાય છે.
મંત્રનું સ્વરૂપ :-
મંત્ર માત્ર કોઈ સ્વર વિશેષમાં શબ્દોનું અથવા ધ્વનિઓનું ઉચ્ચારણ નથી અને ન તો માત્ર વિચારને જ મંત્રની સંજ્ઞા આપી શકાય, મંત્ર-ધ્વનિ અને જ્ઞાનાનુભૂતિનું એક સુંદર સમાયોજન છે, જેનું સ્મરણ, કર્તા ઉપર એક અમિટ છાપ પાડે છે. શાબ્દિક ધ્વનિઓ મંત્રનું શરીર છે અને જ્ઞાનાનુભૂનિ એ એનો આત્મા છે. આ રીતે કોઈપણ શાબ્દિકમંત્ર એ માર્ગનો સાથી છે. સ્વરૂપદશાનો ધ્યેયે પહોંચવા માટે મિત્રની જેમ સહાય કરે છે. મંત્ર એ જીવની સૂતેલી ચેતનાને જગાડે છે. તેમાં સ્વના રક્ષણનું અદ્ભૂત સામર્થ્ય હોય છે.
મંત્રની સાધનાની રીતઃ-
મંત્રનું મનન બે રીતે થાય છે : અન્તર્જલ્પ અને બહિર્જલ્પ (૧) અંતર્જલ્પ :- અનુભવપૂર્વક મંત્રના અભિપ્રાયનું અથવા તેના વાચ્યના સ્વરૂપનું ચિંતન કરવું તે. (૨) બહિર્જલ્પ :- જીભથી મંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ કરવું તે.
શ્રી પાદલિપ્તસૂરિએ પોતે કરેલી પ્રતિષ્ઠા પદ્ધતિમાં કહ્યું છે કે જાપના ત્રણ પ્રકાર છેઃ (૧) માનસ, (૨) ઉપાંશું (૩) ભાષ્ય
(૧) માનસ જાપ ઃ-કેવળ મનોવૃત્તિથી જ ઉત્પન્ન થયેલો અને માત્ર પોતાથી જ જાણી શકાય તે – માનસ જાપ. (૨) ઉપાંશુ જાપ :- બીજાને સંભળાય નહિ તેવી રીતે અંદર મનોમન બોલીને જાપ કરવું તે – ઉપાંશું જાપ (૩) ભાષ્ય જાપ :- બીજાને સંભળાય તેવી રીતે સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક કરવો તે ભાષ્ય જાપ તેને – વૈખરી જાપ પણ કહે છે. આ માન્યતાનો ડો. વલ્લભદાસ નેણસીભાઈએ “નમસ્કાર મહામંત્ર સ્વાનુભૂતિ” માં પણ ઉલ્લેખ કરેલ છે.
મંત્રની શક્તિ :
મંત્રમાં કેવળ અક્ષરોની કાર્યશક્તિ હોય છે તેવું નથી પણ તેમાં બીજી શક્તિઓ પણ કામ કરે છે. અને તે છે મંત્રના વાચ્ય પદાર્થની શક્તિ મંત્રયોજકના હૃદયની ભાવના તથા મંત્ર સાધકોના આત્મામાં રહેલો મંત્રશક્તિ ઉપરનો ભાવ, અખંડ વિશ્વાસ, નિશ્ચલ શ્રદ્ધા વગેરે હોય છે. તાત્પર્ય એ છે કે મંત્ર કેવળ અક્ષર કે પદ સ્વરૂપ જ નથી પણ પદ, પદાર્થ, પદના યોજક તથા પદના પ્રયોજનની ભાવનાઓ તથા શક્તિઓનો એકંદરે સરવાળો છે. મંત્રશક્તિ આ ચારને અનુરુપ હોય છે. મંત્રશક્તિ બે પ્રકારની હોય છે. ૧) લૌકિક મંત્રશક્તિ (૨) લોકોત્તર મંત્રશક્તિ છે. મંત્રનો યોજક કિલષ્ટ પરિણામી હોય તો મંત્ર મારક બને છે. અને અસંકિલ્ષ્ટ પરિણામી હોય તો તે મંત્રતારક બને છે.
લૌકિકમંત્ર શક્તિ :
લૌકિક મંત્રશક્તિનો પ્રયોગ મુખ્યત્વે આકર્ષણ, વશીકરણ, ઉચ્ચાટન, વિદ્વેષણ, સ્તંભન, સમ્મોહન, આદિ લૌકિક કાર્યો સાથે જ થાય છે. આ મંત્રની સફળતાનો આધાર મંત્રનો પ્રયોગ કરનાર સાધકની સાધનાશક્તિ વગેરે ઉપર હોય છે. કોઈ પ્રયોગ કરનાર સાચો ન હોય પણ ધૂર્ત હોય તો મંત્ર નિષ્ફળ જાય છે. સાધક સત્ય હોય પણ મંત્ર અશુદ્ધ હોય અથવા મંત્ર શુદ્ધ હોય પણ તેનું ઉચ્ચારણ અશુદ્ધ હોય તો પણ મંત્રશક્તિ કાર્યરત થઈ શકતી નથી. જ્યાં એ બધી વસ્તુ શુદ્ધ અને પૂર્ણ હોય ત્યાં જ મંત્રશક્તિ ધાર્યું કાર્ય નિપજાવી શકે છે.
લોકોત્તર મંત્રશક્તિઃ
લોકોત્તર મંત્રની શક્તિ અચિંત્ય હોય છે. તેનો ઉપયોગ સર્વ જીવના કલ્યાણ માટે જ થાય છે. વિષય, કષાય, વેર વિરોધ વગેરે વિભાવભાવનો નાશ થઈ આત્મિક ગુણો તેના સ્મરણનથી પ્રગટ થાય છે. લોકોત્તરમંત્રોમાં ‘નવકારમંત્ર’ એ ઉત્તમોત્તમ લોકોત્તરમંત્ર છે. નમસ્કારમંત્ર એ અનુપમ સ્તોત્ર છે. કારણ અમષ્ટિની વિશ્વવંદનીય વિભૂતિરૂપ પંચપરમેષ્ટિ ભગવાનનું સ્મરણ, વંદન, અર્ચન તે દ્વારા ઘટિત થાય છે. આ નવકારમંત્ર સમાન અનુપમમંત્ર મળવો મુશ્કેલ છે. તે સર્વશાસ્ત્રના નિચોડરૂપ છે. લોકોત્તર મંત્રના સ્મરણથી આત્મશાંતિ સુલભ બને છે. સર્વ આત્મિક સિદ્ધિ-સમાધિ તેના સહારે મેળવી શકાય છે. સંક્ષેપમાં, મંત્રનું ચિંતન મનન કરવાનું હોય છે. પછી તે કોઈ પણ મંત્ર હોય ચિંતન મનન વડે મંત્ર ત્રિવિધતાપથી રક્ષણ કરે છે, મનને વિકલ્પરહિત બનાવવા માટે મંત્ર છે. શાસ્તરાભ્યાસ વડે દેહાધ્યાસ છૂટતા, બુદ્ધિ શુદ્ધ અને સ્થિર થાય છે.
