Paryushana Stavan Stuti
- Home
- Paryushana Stavan Stuti
પર્યુષણનું ચૈત્યવંદન
વીરપ્રભુનું હાલરડું
પર્યુષણનું ચૈત્યવંદન
પર્યુષણનું ચૈત્યવંદન
- પર્વ પર્યુષણ ગુણ નીલો, નવ કલ્પ વિહાર;
ચાર માસાન્તર થિર રહે, એહીજ અર્થ ઉદાર. ૧
અષાઢ શુદી ચઉદસ થકી, સંવત્સરી પચાસ; - મુનિવર દિન સિત્તેરમેં, પડિક્કમતાં ચૌમાસ. ૨
શ્રાવક પણ સમતા ધરે, કરે ગુરુના બહુમાન; - કલ્પસૂત્ર સુવિહિત મુખે, સાંભલે થઈ એક તાન. ૩
જિનવર ચૈત્ય જુહારીયે, ગુરુ ભક્તિ વિશાલ; - પ્રાયે અષ્ટ ભવાંતરે, વરીયે શિવ વરમાલ. ૪
દર્પણથી નિજ રૂપનો, જુએ સુદૃષ્ટિ રૂપ; - દર્પણ અનુભવ અર્પણો, જ્ઞાન રમણ મુનિ ભૂપ. ૫
આતમસ્વરૂપ વિલોકતાંએ, પ્રગટ્યો મિત્ર સ્વભાવ; - રાય ઉદાયી ખામણાં, પર્વ પર્યુષણ દાવ. ૬
નવ વખાણ પૂજી સુણો, શુક્લ ચતુર્થી સીમા; - પંચમી દિન વાંચે સુણે, હોય વિરાધક નિયમા. ૭
એ નહીં પર્વ પંચમી, સર્વ સમાણી ચોથે; - ભવભીરૂ મુનિ માનશે, ભાખ્યું અરિહા નાથે. ૮
શ્રુત કેવલી વયણા સુણી, લહી માનવ અવતાર; - શ્રી શુભ વીર ને શાસને, પામ્યા જય જય કાર. ૯
પર્યુષણ પર્વનું ચૈત્યવંદન
વડા કલ્પ પૂરવ દિને, ઘરે કલ્પને લાવો. - રાત્રિ જાગરણ પ્રમુખ કરી, શાસન સોહાવો. ૧
હય ગય શણગારી કુમર, લાવો ગુરુ પાસે. - વડા કલ્પ દિન સાંભલો, વીર ચરિત ઉલ્લાસે. ૨
છઠ દ્વાદશ તપ કીજિયે, ધરીએ શુભ પરિણામ. - સાધર્મી વત્સલ પ્રભાવના, પૂજા અભિરામ. ૩
જિન ઉત્તમ ગૌતમ પ્રત્યે એ, કહે જો એકવીસ વાર. - ગુરુ મુખ પદ્મે ભાવશું, સુણતાં પામે પાર. ૪
પર્યુષણ પર્વનું ચૈત્યવંદન - કલ્પ-તરુવર કલ્પસૂત્ર, પૂરે મન વાંછિત;
કલ્પધરે ધુરથી સુણો, શ્રી મહાવીર ચરિત. ૧
ક્ષત્રિયકુંડે નરપતિ, સિદ્ધારથ રાય; - રાણી ત્રિશલા તણી કૂખે, કંચન સમ કાય. ૨
પુષ્પોત્તર વરથી ચવ્યા એ, ઊપજ્યા પુણ્ય પવિત્ર; - ચતુરા ચૌદ સુપન લહે, ઊપજે વિનય વિનીત. ૩
પર્યુષણ પર્વ સ્તવન
સુણજો સાજન સંત, પજુસણ આવ્યાં રે;
તમે પુણ્ય કરો પુણ્યવંત, ભવિક મન ભાવ્યાં રે.
વીર જિણેસર અતિ અલવેસર,
વાલા મારા પરમેસર એમ બોલે રે;
પર્વ માંહે પજુસણ મોટાં, - અવર ન આવે તસ તોલે રે. પજુસણ. ૧
ચૌપદ માંહે જેમ કેશરી મોટો વાલા..,
ખગમાં ગરુડ તે કહીએ રે.
