1. પાવન કરે તેને પર્વ કહેવાય, પ્રસન્નતા આપે તે પર્વ કહેવાય.
  ગાળી નાખે જે ગર્વ માનવનો તેને પર્યુષણા પર્વ કહેવાય

   


 2. ગુસ્સો થઈ જાય તે ચાલે પણ ગાંઠ ન વાળવી જોઈએ.
  ક્રોધ થઈ જાય તો ચાલે પણ ‘અબોલા’ ન રાખવા જોઈએ.
  આવ્યું છે આ મહાપર્વ, ચાલો બધાને માફ અને હૃદયને સાફ કરી દઈએ.

   


 3. ક્ષમાપના માંગવામાં હૃદયને થોડુંક નમાવી દઈએ.
  ક્ષમાપના આપવામાં મનને થોડુંક મનાવી લઈએ, અને
  ક્ષમા રાખવામાં અંદરનું થોડુંક સામર્થ્ય કેળવી જોઈએ. ‘મિચ્છામિ દુક્કડમ્ સાચું અપાશે.

   


 4. નમ્રતા વગર ક્ષમા માંગી ન શકાય, ઉદારતા વગર ક્ષમા આપી ન શકાય અને
  સમર્થતા વગર ક્ષમા રાખી ન શકાય. સહુથી સહેલી અને સહુથી અઘરી ક્ષમા છે.

   


 5. Below Are List of Spritual Leaders Speeach.. Please Listen to Devine Audio and Benifit from it. Thank You
 1. વિષય કષાયોની ચરબી આત્મામાં વધી ગઈ છે. આરોગ્ય જોખમમાં છે, તેનું ડાયેટિંગ કરવું
  અનિવાર્ય થઈ પડ્યું છે અને તેની બધી પ્રોસીજર પર્યુષણા મહાપર્વમાં છે.
  છેલ્લે હૃદયથી ક્ષમાપના લેવા-આપવા-રાખવામાં છે.

   


 2. આ જગતમાં કોઈ નાનો નથી કોઈ મોટો નથી,
  ક્ષમા માંગે તે મોટો, અને ક્ષમા ન રાખે તે નાનો.

   


 3. કોઈને ‘નડશો’ નહિં, કોઈને લડશો નહિં, કોઈ પોતાનો મળી જાય તો કનડશો નહિં.
  કારણ આ દુનિયામાં લાખો આવે અને જાય તો પણ દુર્ભાવમાં ગબડશો નહિં.

   


 4. કોઈના ઉપર તપનું નહિં એ જ મોટામાં મોટું તપ છે.
  મૌન રહીને જોયા કરવું એ જ સાચામાં સાચો જપ છે.
  ક્ષમા માંગો અને આપો એ જ અમોને સાચો ખપ છે.

   


 5. વેર વાળવામાં બેવડવળી જવાય છે વેર વળાવવામાં પ્રેમના વાવેતર થાય છે.
  ક્ષમાપના માંગવામાં અને આપવામાં વાંધો શું

   

 6.  

Stavan Suno Saajan Sant

Stavan Suno Saajan Sant

Stavan Suno Saajan Sant

Stavan Suno Saajan Sant

Stavan Suno Saajan Sant

Stavan Suno Saajan Sant

Stavan Suno Saajan Sant

Stavan Suno Saajan Sant