અનાદિકાલીન મંત્ર : નવકાર-વિશ્વમંત્ર
જૈનોનો અનાદિકાલીન એક માત્ર મૂળમંત્ર શ્રીનવકારમંત્ર છે. નવકારમંત્ર સમસ્ત જૈન ધર્માનુયાયીઓનો સર્વમાન્ય મહામંત્ર છે. અનેક સંપ્રદાયો તેમજ પેટા સંપ્રદાયોમાં વિભક્ત સંપૂર્ણ જૈન સમાજ તેને ઉત્કૃષ્ટ શ્રદ્ધાથી, આત્મિક અહોભાવથી સ્વીકારે છે. કરોડો શ્લોકોવાળા દ્રષ્ટિવાદથી જે કાંઈ સાધી શકાય છે તે આ નવપદના નાના નવકારમંત્રમાં રહેલા વિશાળ ચિંતન દ્વારા સહેજે પામી શકાય છે. આ કારણે એને ૧૪ પૂર્વનો સાર અને સર્વ સ્મરણોમાં પ્રથમ માનેલ છે. શ્રી નવકારમંત્રના મનન ચિંતન અને ધ્યાનથી પ્રમોદભાવના જાગૃત થાય છે અને તેની વૃદ્ધિ થવાથી કોઈને કોઈ ભવમાં શ્રી નવકારમંત્રના કોઈ એક પદમા અવશ્ય સ્થાન પ્રાપ્ત કરી શકાય છે. શુભભાવોની સાધના અને મુક્તિનું કારણ કોવાથી નવકારમંત્ર સર્વોચ્ચમંત્ર મનાય છે. જ્ઞાનીઓના કથન મુજબ વિશ્વના પ્રત્યેક જીવને માટે કલ્યાણક એવો આ પરમમંત્ર છે. સમૂળ પાપોચ્છેદક છે, વિશ્વમંત્ર છે.
નવકારમંત્રનું રહસ્ય :
આ મહામંત્રમાં જૈનોના પરમ આરાધ્ય પંચપરમેષ્ટિઓને સામૂહિક રીતે નમસ્કાર કરવામાં આવે છે. તેમાં કોઈ વ્યક્તિવિશેષને નમસ્કાર ન કરતાં એ પાંચ પરમપદોને નમસ્કાર કરવામાં આવ્યા છે. તેઓના ઉત્તમોત્તમ ગુણોને નમસ્કાર કરાયેલ છે. મોક્ષ અને મોક્ષમાર્ગ સ્વરૂપ આ પાંચ અવસ્થાઓ પ્રાપ્ત કરનાર આત્મા જ આ મહામંત્રના આરાધ્ય છે. આ મહામંત્રમાં પંચપરમેષ્ટિના નમસ્કાર સિવાય કોઈ ઈચ્છા, આકાંક્ષા વ્યક્ત કરવામાં આવી નથી. નિષ્કામ નમસ્કાર એ જ એની મહાનતા છે. એટલું જ નહી વિશ્વની સમગ્ર માનવજાત માટે એ ઉત્તમમંત્ર બનેલ છે.
નવકારમંત્રની મહત્તાઃ
આત્માના ભવ પલટવા માટે એટલે કે અનાદિકાળના મિથ્યાભાવોને ટાળીને સમ્યક્ભાવો લાવવા માટે સર્વમંત્રોમાં નવકારમંત્ર વધારે ઉપકારક છે. કારણ (૧) નવકારની રચના સંક્ષિપ્ત હોવાથી આબાલવૃદ્ધ સર્વજન ગ્રાહ્ય છે. (૨) તે સર્વ મંત્રોનું ઉત્પતિસ્થાન છે તેથી સર્વમંત્ર સંગ્રાહક સ્વરૂપ છે.
આ મંત્રની આગવી અને અનન્ય વિશેષતા એ છે કે તે ત્રણેકાળના સર્વોત્કૃષ્ટ પુરુષો પ્રત્યે અનન્ય સમર્પણભાવ ધરાવે છે. પરમમંગળમય તત્ત્વોથી છલોછલ ભરેલો છે, તેથી શ્રી નવકારમહામંત્રનો શરણાગત સર્વ, અપૂર્ણતાઓને દૂર કરી સંપૂર્ણ એવા મોક્ષપદને પામી શકે છે.
આ મંત્રની બીજી વિશિષ્ટતા એ છે કે તેને પહેલેથી ગણો છેલ્લેથી ગણો વચ્ચેથી ગણો કે અવળી રીતે ગણો તો પણ તે શ્રેયસ્કર જ નીવડે છે, બીજા સામાન્યમંત્રોની માફક આ પરમમંત્રની કોઈ અવળી અસર નથી થતી નથી. વિશિષ્ટ પ્રકારની રચનાના પ્રભાવે તેનો પ્રત્યેક અક્ષર અખૂર શક્તિનો ભંડાર છે. દુષ્ટ આશયપૂર્વકનો તેનો જાપ પણ તરત જ તે આશયમાંથી દુષ્ટતાને દૂર કરે છે.
નમસ્કાર મહામંત્રનું એક એક પદ એક-એક અક્ષર, તેની સાધના કરનાર સાધકને અનોખી સમતા અને સમાધિ આપે છે, સાધક આ મહામંત્રને સમર્પિત થઈ જાય, તેને આત્મસાત્ બનાવી અજપાજપથી તેના ૬૮ અક્ષરોને ઘટ-ઘટ વ્યાપ્ત બનાવી દે તો સાધનામાં પરમોચ્ચ શિખરને આંબી જાય છે. સંક્ષેપમાં નમસ્કાર મહામંત્રનો મહિમા, અર્થ વિસ્તાર અનંત અને અપાર છે. પંચપરમેષ્ઠિ ભગવંતોની અનન્ય શરણાગતિ સ્વીકારીને, તેના કીર્તન, સ્મરણ અને ધ્યાનમાં ઓપપ્રોત બનવાથી જ તેના મહિમાનો રહસ્યાર્થ યત્કિંચિત યથાર્થ અનુભવ, લાભ મેળવી શકાય છે.