નદી માંહે જેમ ગંગા મોટી, - નગમાં મેરુ લહિયે રે. પજુસણ. ૨
ભૂપતિમાં ભરતેસર ભાખ્યો વાલા,
દેવ માંહે સુર ઇંદ્ર રે.
સકલ તીરથ માંહે શેત્રુંજો દાખ્યો, - ગ્રહ-ગણમાં જેમ ચંદ્ર રે. પજુસણ. ૩
દશેરા દીવાલી ને વલી હોલી વાલા,
અખાતીજ દિવાસો રે. - લેવ પ્રમુખ બહુલાં છે બીજાં,
એ નહિ મુક્તિનો વાસો રે. પજુસણ. ૪
તે માટે તમે અમારી પલાવો વાલા,
અટ્ઠાઇ મહોત્સવ કીજે રે.
અટ્ઠમ તપ અધિકાઇએ કરીને, - નર ભવ લાહો લીજે રે. પજુસણ. ૫
ઢોલ દદામા ભેરી નફેરી વાલા,
કલ્પસૂત્ર ને જગાવો રે.
ઝાંઝરનો ઝમકાર કરીને, - ગોરીની ટોલી મલી આવો રે. પજુસણ. ૬
સોના રૂપાને ફૂલડે વધાવો વાલા,
કલ્પસૂત્ર ને પૂજો રે.
નવ વખાણ વિધિએ સાંભલતાં, - પાપ મેવાસી ધ્રુજ્યો રે. પજુસણ. ૭
એમ અટ્ઠાઈ મહોત્સવ કરતાં વાલા,
બહુ જગજન ઉદ્ધરિયા રે.
વિબુધ વિમલ વર સેવક નય કહે, - નવનિધિ ઋદ્ધિ સિદ્ધિ વર્યા રે પજુસણ. ૮
પર્યુષણ પર્વ સ્તવન
રીઝો રીઝો શ્રી વીર દેખી, શાસનના શિરતાજ; - હરખો હરખો આ મોસમ આવી, પર્વ પર્યુષણા આજ. રીઝો. ૧
પ્રભુજી દેવે પર્ષદામાંહે, ઉત્તમ શિક્ષા એમ; - આલસમાં બહુ કાલ ગુમાવ્યો, પર્વ ન સાધો કેમ?. રીઝો. ૨
સોનાનો રજકણ સંભાલે, જેમ સોની એક ચિત્ત; - તેથી પણ આ અવસર અધિકો, કરો આતમ પવિત્ર. રીઝો. ૩
જેને માટે નિશદિન રખડો, તજી ધરમના નેમ; - પાપ કરો તો શિર પર બોજો, તો વ્યાજબી કેમ. રીઝો. ૪
કોઇ ન લેશે ભાગ પાપનો, ધનનો લેશે સર્વ; - પરભવ જાતાં સાથ ધર્મનો, સાધો આ શુભ પર્વ. રીઝો. ૫
સંપીને સમતાએ સુણજો, અટ્ઠાઇ વ્યાખ્યાન; - છટ્ઠ કરજો શ્રી કલ્પસૂત્રનો, વાર્ષિક અટ્ઠમ જાણ. રીઝો. ૬
નિશીથ સૂત્રની ચૂર્ણિમાંહે, આલોચના વખણાય; - ખમીએ હોંશે સર્વ જીવને, જીવન નિર્મલ થાય. રીઝો. ૭
ઉપકારી શ્રી પ્રભુની કીજે, પૂજા અષ્ટ પ્રકાર; - ચૈત્ય જુહારો ગુરુ વંદીજે, આવશ્યક બે કાલ. રીઝો. ૮
પૌષધ ચોસઠ પ્રહરી કરતાં, જાયે કર્મ જંજાલ; - પદ્મ વિજય સમતા રસ ઝીલે, ધર્મે મંગલમાલ. રીઝો. ૯
પર્યુષણ પર્વ સ્તુતિ
પુણ્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામીજી;
કલ્પ ઘરે પધરાવો સ્વામી, નારી કહે શિર નામીજી.
