Pratikraman
- Home
- Pratikraman
- પાવન કરે તેને પર્વ કહેવાય, પ્રસન્નતા આપે તે પર્વ કહેવાય.
ગાળી નાખે જે ગર્વ માનવનો તેને પર્યુષણા પર્વ કહેવાય - ગુસ્સો થઈ જાય તે ચાલે પણ ગાંઠ ન વાળવી જોઈએ.
ક્રોધ થઈ જાય તો ચાલે પણ ‘અબોલા’ ન રાખવા જોઈએ.
આવ્યું છે આ મહાપર્વ, ચાલો બધાને માફ અને હૃદયને સાફ કરી દઈએ. - ક્ષમાપના માંગવામાં હૃદયને થોડુંક નમાવી દઈએ.
ક્ષમાપના આપવામાં મનને થોડુંક મનાવી લઈએ, અને
ક્ષમા રાખવામાં અંદરનું થોડુંક સામર્થ્ય કેળવી જોઈએ. ‘મિચ્છામિ દુક્કડમ્ સાચું અપાશે. - નમ્રતા વગર ક્ષમા માંગી ન શકાય, ઉદારતા વગર ક્ષમા આપી ન શકાય અને
સમર્થતા વગર ક્ષમા રાખી ન શકાય. સહુથી સહેલી અને સહુથી અઘરી ક્ષમા છે. - Below Are List of Spritual Leaders Speeach.. Please Listen to Devine Audio and Benifit from it. Thank You
- વિષય કષાયોની ચરબી આત્મામાં વધી ગઈ છે. આરોગ્ય જોખમમાં છે, તેનું ડાયેટિંગ કરવું
અનિવાર્ય થઈ પડ્યું છે અને તેની બધી પ્રોસીજર પર્યુષણા મહાપર્વમાં છે.
છેલ્લે હૃદયથી ક્ષમાપના લેવા-આપવા-રાખવામાં છે. - આ જગતમાં કોઈ નાનો નથી કોઈ મોટો નથી,
ક્ષમા માંગે તે મોટો, અને ક્ષમા ન રાખે તે નાનો. - કોઈને ‘નડશો’ નહિં, કોઈને લડશો નહિં, કોઈ પોતાનો મળી જાય તો કનડશો નહિં.
કારણ આ દુનિયામાં લાખો આવે અને જાય તો પણ દુર્ભાવમાં ગબડશો નહિં. - કોઈના ઉપર તપનું નહિં એ જ મોટામાં મોટું તપ છે.
મૌન રહીને જોયા કરવું એ જ સાચામાં સાચો જપ છે.
ક્ષમા માંગો અને આપો એ જ અમોને સાચો ખપ છે. - વેર વાળવામાં બેવડવળી જવાય છે વેર વળાવવામાં પ્રેમના વાવેતર થાય છે.
ક્ષમાપના માંગવામાં અને આપવામાં વાંધો શું