નમસ્કાર મહામંત્ર એ ગુણપ્રધાન મંત્ર છે, એમાં વ્યક્તિપૂજા નથી પણ ગુણની ઉપાસના છે. ગુણની ઉપાસના છે. ગુણની આરાધના છે. જેથી કરીને એ સઘળા ગુણો તેની ઉપાસના કરનારમાં પ્રગટ થાય. આ મહામંત્રમાં રહેલી સમક્ષ્ટિના નમસ્કારની ગંભીર વિશાળ, ઉદાત્ત ભાવના એ સૂચવે છે. કે વ્યક્તિપૂજા કરતાં ગુણપૂજાનું ફળ અનંતગણું મળે છે. તેનું કારણ પણ સરળ છે. કેમ કે માત્ર એક જ અરિહંત ભગવાનને નમસ્કાર કરવાથી ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળના અરિહંત ભગવંતોને સહજપણે નમસ્કાર થઈ જાય છે. તીર્થંકરોની અનાદિકાળથી જે અનંતી ચોવીસી થઈ ગઈ, વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં જે વીસ તીર્થંકર ભગવંતો વિચરે છે અને ભવિષ્યમાં જે અનંતી ચોવીસી થવાની છે તેમને સહુને નમો અરિહંતાણં પદ માત્ર બોલવાથી જ વંદન નમસ્કાર થઈ જાય છે. તે રીતે એક જ નમસ્કારથી એક જ વ્યક્તિને નમસ્કાર થવાને બદલે અનંતા ગુણીજનોને નમસ્કાર થવાથી ફળ પણ અનંતગણું મળે છે.
અન્ય મંત્રો વિશેષ પ્રકારે સાધવાથી ઘણા પ્રયત્ને ફળદાયી થાય છે ત્યારે શ્રી નવકાર મહામંત્ર નિષ્કામ ભાવે જપવાથી અલ્પ પ્રયાસે ફળદાયી બને છે. કહેવાય છે કે પ્રકૃષ્ટભાવથી પરમેષ્ઠિને કરેલ એક જ નમસ્કાર પવન જેમ જલને સૂકવી નાખે તેમજ સકલ કલેશજાળને છેદી નાખે છે. આ પ્રમાણે જીવાત્માના સઘળા પ્રકારના સાંસારિક કલેશો તથા ચિંતાઓ અલ્પ પ્રયાસે દૂર કરી તેનાં સર્વ કર્મને ભસ્મીભૂત કરી નાખી, પરમાત્માપદ સુધી પહોંચાડવાની તેમાં શક્તિ છે.
અન્યમંત્રોમાં તે મંત્રના કોઈને કોઈ અધિષ્ઠાતા દેવતા હોય છે અને તે દેવ કાં તો મંત્ર વડે વશ થાય અગર પ્રસન્ન થાય તો જ મંત્ર ફળ આપે છે પણ તે દેવને પ્રસન્ન કરવાનું સહેલું નથી હોતું. વળી, તે મંત્ર સાધવામાં પણ ઘણાં ભયસ્થાનો રહેલાં હોય છે. તેથી તેની સાધનામાં કંઈ ફેર પડતો તો સાધકના પ્રાણ પણ જોખમાઈ જાય એવું સંકટ ઊભું થાય છે. પરંતુ શ્રી નવકારમંત્રના કોઈપણ એક અધિષ્ઠાતા દેવ નથી. કારણ આગળ જોયું તેમ તેમાં કોઈ વ્યક્તિગત દેવની આરાધના નથી પણ ગુણધારીની છે – તેથી ઉપરના કોઈ પણ પ્રકારના ભયસ્થાનો આ મહામંત્રની આરાધના કરવા જતાં ઉપસ્થિત થતાં નથી.
અન્યમંત્રો ઉચ્ચારણ કઠિન હોય છે તેમજ તેમના અર્થ પણ ગૂઢ હોય છે, જ્યારે આ મહામંત્ર બોલવામાં અતિ સરળ છે. તેના અર્થ સ્પષ્ટ છે અને તેના ભાવ ઉત્કૃષ્ટ હોવાથી ફળ અત્યંત મધુર છે.
સંક્ષેપમાં નવકારમંત્ર મિથ્યાત્વ અને અજ્ઞાતનો નાશ કરનારો છે સમ્યક્ત્વની સ્પર્શના કરાવનાર છે. આત્મવિકાસની દૃષ્ટિએ આ બે ક્રિયા અત્યંત મહત્ત્વની છે જેથી આ મહામંત્રને અનન્ય કલ્યાણકારી કહેલ છે. તેથી જ ભદ્રબાહુસ્વામીએ ‘ઉવસગ્ગહરં સ્તોત્ર’માં કહેલ છે; હે નાથ! તમારુ સમ્યક્ત્વ ચિંતામણિરત્ન કલ્પવૃક્ષથી પણ અધિક પ્રભાવશાળી છે કે જેને પ્રાપ્ત કરવાથી જીવો નિર્વિ૩ને અજર, અમર સ્થાને પ્રાપ્ત કરે છે. અદ્ભૂત અક્ષરો : અક્ષર – અ – ક્ષરના દ્યોતક
‘ન’ અને ‘મો’ એ બે અક્ષરના સંયોજનથી બનેલો નમો શબ્દ નમનારન અંતરમાં આત્મભાવ, નિર્મળતા, મૃદુત્તા, શાંતિ અને સંતોષની ધારા વહાવે છે કારણ કે તેના પ્રત્યેક અક્ષરમાં પોતાનો આગવો વિશિષ્ટ પ્રભાવ છે, પ્રત્યેક અક્ષર મંત્ર છે.
શ્રી નમસ્કારમંત્રના એકેક અક્ષરનું સ્વતંત્ર વ્યક્તિ છે. એ એક એક અક્ષરમાં ચૌદ રાજલોકને સમાવવા જેટલી વિરાટતા છે. એક એક અક્ષરમાં સ્વતંત્ર દુનિયા છે. શ્રી નમસ્કારની મંત્રશક્તિએ સાક્ષાત્ શુદ્ધ આત્મદ્રવ્યની શક્તિ છે. માત્ર એક જ આત્મદ્રવ્યની શક્તિ નહિ પણ ત્રણે કાળના તીર્થંકરદેવો, સિદ્ધ ભગવંતો, આચાર્યપ્રવરો, ઉપાધ્યાયો અને સાધુ ભગવંતોની સમગ્ર એકત્રિત થયેલી આત્મશક્તિ તે જ નમસ્કારમંત્રની શક્તિ છે. નિસર્ગના મહાશાસનના સમગ્ર શુભતત્ત્વોનું પુણ્યબળ સતત શ્રી નમસ્કારની આ મંત્રશક્તિને ઉત્તરોત્તર વધારતું જ રહે છે. આ મંત્રશક્તિ આ રીતે ઉત્તરોત્તર વધતી જ રહે છે તેથી જ શ્રી નમસ્કારમંત્રનો અતિ ઉત્તમ મહિમા વર્ણવેલો છે.