કુંવર ગયવર ખન્ધ ચઢાવી, ઢોલ નિશાન વગડાવોજી; - સદ્ગુરુ સંગે ચઢતે રંગે, વીર-ચરિત્ર સુણાવોજી. ૧
પ્રથમ વખાણ ધર્મ સારથિ પદ, બીજે સુપનાં ચારજી;
ત્રીજે સુપન પાઠક વલી ચોથે, વીર જનમ અધિકારજી.
પાંચમે દીક્ષા છટ્ઠે શિવપદ, સાતમે જિન ત્રેવીશજી; - આઠમે થિરાવલી સંભલાવે, પિઉડા પૂરો જગીશજી. ૨
છટ્ઠ અટ્ઠમ અટ્ઠાઈ કીજે, જિનવર ચૈત્ય નમીજેજી;
વરસી પડિક્કમણું મુનિ વન્દન, સંઘ સકલ ખામીજેજી.
આઠ દિવસ લગે અમર પલાવી, દાન સુપાત્રે દીજેજી; - ભદ્રબાહુ ગુરુ વચન સુણીને, જ્ઞાન સુધારસ પીજેજી. ૩
તીરથમાં વિમલાચલ, ગિરિમાં મેરુ મહીધર જેમજી;
મુનિવર માંહી જિનવર મોટા, પરવ પજુસણ તેમજી.
અવસર પામી સાહમ્મિ-વચ્છલ, બહુ પકવાન વડાઈજી; - ખીમા વિજય જિનદેવી સિદ્ધાઈ, દિન-દિન અધિક વધાઈજી. ૪
અષ્ટમી તિથિનું ચૈત્યવંદન
મહા શુદિ આઠમ દિને, વિજયા સુત જાયો; - તેમ ફાગણ સુદિ આઠમે, સંભવ ચવી આયો. ૧
ચૈતર વદની આઠમે, જન્મ્યા ઋષભ જિણંદ; - દીક્ષા પણ એ દિન લહી, હુઆ પ્રથમ મુનિચન્દ. ૨
માધવ શુદિ આઠમ દિને, આઠ કર્મ કર્યાં દૂર; - અભિનંદન ચોથા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર. ૩
એહી જ આઠમ ઊજલી, જન્મ્યા સુમતિ જિણંદ; - આઠ જાતિ કલશે કરી, નવરાવે સુર ઇંદ. ૪
જન્મ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી; - નેમ અષાડ શુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી. ૫
શ્રાવણ વદની આઠમે, નમિ જન્મ્યા જગ ભાણ; - તેમ શ્રાવણ શુદિ આઠમે, પાસજીનું નિર્વાણ. ૬
ભાદરવા વદી આઠમ દિને, ચવીયા સ્વામી સુપાસ; - જિન ઉત્તમ પદ પદ્મને, સેવ્યાથી શિવવાસ. ૭
અષ્ટમી તિથિ સ્તવન
(ઢાલ-૧)
શ્રી રાજગૃહી શુભ ઠામ, અધિક દિવાજે રે;
વિચરંતા વીર જિણંદ, અતિશય છાજે રે.
ચોત્રીશ અને પાંત્રીશ, વાણી ગુણ લાવે રે, - પાઉં ધાર્યા વધામણી જાય, શ્રેણિક આવે રે. ૧
તિહાં ચોસઠ સુરપતિ આવી, ત્રિગડું બનાવે રે;
તેમાં બેસીને ઉપદેશ, પ્રભુજી સુણાવે રે.
સુર નર ને તિર્યંચ, નિજ નિજ ભાષા રે; - તિહાં સમજીને ભવતીર, પામે સુખ ખાસા રે. ૨
તિહાં ઇન્દ્રભૂતિ ગણધાર, શ્રીગુરુ વીરને રે;
પૂછે અષ્ટમીનો મહિમાય, કહો પ્રભુ અમને રે.
તવ ભાખે વીર જિણંદ, સુણો સહુ પ્રાણી રે; - આઠમ દિન જિનનાં કલ્યાણ, ધરો ચિત્ત આણી રે. ૩
(ઢાલ-૨)
શ્રી ઋષભનું જન્મ-કલ્યાણ રે,
વલી ચારિત્ર લહ્યું ભલે વાણ રે
ત્રીજા સમ્ભવનું ચ્યવન કલ્યાણ.
ભવિ તુમે અષ્ટમી તિથિ સેવો રે,
એ છે શિવ-વધૂ વરવાનો મેવો. ભવિ ૧
શ્રી અજિત-સુમતિ નમિ જન્મ્યા રે,
અભિનંદન શિવપદ પામ્યા રે; - જિન સાતમા ચ્યવન દીપાવ્યા. ભવિ. ૨
વીશમા મુનિસુવ્રત સ્વામી રે,
જેહનો જનમ હોય ગુણ ધામી રે; - બાવીસમા શિવ વિસરામી. ભવિ. ૩
પારસનાથજી મોક્ષ મહંતા રે,
ઇત્યાદિક જિન ગુણવન્તા રે; - કલ્યાણક મુખ્ય કહન્તા. ભવિ. ૪
શ્રી વીર જિણંદની વાણી રે,
નિસુણી સમજ્યા ભવિ પ્રાણી રે; - આઠમ દિન અતિ ગુણ ખાણી. ભવિ. ૫
અષ્ટ કર્મ તે દૂર પલાય રે,
એથી અડ-સિદ્ધિ અડ-બુદ્ધિ થાય રે; - તે કારણ સેવો ચિત્ત લાય. ભવિ. ૬
શ્રી ઉદય સાગર સૂરિરાયા રે,
ગુરુ શિષ્ય વિવેકે ધ્યાયા રે; - તસ ન્યાય સાગર ગુણ ગાયા. ભવિ. ૭
- પર્વ પર્યુષણ ગુણ નીલો, નવ કલ્પ વિહાર;
વીરપ્રભુનું હાલરડું
વીરપ્રભુનું હાલરડું
- માતા ત્રિસલા ઝુલાવે પુત્ર પારણે,
ગાવે હાલો હાલો હાલરૂવાના ગીત
સોના રૂપા ને વળી રત્ને જડિયું પારણું,
રેશમ દોરી ઘૂઘરી વાગે છુમ છુમ રીત…
હાલો હાલો હાલો મારાં નંદને રે ૧
જિનજી પાસ પ્રભુથી વરસ અઢીસે આંતરે,
હોશે ચોવીશમા તીર્થંકર જિન પરિમાણ
કેશી સ્વામી મુખથી એવી વાણી સાંભળી, - સાચી સાચી હુઈ તે મારે અમૃતવાણ…હાલો ૨
ચૌદે સ્વપ્ને હોવે ચક્રી કે જિનરાજ,
વીત્યા બારે ચક્રી નહિ હવે ચક્રી રાજ
જિનજી પાસ પ્રભુનાં શ્રી કેશી ગણધાર, - તેહને વચને જાણ્યા ચોવીશમા જિનરાજ…હાલો ૩
મારી કૂખે આવ્યા તારણતરણ જહાજ,
મારી કૂખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ
મારી કૂખે આવ્યા સંઘ તીરથની લાજ, - હું તો પુણ્ય પનોતી ઇંદ્રાણી થઈ આજ…હાલો ૪
મુજને દોહલો ઊપન્યો બેસું ગજ અંબાડીએ,
સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય
એ સહુ લક્ષણ મુજને નંદન તારા તેજનાં, - તે દિન સંભારું ને આનંદ અંગ ન માય…હાલો ૫
કરતલ પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે,
તેહથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રીજગદીશ
નંદન જમણી જંઘે લંછન સિંહ બિરાજતો, - મેં તો પહેલે સુપને દીઠો વીસવાવીસ…હાલો ૬