શ્રી નમસ્કારમંત્રના કુલ અક્ષરો ૬૮ છે. તેમાં પ્રથમનાં પાંચ પદો એ મૂલમંત્ર સ્વરૂપ છે, તેમાં વ્યંજન સહિત લઘુ (૩૨) અને ગુરુ (૩) મળી કુલ ૩૫ અક્ષરો છે. છેલ્લાં ચાર પદો ચૂલિકાનાં છે. તેમાં મૂળમંત્રના પ્રભાવનું વર્ણન કર્યું છે. વ્યંજનસહિત લઘુ (૨૯) અને ગુરુ (૮) મળી કુલ ૩૩ અક્ષરો છે. એ બન્ને સંખ્યાને જોડવાથી શ્રી નમસ્કારમંત્રના કુલ ૬૮ અક્ષરો હોય છે.
“ગળ્ઙ્ગઢ્ઢેંભગક્રટક્રથ્”ના પાંચમા તરંગમાં નવકારના અક્ષરનો મહિમા બતાવતા કહેલ છે “કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળા પંચપરમેષ્ટિ નમસ્કારના પ્રત્યેક અક્ષર ઉપર એક હજારને આઠ વિદ્યાઓ રહેલી છે.”
નવકારના એકેક અક્ષરની મહત્તા બતાવતાં મહાનિશીથસૂત્રમાં કહેલ છે. કે શ્રી નવકારના એક અક્ષરનું ભાવ સહિત કરવામાં આવેલ ચિંતન ૭ સાગરોપમનાં સંચિત પાપોનો ક્ષય કરે છે. એક પદનું ચિંતન ૫૦ સાગરોપમનાં સંચિત પાપોનો નાશ કરે છે અને સમગ્ર નવકારના નવપદોનું ચિંતન ૫૦૦ સાગરોપમનાં સંચિત પાપોનો ક્ષય કરે છે. “ઉપદેશતરંગિણી”માં અડસઠ અક્ષરનું મહત્ત્વ બતાવતાં કહેલ છે કે આ લોક અને પરલોક એમ બંને લોકમાં ઈચ્છિત ફળને આપનાર શ્રી નવકારમંત્ર જયવંત વર્તો.
નવકારના અડસઠ અક્ષરોને અડસઠ તીર્થ તરીકે વખાણ્યાં છે અને તેની આઠ સંપદાઓને અજ્ઞાનરુપી અંધકારનો નાશ કરનાર અનુપમ સિદ્ધિઓ તરીકે વર્ણવી છે. દ્રવ્યથી – નવકારમંત્રના આ અક્ષરો પરમમંગલરૂપ છે. ક્ષેત્રથી – જ્યાં પણ શ્રી નવકારમંત્રનો જાપ થાય તે સ્થાન મંગલરૂપ છે. કાળથી – જ્યારે જેટલો સમય શ્રી નવકારનો જાપ થાય તેટલો કાળ મંગલમય જાણવો. ભાવથી – નમસ્કારમંત્રનો ભાવ સ્વયં મંગલરૂપ છે.
આ રીતે નવકારમંત્રના એકેક અક્ષરનું અદ્ભૂત મહત્ત્વ છે. તેનો વિધિ પૂર્વક મન-વચન-કાયાથી જાપ કરવામાં આવે તો અશુભકર્મોનો ક્ષય થાય છે. નવલાખ નવકારમંત્રનો જાપ કરતાં આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધતાપનો ક્ષય થાય છે.
નવકારની જાણવાજેવી વાતો
અન્ય સર્વમન્ત્રો અશાશ્વત છે. જ્યારે શ્રી નવકાર મહામંત્ર શાશ્વત છે. દ્વાદશાંવી આખી મંત્રમય છે. પરંતુ તેની શબ્દરચના પ્રત્યેક શાસનમાં ભિન્ન ભિન્ન હોય છે. જ્યારે શ્રી નવકારની શબ્દરચના પણ શાશ્વત છે તેના અર્થો પરમાર્થો પણ સદાકાળ એકસરખા જ રહે છે.
શ્રી નવકારના પ્રભાવે શત્રુ મિત્ર બને છે, વિષ અમૃત બને છે, આપત્તિ સંપત્તિ બને છે, કારાવાસ મુક્તિ બને છે, દુઃખ સુખ બને છે, ઉપદ્રવી ભૂતપ્રેત-પિશાચ સૌ અનુકૂળ બને છે અને જ્યોતિષ ભાષિત અશુભભવિષ્ય શુભ બને છે!
શ્રી નવકારની પ્રભાવકથાઓ ખૈબ જાણીતી છે જેમાં નાગ મરીને નાગરાજ ધરણેન્દ્ર બને છે, સમડી મરીને રાજ કુમારી બને છે, અમરકુમારનો અગ્નિકુંડ સરોવર બની જાય છે અને શ્રીમતી સતીને મારી નાખવા મૂકાયેલા સર્પ પુષ્પમાળા બની જાય છે, વગેરે તો ખૂબ ખૂબ પ્રતિદ્ધ છે.
આયુષ્ય સિવાયના તમામ કર્મોની સ્થિતિ અન્તઃકોટાકોટી સાગરોપમ જેટલી ઓછી બને ત્યારે શ્રી નવકારનો ‘ન’ સાંભળવા મળે છે. શ્રી નવકારને પામેલો આત્મા દુર્ગતિઓનું સર્જન કરતો કરતો હસતાંરમતાં મુક્તિનું શિખર સર કરી શકે છે.
પુણ્યપ્રાપ્તિનાં અનેક કારણો છે. પરંતુ જેવી રીતે નક્ષત્રમાળામાં ચન્દ્ર શ્રેષ્ઠ છે, તેવી રીતે સર્વપુણ્ય-સમુહની પ્રાપ્તિમાં નવકાર એક શ્રેષ્ઠ કારણ છે.
મકાનને આગ લાગે ત્યારે માણસ જેમ, મૂલ્યવાન ઝવેરાતને ઉપાડીને ભાગે છે, તેમ ચૌદપૂર્વધરો પણ મૃત્યુસમયે શ્રી નવકારને ચિત્તમાં લઈને પરલોકે પ્રયાણ કરે છે.
“મને શ્રીનવકાર મળ્યો એટલે સઘળુંય મળી ગયું. જે કંઈપણ મને મળ્યું છે, ને સઘળુંય શ્રી નવકાર પાસે તો તરણા જેવું છે. અને એટલે જ શ્રી નવકાર મળ્યા પછી હવે મેળવવા જેવું કંઈ જ બાકી રહ્યુ નથી : બધુંજ મળી ગયુું છે! ખરેખર જન્માન્તરોમાં મેં જે કંઈ સુકૃતો કર્યાં છે, તે સર્વ આજે એક સાથે ઉદયમાં આવ્યા છેે. ઉદયમાં આવેલા મારા પુણ્યોએ મને શ્રી નવકારની પ્રાપ્તિ કરાવી છે, તેથી હવે હું પૂર્ણ પુણ્યવાન છું. મારાં પાપો દૂર ચાલ્યા ગયા છે. હવે મારું મુક્તિમાર્ગે ગમન નિર્વિધ્ન રહેશે.” આવી આવી ભાવનાઓથી ભાવિત બનીને, શ્રી નવકારનો પારમાર્થિક પરિચય પામીને, શ્રીનવકારનું સ્મરણ કરવું જોઈએ.
સગર્ભાવસ્થામાં અને જન્મસમયે જો માતા શ્રીનવકારના સ્મરણમાં લીન હોય તો સંતાન પુણ્યશાળી અને પવિત્ર બને છે.
શ્રી નવકારનો આ છે અદ્ભૂત અને અપ્રતિમ પ્રભાવ (૧) તેના એક અક્ષરના સ્મરણથી સાત સાગરોપમ પ્રમાણ પાપોનો નાશ થાય છે.(૨) તેના એક પદના સ્મરણથી પચાસ સાગરોપમ પ્રમાણ પાપોનો નાશ થાય છે. અને (૩) તેના પૂર્ણ સ્મરણથી પાંચસો સાગરોપમ પ્રમાણ પાપોનો નાશ થાય છે.
જીવન વિજ્ઞાન છે. જીષ્ઠૈીહષ્ઠીર્ ક ન્ૈકી જીવન સંસ્કૃતિ અને કળા છે. છિં શ્ ઝ્રેઙ્મેંિીર્ ક ન્ૈકી જીવન યોગ છે. ર્રૂખ્તટ્ઠર્ ક ન્ૈકી જીવન મંગલ છે. ય્ટ્ઠિષ્ઠીર્ ક ન્ૈકી જીવન મુક્તિ છે. હ્લિીીર્ઙ્ઘદ્બર્ ક ન્ૈકી આજનો યુગધર્મ છે. ઇીઙ્મૈર્ખ્તૈહ ર્કર્ ેિ છખ્તી
નવકાર પરિચય
Q- મંત્રના અક્ષર કેટલા? A- ૬૮
Q- મંત્રથી સંક્ષિપ્ત સૂત્ર કયું? A- નમોડ્હર્ત
Q- મંત્રમાં અનુસ્વાર કેટલા? A- ૧૩
Q- મંત્રથી સંક્ષિપ્ત મંત્ર કયો? A- ૐ
Q- મંત્રમાં પદ કેટલા? A- ૯
Q- મંત્રનું સુપ્રસિદ્ધ સ્તવન કયું? A- સમરોમંત્ર
Q- મંત્રમાં સંપદા કેટલી? A- ૮
Q- મંત્રનું સંસ્કૃતમાં સ્તોત્ર કયું? A- ૐ પર
Q- મંત્રમાં સ્વર કેટલા? A- ૬
Q- મંત્ર સાથે સંકળાયેલા પૂજન કયું? A- સિદ્ધચક્ર
Q- મંત્રમાં વ્યંજન કેટલા? A- ૬૨
Q- મંત્ર સાથે સંકળાયેલ પૂજા કઈ? A- નવપદ
Q- મંત્રમાં ગુરુ અક્ષર કેટલા? A- ૭
Q- મંત્ર કોણ સાંભળી શકે? A- સંજ્ઞી પંચે.
Q- મંત્રમાં લઘુ અક્ષર કેટલા? A- ૬૧
Q-મંત્ર કોણ બોલી શકે? A- બેઈન્દ્રિય જીવ
Q- મંત્રમાં કેટલા પૂર્વનો સાર? A- ૧૪
Q- મંત્ર સાંભળી કયા તિર્યંચ તર્યા? A- સર્પ-સમડી
Q- મંત્રમાં કોને નમસ્કાર કરાયો છે? A- ૫
Q- મંત્ર સાંભળી કયો બાળક તરી ગયો? A- અમરકુમાર
Q- મંત્રમાં પાંચ પરમેષ્ઠિના ગુણ કેટલા? A- ૧૦૮
Q- મંત્ર વારંવાર કોણ સ્મરણ કરતી? A- શ્રીમતી
Q- એક અક્ષરના સ્મણથી કેટલા પાપ નાશ પામે? A- ૭ સાગ
Q- લાલ રંગ જોઈ કયું પદ યાદ આવે? A- સિદ્ધ
Q- સિદ્ધ પરમાત્મા ક્યાં છે? A- મોક્ષમાં
Q- પીળો રંગ જોઈ કયું પદ યાદ આવે? A- આચાર્ય
Q- એક પદના સ્મરણથી કેટલા પાપ નાશ પામે? A- ૫૦ સાગ.