નંદન નવલા બંધવ નંદીવર્ધનના તમે,
નંદન ભોજાઈઓના દીયર છો સુકુમાળ,
હસશે ભોજાઈઓ કહી દીયર મારાં લાડકા,
હસશે રમશે ને વળી ચૂંટી ખણશે ગાલ, - હસશે રમશે ને વળી ઠુંસા દેશે ગાલ…હાલો ૭
નંદન નવલા ચેડારાજાના ભાણેજ છો,
નંદન નવલા પાંચસેં મામીના ભાણેજ છો,
નંદન મામલિયાના ભાણેજા સુકુમાર,
હસશે હાથે ઉછાળી કહીને ન્હાના ભાણેજા, - આંખો આંજીને વળી ટપકું કરશે ગાલ…હાલો ૮
નંદન મામા મામી લાવશે ટોપી આંગલાં,
રતને જડિયાં ઝાલર મોતી કસબી કોર,
નીલા પીલા ને વળી રાતા સર્વે જાતિના, - પહેરાવશે મામી મારાં નંદકિશોર…હાલો ૯
નંદન મામા મામી સુખલડી બહુ લાવશે,
નંદન ગજવે ભરશે લાડુ મોતીચૂર,
નંદન મુખડા જોઈને લેશે મામી ભામણા, - નંદન મામી કહેશે જીવો સુખ ભરપૂર…હાલો ૧૦
નંદન નવલા ચેડા મામાની સાતે સતી,
મારી ભત્રીજી ને બેન તમારી નંદ,
તે પણ ગુંજે ભરવા લાખણસાઈ લાવશે, - તુમને જોઈ જોઈ હોશે અધિકો પરમાનંદ…હાલો ૧૧
રમવા કાજે લાવશે લાખ ટકાનો ઘૂઘરો,
વળી સુડા મેના પોપટ ને ગજરાજ,
સારસ હંસ કોયલ તીતર ને વળી મોરજી, - મામી લાવશે રમવા નંદ તમારે કાજ…હાલો ૧૨
છપ્પન કુમરી અમરી જલકળશે નવરાવિયા,
નંદન તમને અમને કેલીઘરની માંહી,
ફૂલની વૃષ્ટિ કીધી યોજન એકને મંડલે, - બહુ ચિરંજીવો આશિષ દીધી તુમને ત્યાંહી…હાલો ૧૩
તમને મેરુગિરિ પર સુરપતિએ નવરાવિયા,
નીરખી નીરખી હરખી સુકૃત લાભ કમાય,
મુખડા ઉપર વારું કોટિ કોટિ ચંદ્રમા, - વળી તન પર વારું ગ્રહ-ગણનો સમુદાય…હાલો ૧૪
નંદન નવલા ભણવા નિશાળે પણ મૂકશું,
ગજ પર અંબાડી બેસાડી મોટે સાજ,
પસલી ભરશું શ્રીફળ ફોકળ નાગરવેલશું, - સુખલડી લેશું નિશાળિયાને કાજ…હાલો ૧૫
નંદન નવલા મોટા થાશો ને પરણાવશું,
વહુવર સરખી જોડી લાવશું રાજકુમાર,
સરખા વેવાઈ વેવાણને પધરાવશું, - વર-વહુ પોંખી લેશું જોઈ જોઈને દેદાર…હાલો ૧૬
પીઅર સાસર માહરા, બેહુ પખ નંદન ઊજળા,
મારી કૂખે આવ્યાં તાત પનોતા નંદ,
માહરે આંગણે વુઠા, અમૃત દૂધે મેહુલા, - માહરે આંગણે ફળિયા, સુરતરુ સુખના કંદ…હાલો ૧૭
ઈણી પેરે ગાયું માતા ત્રિસલા સુતનું પારણું,
જે કોઈ ગાશે લેશે પુત્રતણા સામ્રાજ,
બીલીમોરા નગરે વર્ણવ્યું વીરનું હાલરું, - જય જય મંગલ હોજો, દીપવિજય કવિરાજ…હાલો ૧૮
વીરપ્રભુનું ૨૭ ભવનું સ્તવન (પાંચ ઢાળ)