Q- સિદ્ધચક્રના આરાધક કોણ? A- શ્રીપાળ-મયણા
Q- સંપૂર્ણ મંત્રના સ્મરણથી કેટલા પાપ નાશ પામે? A- ૫૦૦ સાગ
Q- નીલો રંગ જોઈ કયું પદ યાદ આવે? A- ઉપાધ્યાય
Q- મંત્ર કેટલી નિધિ પ્રગટાવે? A- નવ
Q- નવકારવાળીના મણકા કેટલા? A- ૧૦૮
Q- કાળો રંગ જોઈ કયું પદ યાદ આવે? A- મુનિ
Q- મંત્ર કેટલા તીર્થનો સાર કહેવાય? A- ૬૮
Q- સફેદ રંગ જોઈ કયું પદ યાદ આવે? A- અરિહંત
Q- મંત્ર સ્મરણ કેટલા શ્વાસોશ્વાસે થાય? A- ૮
Q- મંત્રનો જાપ કરવાનું સાધન કયું? A- નવકારવાળી
Q- મંત્રમાં ‘દેવ’ કેટલા છે? A- ૨
Q- મંત્રનો જાપ કરવાનું પુસ્તક કયું? A- અણાનુપૂર્વી
Q- મંત્રમાં ‘ગુરુ’ કેટલા છે? A- ૩
Q- મંત્રનો જાપ હાથ ઉપર કેવી રીતે થાય? A- શંખાવર્ત નંદાવર્ત
Q- કેટલા મંત્રનો જાપ તીર્થંકર નામકર્મ બંધાવે? A- ૧ લાખ
Q- મંત્રની રચના કોણે કરી? A- શાશ્વત છે
Q- મંત્ર કેટલી સિદ્ધિ દાતાર છે? A- આઠ
Q- કેટલા મંત્રનો જાપ નરકથી બચાવે? A- ૯ લાખ
Q- મંત્રની આરાધના કેવી રીતે થાય? A- એકાસણાથી
Q- મંત્રનું ધ્યાન કેટલા પલ્યોપમનું દેવાયું બંધાવે? A- ૨૮૮૭૧૧/૫૯
Q- સિદ્ધચક્રની આરાધના કેવી રીતે થાય? A- આયંબિલથી
Q- નવપદના વધુમાં વધુ ગુણ કેટલા? A- ૩૪૬
Q- મંત્રનું સ્મરણ કરી કઈ વસ્તુ સ્થપાય? A- સ્થાપનાજી
Q- નવપદના ઓછામાં ઓછા ગુણ કેટલા? A- ૨૩૮
Q- મંત્રનું સ્મરણ કરી કઈ પ્રતિજ્ઞા લેવાય? A- સામાયિક
Q- ૧૪ પૂર્વ લખવા કેટલા હાથી પ્રમાણ શાહી જોઈએ? A- ૧૬૩૮૩
Q- મંત્ર કયા યંત્ર સાથે સંકલિત છે? A- સિદ્ધચક્ર
Q- સંવત્સરીએ કેટલા નવકારનો કાઉ. થાય? A- ૧૬૦
Q- મંત્રનું સ્મરણ ક્યારે થાય? A- ગમે ત્યારે.
નવકારના અક્ષર – અડસઠ તીર્થ
અક્ષર જૈનતીર્થ પારિભાષિક મહાપુરુષ શબ્દ
ન નાગેશ્વર – નવકારવાળી નંદીષેણ મો માંડવગઢ – મોર પીછી માનતુંગસૂરી અ અગાસી – અનાનુપૂર્વી અભયદેવસૂરી રિ રાણકપુર – રજોહરણ રહનેમિ હં હસ્તગિરિ – હાસ્ય હેમચંદ્રાચાર્ય તા તારંગા – તરપણી ત્રિપુષ્ટ વાસુ. ણં નાગપુર – નવકારસી નિર્મળા ન નાકોડા – નિર્જરા નાગકુમાર મો મોહનખેડા – મુહપત્તિ મુનિસુંદરસૂરિ સિ સેરિસા – સાપડો સિદ્ધસેનસૂરિ દ્ધા ધોળકા – ધૂપીયું ધનંજય ણં નાડલાઈ – નાડાછડી નાગદત્ત ન નરોડા – નવકારમંત્ર નમિરાજર્ષિ મો મથુરા – મોહનીયકર્મ માનદેવસૂરિ આ આબુ – આસન આર્યસૂહસ્તિ ય યશોધરગિરિ – યતિ યશોભદ્રસૂરિ રિ રાજગૃહી – રથ રેવતી યા -યતિ – યશોવિજય ણં નાગપુર – નામકર્મ નર્મદા ન નાંદિયા – નરક નંદનમુનિ મો મેત્રાણા – મરૂદેવા મલ્લવાદીદેવ ઉ ઉજ્જૈન – ઉન ઉદાયન વ વરકાણા – વાળાકુંચી વજ્રસ્વામી જ્ઝા ઝઘડીયા – ઝાડ(કલ્પવૃક્ષ) ઝાંઝરીયામુનિ જંબુસ્વામી યા – યાત્રા યુગબાહુ ણં – નાણા ન્હવણ નયસાર ન – નાનાપોશીના નાભિરાજા નંદા મો – મોટાપોશીના માલકોષ મેતારજમુનિ લો – લક્ષ્મણી લોભ લક્ષ્મણાસાધ્વી એ – અયોધ્યા એકમ અવંતિસુકુમાર સ – સમેતશિખર સંથારો સુલસા વ્વ – વાલમ વરખ વંકચૂલ સા – સાચોર સાડો સુદર્શન હૂ – હસ્તિનાપૂર હસ્ત હરિભદ્રસૂરિ ણં – નાણા નવપદ નાગિલશ્રાવક એ – અષ્ટાપદ એકાસણું અઈમુત્તામુનિ સો – સાવત્થી સ્થાપનાજી સંપ્રતિરાજા પં – પાવાપુરી પચ્ચક્ખાણ પાદલીપ્તસૂરિ ચ – ચંપાપુરી ચામર ચંડરૂદ્રાચાર્ય ન – નાનીખાખર નિર્ધૂમઅગ્નિ નંદમણિયાર મુ – મિથિલા મહાવિગઈ મદનરેખા ક્કા – કદમગિરિ કટાસણું કંડીરક રો – રાતેજ રત્નનો ઢગ રોહણીયચોર સ – શંખેશ્વર સાથીયો સમયસુંદરજી વ્વ – વડાલી વાસક્ષેપ વિજ્યાશેઠાણી પા – પાવાગઢ પાતરા પુષ્પચૂલા વ – વંથલી વાટકો/કી વિજયશેઠ પ્પ – પાનસર પૂર્ણકળશ પેથડશાહ ણા – નળીયા નિગોદ નમિ-વિનમિ સ – સુતર સૂર્ય શાંતિચંદ્રજી ણો – નવલખા નિર્વાણ નળરાજા મં – મહુવા મંગળદીવો મેઘરથરાજા ગ – ગિરનાર ગણધર ગુણમંજરી લા – લોદ્રવા લક્ષ્મી લલિતાંગદેવ ણં – નાલંદા નાણ નારદજી ચ – ચાણસ્મા ચંદ્ર ચિલાતીપૂત્ર સ – સુથરી સમુદ્ર સકલચંદ્રજી વ્વે – વિજાપુર વિમાન વજ્રસ્વામી સિં – સિંહપુરી સિંહ સ્થુલીભદ્રજી પ – પાલીતાણા પૂંજણી પ્રસન્નચંદ્ર ઢ – ઢંકગિરિ ઢાળ(દુહા) ઢંઢણ અણગાર મં – મહેસાણા મંગળીક મેઘકુમાર હ – હેમગિરિ હાથી હીરવિજયસૂરિ વ – વંથલી વરખ વીરવિજયજી ઈ – ઈડર ઈન્દ્રધ્વજા ઈલાચીકુમાર મં – મક્ષીજી મૃત્યુલોક મરૂદેવામાતા ગ – ગંધાર ગંગાજલ ગજસુકુમાર લં – લખનૌ લંછન લાવણ્યસમયમૂળ મંત્ર : નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં. (પદ-પ, ગુરૂ-૩, લઘુ-૩ર, કુલ અક્ષર-૩પ)
ચૂલિકા : એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં (પદ-૪, ગુરૂ-૪, લઘુ-ર૯, કુલ અક્ષર-૩૩)
અર્થ : અરિહંતોને નમસ્કાર થાઓ ! સિદ્ધોને નમસ્કાર થાઓ ! આચાર્યોને નમસ્કાર થાઓ ! ઉપાધ્યાયોને નમસ્કાર થાઓ ! લોકમાં સર્વ સાધુઓને નમસ્કાર થાઓ ! આ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપોનો મૂળથી નાશ કરનાર અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલરૂપ થાય છે. (પદ-૯, સંપદા-૮, ગુરૂ-૭, લઘુ-૬૧, કુલ અક્ષર-૬૮) વિધિપૂર્વક ક્રિયા કરવા માટે જેની આરાધના કરવી છે, તે વસ્તુના સ્વરૂપનું જ્ઞાન આવશ્યક છે. નવકારમંત્ર બરાબર ભણાય-ગણાય તે માટે તેનું બાહ્ય અને આંતરિક સ્વરૂપ સમજી લેવાની જરૂર છે.