(દોહા) શ્રી શુભવિજય સુગુરુ નમી, નમી પદ્માવતી માય - ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમકિત થાય ૧
સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય - જો વળી સંસારે ભમે, તો પણ મુગતે જાય ૨
વીર જિનેશ્વર સાહિબો, ભમિયો કાળ અનંત - પણ સમકિત પામ્યા પછી, અંતે થયાં અરિહંત ૩
(ઢાળ પહેલી)
પહેલે ભવે એક ગામનો રે, રાય નામે નયસાર
કાષ્ટ લેવા અટવી ગયો રે, ભોજન વેળા થાય રે,
પ્રાણી! ધરીએ સમકિત રંગ, - જિમ પામિયે સુખ અભંગ રે, પ્રાણી ૧
મન ચિંતે મહિમા નીલો રે, આવે તપસી કોય - દાન દેઈ ભોજન કરું રે, તો વાંછિત ફળ હોય રે, પ્રાણી ૨
મારગ દેખી મુનિવરા રે, વંદે દેઈ ઉપયોગ - પૂછે કિમ ભટકો ઈહાં રે, મુનિ કહે સાથ વિયોગ રે, પ્રાણી ૩
હર્ષભરે તેડી ગયો રે, પડિલાભ્યા મુનિરાજ - ભોજન કરી કહે ચાલીએ રે, સાથ ભેળા કરું આજ રે, પ્રાણી ૪
પગવટીએ ભેળા કર્યાં રે, કહે મુનિ દ્રવ્ય એ માર્ગ - સંસારે ભૂલા ભમો રે, ભાવ માર્ગ અપવર્ગ રે, પ્રાણી ૫
દેવગુરુ ઓળખાવિયા રે, દીધો વિધિ નવકાર - પશ્ચિમ મહાવિદેહમાં રે, પામ્યા સમકિત સાર રે, પ્રાણી ૬
શુભ ધ્યાને મરી સુર હુઆ રે, પહેલાં સ્વર્ગ મઝાર - પલ્યોપમ આયુ ચ્યવી રે, ભરત ઘરે અવતાર રે, પ્રાણી ૭
નામે મરચી યૌવને રે, સંયમ લીએ પ્રભુ પાસ - દુષ્કર ચરણ લહી થયો રે, ત્રિદંડીક શુભ વાસ રે, પ્રાણી ૮
(ઢાળ બીજી)
નવો વેશ રચે તેણી વેળા, વિચરે આદીશ્વર ભેળા, - જળથોડે સ્નાન વિશેષે, પગે પાવડી ભગવે વેશે. ૧
ધરે ત્રિદંડી લાકડી મહોટી, શિર મુંડણ ને ધરે ચોટી, - વળી છત્ર વિલેપન અંગે, થૂલથી વ્રત ધરતો રંગે. ૨
સોનાની જનોઈ રાખે, સહુને મુનિ મારગ ભાખે - સમોસરણે પૂછે નરેશ, કોઈ આગે હોશે જિનેશ. ૩
જિન જંપે ભરતને તામ, તુજ પુત્ર મરિચી નામ - વીર નામે થશે જિન છેલ્લા, આ ભરતે વાસુદેવ પહેલાં. ૪
ચક્રવર્તી વિદેહે થાશે, સુણો આવ્યા ભરત ઉલ્લાસે - મરિચીને પ્રદક્ષિણા દેતા, નમી વંદીને એમ કહેતા. ૫
તમે પુન્યાઈવંત ગવાશો, હરિ ચક્રી ચરમ જિન થાશો
નવિ વંદું ત્રિદંડીક વેશ, નમું ભક્તિયે વીર જિનેશ. ૬ - એમ સ્તવના કરી ઘેર જાવે, મરિચી મન હર્ષ ન માવે
મહારે ત્રણ પદવીની છાપ, દાદા જિન ચક્રી બાપ. ૭
અમે વાસુદેવ ધુર થઈશું, કુળ ઉત્તમ માહરું કહીશું - નાચે કુળમદશું ભરાણો, નીચ ગોત્ર તિહાં બંધાણો. ૮