બાહ્ય સ્વરૂપ એટલે મંત્રનો અક્ષરદેહ. તે બરાબર જળવાઈ રહેવો જોઈએ. શ્રી નવકાર મંત્રમાં પદો ૯ છે. સંપદાઓ ૮ છે અને અક્ષરો ૬૮ છે. આ અડસઠ અક્ષરોમાં ગુરુ એટલે જોડાક્ષરો ૭ છે અને લઘુ એટલે સાદા અક્ષરો ૬૧ છે.
નવ પદોની રચના :
શ્રી નવકાર મંત્રના નવ પદોની ગણના આ રીતે થાય છે. નમો અરિહંતાણં ! એ પહેલું પદ. નમો સિદ્ધાણં ! એ બીજું પદ. નમો આયરિયાણં ! એ ત્રીજું પદ. નમો ઉવજઝાયાણં ! એ ચોથું પદ. નમો લોએ સવ્વસાહૂણં ! એ પાંચમું પદ. એસો પંચનમુક્કારો ! એ છઠ્ઠું પદ. સવ્વપાવપ્પણાસણો ! એ સાતમું પદ. મંગલાણં ચ સવ્વેસિં ! એ આઠમું પદ. પઢમં હવઈ મંગલં ! એ નવમું પદ.
સંપદા આઠ : સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન. શાસ્ત્રમાં તેની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે. -સાડ્ગત્યેન પદ્યતે-પરિચ્ચિછતેડર્થો યાભિરિતિ સંપદઃ જેનાથી સુસંગત રીતે અર્થ જુદો પાડી શકાય તે સંપદા. આવી સંપદા નવકારમાં આઠ છે. પ્રથમ સાત પદની સાત અને આઠમા-નવમા એ બે પદની એક એમ કુલ આઠ.
ગુરૂ લઘુ અક્ષરો : અક્ષરોની ગણનામાં જોડાક્ષરને એક જ ગણવાનો છે, દોઢ નહિ. આ રીતે નવકાર મંત્રના અક્ષરો ૬૮ થાય છે. પ્રથમ પદ ‘નમો અરિહંતાણં’માં અક્ષરો સાત છે અને તે સાતેય લઘુ છે. બીજા પદ ‘નમો સિદ્ધાણં’માં અક્ષરો પાંચ છે, તેમાં ચાર લઘુ છે અને એક ગુરુ છે. સિદ્ધાણંમાં દ્ધા
અક્ષર ગુરુ છે. ત્રીજા પદ ‘નમો આયરિયાણં’માં અક્ષરો સાત છે, તે સાતેય લઘુ છે. ચોથા પદ ‘નમો ઉવજયાયાણં’માં અક્ષરો સાત છે, તેમાં છ લઘુ અને ગુરુ છે.
ઉવજયાયાણં માં જયા અક્ષર ગુરુ છે. પાંચમા પદ ‘નમો લોએ સવ્વસાહૂણં’માં અક્ષરો નવ છે, તેમાં આઠ લઘુ અને એક ગુરુ છે. સવ્વસાહૂણં નો વ્વ અક્ષર ગુરુ છે. આ રીતે પાંચ પદમાં ૩પ અક્ષરો છે, તેમાં ૩ર લઘુ અને ત્રણ ગુરુ છે. છઠ્ઠા પદ ‘એસો પંચનમુક્કારો’માં અક્ષરો આઠ છે, તેમાં સાત લઘુ અને એક ગુરુ છે. પંચનમુક્કારો નો ક્કા અક્ષર ગુરુ છે. સાતમા પદ ‘સવ્વપાવપ્પણાસણો’માં અક્ષરો આઠ છે, તેમાં છ લઘુ અને બે ગુરુ છે. આ પદમાં વ્વ અને પ્પ એ અક્ષરો ગુરુ છે. આઠમા પદ ‘મંગલાણં ચ સવ્વેસિં’માં અક્ષરો આઠ છે, તેમાં સાત લઘુ અને એક ગુરુ છે. સવ્વેસિં નો વ્વે અક્ષર ગુરુ છે. નવમા પદ પઢમં હવઈ મંગલં માં અક્ષરો નવ છે, તે નવે અક્ષરો લઘુ છે.
આ રીતે નવકાર મંત્રના છેલ્લા ચાર પદો કે જે ચૂલિકા કહેવાય છે, તેમાં કુલ ૩૩ અક્ષરો છે, તેમાંના ૪ ગુરુ અને ર૯ લઘુ છે.