એક દિન તનુ રોગે વ્યાપે, કોઈ સાધુ પાણી ન આપે - ત્યારે વંછે ચેલો એક, તવ મળિયો કપિલ અવિવેક. ૯
દેશના સુણી દીક્ષા યાસે, કહે મરિચી લીયો મુનિ પાસે - રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસે. ૧૦
તુમ દરશને ધરમનો વ્હેમ, સુણી ચિંતે મરિચી એમ - મુજ યોગ્ય મળ્યો એ ચેલો, મૂળ કડવે કડવો વેલો. ૧
મરિચી કહે ધર્મ ઉભયમાં, લીએ દીક્ષા યૌવન વયમાં - એણે વચને વધ્યો સંસાર, એ ત્રીજો કહ્યો અવતાર. ૧
લાખ ચોરાશી પૂરવ આય, પાળી પાંચમે સ્વર્ગ સધાય - દસ સાગર જીવિત ત્યાંહી, શુભવીર સદા સુખમાંહી. ૧
(ઢાળ ત્રીજી) - પાંચમે ભવે કોલ્લાગ સન્નિવેશ, કૌશિક નામે બ્રાહ્મણ વેશ
- એંશી લાખ પૂરવ અનુસરી, ત્રિદંડીયાને વેશે મરી ૧
કાલ બહુ ભમિયો સંસાર, થુણાપુરી છટ્ઠો અવતાર - બહોંતેર લાખ પૂરવને આય, વિપ્ર ત્રિદંડીક વેશ ધરાય ૨
સૌધર્મે મધ્ય સ્થિતિયે થયો, આઠમે ચૈત્ય સન્નિવેશે ગયો - અગ્નિદ્યોત દ્વિજ ત્રિદંડીયો, પૂર્વ આયુલખ સાઠે મુઓ ૩
મધ્ય સ્થિતિએ સુર સર્ગ ઈશાન, દશમે મંદિર પુર દ્વિજઠાણ - લાખ છપ્પન પૂરવ આયુધરી, અગ્નિભૂતિ ત્રિદંડીક મરી ૪
ત્રીજે સરગે મધ્યાયુ ધરી, બારમે ભવે શ્વેતાંબીપુરી - પૂરવ લાખ ચુમ્માલીશ આય, ભારદ્વીજ ત્રિદંડીક થાય ૫
તેરમે ચોથે સર્ગે રમી, કાળ ઘણો સંસારે ભમી - ચઉદમે ભવ રાજગૃહી જાય, ચોત્રીશ લાખ પૂરવનું આય ૬
થાવર વિપ્ર ત્રિદંડી થયો, પાંચમે સર્ગે મરીને ગયો - સોળમે ભવ કોડ વરસનું આય, રાજકુમાર વિશ્વભૂતિ થાય ૭
સંભૂતિમુનિ પાસે અણગાર, દુક્કર તપ કરી વરસ હજાર - માસખમણ પારણે ધરી દયા, મથુરામાં ગોચરીએ ગયા ૮
ગાયે હણ્યા મુનિ પડિયા વશા, વિશાખાનંદી પિતરિયા હસ્યા - ગોશૃંગે મુનિ ગર્વે કરી, ગન ઉછાળી ધરતી ધરી ૯
તપ બળથી હોજો બળ ઘણી, કરી નિયાણું મુનિ અણસણી - સત્તરમે મહાશુક્રે સુરા, શ્રી શુભવીર સત્તર સાગરા ૧૦
(ઢાળ ચોથી)
અઢારમે ભવે સાત, સુપન સુચિતસતિ,
પોતનપુરીયે પ્રજાપતિ રાણી મૃગાવતી
તસ સુત નામે ત્રિપૃષ્ઠ, વાસુદેવ નીપન્યા, - પાપ ઘણું કરી, સાતમી નરકે ઉપન્યા ૧
વીશમે ભવ થઈ સિંહ, ચોથી નરકે ગયા,
તિહાંથી ચવી સંસારે, ભવ બહુલા થયાં
બાવીશમે નરભવ લહી, પુણ્ય દશા વર્યા, - ત્રેવીશમે રાજધાની, મૂકાએ સંચર્યા ૨
રાય ધનંજય ધારણી રાણીયે જનમિયા,
લાખ ચોરાશી પૂરવ આયુ જીવિયા
પ્રિયમિત્ર નામે ચક્રવર્તી દીક્ષા લહી, - કોડી વરસ ચારિત્ર દશા પાલી સહી ૩
મહાશુક્રે થઈ દેવ ઈણે ભરતે ચવી,
છત્રિકા નગરીયે જિતશત્રુ રાજવી
ભદ્રામાય લખ પચવીશ વરસ સ્થિતિ ધરી,
નંદન નામે પુત્રે દીક્ષા આચરી ૪
અગિયાર લાખને એંશી હજાર છસ્સેં વળી,
ઉપર પિસ્તાળીશ અધિક પણ દિન રુળી
વીશ સ્થાનક માસખમણે ભવજ્જીવ સાધતાં, - તીર્થંકર નામ કર્મ તિહાં નિકાચતા ૫
લાખ વરસ દીક્ષા પર્યાય તે પાલતા,
છવ્વીશમે ભવ પ્રાણત કલ્પે દેવતા
સાગર વીશનું જીવિત સુખભર ભોગવે, - શ્રી શુભવીર જિનેશ્વર ભવ સુણજો હવે ૬
(ઢાળ પાંચમી)
નયર માહણકુંડમાં વસે રે, મહા ઋદ્ધિ ઋષભદત્ત નામ
દેવાનંદા દ્વિજ શ્રાવિકા રે, પેટ લીધો પ્રભુ વિસરામ રે, પેટ ૧
બ્યાશી દિવસને અંતરે રે, સુર હરિ-ણગમેષી આય - સિદ્ધારથ રાજા ઘરે રે, ત્રિશલા કૂખે છટકાય રે, ત્રિશલા ૨
નવ માસાંતરે જનમિયા રે, દેવ દેવીએ ઓચ્છવ કીધ - પરણી યશોદા યૌવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ રે, નામે ૩
સંસાર લીલા ભોગવી રે, ત્રીશ વર્ષે દીક્ષા લીધ - બાર વરસે હુઆ કેવળી રે, શિવ વહુનું તિલક શિર કીધ રે, શિવ ૪
સંઘ ચતુર્વિધ થાપિયો રે, દેવાનંદા ઋષભદત્ત પ્યાર - સંયમ દેઈ શિવ મોકલ્યાં રે, ભગવતી સૂત્રે અધિકાર રે, લગ ૫
ચોત્રીશ અતિશય શોભતા રે, સાથે ચઉદ સહસ અણગાર - છત્રીશ સહસ તે સાધવી રે, બીજો દેવ દેવી પરિવાર રે, બીજો ૬
ત્રીશ વરસ પ્રભુ કેવળી રે, ગામ નગર તે પાવન કીધ - બહોતેર વરસનું આઉખું રે, દિવાલીયે શિવપદ લીધ રે, દિવાલી ૭
અગુરુલઘુ અવગાહને રે, કીયો સાદી અનંત નિવાસ - મોહરાય મલ્લ મૂળશું રે, તન મન સુખનો હોય નાશ રે, તન ૮
તુમ સુખ એક પ્રદેશનું રે, નવી માવે લોકાકાશ - તો અમને સુખિયા કરો રે, અમે ધરીએ તુમારી આશ રે, અમે ૯
અક્ષય ખજાનો નાથનો રે, મેં દીઠો ગુરુ ઉપદેશ - લાલચ લાગી સાહેબા રે, નવિ ભજિયે કુમતિનો લેશ રે, નવિ ૧૦
મ્હોટાનો જે આશરો રે, તેથી પામિયે લીલ વિલાસ - દ્રવ્ય ભાવ શત્રુ હણી રે, શુભવીર સદા સુખવાસ રે, શુભ ૧૧
(કળશ)
ઓગણીશ એકે વરસ છેકે, પૂર્ણિમા શ્રાવણ વરો
મેં થુણ્યો લાયક વિશ્વનાયક, વર્ધમાન જિનેશ્વરો
સંવેગ રંગ તરંગ ઝીલે, જસ વિજય સમતા ધરો
શુભવિજય પંડિત ચરણ સેવક, વીરવિજય જય જય કરો.
- માતા ત્રિસલા ઝુલાવે પુત્ર પારણે,