શ્રી મહાનિશીથ સૂત્રમાં નવકારને પાંચ અધ્યયન અને એક ચુલિકાવાળો કહ્યો છે, અને તેમાં અક્ષરોની સંખ્યા ઉપર જણાવવામાં આવી છે, તે મુજબ પ્રથમનાં પાંચ પદની ૩પ અને પછીના ચાર પદની ૩૩ જણાવેલ છે. આલોક અને પરલોક એમ બંને લોકમાં ઈચ્છિત ફળને આપનાર, અદ્વિતીય શક્તિ સ્વરૂપ, શ્રીનમસ્કાર મંત્ર જયવંત વર્તો, કે જેનાં પાંચ પદોને ત્રૈલોક્યપતિ શ્રી તીર્થંકરદેવોએ પંચતીર્થી તરીકે કહ્યાં છે. શ્રી જિનાગમના રહસ્યભૂત એવા જેના અડસઠ અક્ષરોને અડસઠ તીર્થો તરીકે વખાણ્યાં છે અને જેની આઠ સંપદાઓ અનુપમ શ્રેષ્ઠ આઠ મહાસિદ્ધિઓ તરીકે વર્ણવી છે.
શ્રી નવકાર કેમ ગણાય ?
શુદ્ધ થઈને, શ્વેત વસ્ત્રો પહેરીને, સાનુકૂળ ભૂમિતલ પ્રમાર્જીને, આસન બાંધીને, પૂર્વ યા ઉત્તર દિશા સન્મુખ બેસીને, સુતરની શ્વેત માળા લઈને, શ્વેત કટાસણું પાથરીને, ઉણોદરીવ્રતના પાલનપૂર્વક, ચિત્તને ‘શિવમસ્તુ સર્વ જગતઃ’ની ભાવના વઠે વાસિત કરીને, દૃષ્ટિને નાસિકા અગ્રે સ્થાપીને, ધીરે ધીરે તેનો પ્રત્યેક અક્ષર આખા શરીરમાં ફરી વળે તેવી રીતે આપણે શ્રી નવકારનો જાપ કરવો જોઈએ.
જાપનો સમય એક જ રાખવો જોઈએ.
માળાની સંખ્યા પણ ચોક્કસ રાખવી જોઈએ. એટલે કે પાંચ માળા ગણવાના નિયમોવાળો પુણ્યશાળી આત્મા છ ગણી શકે પણ પાંચથી ઓછી નહીં જ.
જાપ માટેની માળા બદલવી ન જોઈએ. જાપ સમયે શરીર હાલવું ન જોઈએ. કમ્મર વળી જવી ન જોઈએ. માનસ જાપમાં હોઠ બંધ રહેવા જોઈએ તેમજ દાંત ખુલ્લા રહેવા જોઈએ. ઉપાંશુજાપમાં હોઠનો ફફડાટ વ્યવસ્થિત રહેવો જોઈએ. ભાષ્યજાપમાં ઉચ્ચાર તાલબદ્ધ રહેવો જોઈએ. જાપ પૂરો થાય તે પછી ઓછામાં ઓછી પાંચેક મિનિટ સુધી આંખો બંધ કરીને તે સ્થળમાં બેસી રહેવું જોઈએ.
એમ કરવાથી જાપજન્ય સત્ત્વની સ્પર્શનાનો અદ્ભૂત યોગ સધાય છે અને ક્યારેક ભાવ સમાધિની અણમોલ પળ પડી જાય છે. જાપ માટેનાં ઉપકરણોને પૂરેપૂરા બહુમાનપૂર્વક પવિત્ર જગ્યામાં રાખવાં જોઈએ. ઉપકરણો પ્રત્યેનો આપણો ભાવ શ્રીનવકાર પ્રત્યેના આપણા ભાવ ઉપર તથા પ્રકારની અસર પહોંચાડે જ છે. જીભ એકલી જ નહિ, પરંતુ મન બરાબર શ્રી નવકાર ગણતાં શીખી જાય તે તરફ આપણું લક્ષ્ય રહેવું જોઈએ. એટલે મોટો ભાઈ, નાના ભાઈને કવિતા શીખવાડે તેમ આપણે મનરૂપી આપણા લઘુબંધુને સદ્ભાવપૂર્વક શ્રીનવકાર શીખવાડવો જોઈએ.
મન શ્રીનવકારમાં પરોવાય છે એટલે બધી ઈન્દ્રિયો પણ તેમાં ઓતપ્રોત થાય છે.
શરીર ભીંજાયા સિવાય ન રહે તેમ શ્રીનવકારમાં પ્રવેશેલો પ્રાણ પણ શુભ ભાવ વડે ભીંજાય છે. જો ન ભીંજાય તો સમજવું કે આપણા પ્રાણનો અધિક ભાગ શ્રીનવકારની બહાર રહે છે. શ્રીનવકારની બહાર જન્મ, જરા અને મૃત્યુ છે. શ્રીનવકારની અંદર શાશ્વત સુખનો મહાસાગર છે. શાશ્વત સુખ પ્રત્યેનો આપણો યથાર્થ પક્ષપાત જ તારશે. નવકાર મંત્ર કેમ ફળે ?
પ્રથમ નવકારનો શુદ્ધ પાઠ શ્રી સદ્ગુરુ ભગવંત પાસેથી ગ્રહણ કરવો. પ્રારંભમાં ઉચ્ચાર કરીને પાઠ કરતી વખતે નવકારના અક્ષરોમાં આત્માનો ઉપયોગ પરોવતા રહેવાની ટેવ પાડવી. સમયની અનુકૂળતા મુજબ નવકારનો ઉપયોગપૂર્વક શુદ્ધ પાઠ પ્રારંભમાં ૧રની સંખ્યામાં રોજ નિયમિત શરૂ કરવો. ઉપયોગપૂર્વક જપાયેલ એ ૧રની સંખ્યાને અનુકૂળતા મુજબ ૧૦૮ સુધી લઈ જવી. એ પછી અનુકૂળતા મુજબ એ સંખ્યાને ૩ બાંધી માળા (૩ર૪) સુધી લઈ જવી. આ બધો જાપ આંગળીઓના વેઢા પર જ કરવો. જાપ વખતે સીધા, ટટ્ટાર બેસવું. આંખ બંધ રાખવી. મનમાં પરમેષ્ઠિઓની આકૃતિ કે નવકારના અક્ષરો વગેરે જોવાની કોઈ આવશ્યકતા પ્રારંભમાં નથી. પ્રારંભમાં તો એટલું જ કરવાનું કે નવકારના અક્ષરોના જે વાચિક કે માનસિક ઉચ્ચાર, જે આપણે પોતે કરીએ છીએ તેમાં જ આપણું ચિત્ત વધુ ને વધુ પરોવાતું જાય. આ રીતે છ મહિના સુધી અખંડ રીતે ૩ર૪ સંખ્યા કરનારના જીવનનું સૌથી મહત્વનું કાર્ય ફક્ત છ મહિનામાં સિદ્ધ થયાના ઘણાં દાખલાઓ છે.